સુખની થોડી ક્ષણો

PB022982
(દેવબાગ બીચ રિસૉર્ટ, કારવાર, કર્ણાટક…               …નવે. 2008)

*

બધું જ પાછળ છોડીને
આજે હું અહીં આવ્યો છું.
આકાશને ગળી જવાની હોડમાં
ઊંચે ને ઊંચે વધતા જતાં મકાનો,
જન્મતાંની સાથે જ
કદી ન ઊંઘી શકવાનો શાપ પામેલી ગીચ સડકો,
કવચિત્ જ ઘરમાં આવી શકતો ટુકડાબંધ તડકો,
વ્યાજખોર શાહુકારના પેટની જેમ વધતું જતું મારું બેન્ક બેલેન્સ,
વસૂકી ગયેલી ગાયના આંચળ જેવા મારા સંબંધો,
મારી ઑફિસ,
મારી એપોઇન્ટમેન્ટ્સ, મારી વિઝિટ્સ,
પડછાયાની જેમ વળગી રહેતી મારી ઓળખાણ…
…આ બધું પાછળ છોડી દઈને
હું અહીં આવ્યો છું આજે.
એ બધાંનો મને કદી મોહ હતો જ નહીં.
પણ જીવતરની સોય નસમાં ઘૂસી
ત્યારથી
આજ બધું દવાની જેમ લોહીમાં ભળી ગયું હતું.
આજે અહીં
એકબાજુ નજર હાંફી જાય એનીય પેલી પાર સુધી વિસ્તરેલ
અનંત ફેનિલ ભૂરો સમુદ્રકિનારો,
બીજી તરફ સૂર્યના કિરણોથી
રસ્તાની ચામડીને દાઝતી બચાવતા
પરગજુ ઘટાટોપ જંગલો,
પર્વતો-ધોધ-જળાશય-પશુ-પક્ષીઓની વચ્ચે
ટ્રી-હાઉસમાં બેઠો છું.
પણ મને આ કશાયનો પણ મોહ નથી.
મને યાદ આવે છે-
-હોટલના બસો રૂપિયાના રૂમમાં પંખાની ઠંડકે
મઘમઘી ઊઠેલા એ દિવસો
અને રસ્તાની કોરે
ફૂટપાથ પર બેસીને ખાધેલું લારી પરનું ચાઈનીઝ ફૂડ.
સાથે પીધેલી
પહેલવહેલી ગૉલ્ડસ્પૉટની બોટલ પરનું રેપર પણ હજી સાચવી રાખ્યું છે, નહીં?!
તારી કોઈ જ વાતમાં મને
કે મારી કોઈ જ વાતમાં તને ફરિયાદ જ નહોતી.
પણ ત્યારે
તારી કે મારી – એવી કોઈ વાત જ ક્યાં હતી?
જે હતું તે આપણું જ હતું.
સમયની સાથે વહેતાં વહેતાં આ નદીને
ક્યારે
બે કિનારા ઊગી આવ્યા એ વર્તાયું જ નહીં.
આજે
પાંચ-પંદર હજારના વાતાનુકૂલિત રિસૉર્ટ્સના
ફાઈવસ્ટાર રેસ્ટોરન્ટમાં હાથમાં કૉકનું ટિન લઈ કૉન્ટિનેન્ટલ ફૂડ ખાઉં છું
ત્યારે હું શું શું ‘મીસ’ નથી કરતો!!
વરસો પછી
આ ટ્રી હાઉસમાં મને મારો સમય જડ્યો છે
ત્યારે સમજાય છે કે
જે છોડીને આવ્યો છું એનો મને મોહ નહોતો.
જેની વચ્ચે આવ્યો છું એનો પણ મને કોઈ મોહ નથી.
હું તો માત્ર
મારા ખોવાઈ ગયેલા સુખની થોડી ક્ષણો
પાછી મેળવવા આવ્યો છું!

-વિવેક મનહર ટેલર
(31-10-2008, વિલ્ડરનેસ્ટ હીલ રિસૉર્ટ, સ્વપ્નગંધા વેલી, ગોવા)

ગોવા – મારા કેમેરાની આંખે…

એક તરફ વિશાળ પર્વતમાળા અને બીજી તરફ શ્વેત રેતીને ભીંજવ્યા કરતો ભૂરો પારદર્શક સમુદ્ર… પાણીમાં પડતા વાદળના પડછાયાને ચૂમવા વાંકા વળેલા નારિયેળીના વૃક્ષો, માથા પર મંડરાતા સામુદ્રી ગરુડ, ફેણી પીને ‘ટેન’ થવા પડેલા વિદેશીઓ, ઉત્તરની ભીડ અને દક્ષિણની શાંતિ વચ્ચે અદભુત સમતુલન જાળવતો ભારતવર્ષનો સૌથી વધુ લોકપ્રિય સમુદ્રકિનારો એટલે ગોવા… નવેમ્બર, 2008ની શરૂઆતમાં મારા કેમેરાને જડેલી કેટલીક કવિતાઓ…

(ગોવાના વધુ મજેદાર ફોટોગ્રાફ્સની લિન્ક આ પોસ્ટના અંતમાં…!)

PB054115
(આપ અહીં બેસો તો સમયને રોકી દઉં…           …બીટલબાટિમ બીચ)

*

PB054221
(હોડીને દૂર શું, નજીક શું…                      …કોલ્વા બીચ જતાં)

*

PB053959
(…કિ ફઁસાના બન ગઈ હૈ મેરી બાત ચલતે ચલતે…     …ડોના-પાવલા બીચ)

*

PB053963
(ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો…         …ડોના પાવલા બીચ)

*

PB054243
(કાંઠે બંધાણી મારી હોડી વછોડી જા…                    …કોલ્વા બીચ)

*

PB054299
(જિંદગી આમ જ સરતી રહે…..                        ….કોલ્વા બીચ)

*

PB054024
(નેટ પ્રેક્ટિસ….         …કાબરો કલકલિયો, કોકોનટ ગ્રુવ બીચ રિસોર્ટ)

*

PB043751
(ભૂરો ઠસ્સો…            …મેગપાઈ રોબિન, કોકોનટ ગ્રુવ બીચ રિસોર્ટ)

*

PB054176
(દરિયાના સપનાંની કરચો?…..                                       ….)

દરિયાકિનારાનું ગોવા, પર્વતની ટોચ પર જંગલમાં વસેલું ગોવા (વાઈલ્ડરનેસ્ટ હિલ રિસૉર્ટ) અને કર્ણાટકના સમુદ્રની વચ્ચે ટાપુ પર આવેલ દેવબાગ બીચ રિસૉર્ટના ફોટોગ્રાફ્સ આપ અહીં જોઈ શક્શો:

http://vmtailor.spaces.live.com/photos/

સુસ્વાગતમ્ !!

चन्दामामा

PB033358
(ડાઘ…                             …દેવબાગ, કર્ણાટક, નવે.2008)

नटखट नन्हा चन्दामामा बोला धरतीमा से,
बाल रामने माँगा मुझको, स्कूल न जाउँ कल से ।
बाल रामजी अडे हुए है, अपनी ज़िद्द पर डँटे हुए है,
चन्दा दे दो, चन्दा दे दो, इसी बात को रटे हुए है ।

धरतीमाँ ने बडे प्यार से चन्दा को समझाया,
रामचन्द्र तो खुद ईश्वर है, राज़ ये उसे बताया ।

एँ एँ एँ एँ कर के रोया चन्दा तो बल खा के,
दौडा, भागा, रुका सूरजदादा के संग जा के ।
सूरजदादा सूरजदादा,
बाल राम ने मुज़ को माँगा;
मैं हूँ नन्हा मुन्ना बच्चा,
बडा अभी है मुझ को बनना;
मैं अगर स्कूल जाउँगा,
राम मुझे खा जायेगा ।

दादा ने भी खूब समझाया,
चन्दा की कुछ समज़ न आया ।
रुठ गया वो, भाग गया वो, दूर गगन में उँचे उँचे,
आँख मींच के अकड गया वो, होंठ ज़ोर से भींचे भींचे ।

इधर थाली में दूध डालकर कौशल्या ने चाँद दिखाया,
बाल राम तो चाँद देखकर खिल खिल खिल खिल खूब मुसकाया ।
भींचे होंठ मगर चन्दा के भींचे ही रह गये हंमेशा,
गोरे मुख पर काले धब्बे इसीलिए दिख रहे हंमेशा ।

-विवेक मनहर टेलर

મારા લાડકા સ્વયમ્ ની આજે આઠમી વર્ષગાંઠ અને બોનસમાં બાળદિન પણ… એટલે એક બાળગીત -પાબંદ નઝમ- મારા લાડકાને વર્ષગાંઠની ભેટરૂપે અર્પણ!)

*
PB054137
(દરિયાના મોજાં વચ્ચે સેન્ડવીચ…         …સ્વયમ્, ગોવા, નવે.2008)

*

PB054148
(નકરો નફકરો નિજાનંદ…               …સ્વયમ્, ગોવા, નવે.2008)