નાળવિચ્છેદ

Female Cuckoo
(નર કોકિલ….                                                   …….૧૫-૦૪-૨૦૦૯)
(Asian Koel ~ Eudynamys scolopacea)

રંગે-રૂપે કાગડા જેવી ભાસતી કોયલને ખુલ્લામાં ઝડપવી થોડું કઠિન છે. ટહુકા કાયમ સાંભળવા મળે પરંતુ ૩૮ વર્ષની ઉંમરમાં છેક ગયા વરસે ઉનાળામાં કોયલના સાક્ષાત્ દર્શન નસીબ થયા. દેવબાગ, કર્ણાટકના જંગલમાં ખુબસૂરત કોયલ જોવા મળી (નીચેનો ફોટોગ્રાફ) અને ગઈકાલે મારા ઘર સામેના અમેરિકન કોટન પર નર કોકિલ (ઉપરનો ફોટો) ખુલ્લામાં દૃષ્ટિગોચર થઈ મને કહે, લે ! તારે મારા ફોટા પાડવા હતા ને ! પાડ હવે….

male cuckoo
(માદા કોયલ…..                    …દેવબાગ, કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)

*

ગઈકાલે
ભયંકર ડિપ્રેશનમાં હૉસ્પિટલમાં દાખલ થયેલા કાકા
આજે ખુશખુશાલ હતા.
મારી દવાની આટલી ઝડપી અસર ?
કેમ છો કાકા ?
અરે, શું કહું ડોક્ટરસાહેબ ?
આ કંઈ હૉસ્પિટલ નથી,
આ તો હિલ-સ્ટેશન છે, હિલ-સ્ટેશન !
મેં સ્ટથૉસ્કૉપ બાજુએ મૂક્યું.
અરે સાહેબ !
અહીં હૉર્ન ઓછા સંભળાય છે અને ટહુકા વધુ…
કોયલે તો દિ’ આખામાં એક ઘડીનોય વિરામ લીધો નથી
ચકલીનું ચીં ચીં ને કબૂતરનું ઘૂ ઘૂ તો
ઘણા દહાડે કાન ભરી ભરીને સાંભળ્યું.
અને ખિસકોલીની ચિક્ ચિક્ તો શહેરમાં આવ્યો પછી પહેલીવાર સાંભળી
કાગડા, બુલબુલ, કાબર તો ઠીક,
તમારે ત્યાં તો દરજીડો પણ આવે છે…
અચ્છા ! પેલો ઝીણકી ચકલી જેવો જે આવે છે
એ દરજીડો છે ?
તમે તો કાકા ! એક નવા જ ટહુકાની ઓળખ આપી.
…એમની છાતીને અડાડ્યા વિના જ
મેં સ્ટેથોસ્કૉપ ગળામાં પાછું લટકાવી દીધું.
હું શું બોલું ?
દવા પણ શું આપું ?
તમારી સારવાર તો સમજાઈ ગઈ, કાકા
પણ આખી જિંદગી કંઈ હૉસ્પિટલમાં તો રાખી શકાવાનું નથી ને ?!

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૪-૨૦૦૮)

(ડૉ. નગીન મોદીને સાદર અર્પણ)

56 thoughts on “નાળવિચ્છેદ

 1. સરસ…
  ઘણી વખત ઉપાયો ખબર હોવા છતા થઈ શક્તા નથી..
  ઘણી વખત સિધા સાદા ઉપચારો ખબર જ હોતા નથી.
  મન ને શું જોઇયે છે તે પણ ખબર હોતિ નથી..
  કુદરતી વાતાવરણ આજકાલ બહુ મુશ્કેલી થિ મળે છે.
  સરસ..

 2. કોકિલ પંચમ્ બોલ બોલો….. વસંત પંચમી અને હવે તો વસંત પણ ગઇ પણ અહીં તો વર્ષા ઋતુ સુધી
  ટહુકશે!
  પ્રકૃતિથી દૂર થયેલ હતાશ માનવી ફરી કુદરતી વાતાવરણમા ખીલી ઊઠે છે.
  ખરી વાત છે – તેને ડોક્ટર દવા પણ શું આપે? સરસ!

