શબ્દોનું સ્વરનામું – પહેલી કડી

બીજી કડી: લયસ્તરો.કોમ
ત્રીજી કડી: ટહુકો. કોમ
ચોથી કડી: ગાગરમાં સાગર.કોમ

*

ત્રેવીસમી ફેબ્રુઆરી, 2011ની એ સાંજ મારા જીવનની સહુથી અગત્યની બની રહેવા સર્જાઈ હતી… સુરત ખાતે ગાંધી સ્મૃતિભવનમાં એક અલગ જ અંદાજમાં મારા બે પુસ્તકો ‘ શબ્દો છે શ્વાસ મારા’ (ગઝલસંગ્રહ) તથા ‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. ‘અડધી રમતથી’નું વિમોચન થયું પણ આખી વાત થઈ જરા હટ કે…

‘ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ એમ રઈશભાઈ નેપથ્યમાંથી બોલ્યા અને પડદો ખુલ્યો… બે ખૂણે મૂકેલા આદમકદના બે પુસ્તકો પર પ્રકાશ પડ્યો, ઉમરાવજાન ફિલ્મનું સંગીત રેલાયું અને તાળીઓના ગડગડાટ વચ્ચે ‘ગઝલ’ના પાત્રમાં ત્વિષા શુક્લ-શાહ નૃત્ય કરતી કરતી મંચ પર આવી…

DS2_4799

બીજા છેડે ગુજરાતી ગીતનું સંગીત પીરસાયું અને ‘ગીત’ના પાત્રમાં જાનકી ઠાકર ગરબાના તાલે ઠુમકતી પધારી…

DS2_4802

ગીત અને ગઝલના પ્રારંભિક સંવાદ પત્યા કે તબીબ મહાશય પધાર્યા… ક્લિનિકમાં બેસીને ગુજરાતી વેબસાઇટ્સ પર કામ કરતા નજરે ચડ્યા એવામાં એમનો ફોન રણક્યો. ઇમરજન્સી આવી અને ભાગ્યા…

DS2_4804કાય્રક્ર

ઇમરજન્સી પતાવીને એપ્રન કાઢીને પાછા ફરી એ તો પાછા લેપટોપ પર વેબસાઇટ્સ લઈ ચોંટ્યા એટલે ગીત-ગઝલે એમનો ઉધડો લીધો… ક્યાંથી કાઢો છો આટલો સમય? અને આટલો સમય કાઢો છો તો ગીત પહેલાં લખ્યું કે ગઝલ?

DS2_4810

ના બહેન… ન તો ગીત પહેલાં આવ્યું કે ન તો ગઝલ.. પહેલાં આવ્યું જોડકણું… સાડા નવ વર્ષની ઉંમરે… નારગોળના દરિયાકિનારે…

184641_1438588543349_1792087610_840443_7095389_n

..અને આ સાંભળો, શરૂઆતના દિવસોની ગઝલ… ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે, ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે?

180763_1438590703403_1792087610_840445_1672235_n

કંસની વાત કરી કે તરત જ કંસમહારાજ પધાર્યા, અમારા શાળાજીવનની વાતો કરવા માટે… ડૉ. તીર્થેશ મહેતા સાક્ષાત અને અમેરિકાથી ધવલ શાહ વિડિયો ક્લિપ ઉપર…

DS2_4821

શાળાજીવનની મારી કાવ્યપ્રવૃત્તિની વાત થાય તો કોલેજની કેન્ટિન કેમ બાકી રહે? મિત્રો સાથે ટોળટપ્પાં, ચા અને સોનેરી વરસોની સોનેરી વાતો…

180763_1438590863407_1792087610_840449_7658485_n

કોલેજકાળની મારી કાવ્યપ્રવૃતિ, છંદનો કુછંદ, સ્પર્ધાઓ અને કન્યાઓના સંભારણાં ડૉ. નીરવ શાહના મોઢે…

183852_1438593863482_1792087610_840458_4766387_n

બગલથેલો અનેચપ્પલ – કોલેજકાળના પોશાકમાં એક ગઝલ હો જાયે…

183852_1438593943484_1792087610_840460_4126788_n

પ્યાર હમેં કિસ મોડ પે લે આયા…

180058_1438597543574_1792087610_840465_6324387_n

કોલેજની વાત પતી કે મહાનુભાવો પધાર્યા… કવિશ્રી સુરેશ દલાલ, પન્ના નાયક તથા રાજેશ વ્યાસ મિસ્કીનની વિડિયો ક્લિપ્સ સાથે કવિના સ્વાંગમાં અનુસંધાન…

183592_1438725866782_1792087610_840742_1312299_n

નેપથ્યમાં પાવર પોઇન્ટ પર નાના-મોટા માઇલ સ્ટોન્સ….

183592_1438725826781_1792087610_840741_4693739_n

હવે પધારે છે ગુજરાતી કવિતાની સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો.કોમના સ્થાપક અને સંચાલક, ધવલ શાહ… અમેરિકાથી વિડિયો ક્લિપ…

DS2_4841

સાથે જ અમેરિકાથી ટહુકો.કોમની જયશ્રી પણ વિડિયો ક્લિપ્સની મદદથી આ વિમોચનમાં હાજર થઈ ગઈ…

DS2_4844

અને ધવલ અને જયશ્રી આવે તો મોના કેમ બાકી રહી જાય? ઊર્મિસાગર.કોમની શુભકામનાઓ પણ વિડિયો સ્વરૂપે સમારોહમાં આવી ચડી…

IMG_8490

અને આ આજના દિવસનો આખરી વેશ… સુટ-બુટમેં આયા કનૈયા…

184908_1438602463697_1792087610_840473_7115847_n

મારી કાયમની બહેનપણીના પડખે મને બૂમ પાડીને ઘસડી લાવતા રઈશભાઈ…

180058_1438597663577_1792087610_840468_8283414_n

મારા દિલની બે-એક વાતો… નેપથ્યમાં પાવર પોઇન્ટ પર અમે બંને…

DS2_4854

હજી તો મારે ઘણું કહેવાનું છે, સાંભળો…

IMG_8503

તેરા સાથ હૈ કિતના પ્યારા…

184908_1438602583700_1792087610_840476_3823654_n

લઈ હાથ હાથમાં ભલે જીવ્યાં ઘણાં વરસ, પહેલાં દિવસની છે છતાં અકબંધ એ તરસ; ડગલે ને પગલે આપદા સો સો ભલે નડી, જે ગઈ, જે છે ને જે જશે એ જિંદગી સરસ !

180058_1438597703578_1792087610_840469_3868499_n

અને દોડતો આવ્યો અમારો લાડકવાયો સ્વયમ્ ગાલ લગા ગાલ લગા કરતો કરતો… અલ્યા! નાટકની સ્ક્રીપ્ટમાં આમ ભેટી પડવાનું તો લખ્યું નહોતું… પપ્પા પર આટલી બધી વહાલી આવી ગઈ!!!

DS2_4874

વહાલી મમ્મીના ચરણોમાં…

179884_1438611263917_1792087610_840483_5321936_n

આંસુ ન લૂંછ, મમ્મી…. પપ્પા પણ આજે અહીં હાજર જ છે… આગળ વધ અને મારા બંને પુસ્તકોનું તારા હાથે પપ્પાની હાજરીમાં વિમોચન કર…

179884_1438611303918_1792087610_840484_736533_n

બસ…. હવે પછીના વારતા લયસ્તરો.કોમ પર…

57 comments

 1. વિહંગ વ્યાસ’s avatar

  ખુબજ સુંદર રજુઆત વિવેકભાઇ, અભિનંદન.

 2. Dr.Mahesh Rawal’s avatar

  અત્યંત સંવેદનશીલ પળોને આબાદ, કચકડે કેદ કરી છે, લાગણીથી તરબતર ભાવ-અભિવ્યક્તિને સદેહે નહીં માણી શક્યાનો રંજ અહીં બેઠા આંખ ભીજવી ગયો વિવેકભાઈ…..!
  તમારા એ “બહુમુલ્ય”નઝરાણાની તીવ્રતમ પ્રતીક્ષામાં….

 3. સુનીલ શાહ’s avatar

  એ ખૂબ સુંદર.. ક્યાંક હૃદયસ્પર્શી તો ક્યાંક હળવી ક્ષણો સાથેની સાંજ હતી. વિમોચન કાર્યક્રમ વિશિષ્ટ રીતે થયો …તેને માણવાનું સદભાગ્ય મળ્યું તેનો આનંદ… આભાર–અભિનંદન વિવેકભાઈ. બસ.. આમ જ આગળ વધતા રહો એવી હૃદયથી શુભેચ્છાઓ.

 4. મીના છેડા’s avatar

  પળે પળે સ્મરણીય …..

 5. pragnaju’s avatar

  વાહ્

  રજુઆત અને ફૉટા બતાવે છે કે કાર્યક્રમ કેવો બુલંદ હશે!

  અભિનંદન અને વધુ પ્રગતિ માટે શુભેચ્છાઓ

 6. shwetal ketan patel’s avatar

  ખુબ સરસ કાર્યક્રમ,સુરતના હોવાછતા માણવાનેી તક ન મલેી તેનો રન્જ રહેશે.
  રજુઆત ખુબ કલ્પનાશેીલ લાગેી.ખુબ ખુબ શુભકામનાઓ.

 7. Arvind Patel’s avatar

  વાહ્

  ખુબ સરસ મજા આવિ ગઇ. ફોટા ઉપરથેી જ કાર્યક્રમ નો ખ્યાલ આવે છે કે કેટલુ
  ભવ્ય આયોજન છે. …….આભાર–અભિનંદન વિવેકભાઈ. બસ.. આમ જ આગળ વધતા રહો એવી હૃદયથી શુભેચ્છાઓ.

 8. Girish Parikh’s avatar

  અલબત્ત, ગુજરાતી સાહિત્યના એક સોનેરી દિવસ (૨૩મી ફેબ્રુઆરી, ૨૦૧૧) ની ચાર કડીઓમાંની આ પહેલી કડી. પણ ‘પાંચમી કડી’ વિશે શું? એ વિશે વિવેકભાઈને ઈ-મેઈલથી પૂછીશ.
  –ગિરીશ પરીખ
  Blog: http://www.girishparikh.wordpress.com E-mail: girish116@yahoo.com

 9. બીના’s avatar

  અભિનંદન અને વધુ પ્રગતિ માટે શુભેચ્છાઓ!

 10. Atul Jani (Agantuk)’s avatar

  શ્રી વિવેકભાઈ
  અરે આ તો તમે ગજબ કર્યો
  એક તો ભવ્ય કાર્યક્રમ અને પાછો અમારે ફરજીયાત ચાર જુદી જુદી સાઈટ પર જઈને માણવાનો એમને?
  પણ શરુઆત એટલી સુંદર છે કે તે અંત સુધી જકડી રાખે છે એટલે હવે બીજી કડી પર જઈ રહ્યો છું.

 11. Hemant’s avatar

  excellent Vivekbhai, you r the best and innovative, best compliments …thanks for serving our mother tongue, really oblidged…

 12. jagruti’s avatar

  અભિનંદન વિવેકભાઈ

 13. Radhika’s avatar

  ખુબ ખૂબ અભીનંદન દોસ્ત
  અને અમરા જેવા રૂ-બ-રૂ ન થઇ શકનાર લોકો ને આ પોસ્ટ દ્વારા ઉપસ્થિત રહયાનો લ્હાવો આપવા બદલ આભાર

 14. vandita rajyguru dave’s avatar

  very good vivekbhai, i like it. thanks

 15. kiransinh chauhan’s avatar

  અઢળક શુભેચ્છાઓ વિવેકભાઇ! સુંદર પ્રસંગની સુંદર ફોટોલાઇન્સ.

