(બગાસું…. ….રણથંભોર, 03-12-2006)
જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.
ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.
જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.
દિવાલ સાવ કોરી તો ચાલે ના એટલે
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.
ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.
મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
-વિવેક મનહર ટેલર
14 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/129/trackback/
January 31, 2007 at 9:15 pm
મીના
કિનારો કરીને બેઠી છે તારી યાદ મુજ્થી
પાંપણ સુધી આવીને અટકી ગઈ ગઝલ
January 31, 2007 at 11:54 pm
ઊર્મિસાગર
દિવાલ સાવ કોરી તો ચાલે ના એટલે
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.
આ વાત ખુબ જ ગમી!
પ્રશંસાનો શબ્દકોષ કંગાળ થયો છે, તોયે કહેવું છે,
દર વખતની જેમ લખી છે આ પણ સુંદર ગઝલ!
February 1, 2007 at 9:25 am
dhaval
ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.
સરસ વાત !
February 1, 2007 at 12:00 pm
Jayshree
વાહ.. મજા આવી…. ખૂબ ગમી આ ગઝલ… !!!
ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.
ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.
મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
February 2, 2007 at 7:42 pm
Dinesh O. Shah
Vivekbhai,
Excellent Gazal. Comparisons and images are described very effectively. Congratulations,
Dinesh O. Shah
February 2, 2007 at 8:11 pm
Jugalkishor
અદ્ ભુત્ ! ડૉક્ટર, સ્ટેથોસ્કોપમાં ન પકડાય એવા ધબકારા તમે શબ્દોની અંદર સમાવી દીધા છે !!માનવ શરીરની અંદર ઝાંખી શકતો ડૉક્ટર મનનું આટલું સૂક્ષ્મ ડિસેક્શન કરે એટલું જ નહીં એને સૌ સમક્ષ પ્રત્યક્ષ કરી આપે એને શું કહીશું ?
આ સવાલ કવિતા-સર્જનની ચર્ચાનો મુદ્દો બનાવો , યુવાન મિત્રો ! અહીં એક રહસ્યને જાણવા-શીખવાનો સરસ પાઠ પડ્યો છે. એને સૌ ભેળાં થઈ છંછેડો. દોસ્તો !
કોરી દીવાલ ; તકિયો ; શ્વાસ ; ઝાકળ અને એવા જ બીજા શબ્દોની પાછળ રહેલા ઈંગીતાર્થો-નિર્દેશો-’ધ્વનિઓ’ સમજવાનું અને એને ઉપયોગવાનું શીખવા માટેની સામગ્રી છે. આપણા ચર્ચા-ચોતરે એને નિમંત્રીને માણવા જોઈએ.
આવી મઝાની રચનાને મથાળે રણથંભોરના આવા જરઠને અને તેય બગાસતો બતાવવા પાછળનો ઉદ્દેશ સમજાયો નહીં ! કમસેકમ આ રચના તો બગાસાને લાયક નથી જ !!
February 2, 2007 at 8:15 pm
Vijay
ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.
વાહ! વિવેક્ભાઇ!
February 2, 2007 at 8:47 pm
અમિત પિસાવાડિયા
મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
સરસ…
February 2, 2007 at 10:45 pm
lalitkumar
thanks
February 3, 2007 at 10:33 am
Radhika
ડોક્ટર સાહેબ, મને તો આ શેર ખુબ જ ગમ્યો,
મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
એ બે વાત મા ઘણે ફરક છે
કોઈકના નામ લઈ ઉંડો શ્વાસ લેવામાં અને કોઈકના નામ લઈ ઉંડો નીસાસો નાખવામા
અને એ બે અલગ અલગ વાત ને સમજાવવી અઘરી ખરી…
જેમાની એક વાત તો ડોક્ટર સાહેબે અહી આસાની થી સમજાવી દીધી
કોઈકના નામ લઈ ઉંડો શ્વાસ લઈએ તો ખરેખર આવુ જ કઈક થતુ હશે
લોહીના પાને-પાને એ નામની ગઝલ ઉભરતી હશે…..
February 4, 2007 at 8:31 pm
Rakes Rathwa
excellent, Fabulus…,superb…
read in guj;
kahu su kharab e keva che!
puch ghaa ne e gulab keva che!
February 4, 2007 at 10:16 pm
Chetan framewala
વિવેકભાઈ ,
ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.
સુંદર..
ખલિલ ધનતેજવી ની એક પંક્તિ યાદ આવી
‘’ એથી નાજુક સ્પર્ષ બીજો હોય શું…
મને પાણી નાં પરપોટા ને અડતાં આવડી ગ્યું છે…..
મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
વાહ ક્યા બાત હૈ…………….
જય ગુર્જરી
ચેતન ફ્રેમવાલા
February 7, 2007 at 3:59 am
Malhar
Its gooddddddd…………….
February 26, 2007 at 1:34 am
arth
so good