પહેલા વરસાદના છાંટા


(તને વરસાદ ભીંજવે…           …પહલગામના રસ્તે, ૧૧-૦૫-૨૦૧૨)

*

પહેલા વરસાદના છાંટા
શું તમને અડ્યા ?
કે પછી
જેમ
મન વિચારોમાં,
આત્મા લાલસાઓમાં,
જ્ઞાન પુસ્તકોમાં
અને
ધર્મ ધર્મસ્થાનોમાં
એમ જ
તમારું શરીર
દીવાલો, કપડાં કે ચામડીમાં જ કેદ છે હજી?

-વિવેક મનહર ટેલર
(૦૭-૦૬-૨૦૧૨)

*


(ગોરંભો….                          …નગીન લેક, શ્રીનગર, ૧૧-૦૫-૨૦૧૨)

25 thoughts on “પહેલા વરસાદના છાંટા

  1. 🙂

    અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
    મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
    – રમેશ પારેખ

  2. સરસ અનુભુતી, સરસ અભિવ્યક્તિ, વરસાદી મોહોલ અનુભવ્યો………

  3. એક એવો કટાક્ષ જે એ જ રીતે પસાર થઈ જાય છે જેમ એક પછી એક શ્વાસ….

  4. હાલ પડ્યા છાંટા,આ પહેલા વરસાદના અને માનવા તમે સરસ વિચાર દીધો.વાહ..

  5. પહેલા વરસાદના છાંટા
    શું તમને અડ્યા ?

    ના દાકતર સાહેબ …અહિ હજુ Amichhatna padya j nathi..tame j moklo have varsad ne…

  6. પહેલી વર્ષાની ફુઆર
    દિલને તરબતર કરે
    મનને ભિંજવે
    આત્માની અનુભૂતિ કરવે

    ખૂબ સુંદર

  7. મનને ભિંજવે
    આત્માની અનુભૂતિ કરાવે
    મન ભિંજાય, હ્ર્દય દ્રવિત થાય
    ત્યારે જ કવિતા લખાય…હિરલબેન વાત સાચી છે

  8. amazing….. nice expressions both in poems and photography as well………….. i admire your photography sir….. Hats off u…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *