શે’ર


(સરકી જાયે પલ…                …બાપ્સા નદી, સાંગલા, હિ.પ્ર. નવે-૨૦૦૭)
(શટરસ્પીડ ૧/૧૦ સેકન્ડ)

*         *         *         *         *


(શટરસ્પીડ ૧/૧૦૦૦ સેકન્ડ)

*

આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

-વિવેક મનહર ટેલર
(૧૦-૦૫-૧૯૯૫)

20 comments

 1. Bhavna Shukla’s avatar

  આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
  રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.
  …………………………………………
  હા ને ગુસ્તાખી માફ પણ દરેક સ્પર્શ ને અર્થ સાથે મન-હૃદય સુધી વહાવી લાવવાનુ કામ તો રક્ત્નુ જ ને ડોક્ટર સાહેબ… આ નક્કરતા નકારવી કેમ… છેટાને બદલે છુટા શબ્દ હોય તો શેર વધુ સત્ય લાગે કદાચ? અથવાતો રક્ત પર દોષનો ટોપલો નહી.

 2. ડૉ.મહેશ રાવલ’s avatar

  બહુ સરસ વાત લાવ્યા છો વિવેકભાઈ !
  પણ,
  ભાવનાબેનની જેમ હું ય -ગુસ્તાખી માફ- કહીને
  મારીવાત કહું તો,
  આ પ્ંક્તિ મને આ રીતે લખવી ગમે કે,
  રક્ત જ્યારે અર્થના વેઢા ગણે
  ટેરવેથી સ્પર્શ સૌ બેઠા થશે!!

 3. vishwadeep’s avatar

  આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
  રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

  જ્યારે કવિ કોઈ શે’ર લખે ત્યારે પોતાની આગવી છટા તેમજ પોતનું આર્થઘટન હોયછે..
  “છેટા” પડાવુઅને “છૂટા” પડવું બન્નેના અર્થ જોઈ તો તદ્દ્ન જૂદા છે..

  આ શેરમાં સુંદર ભાવો વ્યકત થયા છે..

 4. Neela’s avatar

  હું વિશ્વદિપભાઈ સાથે સહમત છું.

 5. Vijaykumar Shah’s avatar

  બહુ સરસ વાત જુના ભંડારોમાં થી લઈ આવ્યા..

  વધુ વેદના અને વ્યથા મારા વિચાર વિસ્તાર વિભાગમાં મુકુ છુ..વાંચશો

 6. Ketan Shah’s avatar

  આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
  રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

  વાહ વિવેકભાઈ, વાહ.

  આફરીન.

 7. pragna’s avatar

  ખુબ જ સુંદર અભિવ્યક્તિ………!

 8. Bimal’s avatar

  સુંદર………

 9. Chirag Patel’s avatar

  નક્કર વાસ્તવીક્તા!

 10. pragnaju’s avatar

  આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
  રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.
  વેદની ભાષામાં “અર્થો હી ખલુ અનર્થસ્ય કારણમ્- ”
  કે કોમ્પ્યુટરની ભાષામાં-
  “ર +્ = Ra + Halant
  ર +્ + થ = ર્થ — as in અર્થ (meaning)
  (Ra + Halant + થ = Reph effect on થ)”
  એ રક્ત- સુક્ષમ રીતે વિચારતા- સ્પર્શ નથી જ કરતું.
  પણ અર્થમાં જ ગુંચવાયલું રહે છે.આંગળી તો શું આખા શરીરને પત થઈ જાય પછી તો વેદનાનો સ્પર્શ પણ આનંદની અનુભૂતિ કરાવે.
  અર્થ મનનો ઈમ્યુનોડેફીશિયન્સી વાયરસ છે.
  તો બીજી તરફ મુફલીસીમાં પણ
  रगोमे दौडते फिरनेकि हम नही कायल
  जब आंख ही से ना टपक़ा तो फिर लहुं क्या है?
  … તે રક્ત જીગરને સ્પર્શે છે.
  પછી તો
  चिपक रहां है बदन पर लहुं से पैराहन
  हमारी जेब को अब हाजत-ए-रफ़ू क्या है?
  પૈજાહનને પણ દોરીનાં પર અવલંબનની –
  હાજતે રફુની જરુર નથી!

 11. Dr.Jagdip Nanavati’s avatar

  સમય વર્તે સાવધાન
  સત્ય પાડ્યું એ વિધાન

  સમય અને લાગણીની સંવેદનશીલતા માત્ર ૧/૧ સેકંડમાં કહી દીધી…
  અ…દ્….ભુ….ત

 12. હરીશ દવે’s avatar

  રસ પડે તેવો શે’ર. બે-ચાર વખત વાંચવાની ઈચ્છા થાય તેવો.

  પણ સાચું કહું? દોસ્ત! મારી નજર ફોટોગ્રાફ્સ પર પણ એમ જ થીજી રહી. બંને ‘ફોટો’ એંલાર્જ કરીને જોયા. શટર સ્પીડના ઉપયોગથી ફોટોગ્રાફીના સૌદર્યમાં અને કાવ્યત્વમાં શો ફરક પડે તે અવલોકવાની મઝા આવી. ઉપરના ફોટામાં સ્થિતિ અને ગતિનો વિરોધાભાસ અદભુત પ્રગટ થાય છે. તે વિચારતાં વિચારતાં અચેતન અને ચેતન તત્વોમાં ખોવાઈ જવાય. અર્થપૂર્ણ, આવશ્યક subjects માટે સુંદર એંગલ પસંદ કરેલો છે. પ્રકાશસંયોજન સુંદર. ઊભરતા રંગો ઘણી સુંદર અસર ઊભી કરે છે.

  અભિનંદન, વિવેકભાઈ! ….. હરીશ દવે અમદાવાદ

 13. Pinki’s avatar

  બહોત ખૂબ……..

  આપની ભાષામાં,
  અમર થવા સર્જાયેલો શે’ર…… !!

 14. Pinki’s avatar

  આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
  રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

  જીંદગી થઈ ગઈ પસાર, સ્પર્શી હૃદયને,
  થોડુંક ઘવાયું , થોડુંક છોલાયું , વળી જૂનાં બે-ત્રણ જખ્મ,
  પણ ધબકે છે…………………. !!

  આ હૃદય ક્યારે આંગળીનાં વેઢે સંબંધના અર્થ ગણવા બેસે?
  દિમાગ થાકી જાય…… બધાં તર્કમાં અનર્થ લાગે અને ત્યારે
  દિલ લોહીલુહાણ થાય અને એ રક્ત આંગળીના વેઢે
  સંબંધનાં અર્થ ગણવા બેસે છે ……….
  અને ત્યારે પ્રિયજનનો સાથ તો સાથ
  હાથનો સ્પર્શ પણ દૂર થઈ જાય છે ……. !!

 15. Chetan Chandulal Framewala’s avatar

  સુંદર…..

  ઢાઈ અક્ષર પ્રેમનાં
  પઢી પઢી પછતાય,
  લક્ષ્મી ગાંઠ ના રહી,
  ગૃહલક્ષ્મી પણ જાય
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 16. Advait Lele’s avatar

  I browsed through your site first time, and spent almost entire day on the same site…You owe me a day, but I must say every word, every sha’er, every ghazal was amazing. I am thankful to you, that the day is not wasted but was enjoyed.

  Though I am not born Gujarati, I love the language and Gujarati Literature, and I must commend you for efforts in resurrecting it.

  I am not sure, which one should I give more credit to, your photography or your literary skills…well, I tried and left my attempts in backyard. Both are good, and like others, I am enjoying every bit of it.

 17. Vinod Dave’s avatar

  તમારો બ્લોગ બહુ ગમ્યો. ખાસ તો ન્યુ યોર્ક રહૅતા રહેતા પણ મારા ગુજરાતથી કોઈનુ લખાણ જોઉ ત્યારે દિલના તાર ઝણઝણી ઊઠે. સરસ
  ગઝલ લખી.

 18. haresh rohit’s avatar

  Aap ni dard ne vyakt krva ni aavdat dil ne ajab rite sparshi jaay chhe,
  jaane ke vyatha ne shabdo nu sharir prapt thai jaay chhe.

 19. hardeep’s avatar

  ખુબ સરસ શેર ચે.

 20. Hasmuks’s avatar

  સહ્જ્ક્ક્જ્જ્ક્ફ્દ્ગ્જ્બ્કફ્દ્ખ્ક્ગ્ન્ક્ન્દ્ફ્ક્ન્ગ્કોવ્ર્ત્ગેઇત્ર્લ્ફ્ળ્ઃદ્સ્,;ફ્વ્,.ન્બ્મ્ઝ્વ્,.બ્ન્મ્,વ્બ્ન્

Comments are now closed.