ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

PC285261
(વમળના વન….                                                    …તાપી નદી, સુરત, ડિસેમ્બર-૦૮)

ક્યાં સુધી કોઈ એનું સંવર્ધન કરે ?
જાતે જો કો’ જાતને દુશ્મન કરે…

ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
બિંબ પણ સામે વમળના વન કરે.

શી રીતે એ ભૂમિને સૂરજ મળે ?
ધૂળને ફૂલ, આભને ઉપવન કરે !

કર ચરક, સુશ્રુતના પણ હેઠા પડે,
મોતને જ્યારે કોઈ જીવન કરે.

સાચવે એને શમા પણ ક્યાં સુધી?
બાળવાનું જાતને જે પણ કરે.

*

એટલે તો એ ઠરી દિવાનગી,
પુષ્પ ચાહે કોઈ, એ ઉપવન ધરે !

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૯-૧૯૯૦)

૧૯૯૦ના વર્ષમાં લખાયેલી આ એક ગઝલ… કાફિયા-રદીફની સમજણ ત્યારે પાકી નહોતી થઈ. એટલે શક્ય એટલા કાફિયા સુધારીને આ ગઝલ આજે પહેલીવાર અહીં પોસ્ટ કરું છું. પણ આખરી શેરમાં સુધારો કરી ન શકાયો એટલે ફુદડી પછી એને અલગ કરી રહ્યો છું…

23 thoughts on “ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

  1. ગઝલ તો સારી જ થઈ છે,તમે તારીખનો ખુલાસો ન કર્યો હોત તો,ખ્યાલ પણ ન આવત કે આ જુની રચના પોસ્ટ થઈ છે !!!
    આ પંક્તિ ખાસ ગમી.
    સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
    બિંબ પણ સામે વમળના વન કરે.

    -જુની ગઝલને તાજા અભિનંદન !

  2. ખુબ સરસ રચના ચે. અને શબ્દો નો પ્રાસ પન ખુબ સરસ ચે. અભિનન્દન ! મજા આવિ.

  3. પ્રિય વિવેક્ભઈ,
    રચના સારી છે !! પણ એક ક્યો ભાવ રજુ કરે છે તે સમજવુ સરલ નથી,
    સારી કવીતા આપવા આભર !

  4. આભણ નેતાઓ જ્યા શાળા નુ ઉદઘાટન કરે.
    મા સરસ્વતિ ક્યાથી શાળા મા આગમન કરે.
    PRATIK MOR
    pratiknp@live.com

  5. અઢાર અધ્યાય પૂરા કરી
    –યત્ર યોગેશ્વર કૃષ્ણ …
    ગ ઝ લ
    વધુ સુંદર લાગે છે !
    રંગ નીખરે હૈ,
    જ્યું જ્યું બીખરે હૈ!
    સાચવે એને શમા પણ ક્યાં સુધી?
    બાળવાનું જાતને જે પણ કરે.
    એટલે તો એ ઠરી દિવાનગી,
    પુષ્પ ચાહે કોઈ, એ ઉપવન ધરે !
    …શબ્દ જડતો નથી

  6. તમારી શબ્દોની પસન્દગી ઉત્તમછે. “ભૂમિજે ખુદ કંસનુ……” ક્યાબાતહૈ…..

  7. સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
    બિંબ પણ સામે વમળના વન કરે.

    સુંદર રચના..

  8. ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
    ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

    સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
    બિંબ પણ સામે વમળના વન કરે.

    આ બે શેર સ્પર્શી ગયા.

  9. ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
    ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

    સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,
    બિંબ પણ સામે વમળના વન કરે.
    ………………………………………….
    અદભુત શબ્દો !!!! બિલકુલ શ્વસી શકાય તેવા…

  10. પાણી ચાહે કોઈ, તુ સાગર ધરે,
    ખુદા તુ તો હદ કરે છે દેવામા.

    માંગ્યુ હતુ જીવન સુંગધીં
    પુષ્પ ચાહે કોઈ,તુ ઉપવન ધરે

    વિવેકભાઇ હવે નવી વનગી ક્યારે પિરવાના છો.
    praitknp@live.com

  11. સાચવે એને શમા પણ ક્યાં સુધી?

    બાળવાનું જાતને જે પણ કરે.

    ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,

    ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

    બે શેર ખુબ સરસ સ્પર્શી ગયા.

    રાજેન્દ્ર ત્રિવેદી

  12. શરુઆત આટલિ સારિ હતિ તો સફ્ળતા પણ કાયમનો સાથ આપશે એ જરુર સ્વિકારજો અમને શ્ર્ધ્ધા છે, સરસ ગઝલ અને શબ્દો ભૂમિવાળો શેર ખુબ ગમ્યો.અભિનદન્

  13. તમારી હથરોટી ખુબજ સારી છે મને લાગે છે કે તમે નાનપણથીજ તેજસ્વી હશો કેમ ખરૂ ને?

  14. કર ચરક, સુશ્રુતના પણ હેઠા પડે,
    મોતને જ્યારે કોઈ જીવન કરે.
    –સરસ !

    ગઝલમાં શું હોય છે -થોડું દર્દ, થોડાં આંસુ,………..એમને કેવી રીતે જુના માનવા
    વિવેકભાઇ ખૂબ સુંદર ગઝલ છે.
    આભિનંદન !

  15. ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,
    ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

    ખુબ સરસ. જીવનના હર-એક ક્ષેત્રે આપણે તો રોજ કંસનું જ પુજન કરીએ છીએને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *