દ્વાર (સૉનેટ ગઝલ)

P5111695
(જાતની હોડી ને હાથના હલેસાં…              …દાલ સરોવર, મે, ૨૦૧૨)

*

અગાઉ એક ગઝલ સૉનેટનો પ્રયોગ કર્યો હતો. આ વખતે એક સૉનેટ ગઝલ. સૉનેટ ગઝલ એટલા માટે કે આ વખતે સૉનેટના લક્ષણ વધારે છે… આ ફ્યુઝન પોએટ્રી તમને કેવી લાગી એ જણાવજો…

*

(પૃથ્વી)
લગા લલલગા લગા લલલગા લગા ગાલગા

અચાનક થઈ ગઈ છું હું અલોપ, ક્યાં શોધશે ?
બધે જ હું હતી, હવે નથી કશેજ, ક્યાં શોધશે ?
નથી હું અલમારી, ટેબલ, પલંગ, સોફા કશે,
સમસ્ત ઘરના કણેકણ મહીંય ક્યાં શોધશે ?
અડી જવું અજાણતા પ્રથમ વારનું યાદ છે ?
ચૂમી પ્રથમ ને મૂવી પ્રથમ બોલ, ક્યાં શોધશે ?
સરી હતી હું જૂઠું, સ્કુટરની બ્રેક જૂઠી જ તો,
હતી શરમ જૂઠી, સાચું હતું હાસ્ય, ક્યાં શોધશે ?

વસંત ઋતુમાંય બાગ નથી બાગ, તારા પછી,
ફૂલો, તરુવરો બધે પ્રખર આગ તારા પછી.
મકાન ભીતરે શું, બ્હાર શું ? બધે જ છે કંટકો,
ન ખીલું હું, ન ફીટવાનું કમભાગ તારા પછી.

અચાનક તું આવે તો ? સતત દ્વાર ખુલ્લાં રહે,
મહીં ધબકશે કશું અગર દ્વારને તું અડે…

– વિવેક મનહર ટેલર
(૧૬/૧૭-૦૭-૨૦૧૨)

*

P5121873
(સ્વર્ગ…                                              …કાશ્મીર, મે, ૨૦૧૨)

 1. મીના છેડા’s avatar

  સિદ્ધહસ્ત હાથે પ્રયોગ થયા કે પ્રયોગ સિદ્ધતા છે અહીં !!!
  ઉત્તમ સોનેટ ગઝલ

  Reply

 2. harilal soni’s avatar

  સુન્દર અભિવ્યક્તિ

  Reply

 3. Vineshchandra Chhotai’s avatar

  બહુજ સરસ વાતો લૈઈ ને તમો આવો , ને અમો જો ના આભ્રર પ્રકત કરિ યે ;, તો બહુજ ન કામ ……………..ધન્યવદ ;;;;;;;;;;;;આબ્બ્ભ્ર ર ને અભિનદન્

  Reply

 4. ભાવિન બી. ગોપાણી’s avatar

  અચાનક તું આવે તો ? સતત દ્વાર ખુલ્લાં રહે,
  મહીં ધબકશે કશું અગર દ્વારને તું અડે…….વાહ્…..ખુબ સરસ્………

  Reply

 5. PRAGNYA’s avatar

  અચાનક તું આવે તો ? સતત દ્વાર ખુલ્લાં રહે,
  મહીં ધબકશે કશું અગર દ્વારને તું અડે…
  વાહ!!!

  Reply

 6. Rina’s avatar

  Beautiful ……

  Reply

 7. laxmi Dobariya’s avatar

  mane to aa sonet gazal bahu gami…!

  Reply

 8. Deejay’s avatar

  Very Fine.

  Reply

 9. Darshana bhatt’s avatar

  સોનેટ સુન્દર, ગઝલ સુન્દરતર,સોનેટગઝલ સુન્દરતમ.એક – એક શબ્દ હ્રુદયને અડકે …

  Reply

 10. Arvind Babulal Vora’s avatar

  Please publish my e-mail address.

  Arvind Vora.
  Deputy manager( retired)
  State bank Of India.
  Mob. 94268 49718
  Rajkot. ( Gujaret )
  India

  Reply

 11. p. p. mankad’s avatar

  B e e e e a a a a u u u u ti i i i fu u u ul !

  Reply

 12. ધવલ’s avatar

  અચાનક તું આવે તો ? સતત દ્વાર ખુલ્લાં રહે,
  મહીં ધબકશે કશું અગર દ્વારને તું અડે…

  -સરસ !

