(એક લોથલ… …લોથલ, ઓક્ટોબર, ૨૦૦૯)
*
આ શું બોજલ વસે છે મારામાં ?
કોણ રોતલ વસે છે મારામાં ?
ભીતરે કેટલું દટાયું છે !
– એક લોથલ વસે છે મારામાં.
ખાલી કરતો રહું છું, થાય નહીં
શું છલોછલ વસે છે મારામાં ?
કેમ કાયમનું ઘર કરી લે છે?
બે’ક જો પલ વસે છે મારામાં.
તોડશે શી રીતે અબોલા તું ?
સાત ઓઝલ વસે છે મારામાં.
આમ એ ક્યાંય પણ નહીં જડશે,
આમ total વસે છે મારામાં.
નામ મારુંય છે છ અક્ષરનું,
પણ શું સોનલ વસે છે મારામાં?
– વિવેક મનહર ટેલર
(૦૪-૦૪-૨૦૧૩)
*
ભીતરે કેટલું દટાયું છે !
– એક લોથલ વસે છે મારામાં.
વાહ !
ભીતરે કેટલું દટાયું છે !
– એક લોથલ વસે છે મારામાં.
Waaaah
સરસ રચના! લોથલ, છલોછલ, total અને સોનલ વાળા શેરની ખાસ મજા!
સરસ ગઝલ! લોથલ, છલોછલ, ટોટલ અને સોનલની ખાસ મજા!
રમેશ પારેખ યાદ આવી ગયાં, છ અક્ષરની માયા ન્યારી છે…
ભીતરે કેટલું દટાયું છે !
– એક લોથલ વસે છે મારામાં.
નામ મારુંય છે છ અક્ષરનું,
પણ શું સોનલ વસે છે મારામાં?
વાહ … મજાના કાફિયા .. સરસ ગઝલ.