આજીવન લવાજમ, ભરો વિનામૂલ્યે…

આજ સુધી આપ આ વેબ-સાઈટ પર આવતા રહ્યા છો, ક્યારેક જાતે તો ક્યારેક મારા ગ્રુપ-મેઈલની પગથી પર ચાલીને ! પણ હવેથી આ તસ્દી હું લેવા માંગું છું. આપ મારા શબ્દોના સરનામે પધારો એના કરતાં શા માટે હું જ મારા શબ્દોમાં ઢાળેલા શ્વાસો લઈને આપના દિલના દરવાજે સામેથી ટકોરા ન દઉં? આજથી વાચકો માટે એક નવી સુવિધા ઉમેરું છું. (આભાર, ધવલ !) બસ, એક જહેમત એક જ વાર પૂરતી આપે કરવી પડશે : નીચે ઈ-મેઈલ લિસ્ટમાં તમારું આખું ઈ-મેઈલ એડ્રેસ ઉમેરો, બસ! આટલું કરશો એટલે હવે પછી ‘શબ્દો છે શ્વાસ મારા’ પર જ્યારે પણ નવી કવિતા મૂકીશ કે તરત જ મારા શ્વાસ ઈ-મેઈલના પરબીડિયા લઈને તમારા ઈન-બોક્ષમાં છલકાશે. માત્ર પ્યારનું ચલણ લઈને આ લવાજમ ભરી દો અને બનો મારા પ્રેમના આજીવન ભાગીદાર… !


 

‘શબ્દો છે શ્વાસ મારા’ ના ઈ-મેઈલ લિસ્ટ માં જોડાવામાં કોઈ તકલીફ થાય તો મને ઈ-મેઈલ કરો : dr_vivektailor@yahoo.com

17 thoughts on “આજીવન લવાજમ, ભરો વિનામૂલ્યે…

  1. અમદાવાદી આત્માને શબ્દના સ્વામીનો આ ‘ વિનામૂલ્યે’ શબ્દ બહુ જ ગમ્યો !!

  2. આભાર સુરેશભાઈ ! પણ મને શબ્દનો સ્વામી તો ન કહો… આ શબ્દોનો અદનો સેવક પણ બની શકું તો ભયો ભયો !

  3. સ્વામીઓ સેવા ઓછી નથી કરતા, આ દોડધામના જમાનામાં !પૂછો,પતિદેવોને ! પતિ બચાડા કામ કરીને પતી જતા હોય છે.

    ‘સેવકો’ દિલ્હી જઈને સ્વામી બની બેસે ત્યારે કોઈ કશું કરી શકે છે?!

    ભાષાને સેવકો કે સ્વામીઓ નહીં ભાવકો હોય છે. સર્જકને પણ ભાવક કહ્યો છે આપણી કાવ્યમીમાંસામાં ! ભાવક+વિવેચક=સર્જક. એકલો સર્જક સૂકોભઠ્ઠ;એકલો
    ભાવક,ભાવુક; એકલો વિવેચક રૂક્ષ ! આપણે ક્યાં છીએ ? કહો,ડૉ.? કહો,ઈલેક્ટ્રિકલ એંજી.+મેનેજર ?
    ડૉ.શરીરે ખોલી શકે એમ જ મનનાં ઉંડાણોય તાગી શકે ત્યારે વિવેકપૂર્ણ કવિતા થાય.
    તમે બંને આમ ભેગા થઈ જશો એ ખબર નહીં !

  4. Dear Vivekbhai,

    This is a very good way of letting people know when a post is added. How to do this..

    And by the thanks for adding link to my blog on your site..many people visit my blog thru’ that link.

    BTW have a look at my blog for a new post from a Shayar of your very own city!!

    Regards,
    Gunjan

  5. Aree Dear Vivekbhai,

    Aapna “Shabdo” (words) are like addictions to me it seems…

    Everyday, I used to wait for new…

    Marvalous Job…

    Keep it up…

    Heartly Congrats

  6. लब्ज आप दो
    गीत हम बनायेंगे …
    मंजील आप पाओ
    रास्ता हम बनायेंगे …
    खुश आप रहो
    खुशीयां हम दिलायेंगे …
    आप बस दोस्त बने रहो
    दोस्ती हम निभायेंगे

    ….._.;_’.-._
    …{`–..-.’_,}
    .{;..\,__…-‘/}
    .{..’-`.._;..-‘;
    ….`’–.._..-‘
    ……..,–\\..,-“-.
    ……..`-..\(..’-…\
    ……………\.;—,/
    ……….,-“”-;\
    ……../….-‘.)..\
    ……..\,—‘`…\\
    …………………\

    this is for our
    frienship…………

  7. શબ્દો છે શ્વાસ મારા,

    શેરીની ધુળ લઈ, પાણી ઉમેરું – માટી ગુંદુને બને ગારા
    ગારાના પીંડ કરી ચાકડે ચડાવુ – હળવેથી દઉં ટપકારા
    શબ્દો છે શ્વાસ મારા

    ઘાટ ઠીક ઠાક કરી નીચે ઉતારું – ગોઠવું સાથે એકધારા
    ધીરેથી લઈને નીંભાડે મુકતો – પેટાવુ અગનની જ્વાળા
    શબ્દો છે શ્વાસ મારા

    બળબળતા તાપમાં પુરા શેકીને – ઠારૂ એ પાવક જ્વાળા
    ટપારી ટપારીને પુરા ચકાસું – તુટે તે થાય ઠીકરાળાં
    શબ્દો છે શ્વાસ મારા

    બાકી વધ્યાં તેને રંગના ઘરેણાંને – શણગાર કરુ સુંવાળા
    માથે ચડાવીને બજારે નીકળતો – એનો મોલ કરો બુદ્ધિવાળાં
    શબ્દો છે શ્વાસ મારા

    કવિને મળીએ તો કવિતા સ્ફુરવા માંડે, ભાઈ તમારી સાઈટ ઉપર આવ્યો તો મારા ય હ્રદયમાંથી શબ્દો સરવા માંડ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *