*
ધીમા મક્કમ પગલે
લગભગ ભરાઈ ચૂકેલી
ડોક્ટર્સ લિફ્ટમાં પ્રવેશું
એ પહેલાં
કોઈ દર્દીના બે’ક સગાં
ઝડપથી અંદર ઘુસી ગયા.
પાંચ માળ ચઢી જાઉં કે થોભું
એ વિમાસણમાં
મારી નજર લિફ્ટમેન સાથે મળી.
એણે તરત જ
એ બંને સગાંને બહાર કાઢ્યા.
રહેવા દે, વાંધો નહીં,
હું દાદર ચઢી જઈશ
– આ બે વાક્ય હૈયેથી હોઠે આવે
એ પહેલાં તો હું લિફ્ટમાં પ્રવેશી ચૂક્યો હતો.
-વિવેક મનહર ટેલર
(૧૯-૦૭-૨૦૦૮)
‘સંકડાશ્’ની સંકડાશ દીલ સુધી પહોંચી..દિલે ઊદારતા બતાવી..!! માનવતા બતાવી..
બહુ જ સુન્દર …મને બહુ ગમિ
સંકડાશૃ
વિચાર આવ્યા—
પ્રેમ ગલી અતિ સાંકડી-
એમાં તો બે પણ ન સમાય!
અને આ સંકડાશમા ડો.ની સંવેદના જાગે એ પંણ મોટી વાત !બાકી એક ટચથી કંટ્રોલ થતી લીફ્ટને સકાએટ્રીક(ાહીં આવો ઉચ્ચાર થાય છે!) પણ જોર જોરથી ત્રણ ચાર વાર દબાવે ત્યારે લાગે કે તેમને જ પ્રોઝેક નહીં તો પટેટોની તો જરુર છે જ!
ડો.ને તો કોઈ પણ અવયવમાંથી સંકડાશ દૂર કરવી એ એક સારવાર છે!
રીલેક્ષ રીલેક્ષ રીલેક્ષ
અને વિવેકે તો વિવેક રાખવો પડે-
દિલકા હૈ મામલા કોઈ દિલ્લગી નહીં!
અછાંદસ ગમ્યું
હૈયાસુધીની વાત હોઠે આવતાં-આવતાં અહીં તો માત્ર બે વાક્યનું જ અંતર છે વિવેકભાઈ!
બાકી ઘણીવાર આખી જિંદગી પૂરી થઈ જાય તોય હૈયાસુધીની વાત હોઠે ન આવી શકે-એવું ય બને!!!!
હૃદયસ્પર્શી અભિવ્યક્તિ.
ફરી, ફરી, ફરી, ફરી; વાત એ યાદ આવ્યા કરી.
વરસતા વરસાદ વચ્ચે એક આંખ છાની રડ્યા કરી.
BEST ………………….
જેને સ્ફુરે છે એને કેટલી સહજતાંથી સ્ફુરે છે એનો એક વધુ ઉતમ નમુનો. ખુબ સુંદર રચના. આને ગઝલ કહેવાય કે કવિતા? સહજ જાણકારી માટે.
સુંદર અભિવ્યક્તિ..ટૂંકું ને ટચ છતાં હૃદયસ્પર્શી.
ખુબ સહજ અભિવ્યક્તિ. ગમેી મને. થાય અમને કેમ આવુ નથેી સુઝ્તુ?
Very touchy one.. If we remember such nearmiss.. they will stay in our mind and we will not miss the next opportunity.. Thanks doc for nice one…
Sandip
nice one !!
સુંદર અભિવ્યક્તિ..
સરસ ..
સુંદર અને નિખાલસ અભિવ્યક્તિ…!
આટલું ઓળખીને એને સ્વીકારીએ તોયે થોડી સંકડાશ દૂર થવાની શક્યતા વધે…!
કવિશ્રી મને તો તમારી કવિતા ને ફોટોગ્રાફ હરીફાઈ કરતા હોય એમ લાગે છે… અને એમાં આ ફોટોગ્રાફ જ જીતી જાય છે! 🙂
ઊંચે ઊંચે આસને જે જે બિરાજ્યા છે
જય જયકાર એ કરે છે લીફ્ટમેનોનો.
ભૂલી,વીસરી જાય છે તેઓ બિમારોને
જેમને કારણે ચઢ્યા છે એ દાદરાઓ.
ડૉક્ટરના જીવનમાં આવું અનેક વાર થતું જ હોય છે. વિચાર-આચાર વચ્ચેનું અન્તર ક્યારે છેટું પડી જાય તે સમજી પણ ન શકાય એ રીતની ઘટનાઓ ઘટે છે. વિવેકને આ સૂઝ્યું તે માટે ધન્યવાદ.
સુંદર અછાંદસ !
રચના સાથે હરીફાઈ કરતો એવો જ સુંદર ફોટો !
સાંકડા દિલનો વ્યાપ વધારતી એક અનોખી રચના !
અભિનંદન, વિવેકભાઈ.
સરસ
hi !! narrow minds narrow hearts can not accomodate any others except ME & MINE.. NEAR & DEAR… KITH & KIMNS. scarcity of space–SANKADAASH –is for those !!! not for a sensitive & sensible doctor !! especially a doctor is a poet !!
well, a doctor is not a poet 24 x 7…!! a docor is -it seemsto me at least- is thinking all the time about pains & sufferings of patients…. just as a poetic license exists, a doctor’s license also hold validity !!
maybe, however, it helps a doctor to be a better human being. may your tribes increase !! infootsteps of DR. ALBERT SITZER DR. KOTNIS…. BAKULESH DESAI
gr8 doc, mind blowing
હ્રદયનાં ભાવોની સુંદર અભિવ્યક્તિ!
ચોટદાર અછાંદસ બદલ અભિનંદન, વિવેકભાઈ.
સુધીર પટેલ.
આટલી સંવેદનશીલતા ડોક્ટર માં હોય એજ પુરતુ છે.આટલી ઝીણી નજર ,સતત જાગરુકતા માટે અભિનંદન, ડો.વિવેક સાહેબ…..હ્રદય સ્પર્શી રચના…
રચના ગમિ અભિનન્દન
Dear,
definately it is very helpful.
Prakash.
સરસ..
ઘણિ બધિ વાત વિચાર કરિયે કરિયેવિચરિયે કે કરવુ કે ન કરવુ, ત્યા તો થૈ જતુ હોય છે.
સરસ રિતે કહેવણુ છે.
સરસ
સરસ
સરસ
સરસ
Doctor only can have such feelings & it is GREAT Dr. Vivekbhai, you expressed the same in poem along with GREAT PHOTOGRAPHS telling what is EKALATA and what is TOP GREAT CLICK!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
બહુ જ સુંદર ! એક ડૉક્ટરના દિલની સંવેદના ! મારા હ્રુદયના તારને ઝણઝણાવી ગઈ! —- નટુ સોલંકી, ( અમદાવાદ ) ૧૭ નવેમ્બર ૨૦૦૮
nice of thatssssssss
વિવેકભાઈ,
સુંદર અછાંદસ રચના!
અભિનંદન !!!
ૅbeautiful.. Sensitive