(જિંદગીનો પથ હજી બાકી હતો… …ભરતપુર, 05-12-2006)
જોડણીની ભૂલ સમ ખોટા ઠર્યા સંબંધ સૌ,
જે ઘરે પગ આ ગયા, પાછા વળ્યા સંબંધ સૌ.
ગૂંચ પણ એકે કદીયે હું ઉકેલી ના શક્યો,
હસ્તરેખાથી જટિલ બનતા ગયા સંબંધ સૌ.
‘આપણા’ ઘટતા ગયા ને ‘મારા’ જ્યાં વધતા ગયા,
તે ઘડીથી વિશ્વમાં પૂરા થયા સંબંધ સૌ.
જિંદગીના હાથને શેની બિમારી થઈ ગઈ ?
આંગળી માફક સતત ખરતા રહ્યા સંબંધ સૌ.
મૂળમાં પાણી તમે નાંખ્યા કરો, નાંખ્યા કરો,
દૂર છેક જ ડાળ પર અંતે ફળ્યા સંબંધ સૌ.
વાસ્તવિક્તા એ જ છે કાયમ, સમય હો આ કે તે
વાલિયાથી વાલ્મિકી વચ્ચે રહ્યા સંબંધ સૌ.
તું ગઈ, પણ કાવ્યને મારા કરી અ-ક્ષર ગઈ,
આપણા યુગયુગ લગી શાશ્વત બન્યા સંબંધ સૌ.
-વિવેક મનહર ટેલર
વાહ વિવેકભાઇ… !!
એક વાત તો કહો. દર વખતે તમારી ગઝલના વખાણ કરવા માટે નવા નવા શબ્દો ક્યાંથી લાવું ?
ગૂંચ પણ એકે કદીયે હું ઉકેલી ના શક્યો,
હસ્તરેખાથી જટિલ બનતા ગયા સંબંધ સૌ.
‘આપણાં’ ઘટતા ગયા ને ‘મારાં’ જ્યાં વધતા ગયા,
તે ઘડીથી વિશ્વમાં પૂરા થયા સંબંધ સૌ.
ઘણી ગમી ગઇ આ ગઝલ..!! મને સમજવામાં સૌથી complicated લાગતી કોઇ વાત હોય, તો એ લાગણી અને સંબંધો…!!
સલામ ડોક્ટર સાહેબ…!!
‘આપણા’ ઘટતા ગયા ને ‘મારા’ જ્યાં વધતા ગયા,
તે ઘડીથી વિશ્વમાં પૂરા થયા સંબંધ સૌ.
મૂળમાં પાણી તમે નાંખ્યા કરો, નાંખ્યા કરો,
દૂર છેક જ ડાળ પર અંતે ફળ્યા સંબંધ સૌ.
worth reading wisdom for friendship,
VAH KAVIJI!
Dear Vivekbhai,
This is one of your finest poem! It incorporates the sharing, sacrefice, and closeness with loved ones so beautifully. Your example of roots, branches and fruits is really excellent in telling that the fruits of love and sacrefice may show up somewhere else and not at the site where root and water met. Congratulations and please keep on writing such sensitive poems.
Dinesh O. Shah
મૂળમાં પાણી તમે નાંખ્યા કરો, નાંખ્યા કરો,
દૂર છેક જ ડાળ પર અંતે ફળ્યા સંબંધ સૌ.
આ પંક્તિ બહુ જ ગમી.
વાસ્તવિક્તા એ જ છે કાયમ, સમય હો આ કે તે
વાલિયાથી વાલ્મિકી વચ્ચે રહ્યા સંબંધ સૌ.
આમાં રહેલો ભાવ ન સમજાયો.
શ્વાસ અને શબ્દો ક્યાં ગયા ?!!!
મૂળમાં પાણી તમે નાંખ્યા કરો, નાંખ્યા કરો,
દૂર છેક જ ડાળ પર અંતે ફળ્યા સંબંધ સૌ.
Nice expression of a broad span: the punch-line of this gazal to me!
dareke darek sher ghanaa ja sundar Che jayshreenI jem j maaree pan kahevu padashe darek navI post upar vare vare kaya sabdo thi navajavi tamarI kalam
salam vivekbhai!
‘આપણા’ ઘટતા ગયા ને ‘મારા’ જ્યાં વધતા ગયા,
તે ઘડીથી વિશ્વમાં પૂરા થયા સંબંધ સૌ.
જિંદગીના હાથને શેની બિમારી થઈ ગઈ ?
આંગળી માફક સતત ખરતા રહ્યા સંબંધ સૌ.
આજના સમયનું નગ્ન સત્ય આલેખ્યું છે!
ગૂંચ પણ એકે કદીયે હું ઉકેલી ના શક્યો,
હસ્તરેખાથી જટિલ બનતા ગયા સંબંધ સૌ.
સંબંધોની ગૂંચ તો સાચે જ જેટલી ઉકેલો એટલી જટિલ થાય છે!
મૂળમાં પાણી તમે નાંખ્યા કરો, નાંખ્યા કરો,
દૂર છેક જ ડાળ પર અંતે ફળ્યા સંબંધ સૌ.
તું ગઈ, પણ કાવ્યને મારા કરી અ-ક્ષર ગઈ,
આપણા યુગયુગ લગી શાશ્વત બન્યા સંબંધ સૌ.
