આજે વ્હાલા મિત્ર વિવેકનાં જન્મદિવસે એને માટે એક છોટી-સી સરપ્રાઈઝ… એનાં જ આ બ્લોગ પર… એનાં જ શબ્દોનાં શ્વાસ દ્વારા… મેહુલનાં સુરીલા સંગીત અને અમનનાં મધુરા સ્વર દ્વારા… જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે ! એમ તો ટહુકા ઉપર પણ આજે આ જ ગઝલ ટહુકે છે, પરંતુ આ મોતીને ખાસ વિવેકનાં જન્મદિવસ માટે મઢાવ્યું હોઈ એનાં આ ખજાનામાં એની હાજરી પૂરાવવા માટે આજની આ પોસ્ટ મારા અને જયશ્રી તરફથી સસ્નેહ…!
વ્હાલા વિવેક, અહીં તારા બ્લોગ પર ધાડ પાડીને આ ઓડિયો મૂકવા માટે મેં તારી છૂટ નથી લીધી, એવુંયે છેક નથી હોં… બિલકુલ પેલા દલા તરવાડીની જેમ મેં પણ તારા બ્લોગને ઘણીવાર પૂછી જોયું હતું અને દરેક વખતે એણે મને ખુશી ખુશી અંદર ઘૂસવાની પરવાનગી આપી દીધી હતી ! પણ તોયે તારે મને ખિજાવું હોય તો, જા… ખિજાવાની છૂટ છે તને ! 🙂
સસ્નેહ… ઊર્મિ
(આંગળીનાં શ્વાસમાં શબ્દની હવા… ફોટો: વિવેક)
સંગીત: મેહુલ સુરતી
સ્વર: અમન લેખડિયા
[audio:http://urmisaagar.com/saagar/audio/halfgame-VivekTailor.mp3]
અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.
ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.
મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.
નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
– ડૉ. વિવેક મનહર ટેલર
આ ગઝલ ત્રણેક વર્ષ પહેલાં પ્રથમવાર અહીં મૂકી હતી…!
હવે વાતમાં કંઇ મઝા આવી, ઊર્મિ…
ટહુકો પર પોસ્ટ થયેલી ગઝલ આમ તો સરપ્રાઇસ રાખવી હતી, પણ કોઇક કારણોસર વિવેકને ખબર હતી કે આજે ટહુકો પર શું છે… એટલે મારા સરપ્રાઇઝના બલુનમાં તો સોઇ વાગી ગઇ હતી..! પણ હવે આ શબ્દોના શ્વાસમાં ભળેલા સૂરના લય અહીં પણ રેલાવવાની ખરેખર મઝા આવી..!
ફરી એકવાર… જન્મદિન મુબારક હો…!!
તુમ જીઓ હઝારો સાલ… સાલમેં ગઝલે લીખો પચાસ હઝાર..!!
Many happy returns of the day.
શુભમ ભવતુ
સર્વ સુખ તને મલતુ
એ દોસ્ત્.
આવનારા વર્ષોમાં ધારેલુ અને
અણ્ધારેલુ સૌ સુખ તને મળતુ રહે
તેવી પ્રભુને પ્રાર્થના
happy birthday vivek bhai… kharekhar mane to aaje saware indyarocks parthi alert aavi ti tamara janm divas ni… pan ahi aavine joyu..aa tamari mast majani gift joi…
khub saras gift 6 mitro aa… vivek bhai ne je game evi… 🙂
many many happy returns of the day…once again… 🙂
thanks and regards,
Parth.
MANY MANY HAPPY RETURN OF THE DAY.
HAPPY BIRTHDAY.
TODAY YOUR DATE AND TITHI ARE ON SAME DAY RIGHT?
THIS GAZAL CAN NOT PLAY FULL?
Happy birthday and best wishes, Vivekbhai.
I have truly enjoyed and experienced your beautiful literary creations and I know I will continue to do so throughout my life.
Many Many Happy Returns of the days and many more to come.
It is really a nice journey for us with you of gazals & poetry.. in our mother tongue.
Vivek bhai,
Many many Happy Returns of The Day and Happy Birthday to you !!!!
Wish you all the best. May the godess of Vidhya “Devi Sarswati” shower her bless upon you.
Thanks to Urmi also who introduce Vivekbhai’s birthday on the blog.
Warm wishes,
Bhavesh Joshi
Surat
શ્રી વિવેકભાઇ,
સૌ પ્રથમ તો જન્મદિન મુબારક અને જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી આપ ગઝલો લખતા રહો અને અમારા જેવા ગઝલ પ્રેમીઓને રસથાળ પીરસતા રહો એવી મારી અને સૌની શુભેચ્છા.
લી. પ્રફુલ ઠાર
(ઁ(ઁ(ઁ(ઁ(ઁ(ઁ( HAPPY BIRTH DAY SIR )ઁ)ઁ)ઁ)ઁ)ઁ)ઁ)
શબ્દ નથી મળતા અમોને,
મુબારક હો જન્મદિન તમોને.
<<<<<<>>>>>
પ્રતિક મોર
pratiknp@live.com
PARTY HE KYA SIR ????????????????
સૌ પ્રથમ તો જન્મદિન મુબારક,
This is the greatest gift to Vivekbhai. Music, Lyrics and Singing all are great. i am very glad to listen it. Vivekbhai i suggest you to make music album. whenever you make music album please inform us.
Mr. Aman Lekhadia’s voice is great and Mehul surti’s music touch my soul. I first time hear both of them but i realy like it. thanks to them also.
-Bhavesh Joshi
Dear Vivekbhai,
…janma diwas mubarak ho!
Many many Happy Returns from Kenya
Harshad Joshi
hi…….it s nice………surprise.happy birthday vivek bhai…sorry for delay….some thing for you bith day gift.plz give me feed back…
suavno lai ne sath rah ma chalata rahejo…,
umang ne utsah lai manjil pamata rahejo…,
aapi jaishu tamne swash pream thi amara….,
hajaro varsh sudhi aam j ghajal lakhata rahejo….,
ketan patel
શુભેચ્છાઓ…
🙂
જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ..
Many Many Happy returns of the day !
Dear Vivek,
Wonderful.It was so good to listen your meaningful words,in nice melody and equally nice voice.On this important day of your life,we wish you all the happiness .–
“JEEVAM SHARAD SHATAM
NANDAM SHARAD SHATAM
MODAM SHARAD SHATAM
AJITASYAM SHARAD SHATAM
ADINAASYAM SHARAD SHATAM.” (Vedic prayer)
Wish You A Very Very Happy Birthday!!
More Power to You, Your Poetry And your Blog.
Good Luck and God Bless.
Warm Regards
Sana
જન્મદિન મુબારક,
જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ..
શ્રી વિવેકભાઇ,
જન્મદિન મુબારક!
Dear Vivek,
From all of us here is Houston, wishing you a Very Happy Birthday!
Umesh- Raina
Vividha- Janvi
Dear Vivek,
What I meant to say was, From all of us here IN Houston, wishing you a Very Happy Birthday!
Umesh- Raina
Vividha- Janvi
Happy Birthday Vivekbhai…..
Happy Birthday To Vivekbhai.
with regards.
જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ આપને વિવેકભાઇ.
Dear Vivek,
Many Many Happy Returns of the Day!! 🙂 Hope you had a Great B’day 🙂
Shriya-Mitesh
જન્મદિન મુબારક મહારથી!
મધ્હ્યાનના સૂર્યનું ઐશ્વર્ય,પૂનમના ચંદ્રની સર્વાંગ શીતળતા બન્ને સદાકાળ સમતોલ સાંપડે તમને અને સર્વક્ષેત્રે સુખાકારી પ્રાપ્ય હો……
આયુષ્યમાન ભવ
વિવેકભાઈ……
જન્મદીવસ ના ખુબ ખુબ અભીનંદન…
તમારૂ આયુષ્ય અરોગ્યમય,યશદાયિ નિવડે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેછા અને તમારી બધી ઇછાઓ પ્રભુ પુરી કરે તેવિ પ્રાર્થના..
happy birthday.
નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
વાહ !! આ નિશ્ચય ગમ્યો ……!!
જન્મદિનની ફરી ફરીથી શુભેચ્છાઓ……..!!
જય શ્રીકૃષ્ણ વિવેકભાઈ,
આપને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
આપ હંમેશા પ્રગતિ કરતા રહો અને સુંદર રચનાઓ રચતા રહો.
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.
BELATED HAPPY BIRTHDAY
Pingback: સાત સમંદર તરવા ચાલી…..શૂન્ય પાલનપુરી - સુલભ ગુર્જરી
Pingback: સાત સમંદર તરવા ચાલી…..શૂન્ય પાલનપુરી « મન નો વિશ્વાસ
વિવેકભાઈ
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ! તમારી ક્રુતિઓ વાંચીને ઘણી જ પ્રેરણા મળે છે અને ખાસ કરીને વ્યવસાયે તબીબ થઈને તમે આટલી નિયમિતતાથી લખતા રહો છો એ ખૂબ પ્રેરક છે – ખાસ કરીને સમયનુ બહાનુ ધરીને લખવાનુ ટાળતા મારા જેવા લોકો માટે! તમે સમય કાઢીને મારી ગઝલ પર ઈસ્લાહ કરી એ બદલ હ્યદયપુર્વકનો આભાર અને ફરી એકવાર જન્મદિનની શુભકામનાઓ!!!
અમિત
અભિનંદન,શુભચ્છાઓ સાથે આનાથી પણ સુંદર રીતે રજુઆતની અપે…
જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ વિવેકભાઈ,
આમ તો દરેક નવી રચનાઓ અહી મુકો છો ત્યારે દરેક વખતે જન્મતા નવા જ વિવેકને શબ્દોથી અનુભુતિત કરતા આવ્યા છીએ છતા કોઈ એક દિવસને તમારો જન્મદિવસ ગણી શુભેચ્છાઓ આપતા અધુરપ ના રહી જાય તેવી ઇશ્વરને પ્રાર્થના..
Hello Sir,
Belated Happy Birth Day. This time I have wished you on the right time I guess!!! atleast not too early.Tried to find your contact number last night but…. and finally found another way to stay connected….. Like the new composition with audio in it………….
દર્દિ નિ treatment સઅથેઆઆ મજ કવિતઓ લખતા રહ્ઓ.
Best wishes,
Jolly
તારામાં અને મારામાં એજ તો ફરક છે ઓ પ્રિયતમ ! કે તું જ્યારે પાસે હોય છે ત્યારે હું ફક્ત તારી પાસે જ હોઊં છું. ને જ્યારે હું તને મારી પાસે રાખું છું ત્યારે તું અનેક મંદિરોમાં પુજાતો હોય છે !
જુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/
જન્મદિન મુબારક
-હર્ષદ જાંગલા
એટલાન્ટા, યુએસએ
વ્હાલા વીવેકભાઈ,
જન્મદીવસ ના ખુબ ખુબ અભીનંદન…….
ગોવીન્દ મારુ
many many happy poems n lot of happy things returns of ths day,n in d future…!
જન્મ દિન મુબારક
ચાહે તુ આયે ના આયે હમ કરેઁગે ઇન્તજાર
શતમ જીવોશરદઃદાક્તરસાહેબ,
ગઝલ ખુબ સરસ અને મેહુલ નો ભાવ ભીનો કંઠ..ભાઈ ભાઈ….
Many Many Happy returns of The Day
Belated Happy Birth Day…
સાહિત્યક્ષેત્રે આમ જ તમારી જ્યોત ઝળહળતી રહે એવી શુભેચ્છા..
આટલા બધા મિત્રોની આટલી બધી શુભેચ્છા અને શુભાશિષ સામે હું શું કહું?
