મારી ગઝલો ગાંધીવાદી છે
January 26, 2006 in ગઝલ by વિવેક | 5 comments
પાંપણો વર્ષોથી શાને સ્થિરતાની આદી છે?
લાગણીની જેમ મારાં સપનાં શું તકલાદી છે?!
ભૂલના ખેતરમાં પાકો નિત સજાનાં ઊતરે,
એ કશું નીંદે ન, પ્રાયશ્ચિત્ત ઘણું મરજાદી છે.
દિલ હવે ક્યાંથી બચે? ફાંસી સજામાં નક્કી છે,
તું વકીલ અને તું જજ ને તું જ તો ફરિયાદી છે.
એક શંકામાં બરફ થઈ જિંદગી થીજી ગઈ,
શક્ય આસ્થાના કિરણમાં બસ હવે આઝાદી છે.
દુનિયાના મોજામાં ‘હું’ ને ‘તું’ થયા કાયમ ખુવાર,
રેત જે ભીની રહી એ આપણી આબાદી છે.
સોયમાં દોરો થઈ આજન્મ સંગાથે રહ્યાં,
કેવું બંધન છે, ખરી જ્યાં બંનેને આઝાદી છે !
નામ ઇતિહાસે હશે કાલે જરૂર, આજે ખભે
સ્વપ્ન, સગપણ, શ્રદ્ધા – શી શી ગાંસડીઓ લાદી છે?!
શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.
ડૉ. વિવેક મનહર ટેલર
-
SV on January 26, 2006 at 4:57 pm
Beautiful:
શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે. -
પ્રત્યાયન on January 27, 2006 at 1:32 am
ના કશે પણ સ્થિર થશે એ જન્મ હો કે મૃત્યુ હો,
યુગ યુગાંતરથી સતત આ જીવ તો જેહાદી છે. -
Anonymous on February 1, 2006 at 10:49 am
Dear Vivek,
It is really nice to see my brother blogging this way. Your gazals shows a total different personality (in the absence of right word).
Just amazing!!!!!!!!!!!!!
Mamta Tailor
-
Mrugesh Shah on February 8, 2006 at 9:58 am
ખુબ જ સુંદર.
શ્રી વિવેકભાઈને મારી રીડગુજરાતી.કોમ સાઈટની લીન્ક મૂકવા વિનંતી.

નવી પોસ્ટની ઈમેલ મેળવો
શોધ
અન્ય પૃષ્ઠો
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- preetam lakhlani: જળાશયમાં
- Pancham Shukla: જળાશયમાં
- સુનીલ શાહ: જળાશયમાં
- urvashi parekh: જળાશયમાં
- Dr. Dinesh O. Shah: જળાશયમાં
- indravadan g vyas: જળાશયમાં
- Harikrishna: જળાશયમાં
- pragnaju: જળાશયમાં
- હેમંત પુણેકર: જળાશયમાં
- હિમાંશુ કીકાણી: જળાશયમાં
- રાજેશ જોશી "આરઝુ": જળાશયમાં
- Rajendra M. Trivedi,M.D.: જળાશયમાં
- "માનવ": બે હાઈકુ
- jitubhai: _૧૦. ઈ-મેઈલ લિસ્ટ
- jitubhai: ખુદની બાદબાકી થઈ ગઈ

5 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/19/trackback