(પવિત્ર ક્ષિપ્રાનદીના કિનારે એક સંધ્યા… …ઉજ્જૈન, નવેમ્બર-2005)
વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.
નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.
સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.
તને શું ? ધારે ત્યારે ધારે ત્યાં ધરતી મળી રહેશે,
નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.
નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.
જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;
કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.
કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.
ભલે ને તું નહી આવે કદી જગ તારું છોડીને,
કદી તારાથી શું કરશે કિનારો, ત્રીજો કિનારો ?
કદી તારાથી શું કરશે કિનારો, ત્રીજો કિનારો ?
મને ધારણ કરી શક્તાં નથી તો શાને પકડો છો ?
છું એક ઉપવસ્ત્ર સમ, ડિલથી ઉતારો ત્રીજો કિનારો.
છું એક ઉપવસ્ત્ર સમ, ડિલથી ઉતારો ત્રીજો કિનારો.
નગરના દ્વારે હાથી માળા લઈ આવે એ આશામાં,
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.
જીવનના પટ ઉપર રેતાયેલાં બે પગલાં પામીને
કદી પણ પામશે શું હાશકારો ત્રીજો કિનારો ?
કદી પણ પામશે શું હાશકારો ત્રીજો કિનારો ?
ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,
નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.
નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.
- વિવેક મનહર ટેલર
31 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/84/trackback/
October 12, 2006 at 4:30 am
manvant
ઓ ભાઇલા! કૈંક સમજાય એવું તો લખો !
કયો કે શાનો કિનારો શોધવા નીકળ્યા છો ?
October 12, 2006 at 8:37 am
ધવલ
વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.
નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.
-સરસ, ત્રીજા કિનારાની પરિકલ્પના જ આગવી છે.
October 12, 2006 at 8:54 pm
BharatPandya
T
October 12, 2006 at 10:17 pm
અજય પટેલ.
તને શું ? ધારે ત્યારે ધારે ત્યાં ધરતી મળી રહેશે,
નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.
વિવેક્ભાઇ, ખરેખર અદભુત કલ્પના કરી ને “બીચારા” ત્રીજા કિનારાની મનોવ્યથા વ્યકત કરી છે.
એક ખુબ જ સરસ અને પ્રસંશનીય રચના. ખુબ ખુબ અભિનંદન ડૉ. વિવેક.
October 13, 2006 at 2:49 am
Suresh
સાવ નવો નક્કોર વિચાર ! થોડી મથામણ પછી ત્રીજો કિનારો સમજાયો, પણ તે શેનું પ્રતિક છે તે તો હજી મગજમાં નથી ઉતર્યું.
October 13, 2006 at 7:26 am
Jayshree
Doctor saaheb…
aatalu dardilu kem lakho chho ?
yarr tame radavi desho…
October 13, 2006 at 9:47 am
Anonymous
bhaila
awi kavita /gazal no kai arth karo bej kinara hoi
triao kinaro vichari j kevi rite sako
trijo kinaro kya ya nathi khota kalpanana ghoda dodavvathi su labh.loko nre ek ke be kinaray nathi malta ane tame triaja kinara mate wato karo chhoo
gazal,kavita hamrsha lokone upyogi bane
enuj nama gazal
ramjibhai
October 13, 2006 at 10:28 am
Jayshree
રામજીભાઇ,
એક ઘણી જાણીતી કહેવત છે ગુજરાતીમાં, પણ લાગે છે તમે નથી સાભળી.
‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ.’
જયાં લાગણીની વાત હોય ત્યાં બુધ્ધિની કોઇ જરૂર નથી. વર્ષોથી કવિઓ રૂપાળા ચહેરાને ‘ચાંદ જેવું મુખડુ’ કહે છે, ત્યારે કોઇ એમ નથી કહેતુ કે ચાંદ પર તો ધૂળ સિવાય કંઇ નથી.
October 13, 2006 at 10:31 am
naitik
How r Dr?
Nadi ne k pani ne bhandhavani kalpna na karso. koshish manas ni prakruti che. nadi, pani ne pranam karo ane thodu prasad rupe eni pilo. baki to nadi to vahevani j che jo ene potani karso k rokso to pan e kayam rokai ne i mean tamari thai ne puri jindgi tamari thai ne revani nathi. jyare pan ene thodo chance malse k taran te ena vahevana nature par avi jase.
October 13, 2006 at 11:50 am
nilam doshi
નગરના દ્વારે હથી માળા લઇ આવે એ આશામાં
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.
કલ્પના ખૂબ ગમી.નજર સામે સૂંઢમાં માળા લઇ ને ઉભેલ હાથીનું ચિત્ર તરવરી રહ્યું.
http://paramujas.wordpres.com
October 13, 2006 at 11:54 am
Vishal Ahir
Simply Superb doctor,
i know everyone can’t understand the thing you written.
i just want to tell you that ….
KEEP IT UP.
Jay Shree Krishna.
October 13, 2006 at 12:52 pm
komal
રામ રામ રામજીભાઇ,
i m agree with Jayshree…
અને આપ ડો. સાહેબને કહો છો કે કલ્પના ના ઘોડા દોડાવવાથી શુ લાભ ?????
તો મને લાગે છે કે તમે account ના અને account મા જ જીવનાર વ્યક્તી હશો
કારણકે કાવ્ય જગતમા અને કવી ર્હદયમા કયારેય નફા નુકસાનની ગણતરી ન હોઇ શકે
શબ્દોને શ્ર્વાસ માની શ્વાસવા માટે નફા ટોટા ને ત્રીજો કિનારો, બનાવવો પડે
“”"”"
નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.
ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,
નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.
“”"”"”
October 13, 2006 at 3:20 pm
Suresh
ખૂબ ખૂબ આભાર, વિવેક!
નદી એ ચિર વિરહિણી કુમારી કન્યાનું પ્રતીક છે, તે જાણ્યું ત્યારે જ આ કવિતા બરાબર સમજાઇ.
મને માફ કરજે પ્રશ્ન કરવા માટે. તેં તો આ કોનું રૂપક છે તે શિર્ષકમાં જણાવેલું જ હતું. પણ કવિતા વાંચવાની અને સમજવાની પળોજણમાં શિર્ષક જ ભૂલી જવાયું !!
October 13, 2006 at 4:27 pm
Anonymous
Still I can not read your Gazal.Will you please contact me on 9898550137 or see my PC pearsonly what is the mistake there?=Mukund Desai, 1 A , Sai Ashish Society, Near Bhatar Char Rasta Cannel,Bhatar-University Road,Surat -395017.
October 13, 2006 at 6:10 pm
Rajeshwari Shukla
વિવેકભાઈ,
સૌ પ્રથમ મને તમારા તો મિત્ર માન્યા બદલ આભાર. આપની આ રચના ખૂબ જ ગમી…ઘણી ગહેરી છે પણ જ્યારે પમાય ત્યારે ધન્ય થઈ જવાય તેવી..આમ પણ ગઝલને એક અર્થ “તીર વાગેલા હરણની ચીસ” એવો પણ થાય છે ને?…હાર્દિક ધન્યવાદ..
October 13, 2006 at 7:34 pm
Shah Pravinchandra Kasturchand
saras,bahu j saras.
God bless you.
Shah Pravinchandra Kasturchand
October 13, 2006 at 11:27 pm
Siddharth
વિવેક,
યાર, ખરૂ વિચારો છો. કેટલી વાર કવિતા વાંચી અને દરેક વખતે કઈક નવો અર્થ નીકળે છે.
સરસ કલ્પના,
સિદ્ધાર્થ
October 14, 2006 at 1:04 am
Anonymous
aataki badhi arth hin rachna vichro ane bhavana abhvykati ma unap chhe ghani badhi
October 14, 2006 at 2:47 am
manvant
રામજીભાઈ અને જયશ્રીબહેન માટે ઉમેરો ;
જ્યાં ન પહોંચે રવિ..ત્યાં પહોંચે કવિ;
જ્યાં ન પહોંચે કવિ..ત્યાં પહોંચે અનુભવી..
વિવેકભાઈ !કાવ્ય રસાસ્વાદ કરાવી શકો ?.અભાર.
October 14, 2006 at 9:25 am
Anonymous
bapu bole to jakk…a…s
kya kalpana hai, kya soch hai , me bhi tisare kinare ki khoj me hu mile to bolna kyo ki nadi bhi paresan hai ke ye kya chij hai.
