૦૬. ગુજરાતી શબ્દજગત

મારા પોતાના બ્લૉગ્સ :

 • શબ્દો છે શ્વાસ મારા : મારી સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ. સાથે જ મારા મનગમતા ફોટોગ્રાફ્સ પણ ખરા. દર શનિવારે નવી કૃતિ.
 • લયસ્તરો : ધવલ શાહ (અમેરિકા) અને વિવેક ટેલર (સુરત) દ્વારા સંચાલિત ગુજરાતી કવિતા આસ્વાદનો બ્લોગ. ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષાની કવિતાઓનો સૌથી વિશાળ ખજાનો. પ્રતિદિન એક નવી કવિતાનો કાવ્યાસ્વાદ અને/અથવા કવિજીવન પરિચય સાથે નોખો ચીલો ચાતરતો ભાતીગળ બ્લોગ.
 • ગુજરાતી શબ્દ-જગત : મુખ્ય વિશેષતાનુસાર વર્ગીકરણ-

 

ગુજરાતી ભાષા પુસ્તકોના સીમાડા વળોટીને હવે સાચા અર્થમાં ગ્લૉબલ બની રહી છે. ઈન્ટરનેટ અને યુનિકોડ ફૉન્ટના સથવારે છેલ્લા ત્રણ વર્ષમાં ઢગલાબંધ બ્લૉગ અને અવનવા દિમાગોની સીડીના પગથિયે ચડીને આજે ગુજરાતી ભાષા નવા આકાશને આંબી રહી છે, કહો કે નવું સરનામું પામી રહી છે. ગુજરાતી બ્લૉગ્સ અને વેબ-સાઈટ્સની યાદીને સૌપ્રથમવાર પ્રાથમિક પ્રકાર પ્રમાણે વર્ગીકૃત કરીને રજૂ કરી રહ્યો છું જેથી ભાવક ઓછી ભીડમાંથી પોતાને ગમતો માર્ગ શોધી શકે. દરેક બ્લોગ અને વેબ-સાઈટ્સ વિશે ટૂંક-માહિતી અને ખાસ તો એની સક્રિયતા વિશે ટિપ્પણી મૂકી આ લિસ્ટને વધુ ઉપયોગી બનાવવાની કોશિશ કરી છે.

સ્વરચિત છંદબદ્ધ ગુજરાતી કાવ્યોનું ગરવું-નરવું જગત

 

