![]()
(દિપોત્સવી મુબારક અને નૂતન વર્ષાભિનંદન… …૨૦૦૬)
ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
જાણજો કે વેદના ગાતી મળી.
સગપણોના ઝાંઝવા વેંઢારવા,
રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.
ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.
કેવું મોટું? આવું? - કહીને દેડકી
જ્યાં સુધી ન ફાટી, ફુલાતી મળી.
તું ઊડી ગઈ ને હલી ગઈ આખી ડાળ,
એક કૂંપળ ફૂટી એ કરમાતી મળી.
- વિવેક મનહર ટેલર
(૨૩-૦૮-૨૦૦૭)
છંદવિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગા
(સૌ મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. દિપોત્સવી પ્રવાસના અંતર્ગત આવતા શનિવારે આપ સૌને મળી શકાશે નહીં એ બદલ દિલસોજી. નવું વર્ષ આપ સૌ માટે આરોગ્યપ્રદ અને ખુશહાલ નીવડે એવી મનોકામના.)
28 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/194/trackback/
November 10, 2007 at 1:13 am
ડૉ.મહેશ રાવલ
વાહ વિવેકભાઈ
સગપણોનાં……….છાતી મળી.
એ શૅર બહુ જ વાસ્તવિક લાગ્યો
November 10, 2007 at 2:20 am
SV
ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.
સુંદર
November 10, 2007 at 2:22 am
Shah Pravinchandra Kasturchand
“ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.”
ખરેખરઃ
એક વાત હતી છાનીછપની અફવામાં ઊંચકાઈ ગઈ.
ચઢી ચોતરે, ચબૂતરે,ગોંદરથી ગામમાં ગવાઈ ગઈ.
આપણે આખરે કોણ?કોણ આપણે?
પડછાયા,પ્રતિબિંબ, પડઘા જ કે ?
સરસ ભાવો ખખડાવ્યા છે,વિવેકભાઈ.
November 10, 2007 at 2:24 am
Harnish Jani
વેદના-સુ’દર ગઝલ છે. છેલ્લો શેર બહૂ ગમ્યો.આ બ્લોગના ઇન્ટરનેટી મિત્રોને સાલ મુબારક.
November 10, 2007 at 2:24 am
JayShree
તું ઊડી ગઈ ને હલી ગઈ આખી ડાળ,
એક કૂંપળ ફૂટી એ કરમાતી મળી.
આ શેર સૌથી વધુ ગમ્યો…!!
દિવાળી અને નવાવર્ષની શુભેચ્છાઓ..
November 10, 2007 at 6:52 am
સુનીલ શાહ
સગપણોના ઝાંઝવા વેંઢારવા,
રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.
ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.
વેદનાની સરસ શબ્દોમાં અભિવ્યક્તિ…!
નવા વર્ષે ગઝલ–ગીતોનો ગુલદસ્તો પુસ્તક આકારે મળે તેવી અપેક્ષા.
November 10, 2007 at 8:43 am
હેમંત પુણેકર
સુન્દર ગઝલ વિવેકભાઈ!
આ અશઆર ખૂબ ગમ્યાઃ
ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
જાણજો કે વેદના ગાતી મળી.
સગપણોના ઝાંઝવા વેંઢારવા,
રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.
નવા વર્ષની સૌને શુભેચ્છા!
November 10, 2007 at 9:20 am
ઊર્મિ
સ-રસ ગઝલનાં આ બે અશઆર મને પણ ખૂબ જ ગમી ગયા…
ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
જાણજો કે વેદના ગાતી મળી.
સગપણોના ઝાંઝવા વેંઢારવા,
રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.
સાલ મુબારક…
)!
નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
દિપોત્સવી-પ્રવાસ સુખદ બની રહો (અને અહીં એના અવશેષ જોવા મળો!
November 10, 2007 at 5:43 pm
Neela
તમારા શબ્દો ખૂબ સુંદર ભાવાર્થ સાથે હોય છે. બેમત.
November 10, 2007 at 5:45 pm
Neela
તમને અને તમારા કુટુંબીજનોને નૂતન વર્ષની શુભેચ્છાઓ.
November 10, 2007 at 6:51 pm
vinodgundarwala
wishing u a very Happy New year
November 10, 2007 at 9:00 pm
pragnaju
નૂતન વર્ષભીનંદન.
પ્રવાસ ફળદાયી નીવડો-
સરસ તસ્વીર અને વિચાર વમળ જગાવે તેવા કાવ્યથી!
કેવું મોટું? આવું? - કહીને દેડકી
જ્યાં સુધી ન ફાટી, ફુલાતી મળી.
… આ તો મારે માટે તો નથી લખ્યુંને?
તું ઊડી ગઈ ને હલી ગઈ આખી ડાળ,
એક કૂંપળ ફૂટી એ કરમાતી મળી.
મારો જ અનુભવ!!
ફોટાનું રસદર્શન કરાવશો
આમાં આમ તો શુભદિવસનું ગ્રહણ લાગે છે!
ખૂબ સુંદર
November 11, 2007 at 12:35 am
ગુંજન ગાંધી
સુંદર ગઝલ..નૂતન વર્ષાભિનંદન..પ્રવાસ તમને પાછા આવીને બમણા વેગે કામ કરવા જેવા તરો તાઝા બનાવે એવી આશા..