October 14, 2006 at 1:08 pm
Neela Kadakia
તમે જ આવો ત્રીજો કિનરો શોધી શકો ડૉક્ટરસાહેબ
October 14, 2006 at 1:28 pm
siddhi
greatttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt
October 14, 2006 at 5:28 pm
Nav-Sudarshak
Your creation is getting richer … I am happy to watch your progress… You still have the untouched potential to explore the inner cores! Keep it up! The best from Vivek Tailor is yet to come, but soon … so soon! … Harish Dave Ahmedabad
October 15, 2006 at 2:55 am
Anonymous
Trijo kinaro?????
વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.
નગરના દ્વારે હથી માળા લઇ આવે એ આશામાં
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો!!
everytime i read i think of different meaning but better u explain the same u meant.
October 15, 2006 at 10:12 am
Anonymous
મિત્ર વિવેક,
સામન્ય રીતે કહેવાય કે વેદનાને અનુભવી શકાય બતાવી ન શકાય પણ તું શબ્દો દ્વારા સ્પર્શ કરી જાણે છે ને પ્રગટ પણ કરી જાણે છે.
મીના
October 15, 2006 at 10:50 am
vishal sheth
i m 20 years old n i luv reading gujarati gazals..
plz plz koi mane kaho ke dr. tailor trijo kinaro pratik konaa maate vaapare chhe..
either leave your comment here or mail me at imvishal86@yahoo.com
vishal sheth
baroda
October 17, 2006 at 12:02 am
Gujarati-kavitaa
વિવેક ભાઈ,
આવી મૌલિક ગઝલ માટે આપનો આભાર ,
હું પણ ત્રીજા કિનારાને પામવાની કોશિશ કરું છું….
કાં સતત તરતો રહે ત્રીજો કિનારો?
ક્યાંક તો મળતો રહે ત્રીજો કિનારો.
મુજને હું શોધું સતત , ના-મુજને મળતો,
મુજને તો છળતો રહે ત્રીજો કિનારો….
ભવ-ભમળમાં ડૂબવાની હો ઘડી કો’,
માર્ગ કો’ ધરતો રહે ત્રીજો કિનારો.
જડ બની ચેતન ભલે ફરતો સદાયે!
જડ મહીં ઝરતો રહે ત્રીજો કિનારો..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
October 17, 2006 at 1:53 am
sana
“Bhale ne tu nahi ave…”(6th)is just fabolous thought..
I just liked the thought of your ‘Trijo kimaro’ very much.
As such every lines are very good..
After reading this ghazal,i want to ask you one question,
“SU TRIJO KINARO HOI SAKE?”
Aap no aa “Trijo Kinaro” aapni aa ghazal vaachi ne khub khush hase karenke tame aa Trija kinara nu navu ASTHITVA samjavyu.
November 14, 2006 at 2:22 am
ઊર્મિસાગર
ત્રીજો કિનારો પામવા તો નદી જ થવું રહ્યું!
ભલે જળ મહીં ઝર્યા કરે ત્રીજો કિનારો,
કાયમ ભલે ડૂબ્યો રહે ત્રીજો કિનારો,
એક દિ’ અકળાશે તો આવશે બા’ર,
હવા સંગ વાતો કરશે એ ત્રીજો કિનારો.
કહેવાની જરૂર તો હોતી જ નથી કે… સુંદર ગઝલ!
November 14, 2006 at 9:43 pm
અમિત પિસાવાડિયા
જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;
કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.
વાહ !!!
વિવેકભાઇ , ભારે કલ્પન્ હો !!!
અભિનંદન !!!
March 19, 2007 at 11:35 am
sagarika
સર, તમારી ઘણી ગઝલો ખુબ મુશ્કેલી થી સમજાય,(અને અમુક તો હજી નથી સમજાઈ, બોલો) પણ તે નાં સમજાતી હોય તો પણ આપણે સમજાય નહિ ત્યાં સુધી વાંચ્યા કરીએ તેવી હોય છે.બાકી શું થાય કે આપણ ને જે વસ્તુ મુશ્કેલ લાગે તે છોડી દઈએ છીએ,તમારી ગઝલો તો વાંચતા જ રહિએ, ખરેખર ખુબ સરસ લખો છો…