આ સૂરજને કહી દો કે ઊગે ન આજે

OLYMPUS DIGITAL CAMERA
(પ્રતીક્ષાની ગલીઓમાં…           ..રણથંભોર, રાજસ્થાન, નવે.-૨૦૦૬)

*

ઉદાસી ત્યજી સળ પથારીના જાગે,
ખબર તારી જ્યાં આવી વહેલી સવારે.

ખબર તારી લાવ્યો નથી સૂર્ય આજે,
નગર આજે એનો દિવસ ક્યાંથી પામે ?

તડપ રોમેરોમે ઊગી કેમ આજે ?
થયું જે થતું સોળમી વર્ષગાંઠે.

હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.

અસર જો નિકટતાની, જાણ જ રહી નહિ,
‘તમે’માંથી ‘તું’ પર સરી આવ્યા ક્યારે ?

પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે –
સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?

-વિવેક મનહર ટેલર
(૧૦/૧૧-૦૩-૨૦૧૧)

*

sunrays
(ફાટું ભરીને સોનું…                                             ….માઉન્ટ આબુ, ૨૦૦૦)

 1. ડૉ.મહેશ રાવલ’s avatar

  સરસ ગઝલ,
  ભાવ સરસરીતે જળવાયો અને નિકટતાની અસરમાં ‘તમે’માંથી ‘તું’ થવાની વાત બહુજ ગમી વિવેકભાઈ..
  -અભિનંદન.
  બન્ને તસ્વીરો પણ, જાણે શબ્દોને વાચા પ્રદાન કરી રહી હોય….!

  Reply

 2. સુનીલ શાહ’s avatar

  પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે –
  સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?
  સુંદર શેર.. સરસ ગઝલ.

  Reply

 3. Nilesh Rana,MD’s avatar

  વિવેક સુન્દર ગઝલ, અભિનંદન.
  નીલેશ

  Reply

 4. વિહંગ વ્યાસ’s avatar

  સુંદર ગઝલ. મત્લા વિશેષ ગમ્યો.

  Reply

 5. pragnaju’s avatar

  સુંદર ગઝલ
  તડપ રોમેરોમે ઊગી કેમ આજે ?
  થયું જે થતું સોળમી વર્ષગાંઠે.

  હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
  આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.
  વધુ ગમ્યા આ શેર

  આના ઉંડા મૂળ તો છેક સુફી સંતો સુધી નિકળે છે, એક ઉંચા દરજ્જાનો પ્રેમલક્ષણા ભાવ છે,પ્રેમની આ સ્થિતીના જ્ઞાનને ’હકીકત’ કહેવાય. પરમાત્માને પરમ પ્રિયતમાના રુપમાં માની અને તેને પામવાની અભિલાષા અને તડપ જે રીતે બયાન થાય છે તે ગઝલના રુપમાં હોય છે. આવા શેરો અને ગઝલો ઉપર ઉપરથી તો લૌકીક લાગે છે, પરંતુ આ પ્રકારને ’મારિફત’ કહેવાય છે અને આ વિચારધારાને ’તસવ્વુફ’ અને તેમાં માનનારાઓને સુફી કહેવાય છે
  તારા રે નામનો છેડ્યો એક તારો
  હું તારી મીરા તુ ગિરધર મારો
  આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
  કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો
  અને સૂરજને પણ આ નાદ પ્રમાણે કરવું જ પડે

  Reply

 6. Harshad’s avatar

  વિવેક્,
  ખુબ સરસ અને હ્ર્દય સ્પર્શો ગઝલ્.આખિ ગઝલ ખુબ જ ગમિ.

  Reply

 7. મીના છેડા’s avatar

  ………………..

  Reply

 8. Dr P A Mevada’s avatar

  કવિશ્રી તમારી રચનાઓ ઘણી ભાવ પુર્ણ હોય છે, અને ગમી જાય એવી હોય છે.

  Reply

 9. indravadan g vyas’s avatar

  ખુબ સરસ ગઝલ્.પ્રગ્નજુની ટીપ્પણી મહિતીપ્રદ રહી.
  મને પણ આ ખુબ ગમ્યાં.

  અસર જો નિકટતાની, જાણ જ રહી નહિ,
  ‘તમે’માંથી ‘તું’ પર સરી આવ્યા ક્યારે ?

  મને મારી એક અછાંદસ રચના અહીં યાદ આવી ગઈ.

  સુરજ કહે, કાલ ઉગવું નથી મારે ,
  આથમણે અજવાળા છો રહ્યાં,
  સંધ્યાને કહો આજ રાંધે કંસાર,
  ને ઉષા ભલે કરતી આરામ.

  Reply

 10. Gajendra Choksi’s avatar

  વિવેકભાઈ,
  શું કહેવું તમને !કયો પ્રેમ વ્યક્ત કરો છો તમે ? લા જવાબ !

  Reply

 11. Bharat Gadhavi’s avatar

  “છું”

  શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..
  ન કરો સરવાળો પ્રેમ નો, ન ચુકવી શકાય એવી ઉધારી છું…….
  શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..૧
  સ્પર્શ ને વાંચા હોત તો બોલત, હુંય કંઈ “ઇશ્કે-ઇબાદત” છું……….
  હ્ર્દય ને સ્પર્શી શકોતો તમે, સાવ ભીની હું ભિનાંશ છું……….
  શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..૨
  પ્રણય ના કયાં હાટ છે..?, શિર સાટો-સાટ વહેચાંઉ એવી જાત છું………….
  લે કરવી છે કશોટી..? , તું “નુરી” ને હું “રકામ” છું……..
  શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..૩
  દિલ ને સમજોતો ફકત ધડકન છે, એ ધડકને-ધડકને તું મારી આશ છું……..
  વ્યથા ને ક્યાં વાંચા હોય છે..? ન બોલી શકાય એવું ઘેરું મૌન છું……………
  શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..૪
  લે ચાખીલે જો ચાખવી હોયતો, પ્રણય ની સાવ મીંઠેરી હું ધાર છું…………..
  શુંઘીલે જો શુંઘી શકે તો મને , લાગણી થી નિતરતાં ફુલો ની સુગંધી ભરમાર છું………
  શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..૫
  “રતન” પ્રેમ નો “જામ” વહેંચું સતત એવી અલગ હું “સુરાહી” છું………..
  ધર અધર પ્રેમ નાં , ઘુંટડે ઘુંટડે પિવરાઊ કંઈ ખાસ એવી તરસ છું…………..
  શ્ર્વાસો-શ્ર્વાસ માં છું, સતત તારી આસ-પાસ છું……..૬

  “ગઝલ” by Bharat Gadhavi
  Gaborone – BOTSWANA (Africa).
  E-mail: bharat95gadhavi@gmail.com
  Mobile: 00267 71578707.

  શ્રી વિવેકભાઈ…….. આશા છે કે આ વખતે પણ તમે પ્રત્યુત્તર આપવાનો “વિવેક” નહીજ રાખો. છેલ્લી વખતે તમને મેં મારી એક સુંદર “ગઝલ” મોકલેલી તેનો આજ દિન સુધી કોઇ જ જવાબ નથી. યાર એક મોટા કવિ તરીકે અમારા જેવા નાના કવિ ને થોડુ-ધણુ માર્ગદર્શન આપોતો આપનુ શું બગડી જવાનું છે…..????. સંતો ને ભક્તો એ તો ક્હ્યુ છે કે ” જ્ઞાન” તો વહેચો એટલુ વધારે વધે….!!!!. તો પછી આવી કંજુસાઈ શા માટે…..????

  Reply

 12. dr.jagdip’s avatar

  તમે તો કહી દીધું સુરજને કે ન ઉગતો…….
  પણ સુરજ પોતે આમ કહે તો……?

  ધારો કે આજ ઓલો
  સુરજ કહી દે કે મારી
  છુટ્ટી છે કાલ નહી આવું…

  બીજુ તો ઠીક ઓલા
  અઢળક તારલીયાનો
  ઓવર ટાઈમ કેમ કરી લાવું…

  પંખીના કલરવ ને
  સુંવાળી ઝાકળ, શું
  ઊષાને મોઢું બતાવું….?

  જાગોને જાદવા ને
  ક્રુષ્ણરે ગોવાળીયાને
  અમથું અમથું રે કેમ ગાવું….

  સપના ખુટશે ને પછી
  નીંદર ઊલેચવાને
  વણઝારી વાવ ક્યાંથી લાવું…

  વિનવો આ સુરજને
  તપતો રહેજે રે બાપ..!
  તાત થઈ કેમ કરો આવું….
  હવે કહેતો નહી કે નહી આવું
  હવે કહેતો નહી કે નહી આવું…….

  ડો. નાણાવટી….૧૨-૭-૨૦૦૭

  Reply

 13. Bharat Gadhavi’s avatar

  વાહ ભાઈ વાહ્…….. ક્યા બાત હૈ……. ડો. નાણાવટી સાહેબ…. તમેતો યાર કમાલ ના કવિ છો…!!!. તમેતો યાર બરાબર નો કવ્યાત્મક જવાબ આપ્યો…. માશાલ્લા બહોત ખુબ…!!

  Reply

 14. વિવેક’s avatar

  પ્રિય ભરતભાઈ,

  તમારી અગાઉની કોઈ રચનાનો જવાબ ન આપવાનો અવિવેક મારાથી થયો છે? મને જાણ નથી… એવું જો અજાણતામાંય થયું હોય તો ક્ષમા ચાહું છું… હું પોતે હજી સાવ નવોદિત કવિ જ છું. જમીન પર ઊભો છું અને જમીન પર જ રહેવામાં માનું છું…

  આપે આપની કવિતા અંગે અભિપ્રાય માંગ્યો છે જે પ્રસ્તુત ગઝલ સાથે અપ્રસ્તુત છે. હું તમને ઇ-મેલથી મારો અભિપ્રાય આપીશ…

  કુશળ હશો…

  Reply

 15. sudhir patel’s avatar

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

  Reply

 16. urvi shah’s avatar

  ખુબ જ સરસ રચના

  Reply

 17. rekha’s avatar

  બહુ સુન્દર …..વિવેકભાઈ…

  Reply

 18. Nishith’s avatar

  ખૂબ જ સુંદર રચના.

  બે પંક્તિઓ મારા તરફથી,

  શોધું છું તારા મા હું મુજ ને,
  મૌન જો રહીશ, કેમ હળાશે?

  Reply

 19. sapana’s avatar

  હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
  આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.
  પૂરી ગઝલ સરસઆ છે!! જન્મદિવસ મુબારક!!તુમ જીઓ હઝારો સાલ્…
  સપના

  Reply

 20. Govind Maru’s avatar

  જન્મદીવસની હાર્દીક શુભેચ્છાઓ…

  Reply

 21. vineshchndra chhotai’s avatar

  આ જઆ તમારિ વાત , બહુજ , ગમિ જયએ, હવે કસુ જ સમજ નાઆઆય વે , કહિ ,ય તો ,સુ ,ના કહિય તો સુ , બહુજ સર્સ ………..આભાર ને અભિનદન ……….

  Reply

 22. Nikunj Jani’s avatar

  ખૂબ જ સુંદર રચના… વિવેકભાઈ

  Reply

 23. Ramesh Patel(premormi)’s avatar

  અતિ સુંદર અતિ સુંદર
  તમે તો આજ પીવડાવિ હ્રુદયના રંગની પ્યાલી
  રમેશ પટેલ (પ્રેમોર્મિ)

  Reply

 24. manvant patel’s avatar

  આ ચઁદાને કહેજો કે દેખાય નહીઁ આજે !
  સૂરજ ઊગવાનો છે વિવેક્નો પ્રભાતે !!
  ગાડુઁઘેલુઁ પણ આ સાદર અર્પણ ! !

  Reply

 25. કવિતા મૌર્ય’s avatar

  પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે –
  સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?

  સુંદર શેર.

  Reply

 26. rajeshri’s avatar

  ખુબ સરસ ક્રુતિ.

  Reply

 27. jigar joshi 'prem'’s avatar

  સારો પ્રયાસ…..ડો. સા’બ

  Reply

 28. shailesh patel’s avatar

  મજાનિ કવિતા માણવા મળે

  Reply

 29. ghanshyam’s avatar

  વિવેકભાઈ,
  ખૂબ જ સુંદર રચના.
  આ પંકિત ખુબ જ ગમી.

  ઉદાસી ત્યજી સળ પથારીના જાગે,
  ખબર તારી જ્યાં આવી વહેલી સવારે.

  Reply

 30. શબ્દપ્રીત’s avatar

  ખૂબ સરસ રચના

  Reply

 31. manoj’s avatar

  very nice poem …Sir …..

  Reply

 32. નટખટ સોહમ રાવલ’s avatar

  અરે વાહ વિવેકભાઇ..ખુબ સરસ

  Reply

 33. sanjay’s avatar

  ડો સાહેબ ખુબ સુન્દેર્

  Reply

 34. Mansukh thaker’s avatar

  Bahot khub

  Reply

 35. Shailesh Patel’s avatar

  તડપ રોમેરોમે ઊગી કેમ આજે ?
  થયું જે થતું સોળમી વર્ષગાંઠે.
  કયા બાત હે
  અદબૂ ત

  Reply

 36. Vijay Thanki’s avatar

  very nice poem …

  Reply

 37. Shailesh Parekh’s avatar

  ખરેખર અદભુત્

  Reply

 38. Rina’s avatar

  Beautiful. …

  Reply

 39. sujata’s avatar

  ‘તમે’ માં થી’તુ ‘
  શું કહું વધુ હૂં ?

  જિયો કવિ…..

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *