પથ્થર

(ભૂલા પડવાની મજા…                           …ઓક્ટોબર,2006)

મારી દુઆ સાચી હશે તો કોક દિ’ ફળશે તને,
મારો પ્રણય સાચો હતો એની સમજ પડશે તને;
પથ્થર છું છો તુજ રાહનો, ઠોકર નથી, ના…ના…નથી,
પગ મૂક, ઊંચાઈ પગથિયાની સદા મળશે તને.

વિવેક મનહર ટેલર

13 thoughts on “પથ્થર

 1. મારા મિત્ર વિવેક,

  આજે આ વાત મારાથી વધુ કોણ સારી રીતે સમજશે?

  દુઆ તો તારી ફળશે જ
  પથ્થર નથી તું રાહનો
  જે વળે ઠોકર લાગે..ના.. ના..નથી જ
  તું એ હાથ છે જે ઠોકરે ચઢેલાને હાથ આપે

  તારી મિત્ર મીના

 2. વિવેકભાઈ સુંદર મુક્તક,
  આપની જ એક ગઝલ પરથી લખાયેલ ગઝલ નો એક શેર છે..

  પામવું હો જો કશું, માથું નમાવો!
  પ્રેમથી યાચો સદા- પત્થર ફળે છે!

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા.

 3. પગ મૂકીને ચાલી જનારા પાછા વળતા નથી , વિવેક !
  જો બાત ગઇ સો બીત ગઇ.

 4. પ્રણયમાં જો હોય કચાશ તો ઠોકરે ચઢશે પથ્થર્
  પ્રણયમાં જો હોય ખુમાશ તો પાળિયો બનશે પથ્થર

 5. તમારી અભિવ્યક્તિની છટા માટે આટલું જ કહીશ…..ચોટદાર રજુઆત!!!
  તમને જાણીને આનંદ થશે કે હું એક નવોદિત ગઝલકાર છું.
  મારુ ઉપનામ છે ‘સ્નેહી’ અને રહેવસી છું ભાવનગરની…..
  ભાવનગરમાં શરૂ થયેલ ‘ગુજરતી ગઝલ વિદ્યાપીઠ-School of Gujarati Gazal’માં તાલિમ લઇ રહી છું અને પ્રથમ વર્ષમાં ચતુર્થ ક્રમે ઉતીર્ણ થઇ છું. હાલ કવિ શ્રી ગુણવંત ઉપાધ્યાય(‘ગુજરતી ગઝલ વિદ્યાપીઠ’ના અધ્યક્ષ)ના માર્ગદર્શન હેઠળ ગઝલ લેખનકાર્ય કરું છું.
  મારી એક ગઝલના બે શે’ર- સાધના એક છે ગઝલ,
  પામવી ના છે સરલ.

  મારું મન છે એક ભ્રમર
  ને ગઝલ કોઇ કમલ!!!

 6. LAKHTA RAHEJO…DOST……..DARD……..KYAREK J KAVYRUP DHARTU HOY 6E…………….

 7. સરસ મુક્તક.
  પગ મુક, ઉંચાઈ પગથીયાની ઉંચાઈ મળશે.
  કેટલો સરસ વીચાર.

Comments are closed.