(તુમ સાથ હો જબ અપને… …દુબઈ, નવેમ્બર, ૨૦૧૨)
*
પ્રથમ આલિંગનની અનુભૂતિની અંજની-ત્રિવેણીનો આ બીજો પ્રવાહ. આ અંજનીગીતમાં પ્રાસ-રચના પ્રણાલિકા પ્રમાણે રાખી છે. આગલા ગીતમાં આલિંગનની ક્ષણોનો રોમાંચ હતો, અહીં આલિંગન પૂરું થઈ ગયા પછી એની સ્મૃતિઓ શી રીતે પડઘાતી રહે છે એની વાત છે…
૦૨.
એ પહેલું પહેલું આલિંગન,
એ હળવું માથા પર ચુંબન,
હજી સુધી તન-મનમાં કંપન
. પડઘાયે રાખે…
સુધ-બુધ જાયે, આવે, જાયે,
હું ખુદને જડતી ના ક્યાંયે,
ફરી ફરી ઇચ્છું છું આ યે-
. ફરી મને ચાખે.
જગ આખું લાગે છે પોકળ,
ખુશબૂથી પણ કોમળ કોમળ
મારા આ તન-મનની ભોગળ
. કોણ હવે વાખે ?
-વિવેક મનહર ટેલર
(૧૦-૦૨-૨૦૧૩)
Beautiful poetry and beautiful photograph. ..:)
બંને અંજની ગીતની પોતાની આગવી ઓળખ સાથે સુગમ્ય બનાવી છે… આગળ વાંચવાની ઇચ્છા વધી ગઈ….
beautiful!
સરસ અભિવ્યક્તિ અને સરસ ફોટોગ્રાફ …………………….
SNOW
ON THE MOUNTAIN TIP
FIRST KISS OF THE WINTER
ખુબસુરત
Heart-touching poem.
અન્ગત અનુભુતિનેી અદ્ભૂત ક્ષણો અને તેનુ મધુરુ કાવ્ય્.
મધુર મધુર અને રમ્ય રચના …..!!
Like It!! Beautiful abhivyakti.
nice
સુન્દર….ભાવ ….સરસ રચના વિવેક્ભાઈ.
હવે ત્રીજા અન્જની ગીતની રાહ જોઉ છુ… બહુ જ સરસ … અને તમારો ફોટો તો મસ્ત્..
વાહ્..મજા આવેી ગઇ માણવાનેી.. હાસ્ય ઉલ્લાસથેી જ્હળહળા ફોટો જોવાનુઁ પણ ગમ્યુ..
B-a-U-T-@>-…
સુંદર…!