(હોળી હમણાં જ ગઈ, નહીં ? ….ગોરેગાંવની ગટર, ફેબ્રુઆરી, ૨૦૧૧)
*
આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.
હવે નજર પર કે લક્ષ્ય ઉપર ચઢી શકે ન ઢોળ જ કોઈ,
તુજ રંગે આ ધનુષના લખ ચોર્યાસી બાણ રંગાયા છે.
અમારી ભીતર સતત બળે છે, અમારે હોળીનું શું છે કામ જ ?
અમારા શ્વાસો કયા અનલથી તમને શી જાણ, રંગાયા છે ?!
ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.
અમારા શબ્દોને ખોદી કાઢો કે રગ-રગોને ચીરો અમારી,
જડશે એ જ જેનાથી અમારા આણબાણ રંગાયા છે.
-વિવેક મનહર ટેલર
(૨૦-૦૩-૨૦૧૧)
મસ્ત ગઝલ
અમારા શબ્દોને ખોદી કાઢો કે રગ-રગોને ચીરો અમારી,
જડશે એ જ જેનાથી અમારા આણબાણ રંગાયા છે.
ખૂબ સુંદર
આ શબ્દોના તાણા વાણા નથી,
૫રંતુ અણમોલ મોતીઓનો ભંડાર છે,
ઘણીવાર તો એમ જણાય છે કે
આ બધી વાતો અમારા માટે જ લખી હતી.
વૈભવની તૃષ્ણા એક લોભામણી ચમક માત્ર છે,
૫રંતુ આંતરિક સત્પ્રવૃત્તિઓનું પોષણ રત્નોને ખોદી કાઢવા સમાન છે
ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે…
“ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.”
ખૂબજ સરસ અને મઝાની રચના. રંગાવું એજતો જીવનનો લ્હાવો છે.
સરસ ગઝલ, અભિનન્દન વિવેક
નીલેશ રાણા
અમારી ભીતર સતત બળે છે, અમારે હોળીનું શું છે કામ જ ?
અમારા શ્વાસો કયા અનલથી તમને શી જાણ, રંગાયા છે ?!
આ વેદનાને પણ કોઈ રંગ હોતો હશે ?
………..
ગટર શબ્દ વાપર્યો ના હોત તો ખબર ન પડે કે આ ચિત્ર ગટરનું છે … ફોટોગ્રાફી અને એ માટેની નજર બંને માટે સલામ….
ખુબ સરસ રચના. મને સ્પર્શી ગઈ.પ્રગ્નાજુ સાથે સહમત છું.
આ શબ્દોના તાણા વાણા નથી,
૫રંતુ અણમોલ મોતીઓનો ભંડાર છે,
વૈભવની તૃષ્ણા એક લોભામણી ચમક માત્ર છે,
૫રંતુ આંતરિક સત્પ્રવૃત્તિઓનું પોષણ રત્નોને ખોદી કાઢવા સમાન છે
ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ? ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે…
વાહ ! !
કોઇ પણ સંધાન વિના અલગ-અલગ સમયે બે વ્યક્તિ દ્વારા લખાયેલી અનુભુતિમાં પણ કેટલી સમાનતા હોય છે. હમણાં જ હોળીને દિવસે મારાથી પણ આવી જ કંઇક રચના લખાઈ ગઈ છે. અલબત એ આપની રચના જેવી છાંદસ નથી.
———————————————-
રંગે રંગાયા
કોઈ આછેરા રંગે રંગાયા.
તો કોઈ ઘેરા રંગે રંગાયા.
રંગાય જવાની છે મોસમ,
દરેક ચહેરા રંગે રંગાયા.
પાનખરને પણ રંગ હોય,
છો આજ હરા રંગે રંગાયા.
અશ્રુથી ચુકવ્યા છે દામ,
બહુ મોંઘેરા રંગે રંગાયા.
ઓઢી લીધુ છે સ્વેત વસ્ત્ર,
વિશ્રાંત ગહેરા રંગે રંગાયા.
આતમનો ક્યો રંગ ‘આરઝુ’?
અમે તો અનેરા રંગે રંગાયા.
રાજેશ જોશી ‘આરઝુ’
એક સરસ મજાની કવિતા માણવા મળી. આભાર
સરસ કવિતા અને એથેીય સુન્દેર ફોટો…..!
સુંદર ગઝલ !!!
સરસ ગઝલ..જેણે અમને પણ રંગી દીધા.
વાહ વિવેકભાઈ….
અભિવ્યક્તિને ખરેખરો રંગ ચડ્યો છે…..
ઢાઈ આખરની(કે અખ્ખરની?) પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.-સરસ વાત લાવ્યા, ગમ્યું.
-અભિનંદન.
વાહ !
કલ્પનાના રંગોની સુંદર ભાત ઉપસી આવી છે.
અભિનંદન !
અતિ સુંદર…..રંગીન….
અમારી ભીતર સતત બળે છે, અમારે હોળીનું શું છે કામ જ ?
અમારા શ્વાસો કયા અનલથી તમને શી જાણ, રંગાયા છે
બહુ જ સરસ રીતે કલ્પનામાં રંગો ભરી પ્રસ્તુત મનના વિચારોપ્રકટ કર્યા છે.
સુંદર ગઝલ અને સુંદર નજર
મુંબઈની ગટર પણ આવું અદભુત સૌદર્ય આપે છે એ તમારા લેન્સ દ્વારા જાણ્યું
આભાર
ગમ્યુ..
પ્રસંગને અનુલક્ષીને કહેવાયેલી સુંદર ગઝલ.
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.
વાહ વિવેકભાઈ બરાબર રંગોની પિચકારી વાગી…આ પંકતિઓ વિષેશ ગંઈ..
સપના
વાહ સરસ