(રાણી સિપ્રીનો રોજો…. …અમદાવાદ, 15-04-2012)
*
આ મૌનનો વિસ્તાર છે કે શું છે, બોલ ?
સૌ શબ્દ સીમાપાર છે કે શું છે, બોલ ?
ગાંડીવનો ટંકાર છે કે શું છે, બોલ ?
સ્વીકાર છે, શિકાર છે કે શું છે, બોલ ?
શાના પડે છે અંગેઅંગે શેરડા ?
આ મારો અંગીકાર છે કે શું છે, બોલ ?
હોઠોની આ ચૂપકી ને ઢળવું આંખનું,
સાચે જ શિષ્ટાચાર છે કે શું છે, બોલ ?
સંબંધમાં સમતા નથી, બંધન છે, બસ !
આ નવલો આવિષ્કાર છે કે શું છે, બોલ ?
થાક્યા વગર ચાલ્યા કરે છે તું સતત,
રસ્તો જ સાથીદાર છે કે શું છે, બોલ ?
તું પાણી પાણી થઈ ગયો છે, એની આંખ
પાણીથી પાણીદાર છે કે શું છે, બોલ ?
જો એ સમય ચૂકે તો બહુ અકળાવે છે,
તારું સ્મરણ અખબાર છે કે શું છે, બોલ ?
– વિવેક મનહર ટેલર
(૧૪-૦૪-૨૦૧૧)
આ મૌનનો વિસ્તાર છે કે શું છે, બોલ ?
સૌ શબ્દ સીમાપાર છે કે શું છે, બોલ ?
ગઝલની શરૂઆત જ શબ્દોના દમામ સાથે શિરોમાન્ય બનીને આગળ વધી છે.
સુંદર!
પ્રિય વિવેકભાઈ,જય શ્રેી ક્રિશ્ન.આપનો દિન સુરમ્ય હો.
આ મૌનનો વિસ્તાર….
સરસ ગઝલ.આપ લખો તેમા કોઈ મિનમેખ શોધિ જ ન શકે.
આ મૌનનો વિસ્તાર છે કે શું છે, બોલ ?
સૌ શબ્દ સીમાપાર છે કે શું છે, બોલ ?
થાક્યા વગર ચાલ્યા કરે છે તું સતત,
રસ્તો જ સાથીદાર છે કે શું છે, બોલ ?
જો એ સમય ચૂકે તો બહુ અકળાવે છે,
તારું સ્મરણ અખબાર છે કે શું છે, બોલ ?
beautiful as always….
સંબંધમાં સમતા નથી, બંધન છે, બસ !
આ નવલો આવિષ્કાર છે કે શું છે, બોલ ?
જો એ સમય ચૂકે તો બહુ અકળાવે છે,
તારું સ્મરણ અખબાર છે કે શું છે, બોલ ?
કલ્પનોનો સરસ આવિષ્કાર.
સુન્દર
તમારી એવરગ્રિન કવિતા ને ગઝલોને વારંવાર વાંચી ને મમળાવીએ તોય ફરી વાંચવાને મન દોડે છે આ કવિતાની ઘેલછા છે કે શું છે, બોલ? તમે કરો અંગીકાર ને આવિશ્કાર સ્મરણ બને છે અખબાર ને શબ્દો તોડે છે સીમાપાર કેમ કે તે શબ્દો છે તમારા શ્વાસ ને સાથીદાર..!! વિવેકભાઈ હંમેશની જેમ ખુબ મજા આવી.
અમદાવાદમાં રાણી સિપ્રીનો રોજો ને સીદી સૈયદની જાળી..ઝુલતા મિનારાં..નગીનાવાડી-બાળવાટિકા-કાંકરિયા તળાવ-પ્રાણીસંગ્રહાલય-દિલ્હી ચકલા ને માણેકચોક…ઘણું બધું યાદ આવી ગયું…!!
Smaran akalavava sivay biju shu shu kari shake!!!
Sa….ras.
સુંદર ગઝલ
હોઠોની આ ચૂપકી ને ઢળવું આંખનું,
સાચે જ શિષ્ટાચાર છે કે શું છે, બોલ ?
તું પાણી પાણી થઈ ગયો છે, એની આંખ
પાણીથી પાણીદાર છે કે શું છે, બોલ ?
વાહ
ગીત ગુંજ્યું
એના હાથ ની મેંહ્દી હસતી તી,
એના આંખ નુ કાજળ હસતુ તુ,
એ મોજા જેવુ ઉછડતી તી,
ને પવન ની જેમ લેહરાતી’તી,
કોઈ હસી ને સામે આવે તો,
બહુ પ્યાર ભર્યુ શરમાતી’તી.
સુંદર
ખુબ સરસ વાન્ચિને આનન્દ
”tarkni duniya vasavi lidhi chhe”
ame tmari aa gzlne vadhavi lidhi chhe.
today enjoyed yr all poems together..
salam..salam.. to dr. vivek or kavi vivek ?
like almost all..
read yr sonets in navneet samarpan too..
ખૂબ ખૂબ આભાર…
થાક્યા વગર ચાલ્યા કરે છે તું સતત,
રસ્તો જ સાથીદાર છે કે શું છે, બોલ ?
અચ્છી ગઝલ હુઇ હૈ વિવેકભાઈ….
આભાર, અનિલ…
વાહ વિવેકભાઇ,
બહુ જ મજાની ગઝલ…..