૦૧. મારા વિશે…

મારો ક્ષરદેહ…

Dr.Vivek Tailor Portrait

નામ: ડૉ.વિવેક મનહર ટેલર
ઈ-સંપર્ક: dr_vivektailor@yahoo.com

આયુષ્ય મેડી-કેર  હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર,
47, સ્વીટી સૉસાયટી,
ભટાર રોડ,
સુરત, ભારત.
ટેલિ.: 91-261-2234030/1/2
મો. 09824125355

મારો જન્મ સુરતમાં, અભ્યાસ અને હવે કાર્યક્ષેત્ર પણ સુરત જ. વ્યવસાયે તબીબ. એમ.ડી. મેડિસીન. સતત દર્દ અને દર્દીની વચ્ચે જ ઘૂંટાતી રહેતી જિંદગીથી પણ કદી ગૂંગળામણ અનુભવી નથી. મારો દર્દી એ જ મારું જીવન ને તોયે પુસ્તક એ મારો પ્રથમ પ્રેમ. કવિતા મારી અહર્નિશ પ્રેયસી. પાંચમા ધોરણથી શબ્દોને શ્વાસમાં કંડારવાની શરૂઆત કરી એ પછી આજ દિન લગી વારંવારના અલ્પવિરામ અને ક્યારેક દોઢ દાયકા જેવડા દીર્ઘવિરામ છતાંય શબ્દોમાં કંડારાતા જતા આ શ્વાસ અટક્યા નથી. લખવા અને વાંચવાને લોહીવટો આપું તો ફક્ત ખોળિયું રહે. આ સિવાય જૂનાં હિન્દી ગીતો અને ગઝલો સાંભળવા, ફોટોગ્રાફી, પ્રવાસ કરવો, મિત્રો બનાવવા અને ખાસ તો જાળવવા મને પ્રિય.