  Reply

 13. Rekha shukla(Chicago)’s avatar

  હતી શરમ જૂઠી, સાચું હતું હાસ્ય, ક્યાં શોધશે ?
  અચાનક તું આવે તો ? સતત દ્વાર ખુલ્લાં રહે,
  મહીં ધબકશે કશું અગર દ્વારને તું અડે…વાહ વાહ શું મસ્ત લખો છો…આવી ગઝલ શેર કર્યા વગર કેમ રહુ? બધાને લો કરાવુ મજા…

  Reply

 14. kartika desai’s avatar

  જય શ્રેી ક્રિશ્ન,આપનો દિન મન્ગલ હો.
  વાહ! અતિ સુન્દર્…

  Reply

 15. Anil Chavda’s avatar

  પ્રિય્ વિવેકભાઈ

  સોનેટગઝલ લખવાનું ઘણાં વર્ષોથી વિચારતો હ્તો પણ, લખાઈ જ નહીં, તમારી ગઝલમાં હું મારા વિચારને સિદ્ધ થતો જોઉ છું.

  આપની આ સોનેટગઝલની સફર સફળતાપૂર્વક ચાલતી રહે એવી શુભેચ્છા….

  Reply

 16. harilal soni’s avatar

  સુન્દર રચના

  Reply

 17. harilal soni’s avatar

  ભાવના

  Reply

 18. tehzeeb akhtar’s avatar

  ખુબજ સરસ લાગનિઓ વ્યકત….

  Reply

 19. pragnaju’s avatar

  બ ક ઠા પછી પૃથ્વી છંદમા ગઝલ સોનેટ ઘણા ઓછા છે
  તેમા આ અદભૂત પ્રયોગ ખૂબ ગમ્યો.
  માણતા ૧૩ ૧૪મી પંક્તીએ વાહ સહજ થઇ ગયું
  અચાનક તું આવે તો ? સતત દ્વાર ખુલ્લાં રહે,
  મહીં ધબકશે કશું અગર દ્વારને તું અડે…
  યાદ
  રાજેન્દ્ર શુક્લ કહે છે :

  નિષેધ કોઈનો નહિ…
  વિદાય કોઈની નહિ….
  હું શુદ્ધ આવકાર છું,
  અને અજ્ઞાત
  દિલ કી ધડકને યે દે રહી હે સદા
  જા, કોઈ તેરે ઈન્તજાર મેં હૈ……
  જા, ઊઠ બાદે મૈકદા ઓ સાકી
  એક ફરિશ્તા ભી તેરે ઈન્તજાર મેં હૈ

  Reply

 20. Harshad’s avatar

  Dear Vivek,

  This sonet is just not sonet gazal but it is a story and feelings of many hearts
  who lost and now waiting for their loved ones. above all your poems and gazals , this touched me deeply and honestly I sliped down to my old memories from where I left and lost my relations.
  Sipmply to say you awake many sleeping hearts who read this sonet.

  AWSOME!!!!!

  Harshad Cincinnati

  Reply

 21. Devika Dhruva’s avatar

  વિવેકભાઈ, કવિતાને બળ મળે એવી કેટલી કળ રચો છો? શું કહું? આવી આવી રચનાઓ વાંચીને ધન્ય ધન્ય થઈ જવાય છે અને આમાં જ રાચતા રહેવાની ઝંખના બળવત્તર બનતી જાય છે.આ સોનેટ ગઝલ એક નવી દિશા બની મનમાં સરસ ચિત્ર ઉભું કરે છે.

  Reply

 22. K C Jain’s avatar

  આતિ સુન્દેર કાવ્ય. હુ કાવ્યનિ ટેક્નિક થિ અજાન છુ પરન્તુ એનો મર્મ સ્પર્શિ ગયો. અને હા, ગુજરતિમા પહેલિ વાર લખિ રહ્યો છુ તો જોડણિ માફ કર્જો.

  Reply

 23. sapana’s avatar

  વાહ મસ્ત સોનેટ ગઝલ્…નવાં નવાં પ્ર્યોગો કરતા રહો અને પ્રેરણા આપતાં રહો…આમિન્..
  અચાનક તું આવે તો ? સતત દ્વાર ખુલ્લાં રહે,
  મહીં ધબકશે કશું અગર દ્વારને તું અડે…

  Reply

 24. kalpesh’s avatar

  અદ્ભૂત…ખૂબ સરસ…

  Reply

 25. Maheshchandra Naik’s avatar

  સરસ સોનેટ, અભિનદન

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *