૮. નવું સ્વરૂપ, નવી સવલતો !
“શબ્દો છે શ્વાસ મારા” ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યો અને ગઝલોનો બ્લોગ છે. દરેક ગઝલ સાથે મને મનગમતા મેં પાડેલા ફોટોગ્રાફ્સ માણતા-માણતા આજે 29-12-2006ના રોજ એક વર્ષ પૂરું થયું. બીજા વર્ષની શરૂઆતમાં એક નવા જ કલેવરની ભેટ લઈને ઉપસ્થિત થયો છું. આ નવા રૂપમાં આપનું સહૃદય સ્વાગત છે. “શબ્દો છે શ્વાસ મારા” બ્લોગ હવે વર્ડપ્રેસના ઉપયોગથી ચાલે છે. એટલે અહીં કેટલીક નવી સવલતો ઉમેરી છે.
- સૌથી મોટો ફેરફાર એ શ્રેણીઓ (Categories) છે. દરેક પોસ્ટને એની શ્રેણીમાં મૂકેલો છે. દા.ત. ગઝલ, મુક્તક, હાઈકુ, વિ. શ્રેણીના નામ પર ક્લીક કરવાથી એ શ્રેણીના બધા પોસ્ટ તરત જોઈ શકાય છે. દા.ત. ‘મુક્તક’ પર ક્લીક કરો અને તરત બ્લોગ પર ઉપસ્થિત તમામ મુક્તકોનો રસથાળ આપની સમક્ષ હાજર !
- સાઈડબારમાં ‘શોધ ’માં ગુજરાતી યુનિકોડની મદદથી કોઈ પણ રચના સરળતાથી શોધી શકો છો.
- ‘મંજૂષા ’ એ સાઈડબારમાં ‘શોધ’ પછી તરત છે. એમાંથી સરળતાથી કોઈ પણ ‘શ્રેણી’ પસંદ કરી શકો છો.
- ‘વિશેષ ’ વિભાગમાં કેટલાક પૃષ્ઠો ખાસ ઉમેર્યા છે. ‘કાવ્યપ્રકારો ’ પર ક્લિક્ કરવાથી બધા કાવ્યપ્રકારોની યાદી ખૂલશે. મન થાય કે આજે ગીતો માણવા છે તો કાવ્યપ્રકારોમાં જાવ અને ગીત પર ક્લિક્ કરો એટલે બધા ગીતો તરત તમારી સામે તૈયાર !
- ‘ગુજરાતીમાં શી રીતે લખશો? ’ માં ગુજરાતીમાં કોમ્પ્યુટર પર કેવી રીતે લખવું એની માહિતી છે.
- ‘પ્રથમપંક્તિસૂચી ’ એ બ્લોગ પરની નવી, નાનકડી પણ મજાની સવલત છે. કક્કાવાર ગોઠવેલી કવિતાની પ્રથમપંક્તિઓ પરથી આખી કવિતા તરફ જવાની વાત ફોર એ ચેઈન્જ મજાની નહીં લાગે?
- કોમેન્ટ્સ અને શોધ માટે ગુજરાતીમાં લખવા માટે ‘ગુજરાતીમાં લખો’ બટન દબાવવાથી ‘ગુજરાતી ટાઈપ પેડ’ (આભાર, વિશાલ) તરત ખુલે છે.
- સાઈડબારમાં છેલ્લે બ્લોગ અને કોમેંટ્સ બંને માટે RSS ફીડ ઉપલબ્ધ છે.
- દરેક પાનાના મથાળે એક કાવ્યકણિકા -શેર, મુક્તક કે કાવ્યપંક્તિ- દેખાય છે. દરેક વખતે પેજ રીફ્રેશ થતા આપને મેં જાતે પસંદ કરેલી મારી પોતાની જ કાવ્યકણિકા માણવા મળશે.
આપના અભિપ્રાય સદા આવકાર્ય છે.
-
Jayshree on July 7, 2007 at 5:58 am
* દરેક પાનાના મથાળે એક કાવ્યકણિકા -શેર, મુક્તક કે કાવ્યપંક્તિ- દેખાય છે. દરેક વખતે પેજ રીફ્રેશ થતા આપને મેં જાતે પસંદ કરેલી મારી પોતાની જ કાવ્યકણિકા માણવા મળશે.
મને તો આવુ કંઇ દેખાતું નથી ને…!!
તમે ભુલી ગયા ? કે પછી મારે આંખના ડોકટરની અપોઇંટમેંટ લેવાની જરૂર છે ? -
RAZIA MIRZA on May 12, 2008 at 10:00 pm
ઘણો જ સુંદર બ્લોગ,એક ફિઝીશીયન આટ્લો સુંદર બ્લોગ બનાવી શકે માનુ છું
-
Himanshu Patel on October 24, 2008 at 3:43 pm
એક ડોક્ટર અને કવિનો આટલો સુભગ સમન્વ્ય પહેલી વાર જોવા મળ્યો. આફરીન આ બ્લોગ પર.
-
Dr.Sanjay Rana on October 2, 2009 at 10:21 am
કેમ છો વિવેકભાઇ ,તમારી વેબસાઈટ પર આવ્યા પછી સુરત ની યાદ મા ખોવાઇ જવાય છે મુકુલ ,રઈસ પાસેથી લખવાનુ ન શીખવા નો અફસોસ થાય છે.તમારી રચના ઓ ખુબજ ગમે છે.ફોટોગ્રાફસ પણ જોરદાર છે.
-
Chandrakant Lodhavia on March 12, 2010 at 6:40 am
વિવેકભાઈ,
૮. ઃ નવું સ્વરૂપ, નવી સવલતો ! આ મથાળની નવ નવી વાતો મારી જેવા નવા નિશાળીયાને ખૂબ ઉપયાગી થઈ રહેશે. નીત નવું દેતા રહો છો તેનો અતિ આનંદ થાય છે. આપની આ કટારમાં નવી પેઢીના બાળકો માટે ઓછા શબ્દોમાં વઘુ કહેવાની કળા “કહેવતો” ને સ્થાન મળી શકે તો સારૂં.ચન્દ્રકાન્ત લોઢવિયા.

નવી પોસ્ટની ઈમેલ મેળવો
શોધ
અન્ય પૃષ્ઠો
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- preetam lakhlani: જળાશયમાં
- Pancham Shukla: જળાશયમાં
- સુનીલ શાહ: જળાશયમાં
- urvashi parekh: જળાશયમાં
- Dr. Dinesh O. Shah: જળાશયમાં
- indravadan g vyas: જળાશયમાં
- Harikrishna: જળાશયમાં
- pragnaju: જળાશયમાં
- હેમંત પુણેકર: જળાશયમાં
- હિમાંશુ કીકાણી: જળાશયમાં
- રાજેશ જોશી "આરઝુ": જળાશયમાં
- Rajendra M. Trivedi,M.D.: જળાશયમાં
- "માનવ": બે હાઈકુ
- jitubhai: _૧૦. ઈ-મેઈલ લિસ્ટ
- jitubhai: ખુદની બાદબાકી થઈ ગઈ

5 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/navu-swarup/trackback