૦૮. નવું સ્વરૂપ, નવી સવલતો !

શબ્દો છે શ્વાસ મારા ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યો અનેગઝલોનો બ્લોગ છે. દરેક ગઝલ સાથે મને મનગમતા મેં પાડેલા ફોટોગ્રાફ્સમાણતા-માણતા આજે 29-12-2006ના રોજ એક વર્ષ પૂરું થયું. બીજા વર્ષનીશરૂઆતમાં એક નવા જ કલેવરની ભેટ લઈને ઉપસ્થિત થયો છું. આ નવા રૂપમાં આપનુંસહૃદય સ્વાગત છે. શબ્દો છે શ્વાસ મારા બ્લોગ હવેવર્ડપ્રેસના ઉપયોગથી ચાલે છે. એટલે અહીં કેટલીક નવી સવલતો ઉમેરી છે.

  • સૌથી મોટો ફેરફાર એશ્રેણીઓ(Categories) છે. દરેક પોસ્ટને એની શ્રેણીમાં મૂકેલો છે. દા.ત. ગઝલ, મુક્તક, હાઈકુ, વિ.શ્રેણીના નામ પર ક્લીક કરવાથી એશ્રેણીના બધા પોસ્ટ તરત જોઈ શકાય છે. દા.ત. મુક્તકપર ક્લીક કરો અને તરત બ્લોગ પર ઉપસ્થિત તમામ મુક્તકોનો રસથાળ આપની સમક્ષ હાજર !
  • સાઈડબારમાં શોધમાં ગુજરાતી યુનિકોડની મદદથી કોઈ પણ રચના સરળતાથી શોધી શકો છો.
  • મંજૂષાએ સાઈડબારમાં શોધપછી તરત છે. એમાંથી સરળતાથી કોઈ પણ શ્રેણીપસંદ કરી શકો છો.
  • વિશેષવિભાગમાં કેટલાક પૃષ્ઠો ખાસ ઉમેર્યા છે. કાવ્યપ્રકારો પર ક્લિક્ કરવાથી બધા કાવ્યપ્રકારોની યાદી ખૂલશે. મન થાય કે આજે ગીતો માણવા છે તોકાવ્યપ્રકારોમાં જાવ અને ગીત પર ક્લિક્ કરો એટલે બધા ગીતો તરત તમારી સામે તૈયાર !
  • ગુજરાતીમાં શી રીતે લખશો? ’ માં ગુજરાતીમાં કોમ્પ્યુટર પર કેવી રીતે લખવું એની માહિતી છે.
  • પ્રથમપંક્તિસૂચી એ બ્લોગ પરની નવી, નાનકડી પણ મજાની સવલત છે. કક્કાવાર ગોઠવેલી કવિતાની પ્રથમપંક્તિઓ પરથી આખી કવિતા તરફ જવાની વાત ફોર એ ચેઈન્જ મજાની નહીં લાગે?
  • કોમેન્ટ્સ અને શોધ માટે ગુજરાતીમાં લખવા માટે ગુજરાતીમાં લખોબટન દબાવવાથી ગુજરાતી ટાઈપ પેડ’ (આભાર, વિશાલ) તરત ખુલે છે.
  • સાઈડબારમાં છેલ્લે બ્લોગ અને કોમેંટ્સ બંને માટે RSS ફીડ ઉપલબ્ધ છે.
  • દરેક પાનાના મથાળે એક કાવ્યકણિકા -શેર, મુક્તક કે કાવ્યપંક્તિ- દેખાય છે. દરેક વખતેપેજ રીફ્રેશથતા આપને મેં જાતે પસંદ કરેલી મારી પોતાની જ કાવ્યકણિકા માણવા મળશે.

આપના અભિપ્રાય સદા આવકાર્ય છે.

17 thoughts on “૦૮. નવું સ્વરૂપ, નવી સવલતો !

  1. * દરેક પાનાના મથાળે એક કાવ્યકણિકા -શેર, મુક્તક કે કાવ્યપંક્તિ- દેખાય છે. દરેક વખતે પેજ રીફ્રેશ થતા આપને મેં જાતે પસંદ કરેલી મારી પોતાની જ કાવ્યકણિકા માણવા મળશે.

    મને તો આવુ કંઇ દેખાતું નથી ને…!!
    તમે ભુલી ગયા ? કે પછી મારે આંખના ડોકટરની અપોઇંટમેંટ લેવાની જરૂર છે ?

  2. ઘણો જ સુંદર બ્લોગ,એક ફિઝીશીયન આટ્લો સુંદર બ્લોગ બનાવી શકે માનુ છું

  3. એક ડોક્ટર અને કવિનો આટલો સુભગ સમન્વ્ય પહેલી વાર જોવા મળ્યો. આફરીન આ બ્લોગ પર.

  4. કેમ છો વિવેકભાઇ ,તમારી વેબસાઈટ પર આવ્યા પછી સુરત ની યાદ મા ખોવાઇ જવાય છે મુકુલ ,રઈસ પાસેથી લખવાનુ ન શીખવા નો અફસોસ થાય છે.તમારી રચના ઓ ખુબજ ગમે છે.ફોટોગ્રાફસ પણ જોરદાર છે.

  5. વિવેકભાઈ,
    ૮. ઃ નવું સ્વરૂપ, નવી સવલતો ! આ મથાળની નવ નવી વાતો મારી જેવા નવા નિશાળીયાને ખૂબ ઉપયાગી થઈ રહેશે. નીત નવું દેતા રહો છો તેનો અતિ આનંદ થાય છે. આપની આ કટારમાં નવી પેઢીના બાળકો માટે ઓછા શબ્દોમાં વઘુ કહેવાની કળા “કહેવતો” ને સ્થાન મળી શકે તો સારૂં.

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  6. સામાન્ય રીતે માત્ર આપની કવિતાઓ માણી u turn લઈ લેતો…પણ આજે બ્લોગ પર long drive કરવાંથી આપના પ્રત્યે આદરભાવમાં ખાસ્સી વ્રુદ્ધિ થઈ…શુભેચ્છા.

  7. કોમેન્ટ જોડે તસ્વીર મુક્વાની સગવડ હોઇ તો કેવુ!

  8. Vivekbhai,

    We always read and enjoy your Kavita and like the sher in the beginning.
    The pictures are very appropriate too.
    We had just visited Surat and came back to Chicago. We always attend Chicago Art Circle program. If you have time, can we contact you / see you; when we visit India next time? Please advise.

    આપના અભિપ્રાય સદા આવકાર્ય છે.

    I’ve a request.
    We live away from our country. There are millions of kids who still can speak and understand Gujrati; because their parents had insisted and they took interest too. Though many of them can not read and write Gujrati. Now they are having their kids.
    Can we think about having something specially for these small/young new generation and have some blog or (?); so the parents and grand parents can just click on it and have the young ones listen to the Gujrati Baby songs, Halarda etc.? I think this will help our young generation to keep Gujrati alive in their families…

    Thank you

    Murti

  9. @ મૂર્તિ મોદી:

    જ્યારે પણ સુરત આવો, જરૂરથી મળવા આવજો… આનંદ થશે…

    વિદેશનિવાસી ગુજરાતીઓનું ગુજરાતીપણું જાળવી રાખવા માટેની આપની મથામણ અને વિચારધારા ગમ્યાં. ટહુકો.કોમ ( http://tahuko.com/ )પર ઘણાં ગુજરાતી ગીતો અને હાલરડાં મળી આવશે. આ સિવાય કોઈ મિત્ર આવો બ્લૉગ શરૂ કરવા ધારે તો એને સહકાર આપવો મને ગમશે.

  10. ડૉ. વિવેકભાઈ,
    હુ L&T, Hazira માં એન્જિનિયર(B.E.Mech-2011) તરીકે કામ કરુ છુ. મારી સાથે કામ કરતા પરિમલ ફનાવાલાએ મને આપની આ site અંગે વાત કરી ત્યારથી હું તેનો નિયમિત વાચક છું.
    મને પણ શબ્દનો કીડો દર્દ કરે તેથી સારવાર અર્થે આપની પાસે આવ્યો છું. હું છઠ્ઠા ધોરણ થી કવિતાઓ લખુ છું. આજે મારા પાસે છાંદસ-અછાંદસ કવિતાઓ, સોનેટ અને ગઝલોનો એક સંગ્રહ થઈ ગયો છે. હવે મને એક blog ચાલુ કરવાની ખંજવાળ આવી છે. તેમાં આપની મદદ ઝંખુ છું.

  11. @ મયુરભાઈ:

    wordpress.com પર જઈ આપ આપનો બ્લૉગ ગણતરીની મિનિટોમાં જ શરૂ કરી શકો છો….

    શુભકામનાઓ…

  12. હુ સીનીયર સીટીજન પહેલીવાર કોમ્પ્યુટર નો ઉપયોગ ક્યો ને બલોગ ગઝલો સુંદર કાવ્યોનો ખજાનો ખુલ્લી ગયો મનને ખૂબ આનંદ નો અહેસાસ થયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *