પ્રકાશિત રચના

You are currently browsing the archive for the પ્રકાશિત રચના category.

“નવનીત સમર્પણ’ના તાજા જુલાઈના અંકમાં એકીસાથે પ્રકાશિત થયેલા મારા ચાર સોનેટ-કાવ્યો…ચારેય સોનેટ-કાવ્ય અલગ અલગ છંદમાં છે, એટલું આપની જાણ ખાતર…

આ ચારેય સોનેટ અને એના વિશે વાચકમિત્રોના રસપ્રદ અભિપ્રાય આપ અહીં પુનઃ માણી શકો છો:

1) અજંટાની ગુફાઓ

2) હોત હું જો કલાપી…  (આ સોનેટ મંદાક્રાન્તા છંદમાં છે. નવનીતમાં છપાયેલી માહિતી ખોટી છે)

3) ભૂકંપ

4) દિવસો

sonnet1

sonnet2

DB1DB2

(‘હયાતીના હસ્તાક્ષર’, શ્રી સુરેશ દલાલ…                        …દિવ્ય ભાસ્કર, રવિ પૂર્તિ, ૧૦-૦૪-૨૦૧૧)

*

યમુનાના જળ કદીયે ઓછાં નથી થતાં કારણ કે રાધાની આંખ સતત આંસુથી છલકાતી રહે છે.

 

જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!
તીરથને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાખ

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઇ જઈ એક મોરપિચ્છ રંગાયું
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ
એ દી’ આ વાંસળીએ ગાયું
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર સખી! સાંખી શકે તો જરી સાંખ!
જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!

ગોધૂલીવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
ચોર્યાસી લાખ તણી ચાદર
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!

– વિવેક મનહર ટેલર

કવિના તાજેતરમાં પ્રગટ થયેલા સંગ્રહ ‘ગરમાળો’માંથી આ ગીત લઉં છું. એમનો એક બીજો કાવ્યસંગ્રહ પણ હમણાં પ્રગટ થયો એનું નામ છે ‘શબ્દો છે શ્વાસ મારા.’ ગીત ગઝલ, અછાંદસ મુક્તક-આ બધું કવિની કલમને વશ છે. કવિએ પ્રથમ પંક્તિથી જ એક કાલ્પનિક ચમત્કારિક કૃતિ સર્જી છે. આ ચમત્કાર પાછળ કોઈ કથા, દંતકથા કે પૌરાણિક કથા હોય તો મને ખ્યાલ નથી. પણ યાદ છે ત્યાં સુધી અમેરિકામાં આત્મીય મોરારિબાપુએ જમુનાના જળની વાત કરતા આવો એક પ્રસંગ ટાંકયો હતો. મૂળ આનંદ તો કવિએ લયમાં ઝીલેલી જે વાત છે એનો છે.

આ યમુનાના જળ કદીયે ઓછાં નથી થતાં કારણ કે રાધાની આંખ સતત આંસુથી છલકાતી રહે છે. રાધાની આંખ જ તીર્થધામ છે. મંદિરોને પડતા મૂકવાની વાત છે. આ બધાં તીર્થધામો કે મંદિરો એ તો રાધાના ઝુરાપામાં પડતા મૂકવા જેવાં છે. એક એક પળ ગોપી હોય છે પણ પળે પળેનું સાતત્ય એ રાધા છે. રાધાને પણ એના સપનાં તો હોય, પણ એ સપનાંના સાતે રંગ રેલાઈ ગયા પછી એક મોરપિચ્છ થયું. જ્યારે હૃદય ફાટફાટ થયું ત્યારે તો એની ઘેલછામાંથી વાંસળીનું ગીત સૂર રૂપે પ્રગટયું. મોરલીમાં પણ ચિક્કાર વ્યથા છે. જન્મોજન્મની કથા છે. એની વેદનાના સૂર વીંધી નાખે એવા છે. એને જીરવવા સહેલા નથી. જીરવવું અને જીવવું એ બન્ને લગભગ અશક્ય છે.

સાંજનો સમય છે. ગોધૂલીની વેળા છે. એની ડમરીમાં આખું આયખું ડૂબકી મારે છે અને ખાલીખમ પાદર થઈને ખૂંદે છે. અહીં ફાટફાટ લાગણી છે પણ લાગણીવેડા નથી. ખુલ્લેઆમ કથન છે પણ વેવલાવેડા નથી. ચોર્યાસી લાખના ફેરાની ચાદર ઓછી પડે એવાં રૂંવાડાઓ છે. માત્ર આ એકાદ આયુષ્યની વાત નથી પણ સમગ્ર ભવાટવિની વાત છે. ઝંખના છે પણ દઝાડે એવી છે અને એ ઝંખના પણ એવી છે કે એને કદી ઝાંખપ ન લાગે. રાધા અને કૃષ્ણનો પ્રેમ સનાતન અને અમર છે. યમુનાના જળ કે રાધાની આંખ કદી સુકાવાનાં નથી. આ સાથે આ કવિનું બીજું ગીત જોઈએ જેથી કવિની ગીતની ગુંજાશનો ખ્યાલ આવે.

બળબળતા વૈશાખી વાયરા
ધગધગતી રેતીને રંજાડે, સંઈ! જયમ આંખ્યું ને કનડે ઉજાગરા

હળું હળું વાયરાનું બળું બળું ડિલ ચીરે
થોરિયાના તીખા તીણા નહોર
સન્નાટો ચીસ દઈ ફાટી પડે ને તંઈ
ગુંજી રે આખ્ખી બપ્પોર
સુક્કાભઠ્ઠ બાવળના એક-એક કાંટા પર તડકા માંડીને બેઠા ડાયરા
બળબળતા વૈશાખી વાયરા

સીમ અને વગડો ને રસ્તા બળે છે
એથી અદકું બળે છ મારું મંન
રોમ-રોમ અગ્નિ તેં ચાંપ્યો કેવો
લાગે ટાઢા આ ઊના પવંન
બળઝળતી રાત્યું ને ઝાકળ જયમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા!
બળબળતા વૈશાખી વાયરા

હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ

ફરી એકવાર એક પ્રકાશિત રચના, કોઈ પૂર્વભૂમિકા વિના…

vivek_kavita
(‘કવિતા’, ડિસે. 10- જાન્યુ.11…             …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

*

kavita_chal nikLi paDie aa varsaad ma
(‘કવિતા’, ડિસે. 10- જાન્યુ.11…             …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

થોડા સમય પહેલાં ગઝલ નામે ગઝલમાં અચાનક નજરે ચડી ગયેલી મારી એક રચનાની વાત કરી. આજે ફરી એવી જ એક વાત કરવી છે. ગઝલ ગરિમા 2009ના અંકમાં મારી રચના પ્રકાશિત થઈ છે એની જાણ એક મિત્રે SMS વડે કરી હતી… રચના તો પ્રકાશનાર્થે મેં જ મોકલાવી હતી પણ એ રચના પ્રકાશિત થઈ છે એની જાણ સંપાદક તરફથી કદી કરવામાં ન આવી… પુરસ્કાર જેવો શબ્દ તો ગુજરાતી સંપાદકોના શબ્દકોશમાં હોતી જ નથી, એક નકલ મોકલાવવાનો વિવેક પણ એ કરી શક્તા નથી…

સુરતમાં ‘બુક વર્લ્ડ’ ખાતેથી હું પુસ્તકો ખરીદું છું. એમણે ગઝલ ગરિમાની લગભગ ડઝન-દોઢ ડઝન પુસ્તિકાઓ મંગાવી. સંપાદક કમ પ્રકાશકે રિટેઇલરને પણ એક ટકો ડિસ્કાઉન્ટ આપ્યું નહીં એ છતાં બુક વર્લ્ડના શ્રી સરવૈયાએ ખોટ ખાઈને પંદર ટકા ડિસ્કાઉન્ટ મને આપ્યું…

…ખેર… ગઝલ ગરિમામાં પ્રકાશિત થયેલ આ મારી પહેલી અને આખરી કૃતિ છે કેમકે શોષણ કોઈ પણ સ્વરૂપમાં હોય, એ ખોટું જ છે… એનું સમર્થન કદી હોઈ શકે નહીં !

Ghazal Garima 2009_aaj varSho pachhi

*

Ghazal Garima 2009

46_vadhato jashe dhime dhime to paN lagaav le
(સરહદની નજદીક.. ….…ચિતકૂલ, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવેમ્બર,૨૦૦૭)

*

છેલ્લા કેટલાક દિવસોથી નેટ બંધ છે. અચાનક અનુભવ થઈ રહ્યો છે કે નેટનું કેવું વ્યસન થઈ પડ્યું છે!  હજી થોડા દિવસો નેટ બંધ જ રહેશે એટલે નેટ-જગતની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે નહીં. પણ અન્ય એક પ્રકાશિત રચના આપ સહુ સાથે ‘શૅર’ કરવાનું મન થયું એટલે હાજર થયો છું…

*

Kavita_ek binsarhadi ghazal
(’કવિતા’, એપ્રિલ-મે-2010….                 …તંત્રી: શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

island
(લીલો ખાલીપો…                                    ….વરસો પહેલાં આબુ ખાતે)

*

નવું ન લખાય ત્યારે જૂનું વાગોળવું વધુ સારું નહીં ?

*

kavita_shwaas na dora ma

(‘કવિતા’, એપ્રિલ-મે-2010….                 …તંત્રી: શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

OLYMPUS DIGITAL CAMERA
(શબ્દનું ઝાકળ…                                  …શબરીધામ, ૧૪-૦૮-૨૦૦૯)

*

કોઈ બુકશૉપમાં પુસ્તક ખરીદવા ઊભા હોઈએ, એક પછી એક ચોપડી ઊઠલાવતાં હોઈએ અને અચાનક કોઈ એક પુસ્તકનું કોઈ એક પાનું તમારું નામ ચિત્કારી ઊઠે તો કેવું અનુભવાય? સુરત ખાતે બુકવર્લ્ડ મારી નિયમિત જાતરાનું એક ધામ છે. એક સાંજે રમેશ પુરોહિત સંપાદિત પુસ્તકોમાંના એકમાં મારી આ ગઝલ જડી આવી… ખૂબ જ આનંદ થયો અને સાથોસાથ આંચકો પણ અનુભવાયો. સંપાદકે ગઝલ છાપતાં પૂર્વે અનુમતિ લેવું તો જરૂરી ન જ સમજ્યું, પુસ્તક છપાયાં પછી પણ જાણ ન કરી. પુરસ્કારની વાત તો આકાશકુસુમવત્ જ છે પણ એક નકલ પણ મોકલાવવાનો ધર્મ ન સમજ્યો…  નિયમિત પુસ્તકો ખરીદવાનું વ્યસન ન હોય તો આવી કોઈ ગઝલ કોઈ પુસ્તકમાં છપાઈ છે એમ કદી ખબર પડે? ખેર, આપણે તો આ ગઝલનો આનંદ લઈએ, ખરું ને?

*

ghazal naame ghazal_janmi java ni

*

ghazal naame ghazal_cover page

દોસ્તો,

સુરેશ દલાલ એની પીંછીનો એક લસરકો મારે અને તમારું રેખાચિત્ર દોરી આપે એવું શમણું કયા કેન્વાસે ન જોયું હોય! આવા જ એક શમણાંની ફળશ્રુતિ આજના ‘ચિત્રલેખા’માં… આ આનંદ આપ સાથે ન વહેંચું તો નગુણો કહેવાઉં કેમકે મારી જિંદગીના બધા જ રંગોના આપ જ શરૂઆતથી સાક્ષી રહ્યા છો… ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારા’ થોડા મહિનામાં જ આપના હાથમાં મ્હોરશે…

-વિવેક

*

GarmaaLo no kavi

One
(અજબ કરામત કરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી…      …ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૧૦)

*

બે પ્રકાશિત રચનાઓ આજે ફરીથી મમળાવીએ… બે ઘડી બેસીએ અને દિલ હાશકારો અનુભવે એવું ઘર કબર પહેલાં મળે ખરું ? અને કવિની રચનામાં શું હોય છે? સત્ય? નકરું સત્ય! કેમકે કવિ માટે તો શબ્દ જ એનું સૂતર, ચરખો અને ખાદી પણ છે…  ખરું ને?!

*

Brahmanaad_jyaa dil ne haash
(બ્રહ્મનાદ, માર્ચ-એપ્રિલ, ૧૦…             …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)

*

Brahmanaad_paapaNo varShothi
(બ્રહ્મનાદ, માર્ચ-એપ્રિલ, ૧૦…             …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)

*

Two
(ઊડતું વાદળ…                        …ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૧૦)

4
(ઠસ્સો…                       …કચ્છ, ઑક્ટોબર, 2009)
(Laughing Dove   ~ Stigmatopelia senegalensis)

*

પ્રિય મિત્રો,

એક પ્રકાશિત ત્રિપદી ગઝલ અને એક શ્યામ-ગીત પુનઃ અવલોકન માટે….

*
Shabd-srushti_vaank chhe ema
(શબ્દ સૃષ્ટિ, એપ્રિલ-2010….    તંત્રી શ્રી હર્ષદ ત્રિવેદી)

*

Buddhiprakash_Shyaam tara range
(બુદ્ધિ પ્રકાશ, જાન્યુઆરી,2010… તંત્રી શ્રી મધુસૂદનભાઈ પારેખ / રમેશભાઈ શાહ)

*

7
(લીલું મેઘધનુષ… …કચ્છ, ઑક્ટોબર, 2009)
(Indian Roller  ~ Coracias benghalensis)

« Older entries