(મારા ઘરનો ટહુકો… …ઑક્ટોબર-2006)
શબ્દ પણ હડતાળ પર ઉતરે કદીક,
હક્ક એનો એ જતાવે છે કદીક.
તું મળે ત્યાં જીભ ચોંટે તાળવે,
આ અવાચક્તા ય તો બોલે કદીક.
ડાળ વાસંતી ક્ષણોની રાહમાં,
પાનખર પણ પર્ણને પરણે કદીક.
વાતમાંને વાતમાં સંગાથ પણ
કેટલો છે એ ન વરતાશે કદીક.
ભગવો એક જ રંગ સાચો હોય તો,
લોહીને એ લાલ શું રાખે કદીક ?
શબ્દ અક્ષર જ્યોત છે, છો ઝગમગે,
કોડિયામાં શ્વાસ તો ખૂટશે કદીક…
ચંદ ક્ષણમાં હું લખી નાંખું ગઝલ,
પણ કલમ જો કોઈ પકડાવે કદીક !
ડૉ. વિવેક મનહર ટેલર
-
paankhar pan parN ne parne kadeek…….wahwah…….
maanine tamara gazal ni sangat
shwash ma amara aave chhey rangat..
keep it up….. -
You are too good poet I must say. Keep it up. Once you will reach sky.
God bless youNeela
-
oye guru tusi chha gaye ho…….tumari kavita me vo bat hai jo dil ko chhu gai…..janah na pohnche ravi vanha pohnche kavi
jio badsho
-
WAH DOCTOR WAH…
GANAMA MANSO DOCTOR HOI CHHE…..
….PAN BAHU OCHHA DOCTOR MANAS HOI CHHE….
KEEP IT UP
Anand kamdar
New Jersey -
Saheb,
You very well to capture the finest things in terms of words and snapshots too…
sabdo ne hadtaal par utari ne pan ghanu badhu kahi javo chho!!!!શબ્દ પણ હડતાળ પર ઉતરે કદીક,
હક્ક એનો એ જતાવે છે કદીક.તું મળે ત્યાં જીભ ચોંટે તાળવે,
આ અવાચક્તા ય તો બોલે કદીક.ડાળ વાસંતી ક્ષણોની રાહમાં,
પાનખર પણ પર્ણને પરણે કદીક. -
મારા ઘરના ટહુકામાં ઊઘાડ આવે છે
જીવનમાં તું હોય જો સાથ કદીક
મીના
-
wah wah ……….bahu oocha doctor manas hoye che…..
manas hovano tamne malyo che khitaab,have to rakho panu khullu jeendgi bani che kitab….
Laage raho vivekbhai….. -
1st two lines are very good.”..
..Shabd pan haqq jatave ano…” -
ડાળ વાસંતી ક્ષણોની રાહમાં,
પાનખર પણ પર્ણને પરણે કદીક
beautiful thought!!!
ichha to sau koine hoi to pachhi pankhar ni iccha pan tamara vicharo ane sabdo maa kandaraya vagar ni kevi rite rahi jai!!!! -
ડાળ વાસંતી ક્ષણોની રાહમાં,
પાનખર પણ પર્ણને પરણે કદીક.ઉપરનો શે’ર ગમ્યો તમે ખુબ આગળ વઘો


16 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/90/trackback