(હર્ષ નિરંતર… ….લદાખ, મે-૨૦૧૩)
*
તમારી જાતને સમજી શકો તો જાત ખોટી છે,
નકર કહેજો મને, સાહેબ ! તમારી વાત ખોટી છે.
હથેળીમાં લખાયેલી મરણની ઘાત ખોટી છે,#
છે તારો હાથ એ સાચું, બીજી સૌ વાત ખોટી છે.
ધરમના આયનામાં અન્ય પણ નજરે ચડે તો ઠીક,
નહિંતર શ્લોક સૌ ખોટા, બધી આયાત ખોટી છે.
સનાતન સત્ય છે ભીતર નિરંતર હર્ષ હો બસ એ જ,
બધી તકલીફ, દુઃખ-દર્દો તણી આયાત ખોટી છે.
મિલનની એક ક્ષણ આપી શકો તો ઠીક છે બાકી
જુદાઈની સમંદર જેવડી ખેરાત ખોટી છે.
તું આવી ત્યારથી મારે તો છે અજવાસ, બસ અજવાસ,
ઉતારી એણે જે ધરતી ઉપર એ રાત ખોટી છે.
છે કેવળ ભ્રમ તમારા નામની પાછળના લટકણિયાં,
હકીકતમાં, મૂષકજી ! પૂંછ સાતેસાત ખોટી છે.
નિરંતર ઉત્ખનન ચાલુ ને કંઈ પણ હાથ ના આવે,
તો સમજો શ્વાસની આ સઘળી યાતાયાત ખોટી છે.
– વિવેક મનહર ટેલર
(જુલાઈ-૨૦૧૩)
(# = પંક્તિસૌજન્ય: વિધિ પટેલ)
*
છે કેવળ ભ્રમ તમારા નામની પાછળના લટકણિયાં,
હકીકતમાં, મૂષકજી ! પૂંછ સાતેસાત ખોટી છે.
નિરંતર ઉત્ખનન ચાલુ ને કંઈ પણ હાથ ના આવે
,તો સમજો શ્વાસની આ સઘળી યાતાયાત ખોટી છે.
વાહહ……..
વિવેકભાઇ,
છે કોની મજાલ કે કહે કે તમારી વાત ખોટી છે
મિલનની એક ક્ષણ આપી શકો તો ઠીક છે બાકી
જુદાઈની સમંદર જેવડી ખેરાત ખોટી છે.
તું આવી ત્યારથી મારે તો છે અજવાસ, બસ અજવાસ,
ઉતારી એણે જે ધરતી ઉપર એ રાત ખોટી છે.
છે કેવળ ભ્રમ તમારા નામની પાછળના લટકણિયાં,
હકીકતમાં, મૂષકજી ! પૂંછ સાતેસાત ખોટી છે.
ખોટી પણ અમને ગમે છે
યાદ-
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.
Vivekbhai, very refreshing and unique gazal !! I immensely enjoyed it.
Dinesh O. Shah
very good, it reminds me KALAPI
ડો. વિવેક ભાઈ બધા જ શેર લાજવાબ છે પરંતુ છેલ્લા શેરને માટે તો અફલાતુઅન જ કહી શકાય અને બધા જ શેરની વાત સાવ સાચી જ છે બાકી બધી વાત ખોટી છે,,,,,,,,,,,,
Biji badhi vaat khoti bhale hoy, aapni vaat to sachi j chhe !
સનાતન સત્ય છે ભીતર નિરંતર હર્ષ હો બસ એ જ,
બધી તકલીફ, દુઃખ-દર્દો તણી આયાત ખોટી છે.
ગઝલના દરેક શેર દાદ લઈ જાય છે પણ આ શેર મને વધુ જ ગમ્યો છે… દુઃખની વાત એ જ છે કે આ સનાતન સત્ય તરફ નજર ઓછી જ જાય છે બાકી આયાત જ જીવ લઈ જાય છે…
ફરી એકવાર વાહ!
બહુ જ સરસ વિવેક્ભાઇ
wah wah!! direct from the source of the soul!!!
વાહ વિવેક ભાઈ વાહ ..રવિવારની સવાર સુધરી ગઈ ..
ખૂબ સરસ.
चिदानंद रूप: शिवोहम ,शिवोहम….
મજાની ગઝલ .
વિવેક ભાઈ ખુબ જ મજા આવિ ગઈ.સુ દર ગઝલ્.
છે કેવળ ભ્રમ તમારા નામની પાછળના લટકણિયાં,
હકીકતમાં, મૂષકજી ! પૂંછ સાતેસાત ખોટી છે.
– સરસ !
સુન્દર ગઝલ
સનાતન સત્ય છે ભીતર નિરંતર હર્ષ હો બસ એ જ,
બધી તકલીફ, દુઃખ-દર્દો તણી આયાત ખોટી છે.
અને મક્તા ખુબ ઉમદા વહ વિવેક્ ભૈ
Simply great, Vivek.
Hats Off.
વાહ વિવેકભાઈ…
વિવેક્ભાઈ જ્વાબ નહિ.રોજ સવાર ના રસગુલ્લા મજા આવિ ગ્ઈ.
બધાં જ શેર મજાના..
વાહ!
KYA SODHVI A PAL JAYRE HARSH NA HO HRIDYA MAHI, UTTKHANAN NA PRAHAR NI AA VAT KHOTI CHE.
છે કેવળ ભ્રમ તમારા નામની પાછળના લટકણિયાં,
હકીકતમાં, મૂષકજી ! પૂંછ સાતેસાત ખોટી છે……વાહ..વાહ…!! મનવી અર્થપૂર્ણ રદિફ અને મોજ લાવી દે એવી ગઝલ..
મજાની રદ્દીફ , નિભાવી પણ ખૂબ સરસ, સાહેબ…
વાહ. છેલ્લા ત્રણેય શેર તો ….. ક્યા બાત હૈ!
ધરમના આયનામાં અન્ય પણ નજરે ચડે તો ઠીક,
નહિંતર શ્લોક સૌ ખોટા, બધી આયાત ખોટી છે. vah
સનાતન સત્ય છે ભીતર નિરંતર હર્ષ હો બસ એ જ,
બધી તકલીફ, દુઃખ-દર્દો તણી આયાત ખોટી છે…… like most.. asusual sundar rachna.:)
મારા તરફથી એક શેર.. જો કે આપની કક્ષાનો તો ન હોય એ સ્વાભાવિક છે…
ઉજાગરા આંજ્યા છે સપનાઓએ એના વરદ હસ્તે
જાગ્યો સપનાંના સથવારે લાગે એ રાત ખોટી છે.
કોમેંટ કરવાનો કોઈ અવકાશ આ વખતે આપે રાખ્યો છે?
ઁ^ઁ^પ્રવીણ ભાઈશ્રી,…… આપ ક્યાં ખોવાયી ગયા?
ગુજરાતી ફોરમ ને સાવ ભૂલી ગયા?
સભ્યો, આપ નો ઘણી જ આતુરતા થી ઇન્તેઝાર કરે છે,…..
આપ ની કવિતા ઓ સાંભળ્યે વરસો ના વહાણા વાયી ગયા,…. તો અચૂક પધારજો.
http://groups.yahoo.com/neo/groups/gujaraticlub/conversations/messages
ઃ:)
વાહ વિવેકભાઈ સરસ ગઝલ..
All lines are heart touching. Bhai bahut Khub!!!!
બહુ સુંદર!
ધરમના આયનામાં અન્ય પણ નજરે ચડે તો ઠીક,
નહિંતર શ્લોક સૌ ખોટા, બધી આયાત ખોટી છે.
AMAZING TRUTH TO SOLVE ALL THE PROBLEMS OF THE WORLD…
આ ગઝલ ને મુલવ્વાની મારી તો હેસિયત નથી, પણ દરેક શેર દિલ ને હલાવી ગયા.. વાહ કવિરાજ્. વાહ્.
શરશ….
Vivekbhai,
Shache j gaazal khub gami. Dhanyavad!!!