 16. Niraj’s avatar

  મારી પાસે શબ્દો જ નથી….

 17. 'ઈશ્ક'પાલનપુરી’s avatar

  વિવેકભાઈ અભિનંદન અને શુભેચ્છાઓ !!બહુ સરસ અહેવાલ જાણે હુ ખુદ ત્યાં હાજર !

 18. Mukund Desai'MADAD'’s avatar

  મે આતમારો પ્રોગ્રામ મિસ કય્રો. તબિયત સારેી હોત તો હુ જરુર આવત. ખુબ જ સુન્દર. અભિનન્દન.

 19. jigar joshi 'prem'’s avatar

  વિવેક ભાઇ જેટલી શુભેચ્ચ્છાઓ પાઠવુઁ એટલી ઓછી છે…… અત્યંત સુંદર……

 20. urvashi parekh’s avatar

  સરસ, ખુબજ સરસ,
  જાણે અમે ત્યાંજ હતા.
  ખુબ ખુબ અભીનન્દન વીવેકભાઈ.

 21. ashalata’s avatar

  ખુબ સરસ્– અભિનન્દન !

 22. rekha sindhal’s avatar

  ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ !

 23. Jaimin Shah’s avatar

  ખુબ સરસ છે .. .. I do write Gujarati Poetry since 11-12 years & i would love to Post My Poetry in this Section,Please Anyone TeLL me How do Post it & How to get replies ?? Also, i would like 2 Arrenge or Meet 2 other Young Boys/Girls Who Writes Gujarati Poetry & would Want 2 Make A Difference, i am from AHMEDABAD & Would Love to Meet People Who Writes Poetry,Please CONTACT me on jaimin_great@yahoo.com. Please HeLp Me anyone & I would Be ThankfuL to you. અભિનંદન અને વધુ પ્રગતિ માટે શુભેચ્છાઓ !!
  Thank you..
  – Jaimin Shah (jaimin_great@yahoo.com)

 24. G.R.Bhatol’s avatar

  વિવેક ભાઇ ને અન્તર્થિ સુભેછઆઓ..

 25. Nisha’s avatar

  વિવેક્ભાઈ,
  હાર્દિક અભિનન્દન્

  રુબર હાજર હોવનો અનુભવ થઈ ગયો. I wish i was there to celebrate this.

  Cograts!!!

 26. Pancham Shukla’s avatar

  ચારે કડીઓ માણી. મઝા પડી.

 27. naren shah’s avatar

  you did nice job come usa we do some thing about wanderfull job i did teaching job for 22 years in IPCL baroda iam in busness since 18 years

 28. વિવેક’s avatar

  નરેનભાઈ,

  હું આ વરસે અમેરિકા આવી જ રહ્યો છું…

  સહુ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર !!!

 29. dr.shrirang vyas’s avatar

  i missed it really….
  congratulationssssss..for a new mile ston in life…i wish you one moe bookston in near future…..

 30. hiral’s avatar

  ખુબ જ સુંદર

 31. Daxesh Contractor’s avatar

  ચારે કડીઓ માણી … ખુબ સુંદર .. ઈન્ટરનેટથી તમે ઘરબેઠા કાર્યક્રમનો લાભ આપી દીધો. looking forward to audio clips or youtube version of the program.

 32. Chandresh Thakore’s avatar

  વિવેકભાઈઃ અભિનંદન. “જે ગઈ, જે છે ને જે જશે એ જિંદગી સરસ !”ની વાત ઘણી ગમી. જે જિંદગી “જશે” એને માટે ખુબ શુભેચ્છાઓ. … રઈશભાઈ અને તમને એક સાથે જોઈને પહેલી મેના કાર્યક્રમના ચિત્રની સહજ કલ્પના થઈ આવી. રાહ જોઈએ છીએ. … ચંદ્રેશ

 33. વિવેક’s avatar

  આભાર દોસ્તો…

  @ ચંદ્રેશભાઈ: પહેલી મેથી શરૂ કરીને નવ જૂન સુધીના અમેરિકા પ્રવાસની હું પણ ચાતકની જેમ રાહ જોઈ રહ્યો છું… મોટાભાગના કાર્યક્રમમાં હું અને રઈશભાઈ સાથે જ છીએ….

 34. વિવેક’s avatar

  સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

  બંને પુસ્તકો “શબ્દો છે શ્વાસ મારા” (ગઝલ સંગ્રહ) તથા “ગરમાળો” (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. “અડધી રમતથી” મારા સરનામે રૂ. 275/= (કુરિયર ચાર્જ સાથે) (મૂળ કિંમત રૂ. 350/=) નો મની ઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલાવવાથી મળી શક્શે. બહારગામના મિત્રો ‘સ્વયમ પ્રકાશન’ના નામે રૂ. 300/= {275+ 25 (બેંક ચાર્જીસ)} ચેક મોકલાવી પણ મેળવી શક્શે.

  વિદેશમાં રહેતા મિત્રો શી રીતે આ સેટ મેળવી શક્શે એની જાણકારી થોડા જ સમયમાં આપીશ…

  ડૉ. વિવેક મનહર ટેલર
  આયુષ્ય મેડિ-કેર હૉસ્પિટલ અને કાર્ડિઆક સેન્ટર,

  47, સ્વીટી સૉસાયટી,
  ઉમાભવનની ગલીમાં,
  ભટાર રોડ, સુરત – 395001

 35. વિવેક’s avatar

  સુરત ખાતે આ સેટ મેળવવાનું સરનામું:
  ‘બુક વર્લ્ડ’,
  કનકનિધિ, નાનપુરા,
  સુરત

  અથવા

  ડૉ. વિવેક મનહર ટેલર
  આયુષ્ય મેડિ-કેર હૉસ્પિટલ અને કાર્ડિઆક સેન્ટર,
  47, સ્વીટી સૉસાયટી,
  ઉમાભવનની ગલીમાં,
  ભટાર રોડ, સુરત – 395001

  *****

  મુંબઈનું સરનામું:

  Meena Chheda
  A / 704, Building . no.8,
  Sarvodaya CHS PLTD.
  Shashtri Nagar
  Goregaon (west)
  Mumbai 400 104
  9930177746

  ****

  અમદાવાદનું સરનામું:

  રચના પ્રશાંત શાહ,
  32, રમેશ પાર્ક સૉસાયટી,
  ઉસ્માન પુરા,
  અમદાવાદ

 36. Nitin Desai.’s avatar

  હાજર ન રહિ શક્યા નો રન્જ હતો તે અહેવાલ વાચેી ને ઓગલિ ગયો, કારન કે સરસ અહેવાલ અને કાર્યક્રમ મા હાજર હોવાનો અનુભવ. ખુબ ખુબ અભિનન્દન અને શુભકામના.

 37. dr.jagdip’s avatar

  તમારુ સરનામુ બધા શબ્દો ખાઈ ગયું……..
  કોઈ શબ્દ બાકી નથી અમારા માટે….બસ…
  અદભુત

 38. Girish Parikh’s avatar

  ‘કવિતાનાં પુસ્તકો અને એક સીડીનાં વિશિષ્ટ વિમોચન !’ લેખ વાંચોઃ
  http://www.girishparikh.wordpress.com બ્લોગ પર.

 39. Chetu’s avatar

  આપને હાર્દિક અભિનંદન … વાંચી ને, અમે પણ આ પ્રોગ્રામ મા હજર હોઇએ એવેી લાગણી થઇ .. અને છેલ્લે પુજ્ય માતુશ્રી સાથેની તસવીર ને લખાણ આંખો ભીંજવી ગયા..!

 40. kishoremodi’s avatar

  બહુ સર પ્રોગ્રામ.મજા આવી ગ ઇ.અભિનન્દન

 41. ચાંદસૂરજ’s avatar

  બંધુશ્રી વિવેકભાઈને અભિનંદન !
  ચાર મંડપમાં ચાર ઠેકાણે ચાર કડીના સાથિયા એ પ્રસંગના વૈભવના રંગો ઉડાડે છે.

 42. rajeshri’s avatar

  congratulations……………
  really, very good job &really we missed it.

 43. anil parikh’s avatar

  your coverage has made to vanish our inability to be personaly present.
  keep up and GOD bless you.
  it was like a family gettogather celebrating their hero.
  anil parikh-79

 44. satish’s avatar

  વિવેક ભાઇ ને અન્તર્થિ સુભેછઆઓ..પહેલી મેના કાર્યક્રમના ચિત્રની સહજ કલ્પના થઈ આવી. રાહ જોઈએ છીએ.
  સ તિ શ્

 45. pratima shah’s avatar

  સરસ વીવેકભાઇ. તમારા મઈતરૉનો સાથ અને સહકાર અભિનંદનને પાત્ર છે.

  A friend is someone who knows

  The son in your heart

  And can sing it back to you

  When you have forgotten the words………..

 46. Maheshchandra Naik’s avatar

  સુરતની બહાર રહેવાનો જે રંજ છે, આવા સુંદર પ્રંસગથી વંચિત રહેવાનો જે અફસોસ હતો તે આપના જુદા જુદા ચાર સ્થંભો થકી માણી શકાયો એનો સહજ સંતોષ છે, પરંતુ લાઈવ રેકોર્ડીગનો આનદ માણવા મળશે ત્યારે એનો વિશેષ આનદ અનુભવાશે એ ચોક્ક્સ લાગે છે, આપ શ્રી રઈશભાઈ સાથે અમેરિકા આવો છો તો કેનેડા પધારવા પણ આપ્ને મારુ આમત્રણ છે જ શ્રી રઈશભાઈ પાસે ફોન અને અન્ય વિગતો છે જ…………..આપને વિદેશયાત્રાની શુભકામનાઓ………………….બુકવર્લ્ડમાથી આપના ગઝલસન્ગ્રહોની નકલ સાથે સીડી પ્રાપ્ત થશે કે કેમ, એ જણાવશો………….આભાર……..

 47. sapana’s avatar

  અભિનંદન વિવેકભાઈ!!I missed it…I will see you in usa,
  સપના

 48. Smita Parekh’s avatar

  વિવેકભાઇ,
  અભિનન્દન,ખુબ સુન્દર સાંજ હતી.

 49. વિવેક’s avatar

  આભાર, દોસ્તો !!

 50. Chirag’s avatar

  વાહ! નખશીખ પદ્યસ્વરુપા સ્મરણારમ્ભ. ફરી અભિનન્દન.

 51. raksha shukla’s avatar

  oh, what to say? enjoyed much! alas! i were a bird! congrates….

 52. raksha shukla’s avatar

  we vl do get the above said.

 53. Lata Hirani’s avatar

  ક્યા બાત હૈ વિવેકભાઇ.. તમારુ કાર્ડ તો મળી ગયુ હતુ… નહિ પહોન્ચ્યાનો અફસોસ થયો… લાજવાબ શાનદાર…. વિમોચનનો કૉન્સેપ્ટ બદલી નાખ્યો…

 54. વિવેક’s avatar

  ફરી ફરીને આભાર…

 55. દિનકર ભટ્ટ’s avatar

  આખો કાર્યક્રમ માણ્યો, રુબરુ જોયાનો આનંદ થયો. શુભેચ્છા

 56. Narendra shah’s avatar

  ાI like your all article I came India in October and left your address in USA.i love to meet you but miss chance when you come USA let mr know . Thanks naren

 57. વિવેક’s avatar

  @ નરેન્દ્ર શાહ:
  ચોક્કસ…. હમણાં જો કે કોઈ પ્લાન નથી…

Comments are now closed.