તને અડકે


(મારા આંગણનું અજવાળું…                             …ઑક્ટોબર-2006)

*

જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.

શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.

ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!

દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.

સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.

ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

– વિવેક મનહર ટેલર

23 thoughts on “તને અડકે

  1. જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
    તું એ જ રીતથી મારા વિચારને અડકે.

    – very nice !

  2. ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
    હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

    તારો દેહ ઘડ્યો શબ્દોઍ,
    તુ બસ, ઘડતો રહે ગઝલ.

  3. દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
    દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.

    વિવેકભાઈ,
    આપનાં આ દશ આંકડાનાં છેટા એ મને વીશ વર્ષ પાછો ધકેલી દીધો…….
    આપનો આભાર….જરૂર કોઈ ટીશ માં કુંપળ ફૂટશે…

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  4. ખૂબ સુંદર ગઝલ છે આ. વિશેષ તો મને એટલા માટે ગમી કે એમાં બ્લોગનું નામ એકદમ સહજ રીતે આવી ગયું. ખરેખર ઉત્તમ. ખૂબ ખૂબ ધન્યવાદ વિવેકભાઈને.

  5. મજા આવી ગઈ.ખુબ નાજુક વીચારને નજાકત થી પેશ કર્યો છે.
    કવીતા તો તમારો શ્વાસ છે.
    મનોજનો શેર યાદ આવે છે — ગઝલ તારે મન મનોરં્જ- મારે તો પ્રાણ વાયુ છે.!
    તમે કવીતા સું્ઘો છો,શ્વસો છો,સ્પર્શો છો અને ખુલ્લા દીલે વેરો છો.

  6. hello doctor,
    I read your mail” how far is she from yourself?” What I realised that your’s SHE is other than your wife…!!!
    Now please clarify WHO IS SHE???
    I can see her in most of your gazals…Please…. if you don”t mind. …

  7. ઘડી ઘડી તને લેવો પડે….સરસ.આવી મજબૂરી તો નશીબદાર ને જ મળે.ને એવી નશીબદાર હોવા માટે આપને અભિનંદન.

    nilam doshi

  8. hi there,
    soft and sentimental creation.

    kyak to tame sabdo ne karya ankbandh
    ane kaho chho sabdo chhe swaas tamara!

  9. Very nice way to remember someone who is not with u physically but always in your mind.

    10 fingers have no strength to dial 10 numbers….very good one.

  10. દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
    દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.

    વાહ !

    અભિનંદન.

  11. ‘Je najukai thi aa samnu ankh ne adke,tu aj rite mara vicharo ne adke’..very nice lines.

    Can u please tell me how to write gujarati fonts?

  12. ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
    હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

    khubj saras rachana

  13. સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
    વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.
    ….nice

  14. ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
    હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

    વાહ !

  15. ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
    હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!……………..spellbound……

Comments are closed.