
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો; જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો…… ………. પેલિકન, કેવલાદેવ પક્ષી અભયારણ્ય, ફેબ્રુઆરી ૨૦૨૫
હું તરત પરત ફરત
પણ શું એ તને ગમત?
કોને કોની લાગી લત?
કોણ કહી શકે તરત?
થઈ શકાશે પૂર્વવત્…
બોલ, મારે છે શરત?
જીવ આવ્યો છે ગળે,
તોય ન છૂટે મમત.
તોય એ ન ગુજરે કેમ?
વખ સમો મળ્યો વખત.
બેય જીતે, બેય માત;
લગ્ન કેવી છે રમત?
તું ન આવી હોત તો
આ ગઝલ પૂરી કરત.
મારી જિંદગીમાં કેમ
દર્દના છે દસ્તખત?
જ્યાં જુઓ ગઝલ, ગઝલ
કેમ આટલી ખપત?
શબ્દ-શબ્દ ના કરો,
મૌન છે ખરી બચત.
– વિવેક મનહર ટેલર
(જાન્યુઆરી ૨૦૨૪ – ફેબ્રુઆરી ૨૦૨૫)

ઉડ્ડયન…. …..પેલિકન, કેવલાદેવ પક્ષી અભયારણ્ય, ફેબ્રુઆરી ૨૦૨૫
Wah
@રચના: આભાર
વાહ…ટૂંકી બહરની સરસ ગઝલ..
@રેણુકા દવે:
ખૂબ ખૂબ આભાર
ટૂંકી બહારમાં સરસ કામ !!
@શૈલેષ ગઢવી:
ખૂબ ખૂબ આભાર
ટૂંકી બહરમા ઘણી ઊંડી વાત
ખુબ સરસ સરસ
@દિલીપકુમાર ચાવડા:
ખૂબ ખૂબ આભાર
કયા શેર માટે દાદ આપું કવિ? એક એક ચડિયાતા થયા છે…!
@વ્રજેશ:
ખૂબ ખૂબ આભાર
સરસ.
@લતા હિરાણી:
ખૂબ ખૂબ આભાર
વાહ.. સરસ ગઝલ
@વારિજ લુહાર:
ખૂબ ખૂબ આભાર
Lalit Trivedi
વાહ વાહ
@લલિત ત્રિવેદી:
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ
@આરતી સોની:
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ…
@ડૉ પ્રવીણ ઠુમ્મર:
ખૂબ ખૂબ આભાર
, વાહ, વિવેકભાઈ, કવિતા તો કહેવત જાણે
ખૂબ ગમી ટૂંકી બહેરની એ ગઝલ!
જાણે સમજાવતા હોય એવી વાત!
‘શબ્દ શબ્દ ના કરો
મૌન છે ખરી બચત!
તદ્દન સાચું,
ન બોલવામાં નવ ગુણ….
સરસ ગઝલ !
@ધૃતિ મોદી:
સરસ મજાના અર્થપૂર્ણ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર