દોડો, દોડો સુરતીલાલા…

Viv on run
(મન મૂકીને દોડો…            ….નલિયા ઘાસપ્રદેશ, કચ્છ, ડિસેમ્બર, ૨૦૦૯)

*

ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ સુરત ખાતે સૂર્યાસ્ત પછી હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જે ફાળો ઊભો થાય એ કેન્સરપીડિતો માટે, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તથા સુરતને ગ્રીન-સિટિ બનવવા માટે વપરાશે… તો, આજે રજૂ છે અમારા પ્યારા પ્યારા સુરતીલાલાઓ માટે એક હળવા મિજાજનું ગીત..

*

દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો,
તન-મનમાં બાંધેલી આળસની બેડી ઝંઝોડો.

ખાણી-પીણીની લારી ઉપર રોજ લાગે છે લાઇન,
લોચાથી સવાર પડે ને સાંજ પડે ત્યાં વાઇન;
મોજ-મસ્તીની વાત આવે તો સુરતીલાલા ફાઇન,
સમાજસેવાની વાતમાં આપણે ક્યારે કરીશું શાઇન ?
માથે લ્હેરીલાલાનું જે આળ ચડ્યું છે, તોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

ત્રેવીસમી ફેબ્રુઆરીની દોડ એ કેવળ દોડ નથી,
કેન્સરના દર્દીઓ માટે દોડવામાં કંઈ ખોડ નથી;
ટ્રાફિકની સમસ્યાઓનો આજેય કોઈ તોડ નથી,
સુરતને લીલુંછમ કરવાથી મોટી કોઈ હોડ નથી,
એક દિવસ તો ટી.વી., સિનેમા, બાગ-બગીચા છોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

નાનાં-મોટાં, બચ્ચા-બુઢા, સ્ત્રી-પુરુષ સહુ આવો,
અનેક આવો, દરેક આવો, જ્યોતથી જ્યોત જગાવો;
થોડી ઇચ્છા, થોડાં સપનાં, થોડી આશા વાવો,
સુરતને ખુબસૂરત કરીએ, કદમથી કદમ મિલાવો,
મન મૂકીને દોડો, દિલથી દિલનો નાતો જોડો.
દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો.

-વિવેક મનહર ટેલર
(૦૧-૦૨-૨૦૧૩)

*

roads unlimited
(કહાં સે ચલે, કહાં કે લિએ……                      …દુબઇ, ૧૧-૨૦૧૨)

22 thoughts on “દોડો, દોડો સુરતીલાલા…

  1. અરે વાહ… આને સંગીતબધ્ધ કરાવ ને… પ્લિઝ…!!!

    થોડી ઇચ્છા, થોડાં સપનાં, થોડી આશા વાવો…

  2. Aha….. very nice….
    આજે દિમાગનું દહીં કર્યા વિના કવિતા સમજાઈ ગઇ…..:)

  3. Dear Vivekbhai,

    I am delighted with this poem. It has some truth as what people perceive about Surat and Surati ! You have injected humor and idealism and made a truly enjoyable kruti ! With best wishes and Greetings from Nadiad.

    Dinesh O. Shah, Shah-Schulman Center for Surface Science and Nanotechnology, DDU, Nadiad, Gujarat, India.

  4. આદ્ભુત્!! મજા આવિ ગઇ. surtilalao jagse,locho,bhusu thi aagar tan- man ni tandurasti no vichar karse.

  5. વિવેકભાઈ.. બિઝી શિડ્યુલ મા થી પણ સમય કાઢીને તમે ખુબ જ સરસ રચના કરી.. જે મનમા ઘર કરી ગઈ…!!

    માથે લ્હેરીલાલાનું જે આળ ચડ્યું છે, તોડો.
    દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો..!!!
    ઉત્ક્રુષ્ટ..!!

  6. @ વિવેક : એ પણ ચાલશે…! 🙂

    ૬ વર્ષ પહેલા હું San Francisco marathon દોડી હતી ( અને પૂરી પણ કરેલી !) એ યાદ આવી ગયું આ ગીત વાંચીને…! અને વિચાર આવ્યો કે – જો ત્યારે આ ગીત મળ્યું હોત – તો દોડતા દોડતા એને યાદ કરીને વધુ motivation મળ્યુ હોત..!!

  7. દોડો દોડો સુરતીલાલા…………………..
    સરસ મઝાની રચના,વિદેશમા રહીને સુરતી માણસને જોશ-જોમ આપી જતી રચના, અમને પણ દોડમા ભાગ લેવાનુ મન થઈ ગયુ છે, ખેર…….
    શ્રીમતી જયશ્રીબેનની વાત સાથે સમંત થઈને સ્વરબધ્ધ કરશો તો આનદ આનદ થઈ જશે, શ્રી મેહુલ સુરતીને સાથે લઈને ક્ંઈક કરો, બાપુ….મઝા આવી જશે………..

  8. ત્રેવીસમી ફેબ્રુઆરીની દોડ એ કેવળ દોડ નથી,
    કેન્સરના દર્દીઓ માટે દોડવામાં કંઈ ખોડ નથી;
    ટ્રાફિકની સમસ્યાઓનો આજેય કોઈ તોડ નથી,
    સુરતને લીલુંછમ કરવાથી મોટી કોઈ હોડ નથી,
    એક દિવસ તો ટી.વી., સિનેમા, બાગ-બગીચા છોડો.
    દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો
    અદભૂત વાતની મઝાની અભિવ્યક્તી

  9. આખરે સ્વરબદ્ધ થઇને ટહુકો.કોમ પર ટહુક્યુ ખરુ.. આભાર વિવેકભાઈ..!!

  10. ખૂબ જ સુંદર, લયબધ્ધ અને પ્રેરણાદાયી ગીત!
    સુધીર પટેલ.

  11. આમ જ લખતો રહીશ દોસ્ત, તો એક દિવસ બધાને દોડતા કરી દઇશ…. પછી તારે ત્યા કોણ આવશે
    હિ … હિ …. હિ ….. ( Just joking )
    અલ્યા, સુરતી લાલાઓ દોડો
    માથે લ્હેરીલાલાનું જે આળ ચડ્યું છે, તોડો.
    દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો..!!!
    મઝાની રચના

  12. લોચાથી સવાર પડે ને સાંજ પડે ત્યાં વાઇન;…..કો’ક વાર પણ નહીં ….કેન્સરના દર્દીઓ માટે દોડવામાં કંઈ ખોડ નથી;….હા હા મારા ભાગનુંય દોડો ને મારા ભાઈ…. અમે અહીં થી બક અપ…કમ ઓમ.. યુ કેન ડુ ધિસ ….કેહતા રેહશુંને…..દોસ્ત માટે એટલું તો જરુર કરીશું…!! બેસ્ટ લક !!

  13. ખાણી-પીણીની લારી ઉપર રોજ લાગે છે લાઇન,
    લોચાથી સવાર પડે ને સાંજ પડે ત્યાં વાઇન;
    મોજ-મસ્તીની વાત આવે તો સુરતીલાલા ફાઇન,
    સમાજસેવાની વાતમાં આપણે ક્યારે કરીશું શાઇન ?
    માથે લ્હેરીલાલાનું જે આળ ચડ્યું છે, તોડો.
    દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

    ખુબજ સરસ પ્રેરના દાયી કવિતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *