(તોફાનની વચ્ચોવચ્ચ… ….નુબ્રા વેલી, લદાખ, જુન-૨૦૧૩)
*
તારા પર ગીત શું લખું હું કે તું છે મારી જીવતી ને જાગતી કવિતા,
શું તું સમજી શકે છે મારી દ્વિધા?
પાસે તું હોય તો બસ તારામાં લીન રહું,
દૂર હો તો ઓર લાગે પાસે;
તારા અહેસાસનો પ્રાણવાયુ પી-પીને
રક્તકણો નીકળે પ્રવાસે,
શાહીમાં ડૂબેલ આ બ્લૉટિંગ પેપર ઉપર કેમ કરી પાડું હું લીટા ?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?
સાચી મજા તો બસ, માણવામાં હોય,
સ્થૂળ વર્ણન તો ક્ષણનો બગાડ;
કોરાંકટ કાગળની ભરચક્ક ગલીઓમાં
પ્રેમ પ્રેમ પ્રેમ બૂમ પાડ
હોવાના અધ્યાય ત્યાં લખ્યા છે સાથ-સાથ, એથી વિશેષ કઈ ગીતા?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?
-વિવેક મનહર ટેલર
(૧૩-૦૪-૨૦૧૩)
*
દરેક કવિની આ તકલીફ છે વિવેકભાઈ….
પણ એ તકલીફ તમે તમારી દ્વિદ્ધા લખીને તમે દૂર કરી દીધી છે….
ઓહો અદભુત્ !!!!!!!!!!
વાહ!!! મજા આવી ગઈ… ગીતની નાજુકતા સ્પર્શી શકાય છે.
Really, hart touching poet. very nice. i wait your new second poet.
दिल करके घायल हो जायेगा ओझल शामिल करके पागल…
एक दिन फिर बिक जायेगा माटी के मोल फुलों के रंगसे पागल…
….रेखा शुक्ला
તારા અહેસાસનો પ્રાણવાયુ પી-પીને
રક્તકણો નીકળે પ્રવાસે,
અદભુત… વાહ!!! મજા આવી ગઈ..રેખા શુક્લ
સરસ!
સાચી મજા તો બસ, માણવામાં હોય,
સ્થૂળ વર્ણન તો ક્ષણનો બગાડ;
કોરાંકટ કાગળની ભરચક્ક ગલીઓમાં
પ્રેમ પ્રેમ પ્રેમ બૂમ પાડ
હોવાના અધ્યાય ત્યાં લખ્યા છે સાથ-સાથ, એથી વિશેષ કઈ ગીતા?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?