 3. હું શું બોલું ?
  દવા પણ શું આપું ?
  તમારી સારવાર તો સમજાઈ ગઈ, કાકા
  પણ આખી જિંદગી કંઈ હૉસ્પિટલમાં તો રાખી શકાવાનું નથી ને ?!
  ખૂબ સરસ અછાંદસની આ વાત ન ગમી! અમે દાખલ થઈએ અને…ના ના આવું વિચારાયે નહીં!
  મુંબાઈની એક હોસ્પીટાલમાં આવી સગવડ રાખી છે તે વાત યાદ આવી!
  નાળવિચ્છેદ અંગે ઘણી વાતો યાદ આવી…મારા દાદીમા કહેતા કે આપણા બ્રાહ્મણોમાં દાયણ નાળ વિચ્છેદ ન કરતી તેથી જાતે ખરી ન પડે ત્યાં સુધી મૅલીને નાની માટલીમાં મૂકી બાળક સાથે ફેરવવી પડતી! હવે તો તે અધિકાર પિતાનો ગણાય-જાણે ચાંદીની કાતરથી ઉદઘાટન !
  નાળનું લોહી બેંકમાં સાચવવા માટે ફી આપવી પડે !! અને જે માનતા હોય તે વિચ્છેદ નાળને સૂકવી કોઈ શુકનીયાળ કામે જવાનું હોય તો ટોપીમાં સીવી લઈ જાય…સ્ટૅંપ સેલને લીધે ચગેલો પ્રશ્ન પછી તો ઘણી આશા જગવી જાય છે…
  નાળવિચ્છેદ શબ્દને બદલે-‘ ઊર્વાઋકં ઈવ બંધનાત ‘જેવું સંસ્કારી નામ રાખીએ તો કેમ??

 4. વાહ!
  અનેક વખત સાબિત થયું છે એ, આજે તમારી હોસ્પિટલના માધ્યમે ફરી એકવાર સાબિત થયું કે,મોટાભાગના દર્દીઓ માત્ર સહાનુભૂતિ,સુગમ અભિગમ અને કેટલાક ભૂલાઈ રહેલાં માનવીય મૂલ્યોસભર વ્યવહારથી ચમત્કારિકરીતે સ્વસ્થ થઈ જતાં નોંધાયા છે,દવાઓનો ક્રમ તો ક્યાં…….ય પાછળ આવે.
  ૩૦ વર્ષ જેવો લાં……..બો ગાળો વિતાવ્યો છે મેં આ બધા વચ્ચે,એટલે તમારી આ અછાંદસ કૃતિનું હાર્દ સુપેરે સમજી શકાયું છે.
  સુંદર અને સંવેદનાસભર અભિવ્યક્તિ હંમેશા અભિનંદનની અધિકારી હોય છે.
  -અસ્તુ.

 5. ડૉ.શ્રી વિવેકભાઇ,
  वाह भइ वाह ! खुब कही. મને તમારી રચના વાંચીને મારી પણ કોઇ હોસ્પિટલોની પળોની યાદ આવી ગઇ. ઇશ્ર્વરે તો ઘણું બનાવીને ઘણું આપ્યું છે પણ માનવી તે અનાયાસે જ પૈસા ખર્ચીને માણી શકે છે. આને કહેવાય કુદરતની લીલા.
  લી.પ્રફુલ ઠાર

 6. અરે તમે તો મને બિમાર પડવાનુ લાલચ આપી રહ્યા છો. હવે તો મન થાય કે એક વાર તમારા પક્ષીને મળવા માટે બિમાર થાઊ.

 7. કુદરતી વાતાવરણ આજકાલ બહુ મુશ્કેલી થિ મળે છે.
  સરસ..

 8. બહુજ સરસ આવુ વાતાવરણ માણવા બીમાર પડવાનુ મન થાય

  મિનાઝ્

 9. સરસ..
  પ્રેમ એટ્લે કે તર્જની ના ટેરવે અનુભવેલુ સ્પ્ન્દન
  પ્રેમ એટ્લે કે અદાબીડ ધરતી પર ફેલાયેલા સુકા પાદડા ચાલતી વખતે સમ્ભરાતો પગરવ

  પ્રેમ એટ્લે કે હુફ ના ઓથા હેથળ હક જમાવવા નિ કિનખાબી ચાલ

 10. ડો,વિવેક્ આવતા ઓક્ટોબરમાં એક પથારી મારી આપની હોસ્પિટલમાં રીઝર્વ રાખશો.પંખીઓના ટહુકા થેરપી માટે.હુ ભારત આવુ છું.
  સરસ કવિતા.

 11. મને તો એમ થાય કે હવે આ વાતાવરન જોવ મલ્સે કે નહિરિ આ યુગ આવ્સે કે નહિ ????????????????????????????????????????????????????આવ્સે તેવો અમ્ને વિશ્વાસ હોય જ ને

 12. ઘરમાંથી ગુમ થયેલ ટહુકા હૉસ્પિટલમાં સંભળાયા એ હૉસ્પિટલ અને ડૉકટરને સલામ.

 13. જિવન મા અનુભવા

  તિ સુક્શ્મ વાતોને ખુબજ સુન્દર રિતે કવિતા મા રજુ કરવાનિ આપનિ કલા અતિ સરસ અભિનન્દન હરિલાલ સોનિ અન્જાર

 14. વિવેકભાઇ તમે તો કમાલ છો.
  સરસ
  દિલીપ ચેવલી.

 15. બિમાર કોયલ છુઁ. દાખલ કરશો તમારા દવાખાનામાઁ ?

 16. ખુલ્લામાં દૃષ્ટિગોચર થઈ મને કહે, લે ! તારે મારા ફોટા પાડવા હતા ને ! પાડ હવે….
  GR8 observation and narration !

 17. જય શ્રીકૃષ્ણ વિવેકભાઈ,
  ખુબ સરળ શબ્દોમાં આપે તો ઘણું બધું કહી દીધું. આજના આ સિમેન્ટ કોંક્રીટના જંગલમાં પ્રકૃતિ થી તો જાણે આપણે વિમુખ થઈ મોં જ જાણે ફેરવી લીધું છે અને જ્યારે એ સમ્જાય છે ત્યારે કોઈ દવાની જરૂર રહેતી નથી.

  …એમની છાતીને અડાડ્યા વિના જ
  મેં સ્ટેથોસ્કૉપ ગળામાં પાછું લટકાવી દીધું.
  હું શું બોલું ?
  દવા પણ શું આપું ?
  તમારી સારવાર તો સમજાઈ ગઈ, કાકા
  પણ આખી જિંદગી કંઈ હૉસ્પિટલમાં તો રાખી શકાવાનું નથી ને ?!

  સુંદર રચના.

 18. નર કોકિલ અને માદા કોકિલના રૂપમાં આટલો ફેર હોય એ આ ફોટા જોયા પછી ખબર પડી

  thanks

 19. ચકલીઓ અદ્રશ્ય થઇ ગઇ છે. અમદાવાદ તો સમજ્યા પણ અહીં વિદ્યાનગરમાં પણ જોવા નથી મળતી. થોડાક મહિના પહેલાં ક્યાંક નજરે ચડી હતી તો દિવસો સુધી મનમાં આનંદ ફેલાઇ ગયો હતો. તમારી કવિતાએ ચકલીનું ચીઁ ચીં સંભળાવી દીધું.

 20. પ્રિય કપિલભાઈ,

  ક્યારેક આવી ભૂલ થઈ જાય… નવેમ્બર-2009…. સુધારી લીધું છે…

  આભાર !

 21. પ્રાકૃતિક ચિકિત્સા આને જ કહેવાય , ખરું ને?
  સુંદર રચના.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 22. અહી ન્યુજર્સી માતો ચકલીઓ ક્યા શોધવા જઈએ પણ હા અનેક નવા (આમ તો અમે નવા..) ટહુકાઓ કાને અથડાઈને જ્યારે પાછા ફરી જાય છે……ત્યારે અહી સાઈટ પર દોડી આવીએ છીએ.

 23. આ તો અમને ય માંદા થઈને તારી હોસ્પિટલમાં ભરતી થઈ જવાનું મન થઈ ગયું…! 🙂

 24. સરસ
  તમારી સાઈટ એક સારા ————- ની ગરજ સારે છે ખોવાતી અને ભુલાતી ઘણી વાતો અહીં મળીં આવે ત્યારે આનંદ આવે છે
  (ખાલી જગ્યા એ માટે રાખી છે ઊપમા આપવા લાયક શબ્દ મને ન જડયો.)

 25. Congratulations. It is a sheer delight to see further two birds, descriptions and good poem.

  You, Vivekbhai, have now earned a very fond corner within my mantle.

 26. નર કોકિલ અને માદા કોકિલના રૂપમાં આટલો ફેર હોય તેમ
  મારા ખ્યાલ થી બન્ને નો આવાજ પણ અલગ હોય છે…..

  મે તેને બહુ ધ્યાન થી સાંભળેલ છે.

 27. HI ! NICE TOPIX… LOVLY PRESENTATION… IS THERE A CONDUCTED TOURS 2 WATCH kokils ? NICE DIALOGUE BETWEEN THE kaka & the doctor. congratulations on such a nice presentation !! keep it up

  i have just started to develope a blog po wordpress.com

  all are requested to visit bakuleshdesai@wordpress.com your responses r welcome… thnx

 28. દવા-દુવાની અસર નથી અણજાણી
  ભઈ, ટહુકાની અસર તો આજે જાણી

 29. sme time it is not possible to expressyor feelings in words , you have done through: Koyal” hats off to you please keep it up

 30. ડો. વિવેક્ભાઈ અભિનદન અને કેનેડામા પક્ષીઓ જોવા મળે છે પરન્તુ ઓળખવા માટે તો આપની જ મુલાકાત લેવી જ રહી સમય ફાળવશો ને?????????????? સુરત દિવાળી પછી આવવાનુ વિચારી રહ્યો છુ, શ્રી મનહરભાઈની સ્મ્રુતિઓને યાદ કરીશુ.
  સરસ ફોટોગ્રાફ્સને શબ્દો પણ્ દિલન સ્પર્શિ ગયા, આભાર્………………………

 31. ડો. વીવેકભાઈ,
  સરસ…..
  આપની હિલ-સ્ટેશનરુપી હૉસ્પિટલની મુલાકાત લેવાનું મન છે….

 32. ખરેખર હદય ને સ્પસ્શિઇ ગયુ આ ગેીત તમારુ, કોયલ ના જોજનો દુર્ર ભુત્કઆલમા સમ્ભલેલ સ્વર યાદ આવિ ગયા….સાચુ જ કહ્ય ચે કેત્લક રોગો નિ દવા જ કઐ નવિન હોય ચે……અને કેતલક તબિબ નિ શૈલિજ કૈક નવિન હોય ચે.

 33. સહાનુભૂતિ અને નિસર્ગનો સંસર્ગ કેવો જાદુ કરે છે! ખૂબ સરસ કાવ્ય!

 34. વાહ ,વાહ,-બ્હોત અચ્છે !સરસ ગઝલ તથા સ્વરાંકન.

 35. સરસ વિષયવસ્તુ !!

  “Nature” સાથે naturally અનુસંધાન હોવું જ જોઈએ.

 36. હુંય રૂપાળો, મજાનો રોગ શોધું છું હવે,
  આપને ત્યાં આવવા સંજોગ શોધું છું હવે.

 37. ખૂબ માર્મિક વાત !

  માનસ ચિકિત્સકોએ ખાસ નોંધ લીધી હશે. !
  સમાજશાસ્ત્રીઓ એ નોંધ લીધી હશે.!
  વુધ્ધોએ નોંધ લીધી હશે.!
  પર્યાવરણ શાસ્ત્રીઓ એ નોંધ લીધી હશે.!

  પણ શું મેં નોંધ લીધી અને એક વુક્ષ વાવ્યુ ? શું મેં નોંધ લીધીને પક્ષીને પાણી માટે કુંડુ બાંધ્યુ ?

  પણ બોસ મેં નોંધ લીધી અને નોંધ નોંધાવીને !!!…

 38. પ્રકૃતિ-વિચ્છેદ ખરેખર માનવીને માંદગીના બિછાનામાં ધકેલે છે.

Comments are closed.