બે કાફિયાની ગઝલ

OLYMPUS DIGITAL CAMERA
(આંખના શતરંગી શમણાં…                  … પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

*

કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
દ્વારથી પણ હોય છે આગળ ઘણું.

આખરે તો થઈ જવાનું છે ફના,
નામ દો વાદળનું કે ઝાકળ તણું.

આંખને વાંચી જવાનું હોય ત્યાં,
તું મૂરખ બેઠો છે લઈ કાગળપણું.

તારી આગળ અર્થ એનો કંઈ નથી,
છો નનૈયા લાખ હું પાછળ ભણું.

આંખના શતરંગી શમણાં કે પછી
છાતીમાં છુપાવ્યા એ વાદળ ગણું ?

સ્થાન મારી જિંદગીમાં તારું શું ?
એ જ જે સુરતમાં છે ભાગળ તણું.

– વિવેક મનહર ટેલર
(૦૩/૦૪-૦૩-૨૦૧૧)

નેહા પુરોહિતે SMS વડે બે કાફિયાની ગઝલ મોકલાવી. એ વાંચતા જ ભીતર સળવળાટ થયો. છેલ્લા છ-આઠ મહિનાથી પુસ્તક પ્રકાશન કંઈક એ રીતે ભીતરને ભરડો લઈ બેઠું હતું કે કવિતા સાવ જ વિસારે પડી ગઈ હતી. નેહાની ગઝલે મહિનાઓની શીતનિદ્રાનો આ સ્વરૂપે દવાના સેમ્પ્લના કાગળ પર અંત આવ્યો… આભાર, દોસ્ત! લયસ્તરો પર નેહાની ગઝલ વાંચવી ન ચૂકાય એ ખાસ જો જો…

57 thoughts on “બે કાફિયાની ગઝલ

 1. મિત્ર
  આખરે તો થઈ જવાનું છે ફના,
  નામ દો વાદળનું કે ઝાકળ તણું

  ને છતાંય એ પણ સત્ય છે કે …
  એક નાના અંતરાળ પછી ફરી તું ગઝલના ભાગળે આવી પૂગ્યો.. તારું સ્થાન અહીં કાયમ રહેશે…
  શુભેચ્છા સાથે….

 2. વિવેકભાઇ ઘણાં સમયથી તમારી તાજી ગઝલની રાહ જોતો તો અને ત્યાંજ એકને બદલે બે કાફિયાની ગઝલ મળી. આમતો બધાં શેર ગમ્યાં પરંતુ છેલ્લો શેર મને બહુ માફક ન આવ્યો.

 3. વાહ વિવેકભાઈ….
  સરસ ગઝલબની છે એમાંય આંખને વાંચી જવાની અને કાગળપણાની વાત સ્પર્શી ગઈ….
  જય હો…!
  સાથે-સાથે નેહાબેનનો પણ આભાર માનવો જ રહ્યો…

 4. વાહ વિવેકભાઈ.. કાગળપણું અને સાંકળપણુંની અભિવ્યક્તિ ગમી.
  કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
  દ્વારથી પણ હોય છે આગળ ઘણું.

 5. વાહ વાહ વિવેકભાઈ.. સર્વાંગ સુંદર ગઝલ..!!

  સમાન કાફિયા વડે પણ બે અનોખા ભાવ-વિશ્વનું સુન્દર સર્જન થઈ શકે,
  એ નેહા અને વિવેક્ભાઈની રચનાઓ એકસાથે વાંચતા અનુભવાયું.

  અભિનંદન..!!

 6. તારી આગળ અર્થ એનો કંઈ નથી,
  છો નનૈયા લાખ હું પાછળ ભણું.

  આંખના શતરંગી શમણાં કે પછી
  છાતીમાં છુપાવ્યા એ વાદળ ગણું ?
  સરસ

 7. આ તો આખો વાચવા ને બદલે આજ દિન સુધિ કાગળ જ ઉથલાવ્યા. ખુબ્ સુન્દર અભિવ્યક્તિ –

 8. શ્રી ડો. વિવેક્ભાઈ,
  તારી આગળ અર્થ એનો કંઈ નથી
  છો નનૈયો લાખ હું પાછળ ભણુ
  આંખના શતરંગી શમણા કે પછી
  છાતીમા છુપાવ્યા એ વાદ્ળ ગણુ….
  સરસ વાત કરી અને સુરતનો વતની હોવાથી “ભાગળ” યાદ કરાવી કેનેડામા બેઠા બેઠા વાડીફળીયા, સ્ટોર શેરીના સ્વજનો શ્રી મનહરભાઈ અને પુજ્ય મોહનભાઈ, શ્રી રમણભાઈ (પિનાંગ્) પુજ્ય નાનીબા, પુજ્ય શાંતાબા અને છેવટે ખટોદરા કોલોની બધુ જ યાદ આવી ગયુ, આભાર્………………

 9. તારી આગળ અર્થ એનો કંઈ નથી
  છો નનૈયો લાખ હું પાછળ ભણુ
  આંખના શતરંગી શમણા કે પછી
  છાતીમા છુપાવ્યા એ વાદ્ળ ગણુ…

  સરસ

 10. બે કાફિયા પણ જળવાયા અને ગઝલ પણ સુંદર થઇ. બેવડી સિદ્ધિ.

 11. સુંદર ગઝલનો ત્રીજો શે’ર વધુ ગમ્યો!
  સુધીર પટેલ.

 12. કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
  દ્વારથી પણ હોય છે આગળ ઘણું.

  આંખને વાંચી જવાનું હોય ત્યાં,
  હું મૂરખ બેઠો છું લઈ કાગળપણું.

  વાહ ખૂબ સરસ, એક થી વધુ કાફિયાઓમાં મેં પણ કામ કર્યું છે.
  મજા પડે છે. એક શેર જુઓ

  કાળા સૂરજના દેશમાં અટવાય છે ફાનસ
  છલના છળે હર વેશમાં, પર્યાય છે- માણસ

 13. બન્ને કાફિયા સરસ રીતે એકમેકમાં સમરસ થયા છે. આસ્વાદ્ય ગઝલ.

 14. વિવેકભાઈ,

  વાહ! વાહ! ખુબજ સરસ ગઝલ,

  પણ છત્તા આ બે શેર મને બહુ ગમ્યા 🙂

  કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
  દ્વારથી પણ હોય છે આગળ ઘણું.

  આંખને વાંચી જવાનું હોય ત્યાં,
  હું મૂરખ બેઠો છું લઈ કાગળપણું.

 15. આખરે તો થઈ જવાનું છે ફના,
  નામ દો વાદળનું કે ઝાકળ તણું.

  આ શે’ર વધુ ગમ્યો!

 16. કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
  દ્વારથી પણ હોય છે આગળ ઘણું.

  આંખને વાંચી જવાનું હોય ત્યાં,
  હું મૂરખ બેઠો છું લઈ કાગળપણું.
  .
  વાંકોને શે’ર બે ગમ્યા ઘણા
  શેં “ધુફારી” રાખસે અતડાપણું?

  વાહ્ સરસ વિવેકભાઁઇ લગે રહો ઘણો વિસામો ખાઁઇ લીધો.
  અભિનંદન.

 17. આંખને વાંચી જવાનું હોય ત્યાં,
  હું મૂરખ બેઠો છું લઈ કાગળપણું…

  બે કાફિયાની સુંદર ગઝલ !

 18. વિવેકભાઈ ખુબ સરસ ગઝલ બની છે….!!

  આંખને વાંચી જવાનું હોય ત્યાં,
  હું મૂરખ બેઠો છું લઈ કાગળપણું.

  …..વાહ …ખુબ સરસ શેર સાથે બે કાફિયા પણ ગઝલમાં જામે છે….

 19. સરસ રચના.
  કેમ પક્ડી બેઠો છે સાંકળપણુ,
  દ્વાર થી પણ હોય છે આગળ ઘણુ,
  સરસ..

 20. કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
  દ્વારથી પણ હોય છે આગળ ઘણું.

  આંખને વાંચી જવાનું હોય ત્યાં,
  હું મૂરખ બેઠો છું લઈ કાગળપણું.

  અદભૂત અભિવ્યક્તિ.
  આટલું જો સમજાય તો વિશ્વમાં છે ઘણું ઘણું !

 21. બે કાફિયા નિભાવીને કહેવાયેલી સુંદર ગઝલ

 22. આંખને વાંચી જવાનું હોય ત્યાં,
  હું મૂરખ બેઠો છું લઈ કાગળપણું.

  ખૂબ ભાવુક ગઝલ્!!વિવેકભાઈ એક સવાલ આમાં કાગળ અને પણું એમ બે કાફિયા છે તો રદિફ ણુ’ ગણાય કે રદિફ નથી?
  સપના

 23. @ સપના: આ બે કાફિયાની હમરદીફ-હમકાફિયા ગણી શકાય એવી ગઝલ છે. ખરેખર તો અહીં કોઈ રદીફ છે જ નહીં અને તમે કહ્યું એમ ‘ણું’ને પણ એકરીતે રદીફ ગણી શકાય… માટે જ નામ અપાયું છે-હમરદીફ-હમકાફિયા… જે રદીફ એ જ કાફિયા…

 24. આંખને વાંચી જવાનું હોય ત્યાં,
  હું મૂરખ બેઠો છું લઈ કાગળપણું.

  કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
  દ્વારથી પણ હોય છે આગળ ઘણું.

  NO WORDS TO EXPRESS FELLINGS….

 25. Pingback: દ્વારથી પણ હોય છે આગળ ઘણું ! (‘વિવેકના શેરોનો આનંદ’) « Girishparikh's Blog

 26. Pingback: દ્વારથી પણ હોય છે આગળ ઘણું ! (‘વિવેકના શેરોનો આનંદ’) « Girishparikh's Blog

 27. Pingback: દ્વારથી પણ હોય છે આગળ ઘણું ! (‘વિવેકના શેરોનો આનંદ’: 3) « Girishparikh's Blog

 28. કેમ પકડી બેઠો છે સાંકળપણું ?
  દ્વારથી પણ હોય છે આગળ ઘણું.

  આખરે તો થઈ જવાનું છે ફના,
  નામ દો વાદળનું કે ઝાકળ તણું.

  આંખને વાંચી જવાનું હોય ત્યાં,
  તું મૂરખ બેઠો છે લઈ કાગળપણું….awesome

 29. કોઈ રડતા મળે છે,
  કોઈ હસતા મળે છે.

  આ પહાડો ય થોડા,
  દૂર ખસતા મળે છે.

  તારલાઓ ગગનથી,
  રોજ ખરતા મળે છે.

  મેધ થઈ જળ નદીમાં,
  ખાસ ભળતા મળે છે.

  લાગણીના એ પૂરો,
  જેમ ખળતા મળે છે.

  કેમ”રોચક” જવાબો,
  આમ છળતા મળે છે ?

  -અશોક વાવડીયા,《રોચક》♥

 30. સ્થાન મારી જિંદગીમાં તારું શું ?
  એ જ જે સુરતમાં છે ભાગળ તણું.

  – વિવેક મનહર ટેલર – વાહ !!

 31. પ્રયોગશીલતા નાં કવિ વિવેક ટેલરને અભિનંદન જ ઘટે .

 32. gazzal is really fentastic.eye language reading is very stuf work,you have done it

 33. ગાલગાગા ગાલગાગા ગાલગા ના મધુર લયમાં વહેતી સુંદર ગઝલના પાંચમા શેરના સાની મિસરામાં થોડોક ખંચકાટ અનુભવ્યો. બાકી તો વિવેકભાઈ જેવા ગઝલવિદની રચનામાં શું કહેવાનું ?

 34. @ મનહર મોદી ‘મન’ પાલનપુરી:
  આપની વાત સાચી છે.. છુપાવ્યામાં ‘છુ’ ગુરુ તરીકે લેવાયો છે એ ત્રુટિ જ ગણાય… સુધાઅરી લઈશ.

  આભાર !

 35. પ્રિય વિવેકભાઈ
  બે કાફિયા લૈને સરસ ગઝલ કરી છે
  પણ
  તણું કાફિયા રીપીટ થાય છે જે મને અંગત રીતે ન ઋચ્યું.

  બાકી ગઝલ સારી છે.

 36. @ અનિલ ચાવડા:
  પ્રામાણિક પ્રતિભાવ બદલ હૃદયપૂર્વક આભાર…

  ‘તણું’ સિવાય ‘પણું’ કાફિયો પણ બે વાર આવે છે…

 37. કેમ પકડી બેઠો છે સાંકળપણું ?

  અદભુત રચના ….
  ચેતન શુક્લા ‘ચેનમ’

Comments are closed.