 • શબ્દો છે શ્વાસ મારા : વિવેક મનહર ટેલર (સુરત)નો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ. સાથે જ વિવેકે પાડેલા એના મનગમતા ફોટોગ્રાફ્સ પણ ખરા. દર શનિવારે નવી કૃતિ.
 • આદિલ મન્સૂરી.કોમ : ગુજરાતી કાવ્યજગતના શિરમોર કવિ શ્રી આદિલ મન્સૂરીની ગઝલોનો નાનો પણ મજાનો બ્લૉગ. કમનસીબે છેલ્લી મોટાભાગની ગઝલો ઉર્દૂ લિપિમાં.
 • રાજેન્દ્ર શુક્લ.કોમ : કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લના કાવ્યો, હસ્તપ્રત, ઑડિયો અને ફોટોગ્રાફ્સનો નાનો પણ દુર્લભ ખજાનો.
 • રતિલાલ ‘અનિલ’ : ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકથી સમ્માનિત શ્રી રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો, મુક્તકો, લલિત નિબંધો વિ.ની વેબ સાઇટ. યુનિકોડ ફોન્ટનો અભાવ.
 • ઊર્મિનો સાગર : અમેરિકાથી ઊર્મિસાગરનો સ્વરચિત છાંદસ-અછાંદસ ઊર્મિકાવ્યોનો રસથાળ…
 • મોર ધેન વર્ડ્સ : અમદાવાદથી કુ. કવિ રાવલનો સ્વરચિત છાંદસ ગઝલોનો સુંદર બ્લૉગ.
 • અભિવ્યક્તિ: ધૈવત શુક્લની સ્વરચિત રચનાઓનો મજાનો નવો જ બ્લૉગ.
 • ગુજરાતી કવિતા : મહાનગરી મુંબઈથી ચેતન ફ્રેમવાલાનો સુંદર સ્વરચિત છંદબદ્ધ કાવ્યોનો નાનકડો અને સમયાંતરે અપડેટ થતો રહેતો સ-રસ બ્લૉગ.
 • બાગે વફા : મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’ના છંદબદ્ધ સ્વરચિત કાવ્યોનો નિયમિતપણે અપડેટ થતો સરસ બ્લૉગ..
 • અમિત ત્રિવેદીના કાવ્યો : અમિત ત્રિવેદીના સ્વરચિત છાંદસ કાવ્યો. યુનિકોડ ફોન્ટનો અભાવ.
 • એક વાર્તાલાપ : ડલાસ, ટેક્સાસથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યો અને અન્ય કવિની રચનાઓની વેબ સાઇટ. અનિયમિતપણે સક્રિય.
 • શબ્દસૂર : જેતપુરના તબીબ કવિ ડૉ. જગદીપ નાણાવટીનો સ્વરચિત છાંદસ ગઝલો અને લયબદ્ધ ગીતોનો સુંદર બ્લોગ.
 • પ્રત્યાયન : પંચમ શુક્લનો ગુજરાતી કાવ્યનો નાનકડો બ્લોગ. અનિયતકાલીન ધોરણે કાર્યાન્વિત.
 • કવિતાનો ‘ક’ : સુરતના સુનિલ શાહનો સ્વરચિત છાંદસ ગઝલોનો તરોતાજા બ્લૉગ.
 • નવેસર : ડૉ. મહેશ રાવલના ગઝલ-સંગ્રહ “નવેસર”ની ઈ-પ્રતિકૃતિ.
 • ડૉ. મહેશ રાવલનો બ્લૉગ: રાજકોટના તબીબ ડૉ. મહેશ રાવલની ગઝલોથી મઘમઘ થતું ગુલિસ્તાન.
 • થોડાં નવા ઈન્દ્રધનુષ : મિલિન્દ ગઢવીનો સ્વરચિત કાવ્યોનો મજેદાર તરોતાજા બ્લૉગ… દિલને સ્પર્શી જાય એવા શેર સાથે આંખ વાટે મન સુધી પહોંચી જાય એવા ફોટોગ્રાફ્સ પણ…
 • પુરૂષાર્થ: શ્રી કાંતિ વાછાનીની સ્વરચિત છાંદસ-અછાંદસ રચનાઓ અને કેટલીક ગમતી કાવ્યકૃતિઓનો બ્લૉગ.
 • ગુજરાતી કાવ્યવિશ્વ – પસંદગીની કવિતાઓની મનભાવન નગરીની સફરે લઈ જતા બ્લૉગ્સ
 • લયસ્તરો : ધવલ શાહ (અમેરિકા) અને વિવેક ટેલર (સુરત) દ્વારા સંચાલિત ગુજરાતી કવિતા આસ્વાદનો બ્લોગ. ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષાની કવિતાઓનો સૌથી વિશાળ ખજાનો. પ્રતિદિન એક નવી કવિતાનો કાવ્યાસ્વાદ અને/અથવા કવિજીવન પરિચય સાથે નોખો ચીલો ચાતરતો ભાતીગળ બ્લોગ.
 • ફોર એસ. વી.-પ્રભાતનાં પુષ્પો : એસ.વી.નો ગુજરાતી સાહિત્યનો બ્લોગ. ગુજરાતી બ્લોગવિશ્વમાં સૌથી પહેલા શરૂ થઈ મોખરાનું સ્થાન મેળવનાર આ બ્લૉગમાં મુખ્યત્વે કવિતાઓ છે. તદુપરાંત કાર્ટૂન, કહેવતો, ટૂચકાં, સમાચાર અને ઉખાણાંનો ખજાનો પણ આ સાગરમાં જડી આવે.
 • ગુજરાતીલેક્સિકોન-ઉત્કર્ષ ટીમનો બ્લોગ : મુંબઈથી ઉત્કર્ષ અને ગુજરાતીલેક્સિકોનની ટીમે શરુ કરેલો સાહિત્ય બ્લોગ. મીના છેડા એના પર ગુજરાતી સાહિત્યનું આચમન કરાવે છે. પોસ્ટની નિયમિતતા અને કૃતિઓનું ચયન ઊડીને આંખે વળગે એવા છે.
 • ટહૂકો.કોમ : લોસ એન્જેલીસથી જયશ્રી ભક્તનો શબ્દ, સંગીત અને દૃષ્ટિનો સુભગ ત્રિવેણી સંગમ. ચુનંદી કવિતાનો શબ્દ, સંગીતની સૂરાવલિઓ મઢી કાવ્યરચનાઓ અને નયનરમ્ય ફોટોગ્રાફ્સ સાથેનો નિયમિતરૂપે અપડેટ થતો રહેતો સુંદર બ્લૉગ. રોજ સવારે એક નવી કૃતિ કૂકડાની બાંગ સાથે સૂર્યનું કિરણ થઈ તમને અડવા આતુર.
 • ગાગરમાં સાગર : અમેરિકાથી ઊર્મિસાગરનો દિલને સ્પર્શી જાય એવી સુમધુર કવિતાઓનો સુંદર ફૉટોગ્રાફ્સથી અલંકૃત બ્લોગ. નિયમિત અપડેટથી સુશોભિત.
 • અમીઝરણું : અમિત પિસાવાડિયા, ઉપલેટાનો ગજરાતી કવિતાનો બ્લોગ. ફોટોગ્રાફ્સની પસંદગી અને એ બધાથી ય સવિશેષ અમિતની પારખુ નજર એ આ બ્લોગનું મોંઘેરું નજરાણું છે. નબળી કવિતા એની નજરે ચડતી જ નથી. પુનઃકાર્યાન્વિત.
 • ગુજરાતી સાહિત્ય સરિતા : અમેરિકાથી ગુજરાતી સાહિત્ય સરિતા દ્વારા સંચાલિત કવિતાઓ અને લેખોનો નિયમિતરીતે અપડેટ થતો મજાનો બ્લૉગ. મુખ્ય સંચાલક- વિજય શાહ, હ્યુસ્ટન.
 • વિજયનું ચિંતન જગત : વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજય શાહની ડાયરી. સ્વરચિત કાવ્યોની ભરમાર પણ ખરી જ. નિયમિતરૂપે અપડેટ થતો સુંદર બ્લૉગ.
 • સ્પંદનના ઝરણા..: જાગૃતિ વાલાણીનો ગમતી કવિતાઓનો નવો અને મજેદાર બ્લૉગ. નિયમિતપણે સક્રિય.
 • ગુર્જરદેશનો કવિતા વિભાગ : વિશાલ મોણપરાની સુંદર વેબસાઈટનો સરસ મજાનો કવિતા વિભાગ. લાંબા સમયથી નિષ્ક્રીય.
 • સિદ્ધાર્થનું મન : સિદ્ધાર્થનો ગુજરાતી કવિતાનો સમૃદ્ધ બ્લોગ. હાલના તબક્કે લગભગ નિષ્ક્રીય છતાં ભાષાના મોંઘેરા રત્નોની ઊંડી ખાણ.
 • સ્નેહ સરવાણી : અમદાવાદથી નેહા ત્રિપાઠીનો ગમતી કવિતાઓનો બ્લોગ. લાંબા સમયથી નિષ્ક્રિય.
 • કલરવ : વિવેક શાહનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ. લાંબા સમયથી નિષ્ક્રિય.
 • મારું જામનગર : જામનગરથી નિલેશ વ્યાસનો ગુજરાતી કવિતાઓ સાથે થોડું ગદ્ય અને ક્યારેક પોતાની અછાંદસ કૃતિઓનો રસથાળ પીરસતો બ્લૉગ.
 • બઝ્મે વફા : મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’ના પસંદગીના કાવ્યો, કાવ્યશાસ્ત્ર તથા ગદ્ય સાહિત્યનો નિયમિતપણે અપડેટ થતો સુંદર બ્લોગ.
 • શ્રીજી : લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો ઑડિયો બ્લોગ. અનિયમિતપણે સક્રિય.
 • સૂર-સરગમ : લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સૂરનો સમન્વય કરતો ઑડિયો બ્લોગ. અનિયમિતરૂપે સક્રિય.
 • તુલસીદલ : સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી તથા અન્ય સ્તુતિઓ. સંચાલક: ત્રિવેદી પરિવાર. નિયમિતપણે અપડેટ. સુવાક્યો, અન્ય કવિઓના ભજનો અને અંગ્રેજી આધ્યાત્મિક સાહિત્યથી સુશોભિત.
 • શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર : અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો અનિયમિતપણે સક્રિય બ્લોગ.
 • પિનાકિન લેઉવા : ગાંધીનગરથી પિનાકિન લેઉવાનો ગુજરાતના જાણીતા સંતોના ભજનો -તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી કરાવતો બ્લૉગ. લાંબા સમયથી નિષ્ક્રિય.
 • બીનાનો વેબ્લૉગ: અમેરિકાથી બીના ત્રિવેદીનો ગમતી ગુજરાતી કવિતાઓ, સમાચાર, અંગ્રેજી મેઈલ્સ અને ટૂચકાઓનો સુંદર બ્લૉગ.
 • સ્વરચિત અછાંદસ કાવ્યો, પસંદગીના કાવ્યો અને થોડા ગદ્ય સાહિત્યની ત્રિવેણી :
 • સહિયારું સર્જન : વાચક-કવિ મિત્રોએ અલગ અલગ વિષય પર રચેલી છાંદસ-અછાંદસ કવિતાઓનો પચરંગી મેળો. દોર-સંચાર-ઊર્મિસાગર. નિયમિત અપડેટથી સુશોભિત.
 • શાણી વાણીનો શબદ : જુગલકિશોર વ્યાસ, અમદાવાદનો સ્વરચિત છંદબદ્ધ કાવ્યો અને લેખોનો બ્લૉગ. તદુપરાંત પસંદગીના કાવ્યોનો રસથાળ પણ ખરો જ. નિયમિત અપડેટથી સુશોભિત.
 • કવિલોક : કવિ દિલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ. કવિતા ઉપરાંત ક્યારેક અહીં અધ્યાત્મની વાત, ટૂચકા અને અવતરણો પણ મળી જાય.નિયમિત અપડેટથી સુશોભિત.
 • સેતુ– જાણીતા લેખિકા શ્રી લતા હિરાણીનો સ્વરચિત અછાંદસ કાવ્યો, નાટક, વાર્તાઓ તથા લેખોનો સુંદર બ્લૉગ.
 • ગુજરાતી કવિતા – રસાસ્વાદ: અમદાવાદથી ગુંજન ગાંધીનો સ્વરચિત છંદોબદ્ધ કાવ્યો તથા ઉત્તમ ગુજરાતી કવિતાઓનો સરળ ભાષામાં આસ્વાદ કરાવતો સુંદર બ્લૉગ. અનિયમિતપણે સક્રિય.
 • ‘ડી’નું જગત : વડોદરાથી ‘ડી’એ શરુ કરેલો સ્વરચિત અછાંદસ લઘુકવિતાઓનો નાનકડો પણ મજાનો અને સમયાંતરે અપડેટ થતો રહેતો બ્લોગ.
 • વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો – વિશાલ મોણપરાની સ્વરચિત અછાંદસ ગઝલોની સમયાંતરે અપડેટ થતી રહેતી વેબ-સાઈટ.
 • પ્રવિણચંદ્ર શાહ : પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહના અછાંદસ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી કાવ્યોની વેબ સાઇટ. યુનિકોડ ફોન્ટનો અભાવ.
 • જયદીપનું જગત : અમદાવાદથી જયદીપનો સ્વરચિત કવિતા ઉપરાંત ગુજરાતી-ઉર્દુ સાહિત્ય અંગેના સંશોધનાત્મક લેખો અને અન્ય કવિઓની ગમેલી કવિતાઓનો બ્લૉગ. નિયમિત અપડેટથી સુશોભિત.
 • અર્ષનો સંગ્રહ : નિશીથ શુક્લ ‘અર્ષ’નો સ્વરચિત અછાંદસ કવિતાઓનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
 • અનરાધાર : સિડનીથી મેહુલ શાહનો સ્વરચિત અછાંદસ કાવ્યોનો બ્લૉગ. અનિયતકાલિન.
 • અનુપમા : અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત અછાંદસ કવિતાઓ તથા મુક્તપંચિકા તથા વિચારોનો નિયમિત અપડેટથી સુશોભિત બ્લોગ.
 • સ્વરાંજલી : અમેરિકાથી ચિરાગ પટેલનો મુખ્યત્વે અધ્યાત્મને લગતી સ્વરચિત અછાંદસ કવિતા તથા ગદ્ય રચનાઓનો બ્લોગ. નિયમિત અપડેટથી સુશોભિત.
 • કસુંબલ રંગનો વૈભવ : અમદાવાદથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત અછાંદસ ગઝલોનો આગવો બ્લોગ. અનિયમિતરૂપે સક્રિય.
 • મનસરોવર : શ્રી ગિરીશ દેસાઈનો મૌલિક વિચારો અને અછાંદસ કવિતાનો તરોતાજો બ્લૉગ.
 • મન માનસ અને મનન : પ્રવીણા કડકીયાનો સ્વરચિત અછાંદસ કાવ્યોનો બ્લોગ.
 • ફૂલવાડી : અમેરિકાથી વિશ્વદીપ બારડનો સ્વરચિત અછાંદસ કાવ્યો તથા ગમતી મજેદાર ગઝલોનો પાણીદાર બ્લોગ. નિયમિત અપડેટ. લગભગ પ્રતિદિન એક નવું કાવ્ય.
 • શબ્દોને પાલવડે : દેવિકા ધ્રુવનો સ્વરચિત કાવ્યો, ગમતી ગઝલો-મુક્તકો અને સુવિચારોના સુભગ સમન્વયનો સુંદર બ્લૉગ.
 • બંસીનાદ : જય ભટ્ટનો સ્વરચિત ગુજરાતી અછાંદસ કવિતા, નિબંધો, સંકલિત ગદ્ય-પદ્ય અને ગાંધીજી વિશેના લેખોનો નોખો બ્લોગ.
 • શબ્દોના સથવારે : રાજીવ ગોહેલ (ઓસ્ટ્રેલિઆ)નો સ્વરચિત અછાંદસ રચનાઓનો નવો બ્લૉગ.
 • શબ્દ સાગરના કિનારે : રાજીવ ગોહેલ (ઓસ્ટ્રેલિઆ)નો પસંદગીના કાવ્યો તથા સ્વરચિત અછાંદસ રચનાઓના સમન્વયનો નવો બ્લૉગ.
 • પ્રણવ ત્રિવેદી : રાજકોટના પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત અછાંદસ કાવ્યો અને લેખોનો બ્લોગ. અનિયમિતપણે સક્રિય.
 • ધર્મેશનું મન : બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો સ્વરચિત અછાંદસ કાવ્યો અને લેખોનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
 • ગુજરાતી ગઝલ : મંથન ભાવસારનો સ્વરચિત અછાંદસ ગઝલો અને ગમતી ગુજરાતી ગઝલોનો મજેદાર બ્લૉગ.
 • વિજયકુમાર દવે : ભાવનગરથી વિજયકુમાર દવેનો સ્વરચિત અને ગમતાં કાવ્યોનો બ્લૉગ.
 • લાગણીની કલમે : લંડનમાં રહેતા ધ્વનિ જોશીના સ્વરચિત અને ગમતાં કાવ્યોનો બ્લૉગ.
 • જયેશ ઉપાધ્યાયનું મનોજગત : જયેશ ઉપાધ્યાયની સ્વરચિત અછાંદસ રચનાઓ, ટૂચકાંઓ અને ગમતી કવિતાઓનો તાજો બ્લૉગ.
 • પ્રદીપની કલમે :શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટનો સ્વરચિત અછાંદસ રચનાઓનો બ્લૉગ
 • રવિ ઉપાધ્યાય- સર્જક્તાનો ખજાનો: કડોલી, સાબરકાંઠાના શ્રી રવિ ઉપાધ્યાયના સુપુત્ર ડૉ. જગદીપ ઉપાધ્યાયે એમની યાદમાં શરૂ કરેલ એમના ગુજરાતી સાહિત્ય, કળા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા પ્રદાનને અવગત કરાવતો બ્લૉગ.
 • મીતિક્ષા.કોમ: મીતિક્ષા અને દક્ષેશની ગમતી ગુજરાતી કવિતાઓ અને ઑડિયો રેકોર્ડિંગ્સ ઉપરાંત કેટલીક સ્વરચિત અછાંદસ રચનાઓનો બ્લૉગ.
 • ‘સાગર’ રામોલિયા : સાગર રામોલિયાની અછાંદસ ગઝલ અને મુખ્યત્વે હઝલોનો (JPEG ફોર્મેટમાં) સંગ્રહ. યુનિકોડનો અભાવ.
 • પિયુનીનો પમરાટ :  પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’નો અછાદંસ કાવ્ય, ગુજરાતી અને અંગ્રેજી ગદ્યનો સંચય.
 • નટખટ સોહમ રાવલનો બ્લૉગ: ગુજરાતી હાસ્ય સાહિત્ય અને સ્વરચિત નવલિકાઓનો બ્લૉગ
 • લાગણીઓનું વિશ્વ : શ્રી હિમાંશુ સાણંદિયાનો સ્વરચિત અછાંદસ કાવ્યો તથા પસંદગીના કાવ્યો, લેખોનો બ્લૉગ
 • ગદ્ય ગુજરાતી સાહિત્યનું વૈશિષ્ટ્ય પીરસતા બ્લૉગ્સ :
 • ગુજરાતી સારસ્વત પરિચય : ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે સચિત્ર રસપ્રદ જાણકારી આપતો નિયમિતરૂપે અપડેટ થતો માહિતીસભર બ્લૉગ. સંચાલકો : સુરેશ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્ત, ઊર્મિસાગર.
 • ગુજરાતી પ્રતિભા પરિચય : ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વેંત ઊંચા ગુજરાતીઓનો પરિચય આપતો સરસ બ્લોગ. સંચાલકો : સુરેશ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્ત, ઊર્મિસાગર.
 • કાવ્યસૂર : અમેરિકાથી સુરેશ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો અને તારીખાનુસાર વ્યક્તિ-વિશેષ દર્શાવતો બ્લોગ. ઊડીને આંખે વળગે એવી નિયમિતતા એનું જમા પાસું છે.
 • અંતરની વાણી : સાહિત્યજગતના માંધાતાઓની કૃતિઓ અને એનો યથાર્થ રસાસ્વાદ કરાવતો સુરેશ જાનીનો વળી એક નવો જ બ્લોગ. નિયમિતપણે સક્રિય.
 • પરમ સમીપે : ગદ્ય-પદ્યની રમઝટ જમાવતો ભરૂચથી નીલમ દોશીનો પોતાની પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો નિયમિત અપડેટ થતો રહેતો સુંદર અને વિચારશીલ બ્લોગ.
 • મેઘધનુષ : રોજિંદા સુવાક્યો, દાદીમાના વૈદાની વાત ઉપરાંત કવિતાઓ અને મુખ્યત્વે આધ્યાત્મિક અનુભૂતિઓના પિંડથી સર્જાયેલો, સાત રંગે રંગાયેલો મુંબઈના નીલા કડકિયાનો નિયમિત અપડેટ થતો સુંદર બ્લૉગ.
 • મધુસંચય : હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
 • અનામિકા : અમદાવાદથી હરીશ દવેનો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લૉગ.
 • અનુભવિકા : અમદાવાદથી હરીશ દવેનો અંગત અનુભૂતિઓનો ગુજરાતી બ્લૉગ.
 • કલરવ… બાળકો માટે… બાળકોનો : દાહોદથી રાજેશ્વરી શુક્લનો ખાસ બાળકો માટેનો ગમતાં ગીતો, ટૂચકાં, કોયડાં, ઓરિગામી અને રમતોનો મઘમઘતો બગીચો. નિયમિતપણે સક્રિય. સાથીદારો: સુરેશ જાની, નીલમ દોશી અને કૃપા શુક્લ.
 • હાસ્ય દરબાર : ટૂચકાંઓ અને કાર્ટૂનોના ખણખણતા સિક્કાઓ સ્વરૂપે હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી, મહેન્દ્ર શાહ અને સુરેશ જાની. નિયમિતપણે અપડેટ થતો બ્લૉગ.
 • કડવો કાઠિયાવાડી : અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત. હાલના તબક્કે મૃતઃપ્રાય.
 • મને મારી ભાષા ગમે છે : અશોક ઓડેદરાનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ. હાલના તબક્કે મૃતઃપ્રાય.
 • શબ્દપ્રીત : શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.
 • પુસ્તકાલય : જયંતીભાઈ પટેલ સંચાલિત સર્વપ્રથમ ગુજરાતી ઓન-લાઈન પુસ્તકાલય.
 • અનુસંધાન : હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ. હાલના તબક્કે મૃતઃપ્રાય.
 • હાથતાળી : અમદાવાદથી પંકજ બેંગાણીનો અંગત બ્લોગ. હાલના તબક્કે મૃતઃપ્રાય.
 • મારા વિચારો, મારી ભાષામાં… : મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો નાના-નાના સમાચારોનો અંગત બ્લોગ.
 • પ્રતિદિપ્તિ : મૌલિક સોનીનો અંગત બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
 • વિચાર જગત : એ બેંગલોરમાં ભૂલા પડેલા મૂળ સુરતી નિમેષ કાપડિયાનો બ્લોગ છે. એમાં એણે પોતાના વિચારો, અનુભવો અને કેટલાક સરસ કાવ્યો મૂક્યા છે. લગભગ નિષ્ક્રિય.
 • બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ : મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
 • તણખાં : પલક પટેલ અને સર્જિત અમીનનો સ્વરચિત વાર્તાઓ તથા ગુજરાતી પદ્ય-ગદ્ય સાહિત્યનો નિયમિતપણે અપડેટ થતો નવો જ બ્લોગ.
 • સ્વર્ગારોહણ : ગુજરાતીભાષામાં આધ્યાત્મિક સાહિત્યનો વિશાળ ખજાનો. ધાર્મિક પુસ્તકો ઉપરાંત ભજનો, ઑડિયો, મહાભારત, ગીતા, રામાયણ, ઉપનિષદ જેવા અણમોલ રત્નો અહીં ઉપલબ્ધ છે.
 • સખીનાં સથવારે : કિરીટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ. અનિયમિતરૂપે સક્રિય.
 • અધ્યારૂનું જગત: જિજ્ઞેશ અધ્યારૂનો ગુજરાતી સાહિત્યનો ભાતીગળ બ્લૉગ. પદ્ય, ગદ્ય બધું જ સમાવિષ્ટ.
 • બીનાનો વેબલોગ: બીનાબેન ત્રિવેદીનો પચરંગી વાતોનો સુમધુર બ્લૉગ.
 • કુરુક્ષેત્ર : ભૂપેન્દ્રસિંહ રાઓલની કલમે સાચી વાત ગળપણ નાંખ્યા વિના સીધેસીધી જ માણો. સાહિત્યજગતની આજકાલ અને વર્તમાન સામાજિક વિષયોનો પણ યોગ્ય સંસ્પર્શ..
 • અભીવ્યક્તી: ગોવિંદ મારુના ચર્ચાપત્રો અને રેશનલ વિચારોનો સંગ્રહ (ઉંઝા જોડણીમાં)
 • ચંદ્રપુકાર : શ્રી ચંદ્રવદન મિસ્ત્રીનો નાનાવિધ વિષયો પર સચિત્ર માહિતી અને વ્યક્તિ પરિચય તથા અછાંદસ કાવ્યોનો બ્લોગ.
 • શબ્દસેતુ : ટોરન્ટો, કેનેડાથી કિશોર પટેલનો શબ્દસેતુ સંસ્થા માટેનો ગુજરાતી બ્લૉગ – સભ્યોની સ્વરચિત કવિતા, ગઝલ, ગીત, કાવ્યપઠન, વાર્તા, લેખ, અન્ય રચના તેમજ ગુજરાતી સાહિત્યના આમંત્રિત ક્લાકારોની વિડિયો અને ફોટો ગેલેરી
 • મારી પાઠશાળા : શ્રી હસમુખભાઈ પટેલનો શિક્ષન વિષયક બ્લૉગ.
 • ગુજરાતી ઈ-સામયિકો:
 • રીડગુજરાતી.કોમ : વડોદરાના મૃગેશ શાહ દ્વારા સંપાદિત ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ઈ-દૈનિક. રોજેરોજ બે નવા લેખ-વાર્તા-કાવ્યોનો રસથાળ પીરસતું હાલના તબક્કે સૌથી બહોળું વાંચકવૃંદ ધરાવતું ભાતીગળ ઈ-દૈનિક.
 • ઉદ્દેશ : શ્રી પ્રબોધ જોશીનું સાહિત્ય અને જીવન વિચારનું સામયિક.
 • ગઝલ ગુર્જરી : લબ્ધપ્રતિષ્ઠ અને નવોદિત કવિઓની સુંદર રચનાઓ પીડીએફ સ્વરૂપમાં પીરસતું અનિયતકાલિન ઈ-સામયિક. સંપાદક: આદિલ મન્સૂરી.
 • નેટ-ગુર્જરી : જુગલકિશોર વ્યાસ દ્વારા સંપાદિત ઈ-સાપ્તાહિક. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતીઓને લગતી નાનાવિધ વાતોને એક જ સ્થળે પીરસતું નવું પણ ભાતીગળ સામયિક.
 • ઝાઝી : અમેરિકાથી ચિરાગ ઝાનું ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન. કવિતાઓ, મુશાયરો, પાકશાસ્ત્ર, વાર્તાઓ જેવી અવનવી વાનગીઓનો રસથાળ. કમનસીબે યુનિકોડમાં નથી.
 • કેસૂડાં : સુંદર ચિત્રોથી સુશોભિત ઈ-સામયિક. કમનસીબે યુનિકોડમાં નથી.
 • સુવાસ : બ્લોગ સ્વરૂપે સૌપ્રથમ ગુજરાતી ઈસ્લામિક ઈ-મેગેઝીન. લગભગ નિષ્ક્રિય.
 • ઉજાસ : ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
 • સમાચાર સાર : સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
 • ગુજરાતી શબ્દકોશ:
 • ગુજરાતી લેક્ષિકોન : રતિલાલ ચંદરિયાનો ગુજરાતી ભાષાનો વિશાળ સર્વપ્રથમ ઓનલાઈન ડિજિટલ શબ્દકોશ. ગુજરાતી-ગુજરાતી, અંગ્રેજી-ગુજરાતી તથા ગુજરાતી-અંગ્રેજી સમાનાર્થી, વિરુદ્ધાર્થી, પર્યાયવાચી શબ્દો ઉપરાંત સ્પેલ-ચેકર અને સન્ડે ઈ-મહેફિલની મસ્તી.
 • અગ્રણી ગુજરાતી બ્લૉગ્સને એક જ સ્થળે મળવાનું સરનામું – બ્લૉગ સિંડીકેશન
 • સંમેલન : એસ.વી. દ્વારા સંચાલિત ગુજરાતી બ્લૉગોનો ગુલદસ્તો.

… સંરચના : વિવેક મનહર ટેલર

72 thoughts on “૦૬. ગુજરાતી શબ્દજગત

 1. ગુજરાતી બ્લોગજગત અને ગુજરાતી સાહિત્યની વેબસાઇટોની ટિપ્પણી સહિત ની માહિતિસભર યાદી, ગુજરાતી સાહિત્યરસિક મિત્રો માટે ઉપયોગી પૂરવાર થશે…

  આભાર…

 2. વહાલા વિવેકભાઈ,
  જોયુંને! આવું સુંદર કામ કર્યા પછી તમને કેવી પરમ શાંતિનો
  અનુભવ થયો!
  ગઝલના માથે ગીતની કલગી મૂકી ત્યારે પણ તમને આવું જ
  થયું હશે તેની મનેતો ખાતરી છે.
  હવે આવો,છંદોબદ્ધ કાવ્યના દરિયામાં ડૂબકી મારો અને પાર
  તરી જાવ એ જોવા આંખો તરસે છે.
  આજના આ કામ માટે તમને અભિનંદનની ક્યાં જરુર છે?
  સહુ ગુજરાતી પ્રેમીઓના હૃદયમાંથી “વાહ,વાહ,વિવેકભાઈ!”નો
  નાદબ્રહ્મ ગૂંજી રહ્યો છે;હું અપવાદમાં કેવી રીતે રહી શકું?

  શાહ પ્રવીણચન્દ્ર કસ્તુરચન્દ

 3. બહુ જ સરસ રજૂઆત અને માહીતિ. મારા બ્લોગ અંગે આપેલી માટે ખૂબ ખૂબ આભાર. ખાલી લીસ્ટ કરતાં વધુ ઉપયોગી થઇ શકે તેવું છે.
  જ્યારે ગુજરાતી બ્લોગરોની એક વેબ સાઇટ બને ત્યારે ત્યાં મૂકવા માટે આ બહુ જ કામમાં લાગશે.
  દરેક વિભાગમાં જો કક્કાવારી પ્રમાણે ગોઠવી શકો તો વધુ ઉપયોગી થશે.

 4. Shree Vivekbhai

  You have done an amazing task – a great contribution to our world of
  Gujarati sahitya – we all will remain indebted to you for ever.

  I wish I get inspired by your work and extend my contribution to this.

  Thanks and congrates
  kirit

 5. Shri Vivek Bhai,
  Ek vaheli savare..
  sapnu avvyu takare sathvare…
  palbahr ma to bani gayu chhe vatvruksh….
  Very hearty congratulations for the efforts made on….
  the real use of internet to enlighten our own ..
  gujarati language…
  -Ashok Dodia

 6. વિવેકભાઈ ! તમે ખુબ મઝાની કામગીરી કરી આપી છે. હજી તમારી ગીત રચનાનો કૅફ ઊતર્યો ન’તો ત્યાં આ ‘ચીજ’ જોવા મળી ગઈ.બાકી હતું તે મહેન્દ્રભાઈએ તમને છદમાં નિમંત્ર્યા ! જો તમે એમાં આવશો તો છંદની ચીલાચાલુ રીતભાતને નવો ને તાજગીભર્યો ચેપ લાગશે. તમારાં કાવ્યો-ગઝલોને વિશ્વભરમાં ફેલાવવા માટેની ઑફર મેં વાંચી. તમે એક નવું ભવિષ્ય ઉઘાડી રહ્યા છો, વિવેકભાઈ.ગુજરાત અને ગુજરાતીને તમારા હાથે ઘણું મળવાના સંકેત છે. શિવાસ્થે પંથાન:સંતુ !

 7. શબ્દો છે શ્વાસ મારા : મારી સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ. સાથે જ મારા મનગમતા ફોટોગ્રાફ્સ પણ ખરા. દર બુધવારે અને દર શનિવારે સાંજે નવી કૃતિઓ.
  લયસ્તરો : ધવલ શાહ (અમેરિકા)નો ગુજરાતી કવિતા આસ્વાદનો બ્લોગ. ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષાની કવિતાઓનો સૌથી વિશાળ ખજાનો. પ્રતિદિન એક નવી કવિતાનો કાવ્યાસ્વાદ અને/અથવા કવિજીવન પરિચય સાથે નોખો ચીલો ચાતરતો ભાતીગળ બ્લોગ. સહસંચાલકો: વિવેક ટેલર (સુરત), સુરેશ જાની (અમેરિકા)
  ગુજરાતી ભાષા પુસ્તકોના સીમાડા વળોટીને હવે સાચા અર્થમાં ગ્લૉબલ બની રહી છે. ઈન્ટરનેટ અને યુનિકોડ ફૉન્ટના સથવારે છેલ્લા બે-અઢી વર્ષમાં ઢગલાબંધ બ્લૉગ અને અવનવા દિમાગોની સીડીના પગથિયે ચડીને આજે ગુજરાતી ભાષા નવા આકાશને આંબી રહી છે, કહો કે નવું સરનામું પામી રહી છે. ગુજરાતી બ્લૉગ્સ અને વેબ-સાઈટ્સની યાદીને સૌપ્રથમવાર પ્રાથમિક પ્રકાર પ્રમાણે વર્ગીકૃત કરીને રજૂ કરી રહ્યો છું જેથી ભાવક ઓછી ભીડમાંથી પોતાને ગમતો માર્ગ શોધી શકે. દરેક બ્લોગ અને વેબ-સાઈટ્સ વિશે ટૂંક-માહિતી અને ખાસ તો એની સક્રિયતા વિશે ટિપ્પણી મૂકી આ લિસ્ટને વધુ ઉપયોગી બનાવવાની કોશિશ કરી છે.

  સ્વરચિત ગુજરાતી કાવ્યોનું ગરવું-નરવું જગત
  શબ્દો છે શ્વાસ મારા : ડો.વિવેક મનહર ટેલર (સુરત)નો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ. સાથે જ વિવેકે પાડેલા એના મનગમતા ફોટોગ્રાફ્સ પણ ખરા જ સ્તો. દર બુધવારે અને દર શનિવારે સાંજે નવી કૃતિઓ.
  આદિલ મન્સૂરી.કોમ : ગુજરાતી કાવ્યજગતના શિરમોર કવિ શ્રી આદિલ મન્સૂરીની ગઝલોનો તાજો જ શરૂ થયેલો નાનો પણ મજાનો બ્લૉગ.
  રતિલાલ ‘અનિલ’ : ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકથી સમ્માનિત શ્રી રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો, મુક્તકો, લલિત નિબંધો વિ.ની વેબ સાઇટ. યુનિકોડ ફોન્ટનો અભાવ.
  ગુજરાતી કવિતા : મહાનગરી મુંબઈથી ચેતન ફ્રેમવાલાનો સુંદર સ્વરચિત છંદબદ્ધ કાવ્યોનો નાનકડો અને સમયાંતરે અપડેટ થતો રહેતો સ-રસ બ્લૉગ.
  બાગે વફા : મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’ના છંદબદ્ધ સ્વરચિત કાવ્યોનો નિયમિતપણે અપડેટ થતો સરસ બ્લૉગ..
  શાણી વાણીનો શબદ : જુગલકિશોર વ્યાસ, અમદાવાદનો સ્વરચિત છંદબદ્ધ કાવ્યો અને લેખોનો બ્લૉગ. તદુપરાંત પસંદગીના કાવ્યોનો રસથાળ પણ ખરો જ. નિયમિત અપડેટથી સુશોભિત.
  અમિત ત્રિવેદીના કાવ્યો : અમિત ત્રિવેદીના સ્વરચિત છાંદસ કાવ્યો. યુનિકોડ ફોન્ટનો અભાવ.
  એક વાર્તાલાપ : ડલાસ, ટેક્સાસથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યો અને અન્ય કવિની રચનાઓની વેબ સાઇટ. અનિયમિતપણે સક્રિય. યુનિકોડ ફોન્ટનો અભાવ.
  ગુજરાતી કાવ્યવિશ્વ – કવિતાઓની મનભાવન નગરીની સફરે લઈ જતા બ્લૉગ્સ
  લયસ્તરો : ધવલ શાહ (અમેરિકા)નો ગુજરાતી કવિતા આસ્વાદનો બ્લોગ. ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષાની કવિતાઓનો સૌથી વિશાળ ખજાનો. પ્રતિદિન એક નવી કવિતાનો કાવ્યાસ્વાદ અને/અથવા કવિજીવન પરિચય સાથે નોખો ચીલો ચાતરતો ભાતીગળ બ્લોગ. સહસંચાલકો: વિવેક ટેલર (સુરત), સુરેશ જાની (અમેરિકા)
  ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો : એસ.વી.નો ગુજરાતી સાહિત્યનો બ્લોગ. ગુજરાતી બ્લોગવિશ્વમાં સૌથી પહેલા શરૂ થઈ મોખરાનું સ્થાન મેળવનાર આ બ્લૉગમાં મુખ્યત્વે કવિતાઓ છે. તદુપરાંત કાર્ટૂન, કહેવતો, ટૂચકાં, સમાચાર અને ઉખાણાંનો ખજાનો પણ આ સાગરમાં જડી આવે.
  ગુજરાતીલેક્સિકોન-ઉત્કર્ષ ટીમનો બ્લોગ : મુંબઈથી ઉત્કર્ષ અને ગુજરાતીલેક્સિકોનની ટીમે શરુ કરેલો સાહિત્ય બ્લોગ. મીના છેડા એના પર ગુજરાતી સાહિત્યનું આચમન કરાવે છે. પોસ્ટની નિયમિતતા અને કૃતિઓનું ચયન ઊડીને આંખે વળગે એવા છે.
  ટહૂકો.કોમ : લોસ એન્જેલીસથી જયશ્રી ભક્તનો શબ્દ, સંગીત અને દૃષ્ટિનો સુભગ ત્રિવેણી સંગમ. ચુનંદી કવિતાનો શબ્દ, સંગીતની સૂરાવલિઓ મઢી કાવ્યરચનાઓ અને નયનરમ્ય ફોટોગ્રાફ્સ સાથેનો નિયમિતરૂપે અપડેટ થતો રહેતો સુંદર બ્લૉગ.
  અમીઝરણું : અમિત પિસાવાડિયા, ઉપલેટાનો ગજરાતી કવિતાનો બ્લોગ. પોસ્ટની નિયમિતતા, ફોટોગ્રાફ્સની પસંદગી અને એ બધાથી ય સવિશેષ અમિતની પારખુ નજર એ આ બ્લોગનું મોંઘેરું નજરાણું છે. નબળી કવિતા એની નજરે ચડતી જ નથી.
  ગુજરાતી સાહિત્ય સરિતા : અમેરિકાથી ગુજરાતી સાહિત્ય સરિતા દ્વારા સંચાલિત કવિતાઓ અને લેખોનો નિયમિતરીતે અપડેટ થતો મજાનો બ્લૉગ. મુખ્ય સંચાલક- વિજય શાહ, હ્યુસ્ટન.
  વિજયનું ચિંતન જગત : વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજય શાહની ડાયરી. સ્વરચિત કાવ્યોની ભરમાર પણ ખરી જ. નિયમિતરૂપે અપડેટ થતો સુંદર બ્લૉગ.
  ગુર્જરદેશનો કવિતા વિભાગ : વિશાલ મોણપરાની સુંદર વેબસાઈટનો સરસ મજાનો કવિતા વિભાગ. અનિયમિત અપડેટ છતાં સક્રિય.
  સિદ્ધાર્થનું મન : સિદ્ધાર્થનો ગુજરાતી કવિતાનો સમૃદ્ધ બ્લોગ. હાલના તબક્કે નિયમિતતાના અભાવ છતાં ભાષાના મોંઘેરા રત્નોની ઊંડી ખાણ.
  પ્રત્યાયન : પંચમ શુક્લનો ગુજરાતી કાવ્યનો નાનકડો બ્લોગ. હાલના તબક્કે મૃતઃપ્રાય.
  સ્નેહ સરવાણી : અમદાવાદથી નેહા ત્રિપાઠીનો ગમતી કવિતાઓનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
  કલરવ : વિવેક શાહનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
  ગુજરાતી કવિતા – રસાસ્વાદ: અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાઓનો સરળ ભાષામાં આસ્વાદ કરાવતો નવો નક્કોર બ્લૉગ.
  મારું જામનગર : જામનગરથી નિલેશ વ્યાસનો ગુજરાતી કવિતાઓ સાથે થોડું ગદ્ય અને ક્યારેક પોતાની અછાંદસ કૃતિઓનો રસથાળ પીરસતો બ્લૉગ.
  બઝ્મે વફા : મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’ના પસંદગીના કાવ્યો, કાવ્યશાસ્ત્ર તથા ગદ્ય સાહિત્યનો નિયમિતપણે અપડેટ થતો સુંદર બ્લોગ.
  શ્રીજી : લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો ઑડિયો બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
  સૂર-સરગમ : લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સૂરનો સમન્વય કરતો ઑડિયો બ્લોગ. અનિયમિરૂપે સક્રિય.
  તુલસીદલ : સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી તથા અન્ય સ્તુતિઓ. સંચાલક: ત્રિવેદી પરિવાર. નિયમિતપણે અપડેટ.
  શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર : અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો લગભગ નિષ્ક્રિય બ્લોગ.
  કાવ્યોત્સવ : હેમાંગનો ગુજરાતી કવિતાઓનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
  પિનાકિન લેઉવા : ગાંધીનગરથી પિનાકિન લેઉવાનો ગુજરાતના જાણીતા સંતોના ભજનો -તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી કરાવતો બ્લૉગ. લગભગ નિષ્ક્રિય.

  તોરણ : પંકજ બેંગાણી અને તરકશ ટીમ દ્વારા સંચાલિત ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ વિભાગ.
  સ્વરચિત અછાંદસ કાવ્યો, પસંદગીના કાવ્યો અને થોડા ગદ્ય સાહિત્યની ત્રિવેણી :

  ઊર્મિનો સાગર : ઊર્મિનો સ્વરચિત કવિતાઓ ઉપરાંત અન્ય કવિઓની દિલને સ્પર્શી જાય એવી સુમધુર કવિતાઓનો સુંદર ફૉટોગ્રાફ્સથી અલંકૃત બ્લોગ. નિયમિત અપડેટથી સુશોભિત.
  સહિયારું સર્જન : વાચક-કવિ મિત્રોએ અલગ અલગ વિષય પર રચેલી છાંદસ-અછાંદસ કવિતાઓનો પચરંગી મેળો. દોર-સંચાર-ઊર્મિસાગર. નિયમિત અપડેટથી સુશોભિત.
  કવિલોક : કવિ દિલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ. કવિતા ઉપરાંત ક્યારેક અહીં અધ્યાત્મની વાત, ટૂચકા અને અવતરણો પણ મળી જાય.નિયમિત અપડેટથી સુશોભિત.
  ‘ડી’નું જગત : વડોદરાથી ‘ડી’એ શરુ કરેલો સ્વરચિત અછાંદસ લઘુકવિતાઓનો નાનકડો પણ મજાનો અને સમયાંતરે અપડેટ થતો રહેતો બ્લોગ.
  વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો – વિશાલ મોણપરાની સ્વરચિત અછાંદસ ગઝલોની સમયાંતરે અપડેટ થતી રહેતી વેબ-સાઈટ.
  પ્રવિણચંદ્ર શાહ : પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહના અછાંદસ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી કાવ્યોની વેબ સાઇટ. યુનિકોડ ફોન્ટનો અભાવ.
  જયદીપનું જગત : અમદાવાદથી જયદીપનો સ્વરચિત કવિતા ઉપરાંત ગુજરાતી-ઉર્દુ સાહિત્ય અંગેના સંશોધનાત્મક લેખો અને અન્ય કવિઓની ગમેલી કવિતાઓનો બ્લૉગ. નિયમિત અપડેટથી સુશોભિત.
  અર્ષનો સંગ્રહ : નિશીથ શુક્લ ‘અર્ષ’નો સ્વરચિત અછાંદસ કવિતાઓનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
  અનરાધાર : સિડનીથી મેહુલ શાહનો સ્વરચિત અછાંદસ કાવ્યોનો બ્લૉગ. અનિયતકાલિન.
  અનુપમા : અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત અછાંદસ કવિતાઓ તથા મુક્તપંચિકા તથા વિચારોનો નિયમિત અપડેટથી સુશોભિત બ્લોગ.
  સ્વરાંજલી : અમેરિકાથી ચિરાગ પટેલનો મુખ્યત્વે અધ્યાત્મને લગતી સ્વરચિત અછાંદસ કવિતા તથા ગદ્ય રચનાઓનો બ્લોગ. નિયમિત અપડેટથી સુશોભિત.
  કસુંબલ રંગનો વૈભવ : અમદાવાદથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત અછાંદસ ગઝલોનો આગવો બ્લોગ. અનિયમિતરૂપે સક્રિય.
  મનસરોવર : શ્રી ગિરીશ દેસાઈનો મૌલિક વિચારો અને અછાંદસ કવિતાનો તરોતાજો બ્લૉગ.
  મન માનસ અને મનન : પ્રવીણા કડકીયાનો સ્વરચિત અછાંદસ કાવ્યોનો બ્લોગ
  ફૂલવાડી : વિશ્વદીપનો સ્વરચિત અછાંદસ કાવ્યોનો બ્લોગ.
  બંસીનાદ : જય ભટ્ટનો સ્વરચિત ગુજરાતી અછાંદસ કવિતા, નિબંધો, સંકલિત ગદ્ય-પદ્ય અને ગાંધીજી વિશેના લેખોનો નોખો બ્લોગ.
  શબ્દોના સથવારે : રાજીવ ગોહેલ (ઓસ્ટ્રેલિઆ)નો સ્વરચિત અછાંદસ રચનાઓનો નવો બ્લૉગ.
  પ્રણવ ત્રિવેદી : પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત અછાંદસ કાવ્યો અને લેખોનો બ્લોગ. અનિયમિતપણે સક્રિય.
  ધર્મેશનું મન : બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો સ્વરચિત અછાંદસ કાવ્યો અને લેખોનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
  ગદ્ય ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોની સાથે મુલાકાત કરાવતા બ્લૉગ્સ
  ગુજરાતી સારસ્વત પરિચય : ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે સચિત્ર રસપ્રદ જાણકારી આપતો નિયમિતરૂપે અપડેટ થતો માહિતીસભર બ્લૉગ. સંચાલકો : સુરેશ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્ત, ઊર્મિસાગર.
  ગુજરાતી પ્રતિભા પરિચય : ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વેંત ઊંચા ગુજરાતીઓનો પરિચય આપતો સરસ બ્લોગ. સંચાલકો : સુરેશ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્ત, ઊર્મિસાગર.
  કાવ્યસૂર : અમેરિકાથી સુરેશ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો અને તારીખાનુસાર વ્યક્તિ-વિશેષ દર્શાવતો બ્લોગ. ઊડીને આંખે વળગે એવી નિયમિતતા એનું જમા પાસું છે.
  અંતરની વાણી : સાહિત્યજગતના માંધાતાઓની કૃતિઓ અને એનો યથાર્થ રસાસ્વાદ કરાવતો સુરેશ જાનીનો વળી એક નવો જ બ્લોગ. નિયમિતપણે સક્રિય.
  ઉજાસ : ગદ્ય-પદ્યની રમઝટ જમાવતો ભરૂચથી નીલમ દોશીનો પોતાની પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો નિયમિત અપડેટ થતો રહેતો સુંદર અને વિચારશીલ બ્લોગ.
  મેઘધનુષ : રોજિંદા સુવાક્યો, દાદીમાના વૈદાની વાત ઉપરાંત કવિતાઓ અને મુખ્યત્વે આધ્યાત્મિક અનુભૂતિઓના પિંડથી સર્જાયેલો, સાત રંગે રંગાયેલો મુંબઈના નીલા કડકિયાનો નિયમિત અપડેટ થતો સુંદર બ્લૉગ.
  મધુસંચય : હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
  અનામિકા : અમદાવાદથી હરીશ દવેનો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લૉગ.
  અનુભવિકા : અમદાવાદથી હરીશ દવેનો અંગત અનુભૂતિઓનો ગુજરાતી બ્લૉગ.
  કલરવ… બાળકો માટે… બાળકોનો : દાહોદથી રાજેશ્વરી શુક્લનો ખાસ બાળકો માટેનો ગમતાં ગીતો, ટૂચકાં, કોયડાં, ઓરિગામી અને રમતોનો મઘમઘતો બગીચો. નિયમિતપણે સક્રિય. સાથીદારો: સુરેશ જાની, નીલમ દોશી અને કૃપા શુક્લ.
  હાસ્ય દરબાર : ટૂચકાંઓ અને કાર્ટૂનોના ખણખણતા સિક્કાઓ સ્વરૂપે હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી, મહેન્દ્ર શાહ અને સુરેશ જાની. નિયમિતપણે અપડેટ થતો બ્લૉગ.
  કડવો કાઠિયાવાડી : અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત. હાલના તબક્કે મૃતઃપ્રાય.
  મને મારી ભાષા ગમે છે : અશોક ઓડેદરાનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ. હાલના તબક્કે મૃતઃપ્રાય.
  શબ્દપ્રીત : શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.
  પુસ્તકાલય : જયંતીભાઈ પટેલ સંચાલિત સર્વપ્રથમ ગુજરાતી ઓન-લાઈન પુસ્તકાલય.
  અનુસંધાન : હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ. હાલના તબક્કે મૃતઃપ્રાય.
  હાથતાળી : અમદાવાદથી પંકજ બેંગાણીનો અંગત બ્લોગ. હાલના તબક્કે મૃતઃપ્રાય.
  મારા વિચારો, મારી ભાષામાં… : મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો નાના-નાના સમાચારોનો અંગત બ્લોગ.
  પ્રતિદિપ્તિ : મૌલિક સોનીનો અંગત બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
  વિચાર જગત : એ બેંગલોરમાં ભૂલા પડેલા મૂળ સુરતી નિમેષ કાપડિયાનો બ્લોગ છે. એમાં એણે પોતાના વિચારો, અનુભવો અને કેટલાક સરસ કાવ્યો મૂક્યા છે. લગભગ નિષ્ક્રિય.
  બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ : મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
  તણખાં : પલક પટેલ અને સર્જિત અમીનનો સ્વરચિત વાર્તાઓ તથા ગુજરાતી પદ્ય-ગદ્ય સાહિત્યનો નિયમિતપણે અપડેટ થતો નવો જ બ્લોગ.
  સ્વર્ગારોહણ : ગુજરાતીભાષામાં આધ્યાત્મિક સાહિત્યનો વિશાળ ખજાનો. ધાર્મિક પુસ્તકો ઉપરાંત ભજનો, ઑડિયો, મહાભારત, ગીતા, રામાયણ, ઉપનિષદ જેવા અણમોલ રત્નો અહીં ઉપલબ્ધ છે.
  સખીનાં સથવારે : કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ. અનિયમિતરૂપે સક્રિય.
  ગુજરાતી ઈ-સામયિકો:
  રીડગુજરાતી.કોમ : વડોદરાના મૃગેશ શાહ દ્વારા સંપાદિત ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ઈ-દૈનિક. રોજેરોજ બે નવા લેખ-વાર્તા-કાવ્યોનો રસથાળ પીરસતું હાલના તબક્કે સૌથી બહોળું વાંચકવૃંદ ધરાવતું ભાતીગળ ઈ-દૈનિક.
  ગઝલ ગુર્જરી : લબ્ધપ્રતિષ્ઠ અને નવોદિત કવિઓની સુંદર રચનાઓ પીડીએફ સ્વરૂપમાં પીરસતું અનિયતકાલિન ઈ-સામયિક. સંપાદક: આદિલ મન્સૂરી.
  નેટ-ગુર્જરી : જુગલકિશોર વ્યાસ દ્વારા સંપાદિત ઈ-સાપ્તાહિક. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતીઓને લગતી નાનાવિધ વાતોને એક જ સ્થળે પીરસતું નવું પણ ભાતીગળ સામયિક.
  ઝાઝી : અમેરિકાથી ચિરાગ ઝાનું ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન. કવિતાઓ, મુશાયરો, પાકશાસ્ત્ર, વાર્તાઓ જેવી અવનવી વાનગીઓનો રસથાળ. કમનસીબે યુનિકોડમાં નથી.
  કેસૂડાં : સુંદર ચિત્રોથી સુશોભિત ઈ-સામયિક. કમનસીબે યુનિકોડમાં નથી.
  સુવાસ : બ્લોગ સ્વરૂપે સૌપ્રથમ ગુજરાતી ઈસ્લામિક ઈ-મેગેઝીન. લગભગ નિષ્ક્રિય.
  ઉજાસ : ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ. લગભગ નિષ્ક્રિય.
  સમાચાર સાર : સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
  ગુજરાતી શબ્દકોશ:
  ગુજરાતી લેક્ષિકોન : રતિલાલ ચંદરિયાનો ગુજરાતી ભાષાનો વિશાળ સર્વપ્રથમ ઓનલાઈન ડિજિટલ શબ્દકોશ. ગુજરાતી-ગુજરાતી, અંગ્રેજી-ગુજરાતી તથા ગુજરાતી-અંગ્રેજી સમાનાર્થી, વિરુદ્ધાર્થી, પર્યાયવાચી શબ્દો ઉપરાંત સ્પેલ-ચેકર અને સન્ડે ઈ-મહેફિલની મસ્તી.
  અગ્રણી ગુજરાતી બ્લૉગ્સને એક જ સ્થળે મળવાનું સરનામું – બ્લૉગ સિંડીકેશન
  સંમેલન : એસ.વી. દ્વારા સંચાલિત ગુજરાતી બ્લૉગોનો ગુલદસ્તો.
  ઓટલો : પંકજ બેંગાણી, તરકશ ટીમ દ્વારા સંચાલિત બ્લોગરોની બેઠક.

  અમિત પિસાવાડિયા
  ગુજરાતી બ્લોગજગત અને ગુજરાતી સાહિત્યની વેબસાઇટોની ટિપ્પણી સહિત ની માહિતિસભર યાદી, ગુજરાતી સાહિત્યરસિક મિત્રો માટે ઉપયોગી પૂરવાર થશે…

  આભાર…

  વહાલા વિવેકભાઈ,
  જોયુંને! આવું સુંદર કામ કર્યા પછી તમને કેવી પરમ શાંતિનો
  અનુભવ થયો!
  ગઝલના માથે ગીતની કલગી મૂકી ત્યારે પણ તમને આવું જ
  થયું હશે તેની મનેતો ખાતરી છે.
  હવે આવો,છંદોબદ્ધ કાવ્યના દરિયામાં ડૂબકી મારો અને પાર
  તરી જાવ એ જોવા આંખો તરસે છે.
  આજના આ કામ માટે તમને અભિનંદનની ક્યાં જરુર છે?
  સહુ ગુજરાતી પ્રેમીઓના હૃદયમાંથી “વાહ,વાહ,વિવેકભાઈ!”નો
  નાદબ્રહ્મ ગૂંજી રહ્યો છે;હું અપવાદમાં કેવી રીતે રહી શકું?

  શાહ પ્રવીણચન્દ્ર કસ્તુરચન્દ

  સુરેશ જાની
  બહુ જ સરસ રજૂઆત અને માહીતિ. મારા બ્લોગ અંગે આપેલી માટે ખૂબ ખૂબ આભાર. ખાલી લીસ્ટ કરતાં વધુ ઉપયોગી થઇ શકે તેવું છે.
  જ્યારે ગુજરાતી બ્લોગરોની એક વેબ સાઇટ બને ત્યારે ત્યાં મૂકવા માટે આ બહુ જ કામમાં લાગશે.
  દરેક વિભાગમાં જો કક્કાવારી પ્રમાણે ગોઠવી શકો તો વધુ ઉપયોગી થશે.

  સુરેશ જાની
  મારા બ્લોગ અંગે આપેલી ટિપ્પણી માટે

  Jugalkishor
  વિવેકભાઈ ! તમે ખુબ મઝાની કામગીરી કરી આપી છે. હજી તમારી ગીત રચનાનો કૅફ ઊતર્યો ન’તો ત્યાં આ ‘ચીજ’ જોવા મળી ગઈ.બાકી હતું તે મહેન્દ્રભાઈએ તમને છદમાં નિમંત્ર્યા ! જો તમે એમાં આવશો તો છંદની ચીલાચાલુ રીતભાતને નવો ને તાજગીભર્યો ચેપ લાગશે. તમારાં કાવ્યો-ગઝલોને વિશ્વભરમાં ફેલાવવા માટેની ઑફર મેં વાંચી. તમે એક નવું ભવિષ્ય ઉઘાડી રહ્યા છો, વિવેકભાઈ.ગુજરાત અને ગુજરાતીને તમારા હાથે ઘણું મળવાના સંકેત છે. શિવાસ્થે પંથાન:સંતુ !
  તમે ખુબ મઝાની કામગીરી કરી આપી છે. હજી તમારી ગીત રચનાનો કૅફ ઊતર્યો ન’તો ત્યાં આ ‘ચીજ’ જોવા મળી ગઈ.બાકી હતું તે મહેન્દ્રભાઈએ તમને છદમાં નિમંત્ર્યા ! જો તમે એમાં આવશો તો છંદની ચીલાચાલુ રીતભાતને નવો ને તાજગીભર્યો ચેપ લાગશે. તમારાં કાવ્યો-ગઝલોને વિશ્વભરમાં ફેલાવવા માટેની ઑફર મેં વાંચી. તમે એક નવું ભવિષ્ય ઉઘાડી રહ્યા છો, વિવેકભાઈ.ગુજરાત અને ગુજરાતીને તમારા હાથે ઘણું મળવાના સંકેત છે. શિવાસ્થે પંથાન:સંતુ

 8. બહુ જ સરસ રજૂઆત અને માહીતિ. મારા બ્લોગ અંગે આપેલી માટે ખૂબ ખૂબ આભાર. ખાલી લીસ્ટ કરતાં વધુ ઉપયોગી થઇ શકે તેવું છે.

 9. વિવેકભાઇ, મારા બ્લોગ (સ્વરાંજલિ)ની કડી મૂકવા માટે આભાર. તમે જો બ્લોગસ્પોટ ને બદલે વર્ડપ્રેસની કડી મૂકી શકો તો ખૂબ સરસ (એ પણ આપનું જ સૂચન હતું). વર્ગીકરણ ઉત્તમ.

 10. સલામ વિવેક ભાઇ,
  સુવાસ બ્‍લોગનો અત્રે પરિચય કરાવવા બદલ..
  અલ્‍લાહ પાક મને શ્રેષ્‍ઠ બદલો આપે (જઝાકુમુલ્‍લાહ)
  ભાઇ શ્રી છેલ્‍લા થોડા માસથી લગભગ છ માસથી, હુ નિષ્‍ક્રય હતો, એ વાત બરાબર, મુળ અનેક પ્રસંગો અને પ્રવૃત્તિઓ ભેગી આવી પડી, પહેલાં અમારી મદરેસાની વાર્ષ‍િક પરીષાઓ, (હું એક ઇસ્‍લામી મદરેસામાં શિક્ષક છું) પછી રમઝામ માસની ઈબાદત, પછી બે માસ હજ માટે મકકાનો સફર ….
  હવે પાછો ધીરે ધીરે સુવાસ ને અપડેટ કરી રહયો છું.

  સલામ…..

 11. RES DR.SRI VIVEKBHAI
  I AM A REGULAR READER OF READGUJARATI.COM…AND WAS REGULARLY READING UR COMMENTS ACCIDENTLY I CLICKED ON YOUR NAME AND I AM LUCKYLY HERE TO WRITE YOU SOME THING REGARDING YOUR BLOG…
  I VERY SINCERALY THANK YOU FOR YOUR WORK LIKE GIVING LIST OF GUJARATI WEBS AND BLOGS..PL UPDATE IT REGULARLY SO THAT IF SOME NEW STUFF CAN SATISFY OUR HUNT FOR GUJ READING…
  I HAVE READ YOUR POEMS WHICH ARE SIMPLY GOOD AS I AM NOT MORE USE TO READ POAMS AND MORELY READ “GADHY”
  HEARTY WISHESH AND BEST OF LUCK
  THANK YOU
  YOURS CORDIALLY

  D.K.T NAA JAI HATKESH

 12. You have done a gr8 job sir….

  Thanks to make available such a vast world of Gujarati Blogs…

  આપને ખૂબ ખૂબ અભિનન્દન …

  વિજયકુમાર દવે

 13. મારા બ્લોગને આ લીસ્ટમાં સમાવિષ્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…..

  ધન્યવાદ

 14. વિવેક ભાઈ ગુજરાતી ભાષામાં આટલા બધા બ્લોગ છે જાણી આનંદ થયો સરસ કામ કરો છો અભિનંદનને હકદાર છો હું પણ આ દુનિયાથી અંજાયો તેમજ લલચયો છું મારા બ્લોગને સ્થાન આપવા વિનંતી jayeshupadhyaya.wordpress.com
  આભાર

 15. શ્રી વિવેકભાઇ,
  જય જલારામ.
  હ્યુસ્ટનથી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય શ્રી કૃષ્ણ. આ સાથે નીચે દર્શાવેલ વેબસાઇટને આપના લીસ્ટમાં સમાવવા વિનંતી.

  http://pradipkumar.wordpress.com/
  http://pradipkumar.gujaratisahityasarita.org/

  ફરીથી આપની ગુજરાતી ભાષાની ઉત્તમ સેવા માટે હાર્દિક અભિનંદન.

 16. પ્રિય ડો. વિવેકભાઇ.
  કદાચ આપને ખ્યાલ હશે જ કે હું મારાં સ્વર્ગસ્થ પિતાશ્રી રવિ ઉપાધ્યાયના સાહિત્યસર્જનને અવગત કરાવતો બ્લોગ -“રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો”
  ( http:/ /raviupadhyaya@wordpress.com )નું સંચાલન કરું છું. સમય મળે એમ અવારનવાર એમની ઉત્ત્કૃષ્ટ કૃતિઓ પ્રગટ કરતો રહું છું. છેલ્લા એક વર્ષમાં લગભગ 85 કૃતિઓ નેટ પર મૂકેલ છે. Please do visit & give your valuable suggestions.
  આ સાથે નીચે દર્શાવેલ વેબસાઇટને આપના લીસ્ટમાં સમાવવા વિનંતી.

  http:/ /raviupadhyaya@wordpress.com

 17. શ્રી વિવેકભાઇ,
  જય જલારામ સહિત જય શ્રી કૃષ્ણ.
  આપનો સહકાર,મા સરસ્વતીની કૃપા અને વાંચકોનો પ્રેમ,એ ગુજરાતી ભાષાના પાયામાં છે અને તે જ દરેકને પોતાની આવડત પ્રમાણે કંઇક કરવા પ્રેરે છે.આપનો આભાર ન મનાય આપને તો ધન્યવાદ જ હોય અને તે પણ સાચા પ્રેમથી.
  લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ

 18. વિવેકભાઈ,
  આપની રચનાઓને માણતો રહું છું. તબીબી ક્ષેત્રે તો આપ નિષ્ણાંત હશો જ પણ એટલી જ ખુબીથી ગીત ગઝલોની પ્રસુતિ કરાવો છો. સર્જન કોઈ એક ક્ષેત્રના વ્યક્તિઓનો ઈજારો નથી એ તમારાથી સાબિત થાય છે. આશા છે આજ રીતે આપ નવિન રચનાઓ કરતા રહો અને લોકોને ધરતા રહો.
  મારા નવા બ્લોગ http://www.mitixa.com ની મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ પાઠવું છું. એનો સમાવેશ આપના ગુજરાતી બ્લોગ-જગતમાં કરશો તો આનંદ થશે.

 19. વાહ! વિવેકભાઈ!
  ખૂબ જ સુંદર અને સરાહનીય કામ થયું છે.
  લાગણી એવી થઈ કે,જાણે કોઇ મા ના કહ્યાગરા અને લાગણીશીલ દિકરાએ ઘણા વર્ષો જૂની કોઇ મનોકામના પૂર્ણ કરી હોય !!!!!
  મા ગુર્જરી ને પણ આવી લાગ્ણી થી હશે અત્યારે….
  -અભિનંદન….
  અને હા,
  મારા બન્ને બ્લોગ http://www.navesar.wordpress.com અને
  http://www.drmaheshrawal.blogspot.com ને યાદીમાં સામેલ કરવા બદલ હાર્દિક આભાર.
  શક્ય હોય તો,
  મારી ગઝલ મારા જ અવાજમાં જ્યાં રજૂ થાય છે એ,મારા નવા બ્લોગ
  http://www.sahbdaswar.blogspot.com ને પણ યાદીમાં સમાવી લેવા વિનંતિ……
  ફરીથી,
  આ અસામાન્ય કાર્યસફળતા બદલ અભિનંદન વિવેકભાઈ!

 20. વિવેકભાઈ
  અચાનક આ બ્લોગ ની મુલાકત થઈ આપ સહિત્યનુ ઉમદા કામ કરી રહ્યા છો.
  અભિનંદન….

 21. વિવેકભાઈ
  અમારા બ્લોગની લિંક આપને જણાવું છું તેનો જો શક્ય હોય તો આપ સમાવેશ કરશો..

  પુરુષાર્થ
  http://jshiroya.blogspot.com/

 22. મને આ કવિતાનુ પાન ઘણુ જ પસન્દ ચ્હે .ગુજરાતી લખ્વુ પણ ગમે ચ્હે.આઆવડતો નથી મઝા આવી નિયમિત રીતે વાચવા મલે તો ઘણુ ગમે.

 23. પ્રિય વિવેકભાઇ,

  તમારા કાવ્યો તો નિયમિત વાંચું છું. બ્લોગ જગતનું વર્ગીકરણ કરવામાં પણ તમે આટલી જહેમત લીધી છે તે ખરેખર કાબિલે દાદ છે..ખુબ ખુબ અભિનંદન

  મારા બ્લોગનું નામ ‘સેતુ’ છપાયું છે તે સુધારીને ‘રીડસેતુ’ કરવા વિનંતિ.

  લતા હિરાણી

 24. શ્રી વિવેકભાઈ,
  મારા બ્લોગ કુરુક્ષેત્ર ને પણ આપણી યાદી માં સમાવશો તો આભારી થઈશ.

 25. Dear All

  i want a small poem for my born boy name “meet” to inform my all friends & Relative
  બાળક નુ “મીત” નામ જણાવવા માટે એક નાનકડિ કવિતા
  Email : tap11in@gmail.com

 26. ગદ્ય ગુજરાતી સાહીત્યનું વૈશીષ્ટ્ય પીરસતા બ્લૉગ્સની યાદીમાં ‘અભીવ્યક્તી’નો સમાવેશ કરવા બદલ ખુબ ખુબ આભાર. આપના તરફ્થી કરવામાં આવેલ ખૂબ જ સુંદર અને સરાહનીય કાર્ય માટે ધન્યવાદ..

 27. વિવેકભાઈ ….સુંદર લીસ્ટ કર્યું છે…..મહેનત ઘણી જ કરી છે …..અભિનંદન !
  આ લીસ્ટ માટે યોગ્યતા હોય તો મારા બ્લોગ “ચંદ્રપૂકાર” ને મુકવા વિનંતી !>>>ચંદ્રવદન.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Vivekbhai..Hope you will visit my Blog….AND, if you read the Posts on HEALTH …your comment will mean a lot to me !

 28. વિવેક્ભાઇ આપના ગુજરાતી-શબ્દ-જગતના લીસ્ટ ઉપર અમારા બ્લોગની લીન્ક મૂકવા ખાસ વિનંતી. http://shabdsetutoronto.wordpress.com/

  શબ્દસેતુ – ટોરંટો કેનેડાથી કિશોર પટેલનો શબ્દસેતુ સંસ્થા માટેનો ગુજરાતી બ્લોગ – સભ્યોની સ્વરચિત કવિતા, ગઝલ, ગીત, કાવ્યપઠન, વાર્તા, લેખ, કે અન્ય રચના તેમજ ગુજરાતી સાહિત્યના આમંત્રિત ક્લાકારોની વિડિયો અને ફોટો ગેલેરી

  આભાર

 29. વિવેક્ભાઈ, મારા બ્લોગને લીસ્ટમાં સમાવવા બદલ આપનો ખુબ આબાર.

 30. વિવેક્ભાઈ, મારા બ્લોગને લીસ્ટમાં સમાવવા બદલ આપનો ખુબ આભાર.

 31. વિવેકભાઈ,આપને મારો બ્લોગ , “પિયુની નો પમરાટ” આપના બ્લોગ લીસ્ટ માં સમાવવા માટે મારી નમ્ર વિનંતી છે .

 32. અભેીનદ્ન્દન ………ત્મારા થ્કિ આજ સમ્સ્ત ગુજ્રરાતિ સહિત્ય નો કહો કે ખરો ખરો …..પરિચય મલ્યો…………….આભાર …………………………ધન્યવાદ્………………………..કદાચ …બોરિવલિ મધ્ય કોફેીમેત . ……….તમો ……..મલ્યા હસો ………..ખેર્ ………………કોશિસ કર્સુ તો જરુર થિ મલ્સુ………

 33. ગુજરાતીઓ નુ બ્લોગ જગત ખનખોડતા આ તમારો બ્લોગ નજરે આવી ગયો અને જોયુ તો તમે તો ગુજરાતી ઓ ના બ્લોગ ને એક વ્રુક્ષ ના પંખી બનાવવા નું સુંદર કામ કરયુ છે…
  તો હું પણ મારા બ્લોગ ને આ તમારા gujarati_blog_jagat લિસ્ટ માં સમાવવા વિનન્તી કરુ છું..
  મારા બ્લોગ નું નામ લાગણીઓ નું વિશ્વ.. છે.. આ બ્લોગ મા હું મારી(સ્વ રચિત) તેમજ બીજા કવિ/લેખક ની લાગણીઓ ની કવિતા તેમજ લેખ પણ updet કરુ છું
  મારા બ્લોગની લિન્ક નીચે મુજબ છે…
  http://feelingshimanshu.wordpress.com/
  આભાર…

 34. વિવેક્ભાઈ, મારા બ્લોગને તમારા ગુલાબની સુવાસ ની જેમ મહેકતા તમારા બ્લોગમાં સમાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

 35. નમસ્કાર વિવેકભાઇ
  એક ઉમદા કાર્ય તમે કરી રહ્યા છો તે બદલ અભિનંદન તમારા આ કાર્યમાં થોડો સહભાગી થવા માગુ છુ મારો બ્લોગ જિ આપને યોગ્ય લાગેતો સમાવેશ કરશો શિક્ષણ સાથે સંકળાયેલ આ બ્લોગ છે
  http://hasmukhbpatel.blogspot.in/ મારી પાઠ શાળા

 36. મને ગુજરતિ કવિતા મા ખુબ રસ છે અને મારિ થોડી પન્ક્તિઓ પણ છે હુ કૈ રિતે પોસ્ટ કરુ ?

 37. અન્ગનિયે આજ મરે
  અવે છે સાદ્ તારો
  હૈયા નિ પ્રિત કેરિ
  આપ પગલિ પ્રસરાવજો

  જોબન ના સાથ તારે
  મનડા ના હેત કેરો
  પ્રિત નિ વાદલડિ નિ
  આપ હેલિ વર્સાવ્જો

 38. વિવેકભાઇ,
  આપે ખૂબ મહેનત કરી ગુજરાતી બ્લોગજગતને એક જગ્યાએ જમા કર્યું છે.આપની મહેનત કાબિલે દાદ છે. લયસ્તરો પર તો ખરેખર મને એટલી આનંદની અનુભૂતિ થઇ છે કે ના પૂછો વાત…
  આપને મારી સ્વરચિત કવિતાઓના બ્લોગ “સંવેદના” પર આવવા આમંત્રણ છે અને મારા બ્લોગને આ લિસ્ટમાં સામેલ કરશો એવી પ્રેમાળ વિનંતી છે.
  My Blog link- ismail-pathan.blogspot.in

 39. We are here to discuss the latest trending Device Netgear wireless router. So, how exactly fix this Netgear wireless router setup/Reset/troubleshooting and activation function. Let me take you through this. Netgear wireless router was introduced as the world’s fastest grip on the device. For more details kindly visit https://techvaidya.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *