…કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો


(ઉડ્ડયન…                                                        …નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(બગલો ~ Intermediate Egret ~ Mesophoyx Intermedia)

*

ઉંમરના કબાટમાં સાચવીને રાખ્યો’તો, કાઢ્યો એ બ્હાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

મ્હેંદી વાવીને તમે ખેતરને રંગી દો,
તો યે બગલાના પગલાનું શું?
નાદાની રોપી’તી વર્ષો તો આજ શાને
સમજણનું ઊગ્યું ભડભાંખળું?
ચાલ્યું ગયું એ પાછું ટીપુંયે આપો તો બદલામાં ચાહે રગ-રગ લો…
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

અડસટ્ટે  બોલ્યા ને અડસટ્ટે ચાલ્યા
ને અડસટ્ટે ગબડાવી ગાડી,
હમણાં લગી તો બધું ઠીક, મારા ભાઈ !
હવે જાગવાની ખટઘડી આવી.
પાંદડું તો ખર્યું પણ કહેતું ગ્યું મૂળને, હવે સમજી વિચારી આગે પગ લો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

એકધારું સરકતો રસ્તો અચાનક
માઈલોનો પથ્થર થઈ બેઠો,
અટકી જઈને એણે પહેલીવાર જાતને
કહ્યું આજે કે થોડું પાછળ જો.
વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

-વિવેક મનહર ટેલર

30 thoughts on “…કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો

  1. કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો !

    – સરસ ઉપાડ ! સુંદર ગીત !

  2. મૂંછોના ખેતરમાં બગલો – I liked it very much (great expression). Vivek bhai, you are flourishing with your own expressions and analysis day by day. I did enjoy all your poems and in particular last two ‘geets’ and I must say I find you even more natural/creative in geet.

  3. અહિં તો ખેતર જ રૂનું છે !
    બહુ જ સરસ રચના …

  4. લાગે છે આ જ સવારે અચાનક ડોકટર સાહેબ ને મુછમા કોઈ સફેદ વાળ દીઠો હશે…..
    અને એમના કવી ર્હદયે આ તક ઝઢપી લીધી હશે….

    ખમ્મા…….. ખમ્મા ડોકટર સાહેબ હજી એક અઠવાડીયાની વાર છે….

    ખુબ જ સુંદર રચના છે….

    કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો !…..શરહઆત વાંચીને સહેજ રમુજી થઈ જવાયુ
    અને શ્રી અવિનાશ વ્યાસનુ આ ગીત યાદ આવી ગયુ

    કહુ છુ જવાની ને પાછી વળી જા,
    કે ઘડપણનુ ઘર મારહ આવી ગયુ છે….

    ( આ રચના અવિનાશ વ્યાસની જ છે ને !)

  5. બેઠો મૂંછોના ખેતરમાં બગલો… વાહ ભાઇ વાહ! મજા આવી ગઇ…
    સુંદર મજાનું ગીત છે…! પંચમભાઇ સાથે હું પણ સહમત છું, તમારા ગીતમાં ગઝલ કરતાં પણ વધુ મજા આવે છે…. અભિનંદન!

  6. એકધારું સરકતો રસ્તો અચાનક
    માઈલોનો પથ્થર થઈ બેઠો,
    અટકી જઈને એણે પહેલીવાર જાતને
    કહ્યું આજે કે થોડું પાછળ જો.
    વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
    કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો

    that a so nice and wonder ful thinking sir…

  7. ગીત ગમ્યું, અને જામ્યું ય

    કહેવાની ઈચ્છા થાય છે
    કે________

    મૂંછોના ખેતરમાં બેથેલા બગલાએ થોડી વિંઝી જો ઘણી પાંખ,
    કાગળ કલમ લઈ બેથેલા ડૉક્ટ્ રની ચાર ચાર થઈ ગઈ આંખ!

  8. તમે તો મનેય ચીંટિયો ભરી લીધો ને કાંય્ ! આ 10 જ મીનીટમાં પ્રસવી ગિયું !! જુ.

    કાનમાં આવીને કહી ગયો વાળ !

    આટલામાં સમજીજા મૂછાળા મરદ,
    તારું ચાલું આ કાયમી થઈ ગયું દરદ,
    આ તો ગોઠવાઈ ગેલેલા અંતતણો આરંભ; સંભાળ !

    ઉગ્યો તે આથમે ને જન્ન્યો તે જાય,
    આવ્યાં ને જાતાંની જાતરાઉં થાય;
    આજે તો કાન કને કીધું, પણ કાલે જો, આવે નૈં કાળ !

    જનમ્યાંની ઊજવણી, જાતાંની રોકકળ
    ક્યાંક વળી બંનેમાં ઓચ્છવની વાત, અકળ !
    પાછળના રહેતલને ઝાઝી પળોજણું, જાનારો હેંડે તત્કાળ !

    કાનને આવીને કહી ગયો વાળ !!

  9. વિવેકભાઈ,
    શબ્દો ને લય તમે બંને પ્રકારોમાં સવ્યસાચીની જેમ પ્રયોજો છો.
    આજે તો ચિત્ર પણ, તમારું જ પાડેલું ને કાવ્યને અનુરૂપ કદાચ મઠારેલું બહુ જ જચે છે ! પીરસતા જ રહેજો. આના ન સાંભળ્યા ધરવ કદી.

  10. its nice one and i m looking forward for it. yesterday i was shaving and suddenly i remmber my childhood nad u r gazal…..
    tnx make me difference

  11. ઉંમરના કબાટમાં સાચવીને રાખ્યો’તો, કાઢ્યો એ બ્હાર આજે ડગલો,
    કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.
    સરસ વાત કહી

  12. એ, ડૉક્ટર સાહેબ
    આતો એકતરફી કહેવાય તમે તો પુરુષોની મૂંછની વાત કરી. હવે સ્રીનાં ધોળાની વાત કરો.
    સોરી પણ આજકાલની સ્ત્રીને પસંદ નહી પડે. ડાઈનો જમાનો છે ને !!!!!!!!!!!!!!

  13. Dear Mr. Tailor,
    Really its a very good poem on the passing age of a human being. no one cares about the “SARAKATI UMRA” and one day when its khnown by seeing in the mirror, as you said, a person realizes that really he has been very old and if he is a nice guy he is trying to look back – oh what he/she has done or achieved during all these years.
    its really great.
    regards

  14. by will or not, but we have to accept the truth,and it is must also, no one can avoid it, why shouldnot we take it lightly.

  15. વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.

    very nice word that gives us inspiration to calculate our lost life…

  16. સુંદર મજાનું ગીત..
    વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
    સરસ વાત કહી

  17. એકધારું સરકતો રસ્તો અચાનક
    માઈલોનો પથ્થર થઈ બેઠો,
    અટકી જઈને એણે પહેલીવાર જાતને
    કહ્યું આજે કે થોડું પાછળ જો.
    વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
    કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

    વાહ સરસ્…

  18. એકધારુ સરકતો રસ્તો અચાનક્.
    માઈલોનો પથ્થર થઈ બેઠો…..બહુ સરસ વિવેક્ભાઈ

  19. Pingback: અડધી રમતથી… (એક ઝલક) | ટહુકો.કોમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *