(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)
.
(“મનુભાઈની મોટર ચાલી પમ્..પમ્..પમ્..”ના ઢાળમાં)
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)
ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,
સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;
ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..(2)
ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)
હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)
-વિવેક મનહર ટેલર
(હિમાચલ પ્રદેશના પ્રવાસની ધમાલમાં ચૌદ નવેમ્બર, બાળદિનના નિમિત્તે અને મારા લાડલા સ્વયમ્ ની વર્ષગાંઠ પર એક બાળગીત મૂકવાનું ચૂકાઈ ગયું. એની સજારૂપે એક બાળગીત આજે અને એક આવતા શનિવારે પણ…)
Belated Birthday Wishes to Svayam.
Ketan
હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)
બહુ સરસ
— અલખ જોગી.
મઝા આવી ગઈ..! અભીનંદન..! સ્વયંમ્ ને જન્મદીનની શુભેચ્છાઓ. વધુ એક બાળગીતની રાહ જોઈશું..ચૂંઉંઉંઉં…સરરરરર…!
સ્વયઁમને અનેક શુભેચ્છાઓ…સ્વયંમ..સ્વ પ્રકાશે ચમકતો રહે ..અને ચમકાવતો રહે…
બાલગીતની મજા માણી. અભિનન્દન વિવેકભાઇ.
પૈડા મળે નહીં તો કયાંથી પડે પંકચર ?
સરસ..જીવનનું પણ કંઇક આવુ જ નથી ?
વાહ સ્વયમ…. શું પોઝ આપ્યો છે…!! 🙂
મઝાનું બાળગીત દોસ્ત…!!
અભિનંદન સ્વયમ્ ને અને સ્વયમ્ કાવ્યરચયીતા બન્ને ને.
ચાલો ત્યારે, સ્વયમ ભાઈ ગાડી લઈને આવી ગયા.
સવારીમાં પાછા બાળગીતને બેસાડીને લઈ આવ્યા.
અભિનંદન……
૧૪મી નવેમ્બર વેલેન્ટાઈન દિનનાં ૯ મહીના પછી આવે !
ગીત માણ્યું-
તેમાં
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
વધુ ગમ્યું.
બાળગીતમાં કદાચ કવિને કલ્પનામાં ન હોય તેવી કાળચક્ર કે હવાભરેલા ટાયર એટલે આપણે તેવી
કલ્પના આવે…વળી અમારે તો હવે સ્નો પડશે ત્યારે પૈંડા વગરની ગાડી ચાલી .સરરરર…સરરરર
અભિનંદન
સરસ બાળગીત, તમે તો ઓલ રાઊન્ડર લાગો છો…
વ્હાલા સ્વયમ્ ને, જન્મદિવસની ફરીથી મોડી મોડી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ !
મસ્ત બાળગીત છે… “પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?” વાળી વાત બહુ ગમી…
સ્વયમ્ નો પોઝ તો ડેડીને સજા આપતો જ લાગે છે… અને મોડું ગીત મૂક્યું તો અમને આટલો ફાયદો થવાનો… કારણ કે હવે અમને ‘બાય વન ગેટ વન ફ્રી’ ગીત મળવાનું ! 🙂
સુંદર રચના.
સ્વયંને હેપી બર્થડે…..
How old is Swayam? Conratulations to you,parents and to Swayam !
સ્વયઁભાઇને મારા તરફથી પણ શુભેચ્છાસહ અભિનન્દન !
સ્વયમ્ સાત વર્ષનો થયો, હરનિશભાઈ! (જ.તા.: 14-11-2000)
લો કરો વાત ! આ તો મારો પણ જન્મ દિવસ છે. આવતા વર્ષે જરુર યાદ રહેશે.
સ્વયંને હાર્દિક શુભેચ્છાઓ.
અહીં ફોર્ટ મકમરે, કેનેડામાં અત્યારે ભયંકર ઠંડી છે, અને સ્નો પણ એટલો જ ! એટલે હું તો
ગાઈશ કે ;
સ્નોએ બનાવી સ્કેટીંગ રીંગ રસ્તા પર,
મારે રાખવો ઘણો કંટ્રોલ બ્રેક પર,
મારી ગાડી તો સ્નો પર સરકે સરરરર….સરરરર….સરરરર.
સોરી, ઉપર વેબ સાઇટની લિંક ખોટી છે, એટલા માટે.
http:/shama14.blogspot.com
કદાચ મારાં જેવા માટે જ કહેવાયું હશે ઃ God must be Crazy.
ત્રીજો પ્રયત્ન…
belated happy birthday to svayam, may god fullfill all his wishes….
ઘણા દિવસે કંઇ હલકુફુલ્કુ સાંભળી આનંદ થયો. મજા આવિ ગૈ.
Happy Birthday to Swayam…….
God Bless u……….dear !!
બાલગીતની મજા માણી. અભિનન્દન વિવેકભાઇ.
પૈડા મળે નહીં તો કયાંથી પડે પંકચર ?
સરસ..જીવનનું પણ કંઇક આવુ જ નથી ?
HITESH BORAD
AKAIK you’ve got the aswner in one!