“શબ્દો છે શ્વાસ મારા” ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ સ્વરચિત કાવ્યો અને ગઝલોનો બ્લોગ છે. દરેક ગઝલ સાથે મને મનગમતા મેં પાડેલા ફોટોગ્રાફ્સ માણતા-માણતા આજે 29-12-2006ના રોજ એક વર્ષ પૂરું થયું. બીજા વર્ષની શરૂઆતમાં એક નવા જ કલેવરની ભેટ લઈને ઉપસ્થિત થયો છું. આ નવા રૂપમાં આપનું સહૃદય સ્વાગત છે. “શબ્દો છે શ્વાસ મારા” બ્લોગ હવે વર્ડપ્રેસના ઉપયોગથી ચાલે છે. એટલે અહીં કેટલીક નવી સવલતો ઉમેરી છે.
- સૌથી મોટો ફેરફાર એ શ્રેણીઓ (Categories) છે. દરેક પોસ્ટને એની શ્રેણીમાં મૂકેલો છે. દા.ત. ગઝલ, મુક્તક, હાઈકુ, વિ. શ્રેણીના નામ પર ક્લીક કરવાથી એ શ્રેણીના બધા પોસ્ટ તરત જોઈ શકાય છે. દા.ત. ‘મુક્તક’ પર ક્લીક કરો અને તરત બ્લોગ પર ઉપસ્થિત તમામ મુક્તકોનો રસથાળ આપની સમક્ષ હાજર !
- સાઈડબારમાં ‘શોધ ’માં ગુજરાતી યુનિકોડની મદદથી કોઈ પણ રચના સરળતાથી શોધી શકો છો.
- ‘મંજૂષા ’ એ સાઈડબારમાં ‘શોધ’ પછી તરત છે. એમાંથી સરળતાથી કોઈ પણ ‘શ્રેણી’ પસંદ કરી શકો છો.
- ‘વિશેષ ’ વિભાગમાં કેટલાક પૃષ્ઠો ખાસ ઉમેર્યા છે. ‘કાવ્યપ્રકારો ’ પર ક્લિક્ કરવાથી બધા કાવ્યપ્રકારોની યાદી ખૂલશે. મન થાય કે આજે ગીતો માણવા છે તો કાવ્યપ્રકારોમાં જાવ અને ગીત પર ક્લિક્ કરો એટલે બધા ગીતો તરત તમારી સામે તૈયાર !
- ‘ગુજરાતીમાં શી રીતે લખશો? ’ માં ગુજરાતીમાં કોમ્પ્યુટર પર કેવી રીતે લખવું એની માહિતી છે.
- ‘પ્રથમપંક્તિસૂચી ’ એ બ્લોગ પરની નવી, નાનકડી પણ મજાની સવલત છે. કક્કાવાર ગોઠવેલી કવિતાની પ્રથમપંક્તિઓ પરથી આખી કવિતા તરફ જવાની વાત ફોર એ ચેઈન્જ મજાની નહીં લાગે?
- કોમેન્ટ્સ અને શોધ માટે ગુજરાતીમાં લખવા માટે ‘ગુજરાતીમાં લખો’ બટન દબાવવાથી ‘ગુજરાતી ટાઈપ પેડ’ (આભાર, વિશાલ) તરત ખુલે છે.
- સાઈડબારમાં છેલ્લે બ્લોગ અને કોમેંટ્સ બંને માટે RSS ફીડ ઉપલબ્ધ છે.
- દરેક પાનાના મથાળે એક કાવ્યકણિકા -શેર, મુક્તક કે કાવ્યપંક્તિ- દેખાય છે. દરેક વખતે પેજ રીફ્રેશ થતા આપને મેં જાતે પસંદ કરેલી મારી પોતાની જ કાવ્યકણિકા માણવા મળશે.
આપના અભિપ્રાય સદા આવકાર્ય છે.
1 comment
Comments feed for this article
Trackback link
July 7, 2007 at 5:58 am
Jayshree
* દરેક પાનાના મથાળે એક કાવ્યકણિકા -શેર, મુક્તક કે કાવ્યપંક્તિ- દેખાય છે. દરેક વખતે પેજ રીફ્રેશ થતા આપને મેં જાતે પસંદ કરેલી મારી પોતાની જ કાવ્યકણિકા માણવા મળશે.
મને તો આવુ કંઇ દેખાતું નથી ને…!!
તમે ભુલી ગયા ? કે પછી મારે આંખના ડોકટરની અપોઇંટમેંટ લેવાની જરૂર છે ?