મેહુલ સુરતીના કર્ણપ્રિય સંગીત, અદભુત સ્વરાંકન અને અમન લેખડિયાના ભીના ભીના કંઠ વડે આ ગઝલ જીવી ઊઠી છે એમ કહું તો અતિશયોક્તિ નથી…
જયશ્રીની સૌમ્ય જિદ્દ અને ઊર્મિની પઠાણી ઉઘરાણી આ સરપ્રાઈઝ મારા આંગણે પ્રથમવાર લઈ આવી છે. અવારનવાર અનેક કૃતિ માટે મિત્રો સતત કહેતા રહેતા હતા કે આ રચના સ્વરબદ્ધ થવી જોઈએ પણ કોઈ રચના સાચેસાચ સ્વરબદ્ધ થાય ત્યારે કેવી અનુભૂતિ થાય છે એ આજે પ્રત્યક્ષ સહુપ્રથમવાર અનુભવી રહ્યો છું… આ લાગણી સાચું કહું તો શબ્દાતીત છે…
મારા બ્લૉગમાં મારી જાણ બહાર ઘૂસીને આ સરપ્રાઈઝ પોસ્ટ મૂકી ઊર્મિ અને જયશ્રી બંનેએ મને સાચે જ સાનંદાશ્ચર્યાન્વિત કર્યો છે…
એક જ દિવસે સાત અલગ અલગ સાઈટ અને બ્લૉગ્સ ઉપર મારી અલગ અલગ કૃતિઓ પ્રકાશિત કરનાર સહુ દોસ્તોના પ્રેમનો સદૈવ ઓશિંગણ રહીશ… સાત રંગોનું આવું ઈન્દ્રધનુષ નસીબ થાય એ મારું બડભાગ્ય નહીં તો બીજું શું?
https://vmtailor.com/archives/333
http://tahuko.com/?p=314
http://urmisaagar.com/saagar/?p=660
http://layastaro.com/?p=1901
http://www.forsv.com/guju/?p=797
http://webmehfil.com/?p=504
http://drmanwish.wordpress.com/2009/03/17/901/
– આ ઉપરાંત અહીં અને આ સાતેય બ્લૉગ ઉપર શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રો, ઈ-મેઈલ દ્વારા, ફોન દ્વારા, sms વડે અને રૂબરૂ મળીને મારા આ દિવસને આનંદના ગુલાલથી રંગી દેનાર સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું…
હૈયું ભરાઈ આવ્યું, છલકી ઊઠ્યાં છે નેણ,
હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે વેણ;
તારો આ પ્રેમ સાંધે, સંબંધ એ રીતે કે
ટુકડો જડ્યો જડે ન, ક્યાંયે જડે ન રેણ.
ડૉ.વિવેકભાઇ,
બધાંને જ પ્રેમ થોડો મળે છે ? આ તો નસીબદારને જ ઉપ્લબ્ધ થાય છે કે જેણે સારા પુણ્ય કર્યા હોય તેને જ પ્રેમ મળે છે. આભાર બદલ આભાર અને બધાના પ્રેમનો ફોટો તમારા હ્યદય રૂપી કોમ્પ્યુટરમાં SAVE કરીને રાખજો.
પ્રફુલ ઠાર.
Dear Vivek,
It only shows what you mean to all of us, your friends! Keep up the good writing!
Regards,
Umesh
Hi Vivek,
SO Sorry to bbbbbbbbbbbbbbb Lated Many happy returns of the day…. May god bless u with n ur dreamz come true…….
Urmi,
This is really very touchy… keep up the good work……..
શ્રી વિવેકભાઇ,
જન્મદીવસ ના ખુબ ખુબ અભીનંદન…….
Pingback: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા
સરસ…….
are vaah……vivekbhai….aa to tena kartay chadiyati che……bahu j sundar rachna…..khub j saras avaj……..
જન્મદીવસ ના ખુબ ખુબ અભીનંદન
Vivekbhai
Happy Birthday
See you soon here in SF Bay area
ડૉ. શ્રી વિવેકની રચના અને સ્વરાંકન સાથે ગાયકની ભાવના સભર ગાયિકી સુંદર છે. આભિનંદન!
જન્મદિવસ મુબારક
Adadhi Ramatmathi Uthvani chhut chhe tane vah Swar Aman bhai no vah saras.
http://www.sugamsangeet.net per mukva sahkar aapsho
તમારો આ અક્બમ ખુબ સરસ છે.
I like very much this site
અડધી રમતથી ઑડિયો સી.ડી.ના કોપીરાઇટ્સ ટહુકો.કોમ પાસે છે… એમનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે…
Pingback: અડધી રમતથી… (એક ઝલક) | ટહુકો.કોમ
this is very touchy writing doctor saheb.,..,..,m loving it.,.,.,stupendous fantabulously fantastic….,.,.,.,
આભાર…