આમ યાદો ન મોકલાવ અને…

P5198473
(યાદોનું ધુમ્મસ….     …ગોલ્ડન ગેટ બ્રીજ, સાન ફ્રાન્સિસ્કો, ૧૯-૦૫-૧૧)

*

આ શનિવારે એક ગઝલ ‘અને’ રદીફથી ઉઘડતી શક્યતાઓને નાણી જોવા માટે… આવતા શનિવારે આ જ છંદ, આજ કાફિયા સાથે ‘અને’ જેવી ઉઘાડી રદીફના બદલે ‘હવે’ જેવી બંધ રદીફ સાથે… આપ રાહ જોશો ને?

**

આમ યાદો ન મોકલાવ અને
આવ, આવી શકે તો આવ અને…

થોડો થોડો થશે લગાવ અને
ત્યાં જ નડશે તને સ્વભાવ અને…

એકધારી છે આવ-જાવ અને
આવશે એક-બે પડાવ અને…

પોતપોતાની છે પીડા સહુની,
તારી રીતે જ તું ઉઠાવ અને…

ક્યાં સુધી આમ રાહ જોવાની ?
જોઈ લો એના હાવભાવ અને…

શબ્દની બંદગી ગમે છે છતાં,
મૌન છે મારો સ્થાયીભાવ અને…

યાદની મહોરી ઊઠી છે મોસમ,
એક ગઝલ મસ્ત સંભળાવ અને…

-વિવેક મનહર ટેલર
(૧૯-૦૩-૨૦૧૧)

*

P5208687
(સ્થાયીભાવ…      ….યોસેમતી નેશનલ પાર્ક જતાં, કેલિફોર્નિયા, ૨૦-૦૫-૧૧)

30 thoughts on “આમ યાદો ન મોકલાવ અને…

  1. થોડો થોડો થશે લગાવ અને
    ત્યાં જ નડશે તને સ્વભાવ અને…

    પોતપોતાની છે પીડા સહુની,
    તારી રીતે જ તું ઉઠાવ અને…વાહ…..
    actually wah for whole ghazal…..

  2. શબ્દની બંદગી ગમે છે છતાં,
    મૌન છે મારો સ્થાયીભાવ અને…-વિવેક મનહર ટેલર
    (૧૯-૦૩-૨૦૧૧) bahoot badhiya.. sir.

  3. આમ યાદો ન મોકલાવ અને
    આવ, આવી શકે તો આવ અને

    વાહ!!!! ફરી ફરી યાદ આવ્યા કરશે આ ગઝલ…

  4. શબ્દની બંદગી ગમે છે છતાં,
    મૌન છે મારો સ્થાયીભાવ અને…

    વાહ્… વાહ….

    લતા હિરાણી

  5. આમ યાદો ન મોકલાવ અને
    આવ, આવી શકે તો આવ અને…

    સુંદર મત્લાથી શરૂ થતી આસ્વાદ્ય ગઝલ !

  6. સ રસ ગઝલ
    આ શેર વધુ ગમ્યો
    યાદની મહોરી ઊઠી છે મોસમ,
    એક ગઝલ મસ્ત સંભળાવ અને…

    યાદ
    મહોરી ઊઠી છે મોસમ કોની યાદની ?
    માનો યા ન માનોઃ ગઝલની યાદની !

  7. વિશિષ્ટ ‘અને ..’ રદીફથી ઉઘડી અને મ્હોરતી સુંદર ત્રિ-મત્લા ગઝલ.

  8. આદરણીય શ્રીવિવેકભાઈ,

    યાદની મહોરી ઊઠી છે મોસમ,
    એક ગઝલ મસ્ત સંભળાવ અને…

    ખૂબ સુંદર અભિવ્યક્તિ અને હા, આ છેલ્લા શેર પર આ ગઝલનું સ્વરાંકન કરવાનું મન થઈ ગયું..!! આપની મંજૂરીની અપેક્ષાએ…!!

    માર્કંડ દવે.

  9. Fine Gazal with nice photo, likes to read always… Sir, Please keep it up ..
    with Deepawali Shubhkamna and warm regards ……

    vinod

  10. ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
    આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.

    Yes really this is a touching….
    Ruk Jana Nahin Tu Kahin Haar Ke, Kanto Pe Chalke Milenge Sayen Baharke..

    with good wishes
    vinod

  11. Pingback: હવે · શબ્દો છે શ્વાસ મારા

  12. આદરણીય શ્રીવિવેકભાઈ,,

    નવી ગઝલની રાહ જોવાની મઝા આવે છે….

  13. શબ્દની બંદગી ગમે છે છતાં,
    મૌન છે મારો સ્થાયીભાવ અને

    પોતાની વાત બહુ સીફ્તથી જણાવી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *