આવો

P1273177
(જરા આ પાંખને ઓછી પ્રસારીએ….            ….સીગલ, નળ સરોવર, ૨૭-૦૧-૨૦૦૭)

જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.

નવા પ્રકાશ વિશે હાક મારીએ, આવો,
ભીતરની રાતનું પહેલાં વિચારીએ, આવો.

ફરીથી કાળના પ્રારંભબિંદુ પર જઈને,
ફરી જીવન શરૂ કરવાનું ધારીએ, આવો.

થીજી ગયું છે જે આવી સમયની આંખોમાં,
કદી એ આંસુની સૂની અટારીએ આવો.

આ પીળચટ્ટી પ્રતીક્ષાના તોરણો લઈને,
કમાન ખાલી પડેલી સંવારીએ, આવો.

અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,
ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.

સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

તમે ન આવો ભલે, જિંદગી જીવી લઈશું,
અસંભવિત કશું આવુંય ધારીએ, આવો.

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૯-૨૦૦૮)

છંદ વિધાન: લગાલગા લલગાગા લગાલગા લલગા (ગાગા)

આ ગઝલ જે તરહી મુશાયરામાં સર્વપ્રથમ રજૂ કરી હતી એનો સચિત્ર અહેવાલ લયસ્તરો (કડી:૧, કડી:૨) પર આપ માણી શકો છો અને આ ગઝલ ગનીચાચાની જે પંક્તિના આધારે લખાઈ છે એ મૂળ ગઝલ અને આ ગઝલ વિશે રઈશ મનીઆરનો અભિપ્રાય ટહુકો.કોમ પર માણી શકો છો.)

(રવિવારે, તા. 28-09-2008ના રોજ ‘માય એફ.એમ 94.3’ પર પ્રસારિત થયેલા ગનીચાચાવિશેષ સ્વરગુર્જરી કાર્યક્રમમાં આ ગઝલ રજૂ થઈ હતી જે આપ ટહુકો પર સાંભળી શકો છો.)

दस का दम કે દસ કદમ..?…

दस का दम…! ના…આ ટી.વી. પર આવતા સલમાનખાનના બહુચર્ચિત ગેમ-શૉની વાત નથી.. આ વાત છે છેલ્લા થોડા સમયમાં અલગ-અલગ સામયિકોમાં પ્રગટ થયેલી પણ નેટ-ગુર્જરી પર પીરસવાની રહી ગયેલી મારી દસ પ્રકાશિત રચનાઓની. આજે શનિવાર, તા. ૧૩-૦૯-૨૦૦૮થી શરૂ કરીને પ્રતિદિન એક પ્રકાશિત ગઝલ આ જ પૉસ્ટ પર અપલોડ કરતો રહીશ જેથી પ્રતિદિન આ સાઈટની મુલાકાત લેનાર મિત્રને એક જ નવી પ્રકશિત રચના સાથે ભેટો થાય. ટૂંકમાં, આ દસ કા દમ નહીં પણ મારા દસ કદમ છે જેમાં કદમ-કદમ પર આપનો સાથ-સંગાથ અનુભવવાનું મને ગમશે…

(1-2)

Shabd Srushti - Two Ghazals
(“શબ્દસૃષ્ટિ”, સપ્ટેમ્બર, 2008….                           ….તંત્રી શ્રી હર્ષદ ત્રિવેદી)

*

(3)

Kavita-Kaalja maa kaal na
(“કવિતા”, જુન-જુલાઈ, 2008…..         …..તંત્રી શ્રી સુરેશ દલાલ)

*

(4)

Kavi - kaya kaarano thi
(“કવિ” (સુરતના કવિઓનો વિશેષાંક), ઑગસ્ટ,2008…               …તંત્રી શ્રી પ્રો. મનોજકુમાર શાહ)

*

(5)

Priyjan - manaavi na shake
(“પ્રિયજન”, ઑગસ્ટ, 2008…           …તંત્રી શ્રી: દોસ્ત મેર)

*

(6)

Buddhi prakash - Mane shabd
(“બુદ્ધિપ્રકાશ”, ઑગસ્ટ, 2008……             ….તંત્રી શ્રી મધુસૂદન પારેખ)

*

(7)

Kavi - mane na puchh ke tara
(“કવિ”, એપ્રિલ-2008….                   …તંત્રીશ્રી પ્રો. મનોજકુમાર શાહ)

*

(8)

Kavi - ked Chhu sadio thi
(“કવિ”, એપ્રિલ-2008….           …તંત્રીશ્રી પ્રો. મનોજકુમાર શાહ)

*

(9-10)

Kavilok- Two Ghazals
(“કવિલોક”, મે-જૂન-2008….             …તંત્રીશ્રી ધીરુ પરીખ)

થાઈલેન્ડ – કેમેરાની આંખે

‘ફોર અ ચેઈન્જ’ આજે કોઈ કવિતા નહીં કે નહી કોઈ પ્રકાશિત રચના… આજે જરા જુદી જ વાત માંડવી છે અને એ પણ મારે નહીં,મારા કેમેરાએ…. ગયા મહિને પટ્ટાયા, થાઈલેન્ડ ફરી આવેલ મારા કેમેરાનો લેન્સ આપ સહુ સાથે કેટલીક વાતો કરવા તલપાપડ છે… એ આંખોથી કહે છે, આપ આંખોથી સાંભળજો… (૨૦ થી ૨૫ ઑગસ્ટ, ૨૦૦૮)

P1011562

(પટ્ટાયાનો શ્વેત રેતી અને ભૂરાં પાણી અને છમ્મલીલાં કિનારાવાળો લગભગ મોજાંરહિત સમુદ્ર તટ)

*

P1011432

(મારા રૂમની બારીમાંથી રિસોર્ટનું વિહંગાવલોકન)

*

P1011434

(આ જાળાં યાદ અપાવે મને હિંદુસ્તાનની…)

*

P1011585

(વોટર સ્પૉર્ટ્સ… પટ્ટાયાની મુખ્ય લાક્ષણિક્તા)

*

P8221743

(કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો…)

*

P8221749

(ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી…)

*

P1011550

(લેડી-બૉય દ્વારા થતો વિશ્વવિખ્યાત અલ્કાઝાર શૉ)

*

P1011560

(રોયલ ક્લબ બીચ રિસૉર્ટનો એક ભાગ અને મારી જિંદગીનો બીજો હિસ્સો)

*

P8231850

(ના…ના… હવે ઘરે પાછાં તો નથી જ જવું…)

પટ્ટાયા, બેંગકોક અને અલ્કાઝાર શૉના બાકીના ઘણાબધા ભાતીગળ ફોટોગ્રાફ્સ જોવા ઈચ્છતા મિત્રોનું અહીં સ્વાગત છે:

http://vmtailor.spaces.live.com/photos/