Comments on: હું બાવળ નથી…

By: P U Thakkar
માન. વિવેકભાઇ,

હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…

.                             …અને કરમાઉં !

— વિષેનો તમારો ખુલાસો વાંચ્યો.

કવિતા share કરો છો, તેમ તેના શબ્દોના પુ્થ્થકરણ માટેની તમારી ચર્ચા આવકાર્ય અને અભિનંદનીય છે.

By: ajmaa
ખુબ જ સુંદર રચના,

સ્ત્રી અને પુરુષ બન્નેં એક જ સિક્કાની બે બાજુઓ છે.કોઈ એ પણ વધારે લગણીશીલ હોવાનો દાવા કરવો ખોટો છે.ફકત સ્ત્રી અને પુરુષ ની પોતની લાગણી વ્યકત કરવાની રીત જુદી હોય છે.

વિવેકનો રસાસ્વાદ ખુબ જ ગમ્યો.અને તે સાથેઆ ને તેના વિના પણ કવિતા વાંચવાની એતલિ જ મઝા આવી.

By: Pancham Shukla
ગીતનો ભાવ, વાચકોનું એન્ગેજમેન્ટ, સર્જકની કેફિયત બધું રસપૂર્વક વાચ્યું.

હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…

.                              …અને કરમાઉં !

‘હુ છૂઈમૂઈ’ શબ્દયોજના પર કવિ વધુ વિચાર કરી લયભંગ વગર આ જ અર્થસાતત્ય સાથે જો  ‘હું છૂઈમૂઈ શો’ એવો વાચ્યાર્થ મળે એવી શબ્દોયોજના મેળવી શકે તો કદાચ પ્રચલિત કાવ્યબાની વાંચવા કેળવાયેલા વાચકને વધુ રૂચે.

By: Amit Patel
આભાર વિવેકભાઈ! તમારા ખુલાસા પછી રચના ફરીથી માણવી ગમી! છૂઈમૂઈના પુલ્લિંગ અર્થ વિશે નવી માહિતી સાંપડી. તમારા સાથે સો ટકા સહમત છુ – દરેક પુરુષમાં સ્ત્રેણ સ્વભાવના અંશ હોય જ છે અને એના ખુલ્લા એકરાર અંગે કોઈ સંકોચ ન હોવો ઘટે. ખૂબ ખૂબ આભાર.

By: વિવેક
ઘણીવાર મનમાં વિચાર આવે કે સંવેદનશીલતા શું માત્ર સ્ત્રીઓનો જ ઈજારો છે? પુરૂષ લાગણીપ્રધાન ન હોઈ શકે? મૂંછ હોય એ ધોધમાર રડી ન શકે? નાટક કે ફિલ્મ જોતીવેળા રડવું આવે તો કાયમ બાજુવાળાને ખબર ન પડે એમ જ કેમ આંસુ લૂંછવા પડે? આ કઈ જાતનું માઇન્ડ-સેટ છે?

…સંવેદનાની આવી જ કોઈક તીવ્ર ક્ષણે કોલેજકાળના યુવાન વર્ષોમાં આ ગીત લખાયું છે!

આ ગીત વિશે સ્પષ્ટતા કરવાનું મને કહેવામાં આવ્યું એ મને ગમ્યું. લતા હિરાણી જેવા સાક્ષરે સહુથી પહેલો પ્રતિભાવ આપ્યો: “ખૂબ સરસ ! પણ આ કવિતા સ્ત્રી કહે છે કે પુરુષ ?” આ કાવ્ય કોની ઉક્તિ છે એ તેઓ બરાબર સમજી જ શકે છે એ જાણતો હોવાથી મેં જવાબ ન આપ્યો કે આ પુરૂષની ઉક્તિ છે. ગીતમાં બે જગ્યાએ સાફ કહ્યું છે: “છું એવો હું ઊર્મિઓથી ભર્યો ભર્યો” અને “હું ભરતીએ ચડિયો”

પણ મેં સહજ અનુભવ્યું કે પુરુષ સંવેદનશીલ હોવાની અને ખાસ તો શરમાઈ અને કરમાઈ શકે એવી વાત મોટાભાગના મિત્રોને પચાવવી અઘરી પડી… જ્યોતિબેન જેવા કોઈક સ્ત્રી-ભાવક આ પુરૂષની પરિસ્થિતિ પચાવી શક્યા પણ એ તો અપવાદરૂપે જ…

છૂઈમૂઈ સ્વાભાવિકરીતે સ્ત્રીલિંગ છે. જો કે એ પુલ્લિંગ તરીકે વાપરી શકાય. છૂઈમૂઈ પુલ્લિંગ તરીકે વપરાય ત્યારે એનો અર્થ થાય છે: “ગુસ્સે થાય તેવો માણસ”. પણ અહીં મેં આ શબ્દ સ્ત્રીલિંગ તરીકે જ વાપર્યો છે… અને મને છૂઈમૂઈ યાને કે લજામણીનું શરમાવું-કરમાવું જ અહીં અભિપ્રેત છે…

જે મારે કહેવું છે તે એ છે કે સ્ત્રીલિંગી શબ્દોને પુરૂષોદગાર તરીકે ન પ્રયોજી શકાય? શું પુરૂષ એમ બોલી ન શકે કે મારો તો સ્વભાવ જ બળ્યો, લજામણી જેવો છે…!? વેદના પણ સ્ત્રીલિંગ છે… શું પુરૂષ એમ ન કહી ન શકે કે મને વેદના થાય છે?! આપણે કોઈ છોકરો શરમાળ હોય તો એને શું કહેતાં નથી કે સાવ છોકરી જેવો છોકરો છે?! તો એક મરદ મૂંછાળો લજામણી જેવો ન હોઈ શકે?

બાવળને સ્થળ-કાળ કશું નડતું નથી… એ ગમે ત્યાં ગમે એવા સંજોગોમાં ગમે ત્યારે ઊગી નીકળે છે… બાવળ સર્વમાન્ય પુરુષની પ્રકૃતિ સૂચવે છે જ્યારે એથી વિપરિત લજામણી બરાબર એક્સો એંસી અંશનો વિરોધાભાસ – સ્ત્રૈણ પ્રકૃતિ- બતાવે છે અને એ જ મને પણ અહીં ઈંગિત છે…

બાકીની કવિતા વિશે આથી વિશેષ કંઈ મારે કહેવાનું રહેતું નથી…

By: jyoti
A thought is women are sencitive and men are not but it is rong men are more then sensitive of women but they cant explain it

હું બાવળ નથી કે ગમે ત્યાં ઊગી જાઉં,

હું છૂઈમૂઈ, અડે કોઈ અને શરમાઉં…

.                              …અને કરમાઉં !

By: prakash bhatt
Vivekbhai,

Smooth as silk and soft as muslin. Wonderful.

By: Maheshchandra Naik
સરસ   રચના  માણવા   મળી,  કવિ   સ્ત્રી   પાસે    કે  પુરુષ    પાસે   અભિવ્યક્તિ   કરાવે  એ  વિચારતા    એવુ  લાગે  છે,  પુરુષની  જ  વેદના    વ્યક્ત   થઈ  હશે,  શબ્દો   થોડા   કવિશ્રી  ગોઠવી   દેશે  પર્ંતુ  પુરુષની   વાત  ગમી  ગઈ  જે  સાધારણ   રીતે  વ્યક્ત  કરી  શક્તો  નથી………

By: KAVI
ખૂબ સરસ રચના છે. દરેક પુરૂષમાં ક્યાંક સ્ત્રીત્વ અને દરેક સ્ત્રીમાં ક્યાક પુરૂષત્વ રહેલું હોય જ છે.

મને છુઇમુઇમાં વાંધાકનક કઈ લાગતું નથી.

By: GURUDATT
પાનખર બેસે શિયાળે હથેળીએ

પર્ણથીય પહેલી ખરે ચામડી,

તુજ રડ્યે આષાઢી, તુજ અડ્યે વાસંતી થાઉં,

હું છુઈમુઈ, અડે કોઈ અને શરમાઉં…

.                             …અને કરમાઉં !

કવિતાના ઊતાર-ચડાવ સૌ સુંદર ભાવો ઊભા કરે છે..

એક કુદરત સાથેનુ કવિનુ તીવ્ર તાદામ્તમ્ય છતુ થાય છે..