(ગણતરીના કલાકોમાં જે પુલને તાપી નદી ગળી ગઈ…08-08-2006)
અમે ગઝલ તો કોઈ પણ રીતે કહી દઈશું,
કે કોરા કાગળે તુજ નામ, બસ ! લખી દઈશું.
જીવનની વાત તેં છેડી જ છે તો હું શું કહું ?
જે ન્હોતું મારું કદી, કેમ એ કરી દઈશું ?!
છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.
અમારા પ્રાણની સંયુક્તા તો શબદને વરી,
હરણ ન કરશે સમય પર તો એ ત્યજી દઈશું.
સુરતમાં તાપી વહે એમ શબ્દ મારામા,
કિનારા જોડવા પુલ શ્વાસનો કરી દઈશું.
ડૉ. વિવેક મનહર ટેલર

8 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/69/trackback/
August 16, 2006 at 10:05 pm
Dhaval
અમે ગઝલ તો કોઈ પણ રીતે કહી દઈશું,
કે કોરા કાગળે તુજ નામ, બસ ! લખી દઈશું.
સરસ !
August 17, 2006 at 2:41 am
manvant
કિનારા જોડવા પુલ શ્વાસનો કરી દઈશું…
એ શ્વાસે જ આપને શબ્દો લખવા બચાવ્યા ને ?
August 17, 2006 at 11:08 am
radhika
કિનારા જોડવા પુલ શ્વાસનો કરી દઈશું………
nice….
August 18, 2006 at 1:48 am
UrmiSaagar
છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.
સુંદર શબ્દો છે…જેમાં સુરતી-ખુમારી સાફ દેખાય છે!
UrmiSaagar
www.urmi.wordpress.com
August 18, 2006 at 8:16 pm
અમિત
સુરતમાં તાપી વહે એમ શબ્દ મારામાં …
સુંદર રચના .
August 18, 2006 at 10:44 pm
sana
Can you please explain me meaning of 4th para.I did not got meaning of those lines.
August 20, 2006 at 5:57 pm
વિવેક
પ્રિય સનાજી,
ચોથા શેરમાં પૃથ્વીરાજને સંયુક્તાએ સ્વયંવર દરમિયાન પોતાનું અપહરણ કરવા કહેવડાવ્યું હતું એ વાતનો નિર્દેશ છે. જો પૃથ્વીરાજ સમય પર આવીને ઊપાડી ન જાય તો સંયુક્તાએ પ્રાણ ત્યાગી દેવાની ધમકી આપી હતી…
September 26, 2008 at 12:58 pm
SURATI VISHAL,SONSAK
ઘણી ..