before I slip

0_kingfisher
(છટા….. …શ્વેતકંઠ કલકલિયો, ભરતપુર, ફેબ્રુ, ૨૦૧૪)

*

કૂકડો ક્યારે ગાયબ થઈ ગયો,
ખબર પણ ન પડી.
ચકલી વિશે તો છાપામાં અવારનવાર આવતું રહે છે
એટલે એ ધ્યાનમાં છે.
પોપટ વિશે કોઈ લખતું નથી
પણ એનો મને ખ્યાલ છે.
બિલાડી ?
લાસ્ટ ક્યારે જોઈ હતી?
– હમ્મ્મ્મ્મ્…
ગોખલા અને કબૂતર ?
ઘૂટરઘૂ?
ENT-Eye વાળાને બતાવું કે પછી બરાબર જ હશે?
કાગડા-કૂતરા જો કે વધતા જ જાય છે.

અર્બનાઇઝેશન વિશે કવિતા ઘણા લખી ગયા છે.
મારે એ નથી લખવી.
હું તો જાણતો જ હતો
કે શહેરમાં પણ જંગલ dark અને deep જ છે.
અને મેં કોઈ પ્રોમિસ પણ કર્યું નહોતું.
હા, miles to go before I sleep…
miles to go before I slip!

– વિવેક મનહર ટેલર
(૨૧-૧૧-૨૦૧૪)

*

a_IMG_9777 copy
(તાક…..                          …કાબરો કલકલિયો, ભરતપુર, ફેબ્રુ, ૨૦૧૪)

2 thoughts on “before I slip

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *