પોસ્ટ નં. ૪૦૧ : મજા સફરમાં છે સાચી

OLYMPUS DIGITAL CAMERA
(સોનેરી શમણું…..                   સુરત, ૧૮-૦૮-૨૦૧૨)

*

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ વેબસાઇટ ધરાવતા હોવાનું ગૌરવ આજે એક નવા મુકામે આવી ઊભું છે. એક-એક કરતાં આજે ચારસો પોસ્ટ પૂરી થઈ. આ છે પોસ્ટ નં. ૪૦૧. ઓગણત્રીસમી ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ આ સાઇટ શરૂ કરી ત્યારે આ સાતત્યની ખાતરી નહોતી. આજે ચારસોનો ચમત્કારિક લાગતો આંકડો પાર કરી શકાયો છે ત્યારે એના ગૌરવનું સાચું શ્રેય મારા માથે લઈ શકતો નથી કેમકે આ યાત્રા શરૂ કરી ત્યારથી જ તમારી યાત્રા હતી.. આપ સહુ મિત્રોના સાથ અને સ્નેહ વિના હું પહેલાં ડગલાં પછીનું બીજું ડગ પણ ભરી શક્યો ન હોત.. આ સફરની સફળતાના સાચા હકદાર આપ સહુ મિત્રો જ છો અને હું આપ સહુનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને કવિ વાલ્મિકીએ જે છંદમાં રામાયણ લખ્યું હતું એ જ છંદમાં સફરની મજા વિશેનું જ એક સોનેટ આજે રજૂ કરું છું…

*

(સૉનેટ- અનુષ્ટુપ)

સાથે રે’વું, થવું છૂટા, આપણા હાથમાં નથી,
ભાગ્ય સામે લડી કોણ જીત પામી શક્યું અહીં ?
બે’ક ઘડી રહ્યાં સાથે, હતું માત્ર નસીબ એ,
છૂટા થવું પડ્યું આજે એ પણ માત્ર ભાગ્ય છે.

સાથે જ્યારે રહ્યાં કેવાં સમજથી, સુમેળથી !
આગાહી શું પડી ખોટી એક્કેવેળા સ્વભાવની ?
આંસુઓ આવશે ક્યારે ? ક્યારે ગુસ્સો થઈ જશે ?
જાણ થઈ જતી એની આગોતરી જ બેઉને.

ગોરંભાઈ રહી હો જે એ પળો પકડી લઈ,
ઇચ્છા હો એ દિશાઓમાં વાળવામાં મજા હતી;
હતો સંતોષ એમાં જે, સ્વર્ગમાંય કશે નથી,
તો પણ આજ દોરાહે ઘસડી લાવી જિંદગી.

મજા સફરમાં સાચી અને છે માર્ગમાં ખરી,
મંઝિલ હાથમાં આવે એ ઘડી અંતની ઘડી…

– વિવેક મનહર ટેલર
(૨૦/૨૪-૦૭-૨૦૧૨)

*

OLYMPUS DIGITAL CAMERA
(રૂપની પૂનમનો પાગલ….                  …કાશ્મીર,  ૦૬-૦૫-૨૦૧૨)

37 thoughts on “પોસ્ટ નં. ૪૦૧ : મજા સફરમાં છે સાચી

  1. સાથે જ્યારે રહ્યાં કેવાં સમજથી, સુમેળથી !
    આગાહી શું પડી ખોટી એક્કેવેળા સ્વભાવની ?
    આંસુઓ આવશે ક્યારે ? ક્યારે ગુસ્સો થઈ જશે ?
    જાણ થઈ જતી એની આગોતરી જ બેઉને.

    ખૂબ સરસ !

  2. સતત અવિરત પ્રવાસ પંથ ને દરેક કેડીએ… દરેક વળાંકે… નવી રચનાઓ… નિત નવા પ્રયોગો અને પરિણામમાં સફળ સુંદરતા. – ખૂબ સ્નેહાભિનંદન

  3. Dear Vivekbhai,

    Your last two lines reminded me of the absolute truth, “it is the journey and not the destination that brings joy and challenges !” My salutes for these lines,
    “મજા સફરમાં સાચી અને છે માર્ગમાં ખરી,
    મંઝિલ હાથમાં આવે એ ઘડી અંતની ઘડી”

  4. હતો સંતોષ એમાં જે, સ્વર્ગમાં પણ કશે નથી,
    તો પણ આજ દોરાહે ઘસડી લાવી જિંદગી……….

    વળાંકે લુભાવે ભુલાવે આ જિંદગી…
    સફરમાં મિત્રો મળાવે આ જિંદગી…
    નક્કી તારા મુકામે ઘસડી લાવી જિંદગી…

  5. સ્નેહી ડો. વિવેકભાઈ,
    આપને ખુબ ખુબ અભિનદન, આપને માટે અમારા જેવા સુરતીઓએ પણ ગૌરવ લેવાનો પ્રસંગ, અવસર આવ્યો છે, આપ અનેક વરસો સુધી કાવ્ય, ગઝલ, સાહિત્યનુ સેવન કરતા રહો અને અમારા જેવા ચાહકો, ભાવકો સુધી પહોંચાડતા રહો એ જ પ્રભુને પ્રાર્થના અને આપની પાસે અપેક્ષા, આભાર્..

