Comments on: દિવસો (ગઝલ સૉનેટ)

By: શબ્દો છે શ્વાસ મારા · દ્વાર (સૉનેટ ગઝલ)
[…] એક ગઝલ સૉનેટનો પ્રયોગ કર્યો હતો. આ વખતે એક સૉનેટ […]

By: ધર્મેન
“ચુપકે ચુપકે રાત-દિન આંસુ બહાના યાદ હૈ… ” ની યાદ અપાવે એવી, જીગર પર કાયમી અંકિત થઇ ગયેલા જખ્મો ની ઇન્વેન્ટરી બતાવતી હોય એવી, અનુપમ, અનન્ય, બેમિસાલ, અન-ફરગેટેબલ રચના ! વાંચતા -વાંચતા જ માણસ વર્ષો વટાવીને એક ભૂલાઈ ગયેલા યુગમાં પહોંચી જાય એવો અહેસાસ આપતી કૃતિ …. લાજવાબ .   અને એમાંય, પાછળથી,  ઝબકીને,  આજના જીવનમાં જાગીને , દિવસોના તફાવતને , બદલાવને મહેસૂસ કરાવવા તમે જે કોઈ પ્રયોગો કર્યા છે, એ સુપર-ડુપર સક્સેસફુલ છે.

આપની આ રચના લયસ્તરો પર વાંચ્યા નું સ્મરણ હતું એટલે ત્યાં શોધવા બહુ પ્રયત્ન કર્યો. પણ કામિયાબી ના મળી. ત્યાં અચાનક “ગઝલ-સોનેટ” શબ્દ થી ગૂગલ ની મદદ માંગી ત્યારે તમારી આ અન્ય સાઈટ પર એ  જ રચના ઇમેજ નહિ પણ ટેક્સ્ટ મા જોવા મળી. વિવેક્બાબુ, આપની આ અમર કૃતિ ને એક ઇમેજ સાથે મુકવાનો મેં પ્રયાસ કર્યો છે . આપનું ઇ-મેઈલ અડ્રેસ મળે એટલે એ કોમ્બીનેશન આપને મોકલી આપીશ.

By: Chetna Bhatt
મસ્ત…..!

By: bhavesh doshi
ખુબ જ સરસ રચના

By: વિવેક
આદરણીય શ્રી જુગલભાઈ,

આપની વિશદ વિદ્વત્તાસભર ટિપ્પણી બદલ અંતઃકરણપૂર્વક આભાર… આમાં આપની “સાચી” સાહિત્યપ્રીતિ ઊડીને આંખે વળગે છે… મેં કહ્યું તેમ આ ફ્યુઝન પોએટ્રીને સર્જક ચાહે એ રીતે ફ્યુઝ કરી શકે છે… ભાવ-પલટા સાથે કાફિયા-રદીફ ન બદલીને પણ અવશ્ય કામ થઈ શકે.

ફરીથી ખૂબ ખૂબ આભાર…

By: jjugalkishor
પ્રિય વિવેકભાઈ,

૧) બન્ને નોખી પ્રકૃતિઓને ભેગી કરવામાં  બન્નેના મહત્તમ અંશોને સાચવવાના હોય તે સાચું છે પણ તે વેળા ધ્યાન રાખવાની બાબત છે તે નવા ત્રીજાને માટે તે બન્નેનો ભોગ લેવાનું સાવ જરૂરી ન પણ હોય;

૨) ગઝલમાંના બે પ્રકારમાંનો સળંગ ભાવ–વિચારને પ્રગટાવતો જે પ્રકાર છે (મુસલસલ ?) તેમાં કાફિયા–રદ્દીફને બદલાવવાની જરૂર નથી હોતી. ગઝલમાં દરેક શેરમાં અલગ વિચાર–ભાવ હોય તે એક વાત અને સળંગ ભાવ–વિચાર હોય તે બીજી વાત. આ બન્નેમાં કાફિયા–રદ્દીફને બદલવાની જરૂર જોવાતી નથી. તેથી આપણે એક જ કા–ર.ની જોડ ચાલુ રાખીને ત્રણ શેર પછી ભાવ–વિચારમાં પલટો લાવી ન શકીએ ?

૩) સોનૅટના નિયમો તમે સુંદર રીતે જાળવ્યા જ છે.

૪) મારું માનવું છે કે ગઝલનો પ્રકાર જ સૌને એવો લાગે છે કે તેમાં દરેક નવા શેરમાં નવો વિચાર–પ્રગટે જ. અને તેનાં કારણોમાંનું એક કારણ તે કાફિયા–રદ્દીફનું દર વખતે આવવું. પરંતુ હું તો એ બાબતનોય લાભ લેવામાં માનું ! કાફિયા તો નડે પણ નહીં કારણ કે એને તો બદલાવાનું હોય જ છે પરંતુ રદ્દીફના નહીં બદલાવાની વાતમાં એના સાતત્યનો લાભ લેવાનો હોય ! સંગીતકાર ધ્રુવપંક્તિને વારંવાર ગાઈને તે પંક્તિનો લાભ ભાવને ઘૂંટવા કરે જ છે ! દરેક શેરને અંતે આવતું શબ્દજોડકું ભાવને ઘૂંટવામાં મદદરૂપ થાય….તેને તોડવામાં નહીં.

મોટે ભાગે સર્જકો ગઝલના દરેક શેરમાં નવી વાત કહે છે તે સહેલું છે તેથી ? ઘણી વાર તો સારા સારા સર્જકો ગઝલ લખાઈ ગયા પછી જો તપાસે તો તેમને ખ્યાલ આવે કે શેરોની થોડી અદલાબદલી કરવા માત્રથી જ કામ થઈ જાય ! બાકી સળંગસૂત્રતા રાખવામાં પેલા શબ્દજોડકાની મદદ લઈને ભાવને

ઘૂંટવાનો ચાન્સ લઈ લેવા જેવો હોય છે તેમ મને લાગે છે.

૫) બન્નેનું ‘નથી નથી’ એમ કહેવા કરતાં બન્નેનું ‘છે છે’ એમ થઈ શકે તો ઉત્તમ પરંતુ તમારી વાત સાચી લાગે છે કે નવી રચના પણ જો “સાત શેરોની ગઝલ” જ બની રહેવાની હોય તો કોઈ અર્થ નથી.

હવે તમે જે વૃત્તમાં પ્રયોગ કર્યો છે તે પણ જોઈ લેવો જોઈએ. પછી વધુ છબર પડશે. મને એ પ્રયોગની રાહ છે. ઉમાશંકરભાઈએ સોનૅટ પર બહુ લંબાણથી લખ્યું છે. તેને પણ હું રીફર કરી જઈશ. અત્યારે તો તમારા આ “ગઝલ જેવું લાગે પણ ગઝલ ન હોય, સોનેટ જેવું લાગે પણ સોનેટ પણ ન હોય એવા” પ્રયોગને વધાવવાનો જ ઉપક્રમ હતો અને છે.

ડૉક્ટરો કાપકૂપી થકી ‘સર્જન’ (સર્જરી કરનારા) હોય તે સાચું પણ કાવ્યોના સર્જન દ્વારા ‘સર્જક’ પણ હોય છે તે તમારી બાબતે એક નવો સંજોગ સર્જનારી બાબત છે ને તેનો આનંદ મને સહજ છે.

By: piyush
KHub saras…gana badha mara jeva mitrone kavita,gazal ke sonet na vyakran ni samaj nathi hoti.jem ke ..kafia,radif,matla,ashtak etc etc…..plz guide us about that so we can enjoy every poetry,gazal better.

By: p. p. mankad
Touching poem, indeed.

By: વિવેક
પ્રિય જુગલકિશોરભાઈ,

આપની વિધાયક ટિપ્પણી બદલ ખૂબ ખૂબ આભાર…

મારું વિનમ્રપણે માનવું છે કે કોઈ પણ બે અલગ કાવ્ય-પ્રકારને ભેગાં કરીને નવો કાવ્ય-પ્રકાર રચીએ ત્યારે બંને પ્રકારના મહત્તમ અંશ નવા પ્રકારમાં ઉતરી આવે એનું ધ્યાન રાખવું જોઈએ.

અહીં ગઝલ અને સોનેટને ફ્યુઝ કરવાની મેં કોશિશ કરી છે…

ગઝલ પાસેથી છંદ, કાફિયા, રદીફ, મત્લા અને શેરબંધારણ માંગી લાવ્યો છું.

સોનેટ પાસેથી પંક્તિની સંખ્યા, અષ્ટક-ષટકનું બંધારણ, ભાવ-પલટો અને કાવ્યાંતે ચોટ માંગી લાવ્યો છું…

આ સિવાય પણ ઇચ્છીએ એ પ્રકારના કોમ્બિનેશન્સ અહીં શક્ય છે એ હું જાણું છું અને આજે જ એક નવું ગઝલ-સોનેટ લખ્યું છે જેમાં ગઝલના છંદને બદલે સોનેટનો વૃત્ત વાપર્યો છે…

આટલી પૂર્વભૂમિકા પછી આપના પ્રશ્નનો ઉત્તર:

આપનો પ્રશ્ન છે કે બે મત્લા, બે કાફીયા અને બે રદીફ લેવાથી ગઝલનું બંધારણ  તૂટતું નથી? મારો ઉત્તર છે કે હા, તૂટે છે… પણ કોઈ પણ બે અખંડ સ્વરૂપનું પુનઃસંધાન એમને ખંડિત કર્યા વિના શી રીતે થઈ શકે? જો એક જ મત્લા, રદીફ અને કાફિયા વાપર્યા હોય તો તો આ ચૌદ પંક્તિ (સાત શેર)ની મુસલસલ ગઝલ જ બની રહેશે… તો ભાવક એને સોનેટ શી રીતે ગણી શકે?

ગઝલ જેવું લાગે પણ ગઝલ ન હોય, સોનેટ જેવું લાગે પણ સોનેટ પણ ન હોય એવું કોઈ “એક” કાવ્ય વાંચવા મળે ત્યારે જ ભાવક કોઈ નવા સ્વરૂપમાં પ્રવેશતો હોવાની અનુભૂતિ કરશે… આ અનુભૂતિ જ કાવ્યપ્રાણ છે.. હું મથાળે “ગઝલ-સોનેટ”નું શીર્ષક આપું કે ન આપું એ મહત્ત્વનું નથી…

બંને સ્વરૂપ તૂટેલાં લાગે અને કંઈક નવું સંધાયેલું લાગે ત્યારે જ નવાનો જન્મ થયો ગણાય આવી મારી અંગત માન્યતા છે… હું ખોટો પણ હોઈ શકું…

આપના પ્રતિભાવની આશા રહેશે…

By: વિવેક
પ્રતિભાવ આપનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું…