બાકોરું

(ચાળણી…        …સૂર્યાસ્ત, માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)

મને લાગે છે –
હું હજી પણ થોડો માણસ છું.
આજે સવારે
જ્યારે મેં
એક બગલમાં
બોડી ડિઓડોરન્ટ સ્પ્રે છાંટ્યો,
ત્યારે
અચાનક
મને
આકાશમાં
ક્યાંક
દૂ…ર
ઓઝોનના સ્તરમાં
એક નાનકડું બાકોરું પડવાનો અવાજ સંભળાયો.
મને લાગે છે…

..કેમકે
પછી મેં
બીજી બગલ જેટલા આકાશમાં
બાકોરું પડતું બચાવી લીધું !

– વિવેક મનહર ટેલર

25 thoughts on “બાકોરું

  1. સુંદર અછાંદસ કાવ્ય

    ..કેમકે
    પછી મેં
    બીજી બગલ જેટલા આકાશમાં
    બાકોરું પડતું બચાવી લીધું !

  2. it is realy information about બોડી ડિઓડોરન્ટ સ્પ્રે..how it make a life in tutbal…thx sir….sab ko yahi karana chahiye..nice thinkin

  3. વિવેકભાઈ, ભારે કરી…!!! હવે BRUT ને POISONની બાટલીઓને ભારે હૈયે વિદાય આપવી પડશે…!!!

    –જયદીપ

  4. Really Really APPRECIABLE…
    Though we all r very much aware with the problems like ”Global warming”,
    we often think that we r a minute part among nature affecting factors.
    And here ”TIPE TIPE SAROVAR BHARAY” can be applied on both the sides –to affect the nature and to protect the nature.

    ..કેમકે
    પછી મેં
    બીજી બગલ જેટલા આકાશમાં
    બાકોરું પડતું બચાવી લીધું !

    Lets hope that atleast who’ll read this poem will try to contribute their single drop to protect the nature.

  5. dear Vivekbhai,
    WOW!!
    …hope everybody understand the globle warming and how to prevent it.such poem made us think when we use such thing as deoderant. also CF4 gases and other pollutants which are destroying our atmosphere and affecting the precious environment. thanks to CNG(How many understand it??) and other alternative fuels available(even hydrogen and water driven cars are available!!).
    lets not harm the palnet , our home!
    the poem gives a precious message by simple words.
    thanks again
    …Narendra
    scientist
    IPR
    Gandhinagar
    17 Apr

  6. Dear sir ,
    tell me if is this the truth then why each n every deodrant cans have written its ozone friendly..i understand if we use carbon tetra cloride then it can harm to ozone layer..but in deodrant there is nothing like CTC.if we see o the cans its clearly mentioned like No CFC OZONE Friendly….so i do differ..sorry sir but i dont understand it is the truth….rest all up to u wat u think..n wat u do..friends why m saying this coz m also a manufacturer of body Deodrant (Alchohlic and Non Alchohlic) its not because of m a manufacturer..its a damm truth.there is nothing in deo’s which can harm to our OZONE layers….tahanx amit

  7. Dear Amitbhai,

    May be you are right… May be there is nothing harmful in deo spray… But why is there a need to write on the bottle that it’s “Ozone friendly”? This “friendly” word reminds me of coca-cola & pepsi scenario… Manufactures have come with BIG advertisements with BIGGER stars stating that they are harmless… But we all know what is the real truth?

    In India, money can do anything… You may even sale poison stating that it’s nectar..!

    May be I am wrong too…

  8. એક બગલમાં
    બોડી ડિઓડોરન્ટ સ્પ્રે છાંટ્યો….બીજી બગલ જેટલા આકાશમાં
    બાકોરું પડતું બચાવી લીધું !

    બહુ જ સરસ, વિવેકભાઈ. આપણે બધાંએ જ ‘ગ્લોબલ વોર્મિંગ’ નો વિચાર કરવો જ રહ્યો. કવિતાના માધ્યમ દ્વારા તમારો આ નવતર પ્રયોગ સર્જનાત્મક અને પ્રંશસનીય છે. ગુજરાતીમાં આ વિષય પર ચર્ચાત્મક લેખો નો અભાવ છે ત્યારે આ નાનકડી કવિતા ઘણું બધું કહી જાય છે. ત્રણ-ચાર મહિના પહેલાં અહીં એક સીમ્પોસિયમ માં આ વિડિયો બતાવવામાં આવ્યો હતો.

    http://www.drexel.edu/honors/greatworks/media.html
    http://broadcast.drexel.edu:8080/HTTPxml/GREATWORKS/GREATWORKS.html

  9. Vivek
    Excellent work, keep it up.

    Amit(the manufacturer of deodorant)
    If you go 25 years back even CFC was considered safe!!! Not any more 🙁
    God knows what you use today will be considered a poison tomorrow or not !!! Look at the history of Artificial Sweeteners (Saccharin, Aspartame, Splenda) . Saccharin – the first “Artificial sweetener” is already proven to cause cancer in lab-mouse.
    The wisdom is in following R’s (Refuse; if you cannot then Reduce, if you cannot then Reuse and if you cannot then Recycle).
    About the deodorants – I would prefer taking a shower every day 🙂

    Chandresh 🙂

  10. વિવેકભાઈની સલાહ માની ઓઝોન સ્તરમાં ગાબડું બચાવવા આપણે ડીઓડ્રન્ટ વાપરવાનું બંધ કરી ફક્ત શાવરથી ચલાવી લઈશુ..કાંતી ભટ્ટજીની સલાહ માની આપણે બૉડી-સોપ વાપરવાનું બંધ કરી ફક્ત પાણીથી ચલાવી લઈશુ…વળી કો’ક કહેશે કે હવે તો જળ સ્રોતો ખૂટી ગયા છે..એટલે એમની વાતો માની આપણે વગર નાહ્યે ચલાવી લઈશુ… ચાલો આપણે બધાં આદમ અને ઈવના યુગમાં જતાં રહીએ…

  11. સાચુ ને કડવું પણ જાણ્યા પછી પણ એનું એજ ને લોકો કહે બીજી કવિતા લખી નાંખ…????ને મનમાં ઉઠે વંટોળનું વમળ..

    વાવાઝોડું ઉઠે વંટોળ લૈ વિચારનું વમળ…!!!

    અધરે ઝુલતા પ્રશ્નો ના કેમ નથી હોતા જવાબો?
    સાચું બોલવું કેમ કે જુઠું બોલવું તે પાપ છે….
    ક્રુત્રિમતા દેખાડી ને તોય ડીપ્લોમેટીક બનવું ?
    સડા હક્ક ઐથે રખ્ખ…!! નિયમ કેમ બદલાતા રહે?(રોક સ્ટાર)
    નેચરના રક્ષક જ નેચરના ભક્ષક કેમ રહે?
    પ્રેમ-ધરમ-ને કર્મ નું ફળ બધા માટે કેમ ન રહે?
    આશુતોષ પર્વત પર ગંગાને શિર પર ધારી રહે?
    પાર્વતીજી બેઠા પુત્ર ઝુલાવે ગણપતિ નાનેરું બાળ રહે?
    મગરૂર અને મહાપાપી ને વરદાન કેમ મળતા રહે?
    સંતાપના વમળે ડુબવા ને લઈ ઝુલતો પતંગ રહે?
    સંવેદના ને હર્ષની ઉજાણી ની નાનકી ડાયરી રહે?
    વિપતના વાદળા-સંઘર્ષણ ની વિજળીની ડીક્ષનેરી રહે?
    ડુબાડી દે ફુલડાં જગતના કેમ પથ્થરો તરતા રહે?
    વિશ્વ શાંતિ ઝંખે છે એના નામે દંગા કેમ થાતા રહે?
    દ્રષ્ટાંત નો ફોટો મ્યુઝિયમમાં અકબંધ ફ્રેમમાં મળે?
    સાચવી રાખવા કુમળા રિશ્તા ક્યારેક તો સમય મળે?
    શ્રધ્ધા ને ભક્તિ આલિંગન મનોમન ક્યારેક તો ફળે?
    હંસલા ને બગલા નદી કિનારે, બંધ પાર્કમાં મજા મળે?
    ત્રિવેણી સંગમ નો મળે સમન્વય તેવો બસ આભાસ મળે?
    સુરક્ષિત, સુંદરતા ને સૌમયતા તો ક્યારેક અહીં સળવળે?
    છુંદાય, કરમાય ને લુંટાઇ જાય બાળ-પણ ભડકે બળે?
    નશામાં ધુત યુવાન પૈસા ખંખેરે ક્યારેક તો કળ વળે?
    તુ દુર છે કે પાસ હું ક્યારેક તને અરિસો મળે?
    ઠંડાગાર બરફમાં બધું ખોવાઈ જાય જ્યારે તું મળે?
    કહે ને ક્યાં છે તું..? ક્યાં મુજને મળે?
    વ્રુંદાવનમાં કે મથુરામાં કહે છે સૌ કે અહીં મળે?
    નજરું થાય બંધ તે પેહલા જોવું છે તું મળે?
    નજરું નહીં મળે તો અહલ્યા જ અહીં મળે?
    અવિનાશ ચારેકોર, સ્વર્ગ પ્રુથ્વી પર મળે!!
    -રેખા શુક્લ(શિકાગો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *