એક સ્વપ્ન પાછું પડતું મૂકું છું


(અક્સ…          વ્હેલી પરોઢનું વિસ્મય , તાજ, આગ્રા, મે’2005)

એક સ્વપ્ન પાછું પડતું મૂકું છું,
રાતમાંથી જાતને હડસેલું છું.

શબ્દ એક જ દીપ છે આ રાતમાં,
ધીમે ધીમે એથી એને બાળું છું.

જે સમય તેં આપ્યો, કાંડે બાંધીને
કેન્દ્ર એક જ રાખી કાયમ ઘૂમું છું.

તું મળે તો પાત્રમાં પડશે કશું,
ઘેર લખ ચોરાસી બાકી યાચું છું.

શ્વાસના હાથોમાં છે શબ્દોનો હાર,
જો, હવે કોને નગરમાં પરણું છું ?

-વિવેક મનહર ટેલર

10 thoughts on “એક સ્વપ્ન પાછું પડતું મૂકું છું

  1. રાત માંથી જાતને હડસેલ ના,
    ને , આ સ્વપનને,તું પાછા મેલ ના,
    શબ્દો રાખે,સૌ હિસાબો, શ્વાસનાં,
    શબ્દો સાથે આજ ચેતન ખેલ ના..

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  2. hi sir,

    tamari aa kavitao khub j saras chhe, actually hu marathi chhu pan maru bhantar gujrati ma thayu ane mane aatlo gujrati visay pratye ras nathi pan kharekar aapni aa kavitao ane gazalo vanchi ne gujrati language par maan vadhi jay chhe.

  3. શબ્દ એક જ દીપ છે આ રાતમાં,
    ધીમે ધીમે એથી એને બાળું છું.
    wah….

    again wwwaahhh for the ghazal…..

  4. શબ્દ એક જ દીપ છે આ રાતમાં,
    ધીમે ધીમે એથી એને બાળું છું
    I am tieing time with …… ….

    Very good Please keep it up …

    with regard

    vinod gundarwala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *