*
ગયા ચોમાસે જ મેં એના પર એક કવિતા લખી હતી.
મોટા ભાગે હાઈકુ હતું.
સત્તર અક્ષરનું.
કંઈક એવા મતલબનું કે
આખા શરીર પર જાણે એક માત્ર જીભડો કાઢી
કોઈ ચાળા ન પાડતું હોય
એ રીતે એ ભર ચોમાસે ઊભું છે.
ભર ચોમાસે એમ લખવાનું કારણ એટલું જ
કે આમ તો એ ભર ઊનાળાનો જ જીવ.
ગરમી જેમ વધે એમ એનામાં જીવ આવે.
ઉનાળે સૂર્ય જેમ વધુ આકરો થાય એમ એ એનું પોત વધુ ને વધુ પ્રકાશે.
પણ ચોમાસામાં ?
ના ભાઈ… એ એનું કામ જ નહીં.
પણ ગયા ચોમાસે એણે એક જીભડો કાઢ્યો એ હું જોઈ ગયો
ને મેં એક કવિતા લખી નાંખી હતી.
મોટા ભાગે તો હાઈકુ જ.
ખાલી સત્તર જ અક્ષર.
પણ લાગે છે કે એને એ ગમી ગયું હતું.
અને એ હવે આ ચોમાસે પણ મારી પાસે કદાચ એકાદ કવિતાની આશા રાખે છે.
મોટાભાગે તો હાઈકુની જ.
પણ સત્તર અક્ષર તો એક જ જીભ હોય ત્યારે કામ આવે…
આ ચોમાસે તો
ઢગલાબંધ જીભ લટકાવી બેઠો છે-
– આ ગરમાળો !
– વિવેક મનહર ટેલર
(૧૨-૦૭-૨૦૧૩)
*
અદ્ભુત !!!!
એક અજાણી ઘટના ઘટી ગઈ હતી ને એક નજરે એ માપી લીધું હતું… પરિણામ સ્વરૂપે એક હાઇકુએ જન્મ લીધો હતો પણ…
એ જ વાતને ફરી દોહરાવવું … (જેમ આજકાલ જૂની ફિલ્મોને ફરી નવા વાઘાં પહેરાવી રજૂ કરવામાં આવે છે જે મોટા ભાગે નબળી જ પૂરવાર થાય છે…- એવું અહીં ક્યાંય નજર ન આવ્યું…)
ગયા વર્ષનું એ મસ્ત મજાનું હાઇકુ ન વાંચ્યું હોય તો એ વાંચવું જ રહ્યું પણ એ વાંચ્યા વગર આજનું આ અછાંદસ પોતાની જગ્યા બનાવીને ઊભું રહેવા સર્જાયું છે.
અર્થસભર ઉમદા લખાયું છે. એક એવું દ્ષ્ય બતાવી દીધું જે સમજવા જોવા માટે કવિની નજરનો સાથ જોઈએ જ. મજા આવી ગઈ.
Beautiful. …..
ખૂબ સુંદર અછાંદસ…અભિનંદન મિત્ર
બહુજ સુન્દર કાવ્ય રચના વાચવા મલિ
રિયલિ બ્યુટિફુલ્…
ચન્દ્રા
મોટાભાગે તો હાઈકુની જ.
પણ સત્તર અક્ષર તો એક જ જીભ હોય ત્યારે કામ આવે…
આ ચોમાસે તો
ઢગલાબંધ જીભ લટકાવી બેઠો છે-
– આ ગરમાળો !
સ રસ
ગરમાળો હિન્દી સતરની જેમ ૭૦ જીભ….