આ સૂરજને કહી દો કે ઊગે ન આજે

OLYMPUS DIGITAL CAMERA
(પ્રતીક્ષાની ગલીઓમાં…           ..રણથંભોર, રાજસ્થાન, નવે.-૨૦૦૬)

*

ઉદાસી ત્યજી સળ પથારીના જાગે,
ખબર તારી જ્યાં આવી વહેલી સવારે.

ખબર તારી લાવ્યો નથી સૂર્ય આજે,
નગર આજે એનો દિવસ ક્યાંથી પામે ?

તડપ રોમેરોમે ઊગી કેમ આજે ?
થયું જે થતું સોળમી વર્ષગાંઠે.

હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.

અસર જો નિકટતાની, જાણ જ રહી નહિ,
‘તમે’માંથી ‘તું’ પર સરી આવ્યા ક્યારે ?

પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે –
સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?

-વિવેક મનહર ટેલર
(૧૦/૧૧-૦૩-૨૦૧૧)

*

sunrays
(ફાટું ભરીને સોનું…                                             ….માઉન્ટ આબુ, ૨૦૦૦)

42 thoughts on “આ સૂરજને કહી દો કે ઊગે ન આજે

  1. સરસ ગઝલ,
    ભાવ સરસરીતે જળવાયો અને નિકટતાની અસરમાં ‘તમે’માંથી ‘તું’ થવાની વાત બહુજ ગમી વિવેકભાઈ..
    -અભિનંદન.
    બન્ને તસ્વીરો પણ, જાણે શબ્દોને વાચા પ્રદાન કરી રહી હોય….!

  2. પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે –
    સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?
    સુંદર શેર.. સરસ ગઝલ.

  3. સુંદર ગઝલ
    તડપ રોમેરોમે ઊગી કેમ આજે ?
    થયું જે થતું સોળમી વર્ષગાંઠે.

    હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
    આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.
    વધુ ગમ્યા આ શેર

    આના ઉંડા મૂળ તો છેક સુફી સંતો સુધી નિકળે છે, એક ઉંચા દરજ્જાનો પ્રેમલક્ષણા ભાવ છે,પ્રેમની આ સ્થિતીના જ્ઞાનને ’હકીકત’ કહેવાય. પરમાત્માને પરમ પ્રિયતમાના રુપમાં માની અને તેને પામવાની અભિલાષા અને તડપ જે રીતે બયાન થાય છે તે ગઝલના રુપમાં હોય છે. આવા શેરો અને ગઝલો ઉપર ઉપરથી તો લૌકીક લાગે છે, પરંતુ આ પ્રકારને ’મારિફત’ કહેવાય છે અને આ વિચારધારાને ’તસવ્વુફ’ અને તેમાં માનનારાઓને સુફી કહેવાય છે
    તારા રે નામનો છેડ્યો એક તારો
    હું તારી મીરા તુ ગિરધર મારો
    આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
    કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો
    અને સૂરજને પણ આ નાદ પ્રમાણે કરવું જ પડે

  4. વિવેક્,
    ખુબ સરસ અને હ્ર્દય સ્પર્શો ગઝલ્.આખિ ગઝલ ખુબ જ ગમિ.

  5. ખુબ સરસ ગઝલ્.પ્રગ્નજુની ટીપ્પણી મહિતીપ્રદ રહી.
    મને પણ આ ખુબ ગમ્યાં.

    અસર જો નિકટતાની, જાણ જ રહી નહિ,
    ‘તમે’માંથી ‘તું’ પર સરી આવ્યા ક્યારે ?

    મને મારી એક અછાંદસ રચના અહીં યાદ આવી ગઈ.

    સુરજ કહે, કાલ ઉગવું નથી મારે ,
    આથમણે અજવાળા છો રહ્યાં,
    સંધ્યાને કહો આજ રાંધે કંસાર,
    ને ઉષા ભલે કરતી આરામ.

  6. વિવેકભાઈ,
    શું કહેવું તમને !કયો પ્રેમ વ્યક્ત કરો છો તમે ? લા જવાબ !

  7. “છું”

    શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..
    ન કરો સરવાળો પ્રેમ નો, ન ચુકવી શકાય એવી ઉધારી છું…….
    શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..૧
    સ્પર્શ ને વાંચા હોત તો બોલત, હુંય કંઈ “ઇશ્કે-ઇબાદત” છું……….
    હ્ર્દય ને સ્પર્શી શકોતો તમે, સાવ ભીની હું ભિનાંશ છું……….
    શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..૨
    પ્રણય ના કયાં હાટ છે..?, શિર સાટો-સાટ વહેચાંઉ એવી જાત છું………….
    લે કરવી છે કશોટી..? , તું “નુરી” ને હું “રકામ” છું……..
    શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..૩
    દિલ ને સમજોતો ફકત ધડકન છે, એ ધડકને-ધડકને તું મારી આશ છું……..
    વ્યથા ને ક્યાં વાંચા હોય છે..? ન બોલી શકાય એવું ઘેરું મૌન છું……………
    શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..૪
    લે ચાખીલે જો ચાખવી હોયતો, પ્રણય ની સાવ મીંઠેરી હું ધાર છું…………..
    શુંઘીલે જો શુંઘી શકે તો મને , લાગણી થી નિતરતાં ફુલો ની સુગંધી ભરમાર છું………
    શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..૫
    “રતન” પ્રેમ નો “જામ” વહેંચું સતત એવી અલગ હું “સુરાહી” છું………..
    ધર અધર પ્રેમ નાં , ઘુંટડે ઘુંટડે પિવરાઊ કંઈ ખાસ એવી તરસ છું…………..
    શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..૬

    “ગઝલ” by Bharat Gadhavi
    Gaborone – BOTSWANA (Africa).
    E-mail: bharat95gadhavi@gmail.com
    Mobile: 00267 71578707.

    શ્રી વિવેકભાઈ…….. આશા છે કે આ વખતે પણ તમે પ્રત્યુત્તર આપવાનો “વિવેક” નહીજ રાખો. છેલ્લી વખતે તમને મેં મારી એક સુંદર “ગઝલ” મોકલેલી તેનો આજ દિન સુધી કોઇ જ જવાબ નથી. યાર એક મોટા કવિ તરીકે અમારા જેવા નાના કવિ ને થોડુ-ધણુ માર્ગદર્શન આપોતો આપનુ શું બગડી જવાનું છે…..????. સંતો ને ભક્તો એ તો ક્હ્યુ છે કે ” જ્ઞાન” તો વહેચો એટલુ વધારે વધે….!!!!. તો પછી આવી કંજુસાઈ શા માટે…..????

  8. તમે તો કહી દીધું સુરજને કે ન ઉગતો…….
    પણ સુરજ પોતે આમ કહે તો……?

    ધારો કે આજ ઓલો
    સુરજ કહી દે કે મારી
    છુટ્ટી છે કાલ નહી આવું…

    બીજુ તો ઠીક ઓલા
    અઢળક તારલીયાનો
    ઓવર ટાઈમ કેમ કરી લાવું…

    પંખીના કલરવ ને
    સુંવાળી ઝાકળ, શું
    ઊષાને મોઢું બતાવું….?

    જાગોને જાદવા ને
    ક્રુષ્ણરે ગોવાળીયાને
    અમથું અમથું રે કેમ ગાવું….

    સપના ખુટશે ને પછી
    નીંદર ઊલેચવાને
    વણઝારી વાવ ક્યાંથી લાવું…

    વિનવો આ સુરજને
    તપતો રહેજે રે બાપ..!
    તાત થઈ કેમ કરો આવું….
    હવે કહેતો નહી કે નહી આવું
    હવે કહેતો નહી કે નહી આવું…….

    ડો. નાણાવટી….૧૨-૭-૨૦૦૭

  9. વાહ ભાઈ વાહ્…….. ક્યા બાત હૈ……. ડો. નાણાવટી સાહેબ…. તમેતો યાર કમાલ ના કવિ છો…!!!. તમેતો યાર બરાબર નો કવ્યાત્મક જવાબ આપ્યો…. માશાલ્લા બહોત ખુબ…!!

  10. પ્રિય ભરતભાઈ,

    તમારી અગાઉની કોઈ રચનાનો જવાબ ન આપવાનો અવિવેક મારાથી થયો છે? મને જાણ નથી… એવું જો અજાણતામાંય થયું હોય તો ક્ષમા ચાહું છું… હું પોતે હજી સાવ નવોદિત કવિ જ છું. જમીન પર ઊભો છું અને જમીન પર જ રહેવામાં માનું છું…

    આપે આપની કવિતા અંગે અભિપ્રાય માંગ્યો છે જે પ્રસ્તુત ગઝલ સાથે અપ્રસ્તુત છે. હું તમને ઇ-મેલથી મારો અભિપ્રાય આપીશ…

    કુશળ હશો…

  11. ખૂબ જ સુંદર રચના.

    બે પંક્તિઓ મારા તરફથી,

    શોધું છું તારા મા હું મુજ ને,
    મૌન જો રહીશ, કેમ હળાશે?

  12. હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
    આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.
    પૂરી ગઝલ સરસઆ છે!! જન્મદિવસ મુબારક!!તુમ જીઓ હઝારો સાલ્…
    સપના

  13. આ જઆ તમારિ વાત , બહુજ , ગમિ જયએ, હવે કસુ જ સમજ નાઆઆય વે , કહિ ,ય તો ,સુ ,ના કહિય તો સુ , બહુજ સર્સ ………..આભાર ને અભિનદન ……….

  14. અતિ સુંદર અતિ સુંદર
    તમે તો આજ પીવડાવિ હ્રુદયના રંગની પ્યાલી
    રમેશ પટેલ (પ્રેમોર્મિ)

  15. આ ચઁદાને કહેજો કે દેખાય નહીઁ આજે !
    સૂરજ ઊગવાનો છે વિવેક્નો પ્રભાતે !!
    ગાડુઁઘેલુઁ પણ આ સાદર અર્પણ ! !

  16. પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે –
    સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?

    સુંદર શેર.

  17. વિવેકભાઈ,
    ખૂબ જ સુંદર રચના.
    આ પંકિત ખુબ જ ગમી.

    ઉદાસી ત્યજી સળ પથારીના જાગે,
    ખબર તારી જ્યાં આવી વહેલી સવારે.

  18. તડપ રોમેરોમે ઊગી કેમ આજે ?
    થયું જે થતું સોળમી વર્ષગાંઠે.
    કયા બાત હે
    અદબૂ ત

Leave a Reply to ghanshyam Cancel reply

Your email address will not be published. Required fields are marked *