આ હકારાત્મક શેરો વધુ ગમ્યા… અને સંબંધના શાશ્વત થવાની વાત તો ખૂબ જ જચી ગઇ!
બસ, આવી જ રીતે,ને ક્દાચ વધારે ને વધારે, તમારા સુંદર કાવ્યો અને ગઝલો વાંચવા મળતાં રહે, અને તમારો ‘શબ્દો રૂપી શ્વાસ’ અમારો પણ શ્વાસ બની ભાષાકીય તૃષા છીપાવતાં રહીએ.
છબી પણ જાણે એવી પ્રતીતિ કરાવે છે કે ઘટાદાર ગાઢ વૃક્ષો ની વચ્ચે થી પસાર થતી અનંત રૂપી કેડી એમ ન કહેતી હોય કે સંબંધો ની વિશાળતા અનુભવવા જિંદગી ની કેડી પર પણ આગળ વધવું જ રહ્યું. સાથે સાથે ઉદ્ભવતી મૈત્રી ને વિશ્વાસપૂર્વક સ્વીકારી સંબંધો ને ‘અમર’ બનાવતાં જઈએ. – જય
‘આપણા’ ઘટતા ગયા ને ‘મારા’ જ્યાં વધતા ગયા,
તે ઘડીથી વિશ્વમાં પૂરા થયા સંબંધ સૌ.
સરસ…
vaah vivekbhai
saras che
hi Dear
it is a nice attempt from you
keep improving and give the world lot of gazals.
Dear Vivekbhai,
This is one of your finest poem! with a touchy feeling in easier words.
It incorporates the sharing, sacrefice, and closeness with loved ones so beautifully. Your example of roots, branches and fruits is really excellent in telling that the fruits of love and sacrefice may show up somewhere else and not at the site where root and water met. Congratulations and please keep on writing such sensitive poems.
my question: how can you write such a nice poems in short time. i have marked that each week you caome with a fresh poem!being a doctor and doing such thing in no time surprises me.
congratulatins for no. 101.
nobody can stop you doing it.
Shubhechchhaao saathe,
sasneh,
……Narendra Chauhan
scientist, IPR
Gandhinagar
12 JAN
કવિતા કઈ રીતે લખાય એ વિશે કંઈ કહેવું એ મારા સામર્થ્યની બહારની વાત છે… કવિતા બસ લખાતી રહે છે. વચ્ચે જીવનનો દોઢ દાયકો એવો ય નીકળ્યો કે એકેય કવિતા લખી નહોતી. કદાચ કવિતાને મેં લખી જ વાળી હતી. પણ છેલ્લા બે વર્ષથી આકસ્મિક કટિબદ્ધતા આવી ગઈ છે અને લખાયા કરે છે. ખાસ્સી નવરાશની વચ્ચે છેલ્લા દોઢ મહિનામાં માત્ર એક જ ગઝલ લખી શક્યો છું જ્યારે ચોમાસાના મહિનામાં દેમાર કામની વચ્ચે મહિનામાં દસ-બાર રચનાઓ પણ લખી શક્યો છું. એટલે એટલું જરૂર કહી શકું કે માણસની વ્યસ્તતાને અને કળાને કદાચ કોઈ સીધો સંબંધ નથી… પોસ્ટની નિયમિતતા એ અગાઉ લખી રાખેલી કૃતિઓને પણ આભારી છે…
એક દમ સરસ છે વિવેકભાઇ,
મે છેલ્લા બે મહીના થી તમારી કવીતાઓ વાંચવાનુ ચાલુ કર્યુ છે.
તમારી બધી જ કવીતાઓ વારંવાર વાચવાની ઈચ્છા થાય છે. ઘણી ખરી તો મે મારી નોટબુક મા લખી પણ લીધી છે.
સલામ વિવેકભાઈ.
Its a nice one
I liked specially third verse
Niraj
વાહ………keep writing……its jus dong give you creative satisfaction vivekbhai but it gives us something to think of. You got the sense of life. In a sense you got the real life. Have a Joy of it.
Yaar, Absolutely Excellent
ગૂંચ પણ એકે કદીયે હું ઉકેલી ના શક્યો,
હસ્તરેખાથી જટિલ બનતા ગયા સંબંધ સૌ.
Really very good one…
Keep it up Dr. Vivek …
You are always good.
aaje paheli j var mane mara mitre aa site aapi ane vanchu chhu. vivek bhai ….tamari thodi j rachana aaje vachi sakyo chhu. pan jya sudhi badhi vanchi ane samjish nahi tya sudhi jampish nahi. thanx …….
rachana to nathi aavadti pan tene sprash karta to aavade chhe mane…
kadi hotho par ramadish, kadi aankho may lavish,
have sparsh nu smaran chho, tamane hu sachvi ne rakhish….
shahenshah e gazal, u r so good
i have only one word 4 u wah wah wah wah wah wah wah
wah wah wah wah wah wah wah wah wah wah wah wah wah wah
hi, vivekbhai
how are you
so nice pic
hi ,vivekbhai
Hi Ritesh,
What does this mean? 🙂
તું ગઈ, પણ કાવ્યને મારા કરી અ-ક્ષર ગઈ,
આપણા યુગયુગ લગી શાશ્વત બન્યા સંબંધ સ…..
awesome…..wahh….for each and every verse….