November 12, 2007 at 9:59 am
Pragna
સૌ પ્રથમ સાલ મુબારક અને નૂતન વર્ષની શુભેચ્છાઓ.
સગપણોના ઝાંઝવા વેંઢારવા,
રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.
ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.
ખુબ સુંદર…..
November 12, 2007 at 9:16 pm
Bhavna Shukla
ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
જાણજો કે વેદના ગાતી મળી………..
………………………………………………………………
મળી છે ભાઈ, શબ્દે શબ્દમા વેદના ગાતી મળી છે.
નવા વર્ષના અભિનંદન સહ……
November 13, 2007 at 2:36 am
manvant
નૂતન વર્ષાબ્જિનન્દન !
એક કુપળ ફૂટી ……..એ કરમાતી મળી !
જાણજો કે વેદના….. !!!!! ગાતી મળી ! વાહ કવિ !
November 13, 2007 at 2:39 am
manvant
વર્ષાભિનન્દન ! સુધારુઁ છુઁ .ક્ષતિ બદલ ક્ષમાયાચના !
November 13, 2007 at 4:27 am
ketan dave
અતિ સુન્દર - બહુજ મજાનિ કવિતા - અભિનન્દન - તામારિ કલમ આમજ ખિલતિ રહે એવિ અભ્ર્યર્થના -
સાલ મુબારક સર્વે મિત્રોને -
November 13, 2007 at 6:22 pm
vijesh shukla
ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
જાણજો કે વેદના ગાતી મળી.
સગપણોના ઝાંઝવા વેંઢારવા,
રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.
Really a beautiful, different,individual, original way for expressing your pain.Secondly I am pleased that you have that courage to carry out the illusionary relations, expressing them in a metaphorical way comparing relations with mirage.
November 14, 2007 at 2:33 am
kinjal Makwana
વિવક ભાઈ,
આખિ ગઝલ ખુબ જ સરસ છે. એક એક મુકતક વખાણવુ પડે. અભિનંદન…અત્યંત સાચિ વાત્…
નવા વર્સે સૌને શુભકામના…..
November 16, 2007 at 11:16 am
Bhavesh Joshi
ખરેખર ખુબ સુન્દર ગઝલ લખિ ચે આનન્દ થયો. નુતન વરસ ના અભિનન્દન્
November 21, 2007 at 9:14 pm
Chetan Framewala
વાહ…………..
હંમેશ જેવી સુંદર ………… ગઝલ.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
November 24, 2007 at 1:12 am
ઊર્મિ
પ્રિય pragnaju, મને લાગે છે ત્યાં સુધી આ તો સ્વયમ્ ની (કે પછી વિવેકની?) ભોંય ચકરડીનો ફોટો છે…!
November 24, 2007 at 10:01 am
વિવેક
હિમાચલ પ્રદેશના અલ્પછૂતા પ્રદેશોની મુલાકાત લઈ પાછો ફર્યો છું ત્યારે સૌ મિત્રોના પ્રેમે મારી ટાઢ ઊડાડી સ્નેહનો ગરમાટો આણી દીધો. ખૂબ ખૂબ આભાર…
… આ ફોટો ભોંયચકરડીનો નહીં, પરંતુ તારામંડળનો છે. સ્વયમ્ હાથમાં તારામંડળ રાખીને ‘આજ દિવાળી, કાલ દિવાળી’ ગાતા-ગાતા ગોળ-ગોળ ફેરવી રહ્યો છે ત્યારે ટ્રાઈપોડ વાપરીને શટર સ્પીડ બે સેકંડ જેટલી ઓછી રાખીને લીધેલો આ ફોટોગ્રાફ છે. પ્રકાશ સંયોજન એ રીતે રાખવાની કોશિશ કરી છે કે સ્વયમ્ નો હાથ કે સ્વયમ્- બેમાંથી કોઈ નજરે ન આવે…
December 3, 2007 at 10:54 am
Pinki
ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.
પડઘા પણ કેવા ચીસથી પણ મોટા સંભળાય … ..?!!
વાહ્ !! ખૂબ જ સરસ…..
અને ત્યારે ,
સગપણોના ઝાંઝવા વેંઢારવા,
રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.
ઈશ્વર પણ સમજદાર છે ને !!
December 3, 2007 at 7:13 pm
pravina kadakia
કુંપળ અને ફૂલ કરમાય એ તો કુદરતનૉ નિયમ છે.
કિંતુ
વેદનાની અસહ્ય પીડામાં માનવ જીવન કરમાય તે કેવું?
December 13, 2007 at 12:20 pm
VIshal Vora
તું ઊડી ગઈ ને હલી ગઈ આખી ડાળ,
એક કૂંપળ ફૂટી એ કરમાતી મળી.
ખુબ સરસ !!!!
December 21, 2007 at 1:32 am
varsha d.
દરેક ગીત - ગઝલ મા છંદવિધાન આપ્શો તો વધુ મજા આવ્શે…
છંદવિધાન આપો .ઘણુ શિખવા મળે છે…