એક લીટીની રંગોળી…

(દિપાવલી…                      …ઑક્ટોબર-2006)

હું તને લઉં શ્વાસમાં ઊંડે અને મૃત્યુ મળે,
આખું જીવન જીવી લઉં હું ફક્ત એ એક જ પળે;
કેદ આજીવન રહે તું એ રીતે મારી ભીતર,
હું ના રહું તો શી રીતે ઉચ્છ્ વાસ પાછો નીકળે?

સૌ મિત્રોને દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ… ગુજરાતી બ્લૉગજગતમાં દસ મહિના પહેલા જોડાયો ત્યારે માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલા બ્લૉગ અસ્તિત્વમાં હતા. આજે મારા બ્લૉગ પર આશરે ૬૨ ગુજરાતી વેબ-સાઈટ્સ, બ્લૉગ્સ અને ઈ-સામયિકોની સારણી ઉપલબ્ધ છે. કોઈ મિત્રના બ્લૉગનો ઉલ્લેખ રહી ગયો હોય તો મને જરૂરથી જાણ કરે…ગુજરાતી સાહિત્યના રંગોનો ગુલાલ વિશ્વભરમાં રેલાવતા રહેવાની આ એકલદોકલ ઝંખના આજે એક કારવાંના સ્વરૂપે મ્હોરી છે ત્યારે નવા વર્ષે એક જ લીટીની રંગોળી પૂરીશ:

“નવું વરસ, વીતે સહુનું સરસ !”

વિવેક મનહર ટેલર

 1. Dinesh O. Shah, Ph.D.’s avatar

  Dear Vivekbhai,

  This poem and the painting are truly exceptional ! You really write excellent poems with unique themes. I enjoyed every line of it.
  With best wishes and many thanks,

  Dinesh O. shah

  Reply

 2. Brijesh Chauhan (brijesh.dream@yahoo.com)’s avatar

  Hello…

  Nice to see your Gujarati Blog…

  I became somehow emotional while reading your poems, they are really touching.

  It let me to my native country, a small part of Gujarat, in Saurashtra. Being in US at Diwali time is really BAD days, but thanks to your poem, I could imagine my oldy days with it.

  Regards,
  Brijesh

  Reply

 3. ઊર્મિસાગર’s avatar

  પ્રિય વિવેકભાઇ, સાલ મુબારક!

  નૂતન વર્ષની ખૂબ ખૂબ મંગલ અને શુભ કામનાઓ… તમને અને તમારા પરિવારને.

  આ નવા વર્ષમાં તમારી વધુ ને વધુ ગઝલો માણવા મળે અને એમાંથી આ વિદ્યાર્થીનીને ઘણું નવું નવું જાણવા અને શિખવા મળે એવી શુભ-માંગણી કરવાનું રોકી શકતી નથી!… બાકી, બીજું ‘હું તો ન માગું!’ (વાંચો, ‘ઊર્મિનો સાગર’ પર)

  ઇતિ શુભમ્ !

  Reply

 4. અમિત પિસાવાડિયા’s avatar

  શ્રી વિવેકભાઇ તથા આપના કુટુંબીજનો ને
  વિક્રમ સંવત 2063 ના નૂતન વર્ષાભિનંદન ,
  સાલ મુબારક.

  નૂતન વર્ષ આપ સર્વે માટે મંગલમય રહે એ જ અભ્યર્થના.

  Reply

 5. Nikunj Jani’s avatar

  પ્રિય વિવેકભાઇ, સાલ મુબારક.

  We wish you & your family a very HAPPY NEW YEAR. Hope the New Year brings lot of happiness & success to you & family’s life.

  I again would like to congratulate you for the perfect Heading to your each and every poem. It’s so wonderful to read – “El Leetini Rangoli…” Please keep spreading the light of your beautiful thoughts to the each & every hearts of people.

  With best wishes & lot of thanks,

  Nikunj

  Reply

 6. Jayshree’s avatar

  એક લીટીની રંગોળીમાં તમે તો જાણે બધાજ રંગ સમાવી લીધા. કોઇ રંગ ઓછો પડતો હોય એવું લાગતું નથી.

  ફરીથી એક વાર.. સાલ મુબારક. !!

  Reply

 7. Jaydeep’s avatar

  પ્રિય વિવેકભાઈ,

  આપને અને પરિવારને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.

  -જયદીપ.

  Reply

 8. radhika’s avatar

  પ્રિય વિવેકભાઇ, સાલ મુબારક.

  સુજ્ઞ સ્નેહી શ્રી,

  આપને તથા આપના સર્વે કુટુમ્બીજનો ને દિપાવલી તેમજ નવા વરસ ની ખુબ ખુબ શુભ-કામનાઓ…આવનારુ સવંત ૨૦૬૩ નુ નવુ વર્ષ આપને તથા આપના સર્વે કુટુમ્બીજનો ને ધન-ધાન્ય તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ લાભપ્રદ રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના અને આપ નવા વર્ષ મા ઉતરોતર પ્રગતિ કરો તેવી અંતર ની અભ્યર્થના

  *****

  એક લીટીની રંગોળીં …. a colorful presentation in just few lines

  Reply

 9. sana’s avatar

  Very nice photo of ‘chakardi’
  I think you have very good art and skill of capturing special moments and words..

  Reply

 10. rekha’s avatar

  બહુ ઉંડાણની અનુભૂતિ વિવેકભાઈ.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *