જાનીવાલીપીનારા હતા

OLYMPUS DIGITAL CAMERA
(ઊડતું ઇન્દ્રધનુષ…                         …શબરીધામ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

*

આવનારા હતા ને જનારા હતા,
શ્વાસના બે ઘડીના ઉતારા હતા.

જીવી શકવાનું બાકી હતું દોહ્યલું,
મારનારા હતા, તારનારા હતા.

હું મથામણમાં તરતો રહ્યો આજીવન,
આ સમયના તો લાખો કિનારા હતા.

શીશી ચાલી ભીતર ભરવા પણ જે મળ્યા,
ઢાંકણા કે પછી ઢાંકનારા હતા.

દૃષ્ટિમાં હો છતાં હોય નહિ ક્યાંય પણ,
હાલ મૃગજળ સમા, દોસ્ત મારા હતા.

અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
આજીવન જાનીવાલીપીનારા હતા.

દાદ મળશે ન એ ડરથી કંઈ ના લખ્યું,
શબ્દ એકેક એકે-હજારા હતા.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૦૮)

 1. Dhaval’s avatar

  અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
  આજીવન જાનીવાલીપીનારા હતા.

  સરસ !

  – ‘ધવલ’

  Reply

 2. ઊર્મિ’s avatar

  અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
  આજીવન જાનીવાલીપીનારા હતા.

  જાનીવાલીપીનારા શબ્દનો મજાનો ઉપયોગ કર્યો દોસ્ત…!

  શબ્દ એકેક એકે-હજારા હતા… ક્યા બાત હૈ! 🙂

  Reply

 3. manvant Patel’s avatar

  વાહ ભાઇ ! જાનીવાલીપીનારા !….અમારો ભાગ ?

  તમે મથામણમાઁ તરો છો કે ?

  Reply

 4. Pancham Shukla’s avatar

  અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
  આજીવન જાનીવાલીપીનારા હતા.

  જાનીવાલીપીનારા- બહોત ખૂબ!

  સરસ ગઝલ.

  Reply

 5. pragnaju’s avatar

  અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
  આજીવન જાનીવાલીપીનારા હતા.

  દાદ મળશે ન એ ડરથી કંઈ ના લખ્યું,
  શબ્દ એકેક એકે-હજારા હતા.

  ખૂબ સરસ

  મેઘધનુષમાં ઉપલી રેખા લાલ રંગે દેખાવાનું કારણ ભેજકણ દ્વારા લાલ કિરણો જરા મોટા ખૂણે પરાવર્તન થાય છે, જ્યારે ભૂરા કિરણો સહેજ છીછરા ખૂણે બહાર નીકળે છે. જોનારની આંખમાં જે કિરણો બરાબર સીધ પકડીને સમાય એ જ રંગ તેને દેખાય, એટલે નીચા ભેજકણો જ એ વ્‍યક્તિને ભૂરો રંગ જોતો કરી શકે છે. કિરણોની સીધ હંમેશા અર્ધવર્તુળના કે પૂર્ણવર્તુળના જ હિસ્‍સામાં પકડાતી હોય છે. પરિણામે મેઘધનુષનો આકાર પણ કુદરતી રીતે એ જાતનો બને.
  દ્રુષ્ટિ તેવી સૃષ્ટિ…
  કારણ નયનની નમી…
  જો પ્રદક્ષિણા કરી જોશો તો સફેદ દેખાશે…
  જીવનમાં શાંતીનું પ્રતિક ન જોઈ શકો તો
  છેવટે જે સાતેય રંગોમા રમનારાને
  શાંત થયા
  બાદ
  તો શ્વેત રંગ મળશે જ
  કફનમા…

  Reply

 6. kanti vachhani’s avatar

  દૃષ્ટિમાં હો છતાં હોય નહિ ક્યાંય પણ,
  હાલ મૃગજળ સમા, દોસ્ત મારા હતા.