  6. ખુબ ખુબ અભીનન્દન.
    ભાગ્ય સામે કોઇનુ ચલ્યુ નથી અને ચલવાનુ નથી,
    મન હોય કે ન હોય છુટ્ટા તો થવુ જ પડે છે.
    સરસ અને અર્થસભર રચના.

  7. અભિનંદન .ક્યારે છે અંત,જાણતાં નથી, તેથી જ સફર માણી શકીયે છીયે.

  8. પાછળ નજર કરતાં જે સફર લાંબી લાગે, નીચે નજર કરતાં જે સફર આનંદદાયક લાગે અને આગળ નજર કરતાં જે સફર ઉત્સાહનક જણા્ય તેવી સફર શદ્બોને શ્વાસમાં વણી લેતી આ સફર ચિરંકાળીય્બની રહો તેવી શુભેચ્છાઓ.
    આ સફરમાં સહપ્રવાસી બની રહેવાનું પણ બની રહે તેવી સર્વે વાચકોને, જેમાં હું પણ આવી ગયો, પણ શુભેચ્છા.

  9. શ્રી વિવેકભાઈ,

    અનુષ્ટુપમાં અને અન્ય છંદોમાં ને વળી ગઝલોને પણ છંદોમાં ઢાળવાનો સફળ પ્રયત્ન તમે કરતા રહ્યા છો. ગઝલને અને સોનૅટનેય તમે ક્યાંક સાંકળી લીધાંનું યાદ છે….

    તમારા પ્રયોગો નિયમિત માણી શકાતા નથી એના રંજ સાથે આજે ચાન્સ લીધો છે…(૧૧મી પંક્તિમાં ૯ અક્ષરો થયાનું ધ્યાનબારું રહ્યું છે ?)

    ધન્યવાદ સાથે તમારા વાચકોને માટે મારા અનુષ્ટુપ પરના લેખની લીંક મુકવા રજા લઉં છું…

    મારી આ નોંધ જોશો…

    “અનુષ્ટુપમાં ગણો મુજબ ગણતરી થતી નથી ! આ રીતે જોઈએ તો એમાં ગણો નથી. વળી પંક્તીના પ્રથમ આઠ અક્ષરોવાળા પદમાંનો પાંચમો અક્ષર હંમેશાં લઘુ જ હોય છે અને બીજા પદમાંના આઠ અક્ષરોમાં પાંચમો અને સાતમો બે અક્ષરો લઘુ જ હોય છે. બાકીના અક્ષરોમાં કોઈ નીયમ નથી. ફક્ત આટલું જ ધ્યાન રાખીએ એટલે આ છંદની યોજના થઈ શકે છે.”

    મારા લેખની લિંક આ મુજબ છે : http://jjkishor.wordpress.com/2010/03/24/chhand-ange/

  10. @ જુગલભાઈ:
    આપના પ્રતિભાવની હંમેશા પ્રતીક્ષા હોય છે… અગિયારમી પંક્તિમાં સાચે જ એક અક્ષર વધુ મૂકાઈ ગયો હતો. ભૂલ સુધારી લીધી છે… ખૂબ ખૂબ આભાર…

  11. મુસાફર છે આદમી..!!

    વ્હાલો સર્જનહાર વિશ્વની લીલા નિહાળે પર રહી
    સુક્ષ્મતા-સંયમતા વિરાટ આકાશગંગે મળે નહી
    માટીના મારા સ્વપ્નાંને ભીંજ્વા આવે વર્ષા અહીં
    મુસાફર છે આદમી તોય કેમ બંદીવાન છે અહી
    ભાતભાતના નિતનવા અવનવા ઘેંટા બસ અહી
    ભાગવાની ઇંતજારી એકના એક સ્ટેશન મહી
    સ્ટેશનો ઉતરી-ચઢતી ભાગતી જીન્દગી અહી
    કોણ મળે? કેટલો સમય કેમ ગુજારશે અહી
    નવાંગતુકના પડછાયાની હઉકલી સતાવે અહી
    ઠાંસી-ઠાંસીને એક જ ડબ્બે, એક જગ્યામાં કહીં
    એક ઘરમાં ને એક દુનિયે ભરાણા છે સૌ અહી
    છુપાવે એકલતા નેટ પર ભાન ભુલીને અહી
    “ગુગલ” ને “સ્કાઇપ” પરથી “ક્લાઉડ” મહી
    મુન ને માર્ઝ પર લટાર મારીને આવે અહી
    મ્રુત્યુ પછીય મુસાફરી જ કરતો મુસાફિર અહી
    ન કોઈ રંજ ન કોઈ તૃષ્ણા થાકેલા સપના મહી
    તટસ્થ આત્મા ઘુમે ધ્રુજતો-ધ્રુજતો મુસાફીર મહી
    -રેખા શુક્લ(શિકાગો)

  12. અભિનન્દન વિવેકભાઇ.આપના શ્વાસની સુવાસ આમ જ અમારા શ્વાસને સુવાસીત કરતી રહે તેવી શુભેચ્ચા.

  13. મજા સફરમાં સાચી અને છે માર્ગમાં ખરી,
    મંઝિલ હાથમાં આવે એ ઘડી અંતની ઘડી…
    વાહ!

  14. हार्दिक अभिनन्दन! सफ़रनी मज़ा खरेखर कँईक ओर छे. माटे ज मन्ज़िल आवे त्यारे यात्रासमाप्तिना आनन्द साथे ज रञ्ज पण होय ज छे. दार्शनिक स्तरे जोईए तो जनम-जनमनी बाजी लगावीने ज्यारे जीव शिवनी साथे एकाकार थवानी धन्य घडीए आवी उभे छे त्यारे ज ए द्वैतना आनन्द अने अद्वैतना चिदानन्दनी वच्चे झोलां खाय छे! आ पोस्टने मथाळे सोनेरी शमणानी जे झांखी तमे सौने करावी छे ए शमणुं सौना जीवनमां साकार थाय अने रूपनी पुनम सौने मळे ए ज शुभकामना तमने अने तमारा हमसफरोने!

  15. વિવેકભાઈ,

    Heartfelt congrats for this encredible feat. Consistancy with quality is a pretty tough duo to pull-off which you seem to do so effortlessly.

    મજા સફરમાં સાચી અને છે માર્ગમાં ખરી,
    મંઝિલ હાથમાં આવે એ ઘડી અંતની ઘડી…

    I love aforementioned last couplet of your poem. It is so true that more than half the fun is the journey and so it is critical that we smell the roses along the way and prolong our journey as much as possible, and take the scenic route.

    Here is an Achhandas I had written about journey.

    જીંદગી વેડફી,
    જીવન જીવ્યા વગર.
    સફર કરી
    ઘોડિયાથી
    સ્મશાન સુધી,
    જન્મ લીધા વગર.
    મૃત્યુ પામ્યા વગર

  16. heartily congratulations vivekbhai… and wishing many more from you.. we are proud of you.. enjoying yr poems since last many years..

    have a great time.

  17. શ્રી વિવેકભાઇ,
    સમયની ગતિ સાથે આંકડાઓ બદલાતા રહે….પણ સમયના વ્હેણ સાથે કદમતાલ મેળવી એની સાથે વિકસવા,વિસ્તરવા અને નિખરવાનું જેને સદભાગ્ય સાંપડે એ પોતે અને પોતાનાને એનો રસ અને આસ્વાદ કરાવી શકે.અમને (ગુજરાતી બ્લોગ જગતના અદનાથી અદકેરા તમામ મિત્રો)ગૌરવ છે કે અમે આપની આ સ-રસ અને સફળ શબ્દયાત્રાના સીધી કે આડકતરી રીતે સહભાગી રહ્યાં છીએ…….ખૂબ-ખૂબ અભિનંદન અને આવનારા સમય માટે હાર્દિક શુભકામનાઓ
    અસ્તુ.

  18. આ હવા સમ જિવવું એ તો છે કલા
    રાહ પર સબ સાધુ તો હૈ ચલતા ભલા..

    પથ્થરોનું રૂપ લઈ આવ્યાં છે પ્રભુ –
    લો કરો રે કંકુ, પે’રાવો નાગલા..

    -કવિ

  19. ગોરંભાઈ રહી હો જે એ પળો પકડી લઈ,
    ઇચ્છા હો એ દિશાઓમાં વાળવામાજા હતી;
    હતો સંતોષ એમાં જે, સ્વર્ગમાંય કશે નથી,
    તો પણ આજ દોરાહે ઘસડી લાવી જિંદગી..વાહ વાહ…ખુબ ખુબ અભિનદન વિવેકભાઈ

  20. મંઝિલ હાથમાં આવે એ ઘડી અંતની ઘડી

    મંઝિલ હાથમાં આવે એ ઘડી પ્રગતિની ઘડી

    ખૂબ ખૂબ અભિનંદન્ “૪૦૧” નું આંબવું એ ખરેખર પ્રશંશનિય્.

    please click on

    http://www.pravinash.wordpress.com

  21. વિવેકભાઈ,જય શ્રેી ક્રિશ્ન અભિનન્દન.આપ સર્વદા શબ્દો બનિ મહેક્તા રહો એ જ શુભ કામના.આજ્નો આપ્
    નો દિન મન્ગલમય હો.

  22. શત શત અભિન્ંદન….હજારોની સંખ્યામા રચનઓ થશે એ દુઆ..આપનિ ઈમેઇલ મને મળતી નથી એટલે લેઈટ થઈ ગઈ..ખૂબ ખૂબ શુભેચ્છા
    સપના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *