![]()
(સામા કિનારે… …જોગી મહેલ, રણથંભોર, 4/12/06)
*
દુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત એનો આ ખેલમાં દાવ છે.
છે સામા કિનારે નગર સુખ તણું,
ને તળિયા વગરની મળી નાવ છે.
અમે કંઈ જ સામું કહી ના શક્યા,
ગણ્યો એને આપે અહોભાવ છે.
બીમારી હતી શી મને મીઠી, યાર?
રુઝાયા નથી જે મળ્યા ઘાવ છે.
ન તોડ્યું કદી દર્દનું ઘર અમે,
રહી વક્ર આ રાણકીવાવ છે.
ગુજરતા રહ્યા ટ્રેન સમ સહુ સતત,
સીધો અંતહીન મારો પથરાવ છે.
જીવનનાં પલાખાં ન શીખ્યા કદી,
લખ્યું માથે જાતે: ‘ઢબુ સાવ છે.’
જશે શબ્દ જે દી’, જશે શ્વાસ પણ,
આ કેવી છે ચાહત ? ને શો ચાવ છે ?!
- વિવેક મનહર ટેલર
(02-04-2005)
-
માનવ જીવનની ઘટમાળ એવી
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. -
સરસ ગઝલ,
>>>>>>>>>>>થોડા મારા વિચારદુઃખો એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે
>>>>> ડાબે ,ના જમણે, જવું’યું મધ્યમાં
સુખની થોડી છાલકો ખેંચી ગઈ.છે સામા કિનારે નગર સુખ તણું,
ને તળિયા વગરની આ મુજ નાવ છે
>>>>આંખ સામે મુજ કિનારો તો હતો,
પણ વમળમાં,લાલચો,ખેંચી ગઈ.બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે મળ્યા ઘાવ છે.
>>>>>> આ બિમારી થી હતો હું દૂર ,પણ
પ્રેમીઓની ચાલ, કો’ખેંચી ગઈ.જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.. -
Dear Vivekbhai.
Jnama divas ni shubkamnao!!( hu tamne ne blog ne juda nathi ganto etle!)AA Gazal to mane bilkul marij vaat lage che.
Jindagi aavij che na kadach aaj che.
Maru pratibimb jou to pachi vadhu kehvani jarur khari?
Tame ne hu aamj malta rahie ne jivi laiea!
Gujarati ma kem lakhvu te samajvu che . Madad karsho?
Love
vijay -
આ દુઃખ એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે.Wonderful.
-
its related to my life.,my current life.i feel its fantastick,thanks vivek bhai.i always write dukh of my life in my gajal bt i cnt reach there when u reach by this gajal.would u like to help me ?
-
ખરેખર અદભુત અનુભુતિ.
-
જશે શબ્દ જે દિ’, જશે શ્વાસ પણ,
આ કેવી છે ચાહત ? ને શો ચાવ છે ?!
તમે સરસ ગઝલ લખી . -
awesome..

15 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/103/trackback