  વાહ……..સરસ ગઝલ…..મઝા આવી ગઈ…

  Reply

 7. mrunalini’s avatar

  દાદ મળશે ન એ ડરથી કંઈ ના લખ્યું,
  શબ્દ એકેક એકે-હજારા હતા
  ને જ સવા વર્ષે દાદ આપું !
  બાકર બચ્ચું સમજનારા તમે-
  ‘બાકર બચ્ચાં લાખ, લાખે બિચારાં,
  સિંહણબચ્ચું એક, એકે હજારા

  તમારી સાહિત્ય ભક્તીથી એકે હજારા થયા છો…
  અને મઝાની ગઝલના લયમા ભલે લખ્યું
  દૃષ્ટિમાં હો છતાં હોય નહિ ક્યાંય પણ,
  હાલ મૃગજળ સમા, દોસ્ત મારા હતા.
  …હતા
  હવે નથી જ નથી

  Reply

 8. Akbar Lokhandwala’s avatar

  Good one with life philo…..of VIBGYOR…..
  Brahama (White) sun lite passes through our body is prisms like reflection of seven colour VIBGYOR means Visnu and Shiv as Black.
  Brahama white (Generator) Visnu (Operator) multi colour and Shiv Black (Destroyer).
  In swami Vivekand word GOD means…. Generator Operator Destroyer.

  Reply

 9. dr niraj mehta’s avatar

  અન્તિમ બે શેર ખુબજ ગમ્યા

  Reply

 10. સુનીલ શાહ’s avatar

  લાં..બા વિરામ પછી સુંદર ગઝલ વિવેકભાઈ. મેઘધનુષી રંગોના ટૂંકા રૂપનો કાફિયા તરીકે બખૂબી ઉપયોગ ગમ્યો. અને એ શેર પણ અદભુત થયો છે. અભિનંદન મિત્ર.

  Reply

 11. Tejal jani’s avatar

  Mathaman ma tarto rahyo aajivan
  Aa samay na to lakho kinara hata..
  Ante to shwet range suvanu thayu
  Aajivan janivalipinara hata…
  Dad malse na a darthi kai na lakhyu
  Shabd akek ake hajara hata..

  Kabile dad shero..
  Akbarbhai nu arthghatan pan khub gamyu..

  Reply

 12. bhumi’s avatar

  ખુબ સરસ!!!!!!!!!વધરે કઇ લખવાનિ જરુર નથિ બસ આવિ રિતે અમ્રુત રસ પિવદાવતા રેજો……….

  Reply

 13. Harikrishna’s avatar

  Excellent Vivekbhai. Keep it up. All my good wishes

  Reply

 14. Kirtikant Purohit’s avatar

  હું મથામણમાં તરતો રહ્યો આજીવન,
  આ સમયના તો લાખો કિનારા હતા.

  અદભૂત ગઝલ. બધા જ શેર સરસ થયા છે.

  Reply

 15. rachna’s avatar

  ભાઈ વિવેક , આખેી જિન્દગેી મારુ મારુ કર્તા લોકોને આખરે તો ખાલિ હાથ જ જવાનુ હોઇ … એજ રેીતે આખેી ઉમર એ મેઘ્ધનુશ ન રન્ગો માનેી ને આખરે તો સફેદ કફન મા જ સુવાનુ હોઇ અએ રન્ગો નુ મહત્વ સુ ચ્હે એ અનુભવ્યુ તારા શબ્દો વડે. સુન્દેર્… રચના….! જાનેીવાલેીપેીનારા.. શબ્દ થેી શાળા ના દિવસો યાદ કરાવવા બદલ આભાર્…..સરસ ગઝલ

  Reply

 16. ghanshyam’s avatar

  દાદ મળશે ન એ ડરથી કંઈ ના લખ્યું,
  શબ્દ એકેક એકે-હજારા હતા.

  વિવેક, શબ્દો નવાં ગુંથતાં રહેજો,
  કાવ્યો નવા અમોને આપતાં રહેજો.
  ઘનશ્યામ ના પ્રણામ.

  Reply

 17. sapana’s avatar

  દૃષ્ટિમાં હો છતાં હોય નહિ ક્યાંય પણ,
  હાલ મૃગજળ સમા, દોસ્ત મારા હતા.

  સાચી વાત્.

  સપના

  Reply

 18. sapana’s avatar

  વિવેકભાઈ,
  જાનીવાલીપીનારા નો અર્થ શું થાય છે?

  સપના

  Reply

 19. ઊર્મિ’s avatar

  પ્રિય સપનાબેન,

  જાનીવાલીપીનારા એટલે મેઘધનુષનાં રંગો… ક્રમ પ્રમાણે.
  જા એટલે જાંબલી
  ની એટલે નીલો (ભૂરો)
  વા એટલે વાદળી
  લી એટલે લીલો
  પી એટલે પીળો
  ના એટલે નારંગી
  રા એટલે રાતો (લાલ)

  જાનીવાલીપીનારા શબ્દ નાનપણમાં ગુજરાતી શાળામાં મેઘધનુષ્યનાં રંગો ક્રમ પ્રમાણે યાદ રાખવા માટે વિદ્યાર્થીઓને લગભગ ગોખાવવામાં આવતો… એ શબ્દ યાદ રહી જતો એટલે પરીક્ષામાં મેઘધનુષનાં રંગો વિશે પૂછાતા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો એ રમત વાત થઈ જતી. 🙂

  Reply

 20. ghanshyam vaghasiya’s avatar

  વિવેકભાઇ,

  અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
  આજીવન જાનીવાલીપીનારા હતા.
  ઘનશ્યામ વઘાસિયા

  Reply

 21. ghanshyam’s avatar

  નિલમબહેન,
  આપના “સંબંધ સેતુ” ના શીર્ષક નામનુ પુસ્તક પ્રગટ કરો ત્યારે અચુક જણાવજો,
  ઘનશ્યામ વઘાસિયા,સુરત.
  મારું ઇ-મેઇલ ;
  ghanshyam_69@rediffmail.com

  Reply

 22. દક્ષેશ’s avatar

  હું મથામણમાં તરતો રહ્યો આજીવન,
  આ સમયના તો લાખો કિનારા હતા.

  લાખો કિનારા છતાં તરવું પડે – એ વિવશતા ગઝલમાં ડોકાય છે.
  જાનીવાલીપીનારા ઘણાં વરસે ફરી તાજું થયું.
  સુંદર ગઝલ.

  Reply

 23. Tejas Shah’s avatar

  વાહ! સરસ ગઝલ. અદભૂત!

  Reply

 24. ભાવના શુક્લ’s avatar

  બ્લેકહોલ ની માફક આ રંગો પણ શ્વેત રંગ માથી છુટા પડે, જીવનના તાણે વાણે વણાય અને અંતે શ્વેત રંગમાજ વિલિન થઈ જાય… આટલુ નર્યુ સત્યને ગઝલનુ સુંદર શબ્દ શરીર.

  Reply

 25. Dilip Ghaswala’s avatar

  VIVEK BHAI… vibgyor….adbhut phrase u have used..in your gazal..congratulation…dilip ghaswala

  Reply

 26. Harnish Jani’s avatar

  સાયન્સની દ્રશ્ટિએ શ્વેત રઁગમાઁ જાનેીવાલી પીનારા સમાયલા છે.

  Reply

 27. P Shah’s avatar

  વાહ વિવેકભાઈ
  સુંદર રચના !
  જાનીવાલીપીનારા શબ્દપ્રયોગ ખૂબ ગમ્યો
  આપના કવિકર્મને દાદ આપવી પડશે
  અભિનંદન !

  Reply

 28. નટવર મહેતા’s avatar

  અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
  આજીવન જાનીવાલીપીનારા હતા.

  શાકી તો પીવડાવતી રહી જામથી
  અમો તો આંખોથી પીનારા હતા

  આંખો ઢળેલ રહી તારી સનમ
  એમાં ય ઘણા છુપા ઈશારા હતા.

  લો, આ તો હું આમ કવિ થઈ ગયો
  બાકી અમો તો બસ વાંચનારા હતા.

  Reply

 29. Abhijeet Pandya’s avatar

  સુંદ્ર ર્ચ્ના.

  Reply

 30. Dr Nishith Dhruv’s avatar

  सूर्यना रथने सात अश्वो हांके छे – सूर्य-किरण त्रिपार्श्वमांथी पसार थतां जानीवालीपीनारा ए सात रङ्गोमां फंटाई जाय छे. पृथक्-पणामां पण रहेला एकम् अद्वितीयम् तत्त्वने पारखीए तो श्वेत रङ्गमां सूवानुं थाय छतां प्रकाश लाधे – मृगजळनो मर्म समजाय अने सहस्र शब्दो छतां शब्दोने अतिक्रमती प्रशान्त प्रगल्भ ब्राह्मी स्थिति प्राप्त थाय. विवेके सुन्दर शब्दोमां आ स्थितिनो सङ्केत आप्यो छे.

  Reply

 31. Bhjarat Pabdya’s avatar

  “જાનીવાલી” પીનારા વાંચી “કાનાભાગુસબા” યાદ આવી ગયું. જીંદગિભર

  જુદા જુદા રણ્ગો માણીયે પણ છેલ્લેતો સફેદ રંગ ઓઢીનેજ સુવાનુ

  વાહ !

  ભરત પન્ડ્યા,

  Reply

 32. DR.MAULIK SHAH’s avatar

  રચનાનો અંત એક અસર કરી ગયો. સુંદરતમ …

  Reply

 33. sapana’s avatar

  વિવેકભાઈ,

  ઊર્મિએ મને જાનીવાલીપીનારા નો અર્થ સમજાવ્યો.અને તમારો શે’ર મને સમજાયો.અતિ અર્થપૂર્ણ.
  અને હા ઊર્મિ અમે એવીરીતે મેઘધનૂષનાં રંગ નહોતા યાદ રાખ્યાં.કદાચ એટલે અમે ઠોઠડા રહી ગયાં.કે પછી વધારે હોંશિયાર કે જાનીવાલીપીનારા કરવાની જરુર ના પડી! ઃ)!આભાર અર્થઘટન માટે.
  સપના

  Reply

 34. indravadan vyas’s avatar

  ફાંકડું કાવ્ય.જીવનની સપ્તરંગી રમ્યતા અને અંતે પરમ તત્વ સાથે એકરૂપ્ થવાની તૈયારી રૂપે શ્વેત્ વસ્ત્રમાં કાયા લપેટાવાની છે તે વાત ની સમઝદારી અને સભાનતા આવકારદાયક છે.ડૉ.વિવેક્ને અભિનંદન.
  પગ્નાજુ,મ્રુણાલિની,અકબર લોખંડવાલાના અને ડૉ.ધ્રુવ ના પ્રતિભાવોએ ગઝલનો સરસ રસાસ્વાદ કરાવ્યો.કાવ્ય એક્વાર વાચકો માટે પિરસાય પછી વાચકો કાવ્યના મધ્યવર્તી વિચારને છેડ્યા વગર અલગ અલગ રીતે માણે તે સામે કવિને કદી ફરીયાદ હોય ખરી? એક વિચાર આવ્યો તેથી આ પુછ્યૂં.
  આ પંક્તિઓ ચોટ્દાર લાગી.

  અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
  આજીવન જાનીવાલીપીનારા હતા.

  દાદ મળશે ન એ ડરથી કંઈ ના લખ્યું,
  શબ્દ એકેક એકે-હજારા હતા.

  આફ્રીન ! !

  Reply

 35. sudhir patel’s avatar

  સુંદર ગઝલ! બધાં જ શે’ર ગમ્યાં.
  સુધીર પટેલ.

  Reply

 36. મીના છેડા’s avatar

  ખૂબ સરસ

  Reply

 37. Neela’s avatar

  સુંદર રચના

  Reply

 38. Rajesh K. Parmar’s avatar

  બહુજ સરસ ગજલ લખિ એ, વિવેકભાઈ મે મારી જિદગી મા મેઘ્ધનુશ ના સાતો કલર મારી નીલ ના લીધે જોઆ છે અને હવે તે મારા જિવન માથી જતી રહી છે મને હવે સફેદ કલર નીજ રાહ છે.
  જીવન શુ છે તારા વગર, એક ખાલી ખોળીયુ, પડીયુ છે નનામી વગર.

  Reply

 39. પ્રફુલ ઠાર’s avatar

  ડૉ.શ્રી વિવેકભાઇ.
  હું મથામણમાં તરતો રહ્યો આજીવન,
  આ સમયના તો લાખો કિનારા હતા.
  જો કે આખી જ રચના સુંદર છે. અને ખરેખર માનવીને લાખો કિનારા હોવા છતાં મથામણોમાં જ તરતો રહે છે.
  લી.પ્રફુલ ઠાર

  Reply

 40. KAVI’s avatar

  આખિ ગઝલ ખૂબ સરસ અને નાવીન્યવાળી છે.

  Reply

 41. Gaurang Thaker’s avatar

  વાહ બહુ સરસ ગઝલ…ક્યા બાત…

  Reply

 42. DR.MANOJ L. JOSHI (JAMNAGAR)’s avatar

  વાહ….વિવેકભાઈ…..ખુબ સરસ….”શબ્દ-સૃષ્ટિ”(સપ્ટેમ્બર-૦૯) ની રચના માટે પણ ફરીથી અભિનંદન….

  Reply

 43. paresh balar  johnson & johnson ltd’s avatar

  so nice

  Reply

 44. kishore shah’s avatar

  દ્રુસ્તિ મ હોવ ચ્હ ત હોય નહિ ક્યય પન્ હલ મ્રુગ્જલ સમ,દોસ્ત મર હત.
  આજ્કલ દોસ્તો મ્રુગ્જલ જેવ જ હોય ચ્હે.

  Reply

 45. mahesh dalal’s avatar

  બધા એ ખુબ ખુબ લખ્યુ.. બાકિ તો અભિનન્દન રહ્યા.

  Reply

 46. Prabhulal Tataria

  શ્રી વિવેકભાઇ
  ઇન્દ્ર્ધનુષ્યની સરસ રચના વાંચી આનંદ થયો.આપ તો મને મારા બાળપણમાં લઇ ગયા જ્યાં મને આચર્યશ્રી પ્રમોદભાઇ વોરાએ મેઘધનુષ્યના રંગોને યાદ રાખવા માટે આ શબ્દપ્રયોગ શીખવાડેલ હતો.”જાનીવાલીપીનારા”

  Reply

 47. kanchankumari parmar’s avatar

  સ્વેત ર્ંગ જ ;જાનિવાલિપિનારા; ઝિલિ શકે છે;બિજા બધા ભેગા થઈ ને જિવન મા ભાત ભાત ના ર્ંગ ભેળવિ નાખે…….

  Reply

 48. dr firdosh dekhaiya’s avatar

  આખી ગઝલ અફલાતૂન.

  Reply

 49. DINESH J. GOGARI’s avatar

  MEGHDHANUSH NAA RANGO NE RAAG MA SWARMA SUNDER SAMBHDAAY CHHE.

  Reply

 50. Sagar Maru’s avatar

  બહુ જ હ્રદય સ્પર્શિ લગ્યુ.
  આવનારા આવી ગયા ને જાનારા વયા ગ્યા,
  બસ રહી ગય તો મત્ર એમની યાદ..

  Reply

 51. મીના છેડા’s avatar

  જીવી શકવાનું બાકી હતું દોહ્યલું,
  મારનારા હતા, તારનારા હતા……………….

  સાંભળતાં સાંભળતા ફરી અહીં આવવું ગમ્યું…

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *